Thursday 26 February 2015

ઇન્દુલાલ ગાંધી – સ્વપ્નનગરની શેરીમાં


મારા સ્વપ્નનગરની શેરીમાં
એક રાધા રમવા આવી’તી
ના ગીત હતું, નહોતી બંસી,
તોય ઘરઘર ભમવા આવી’તી … મારા …
હજી જ્યાં એનાં ઝાંઝર ઠમક્યાં
ત્યાં તારક દીપક થૈ ટમક્યા
એક એક હૃદયમાં માધવનું
મંદિર સરજવા આવી’તી … મારા …
જ્યાં પડી પાનીઓ મસ્તાની
ત્યાં હસી ધૂળ રસ્તાની.
ઉજ્જડ રણમાં એ પીયૂષ વાદળી
થઈ વરસવા આવી’તી … મારા …
– ઇન્દુલાલ ગાંધી

લાઇફ ઇઝ બ્યુટીફૂલ


→•લાઇફ ઇઝ બ્યુટીફૂલ પણ એ સુંદરતા સ્વીકારવાની•←
તમારી તૈયારી છે?
જિંદગીને નજીકથી જુઓ, એ ધીમે ધીમે સરકી રહી છે,
અને એને જીવી લો,
કારણ કે એ સરકી જવાની છે. જિંદગી વિશે બધું વિચારવાની પણ જરૂર નથી, કારણ કે
અલ્ટિમેટલી જિંદગી એ વિચારવાનો નહીં પણ જીવવાનો વિષય છે
I don't believe people are looking for the meaning of life
As much as they are looking for the
Experience of being Alive...!!• • •

જીવનસાથી


ખબર નથી એને હું શું કહી ગયો,
પ્રેમ મારો આસુંની ધારમા વહી ગયો..

મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે,
જ્યારે એને બીજો જીવનસાથી મળી ગયો….

અમિતકુમાર એમ. રાવલ (ડીંડોલી – સુરત)

જેમાં તારી કમી હો


એ ગમ નો સું મતલબ જેમાં તારી કમી હોય…
એ ખુસી નો સું મતલબ જેમાં તારી કમી હોય…
હું તો એ વિચારી ને મોત થી મહોબત્ત કરી બેઠો
કે
એ જિંદગી નો સું મતલબ જેમાં તારી કમી હોય…

કરસન ભરવાડ
કરમસદ આણંદ

પેંચ


જિંદગીની રાહો ક્યાં કોના માટે સરળ રહીં છે અહીં,
ઘડી ઘડી આગનાં દરિયાં ને મૃગજળનાં કિનારા છે..

નવી નવી છે પાંખો ફૂંટી ને ક્ષિતિજ કરવાનું છે પાર,
આભનાં આ જંગલ થોડાં ઓછાં શાંત વધુ બિહામણાં છે..

પારકાંની છોડો લોહીનાં સંબંધોની ચાલે છે વાત,
તમે લખેલાં “તમારાં” નામ પણ ક્યાં “તમારાં” છે…

સ્વસ્થ શરીરમાં ઘવાયેલો માનવી કેદ છે અહીં,
પૂછો તમે તો “મજામાં છીએ” એવાં ખાલી બહાના છે…

તડકાં-છાયડાંના છે પતંગ અહીં ને “જીવન” નામનો માંજો,
સમયનાં ધાબાં ઉપર “આમોદ” દિલના પેંચ લડાવાનાં છે…

અરમાનો અંતરમા જ રહી જાય છે


અરમાનો અંતરમા જ રહી જાય છે,
સપનાઓ પાંપણમાં શમી જાય છે.

વાદળી વરસ્યા વગર વહી જાય છે,
ને આંખડી તરસી સુકાય જાય છે.

તારું હસવું મને તો ગમી જાય છે,
તારું હસવું સપનાઓ રચી જાય છે.

તમને જોયાને ………….


તમને જોયાને વર્ષો વીતી ગયા હોય એવું લાગે છે ,
આજ પણ તમારી યાદમાં મારી આ આંખો જાગે છે ,
તમને મળવાની દિલમાં તમ્મના છે ,
પણ શું કરું ?………………………
અમારા નસીબ તો જુઓ એ ક્યાં જાગે છે