Thursday 21 July 2016

જિંદગી આખી રડાવ્યો છે મને

જિંદગી આખી રડાવ્યો છે મને ,
ઓ હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને,
જે નથી મારા બન્યા, એનો બનાવ્યો છે મને,
સાથ આપો કે ના આપો, એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને,
આ દુઃખ ના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને,
કૈં નહોતુ એ છતાં, સૌ એ મને લુંટી ગયા,
કૈં નહોતુ એટલે, મે પણ લુટાવ્યો છે મને,
આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મે ગુમાવ્યા એમને, એણે ગુમાવ્યો છે મને,
એ બધા જે આજે રડે છે મોત પર,
એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને...!!!

શૂન્યનું સર્જન


  • ગણિત શાસ્ત્રી જોન નેપીયેર કહે છે. સાદો અપૂર્ણાંક પૂર્ણાંકમા   ફેરવતા  શૂન્ય મહત્વ પૂર્ણ બને છે.
  • ગણિત શાસ્ત્રી ‘ગણ ગણિત ‘ મા કહે છે : ‘શૂન્ય એ ખાલી ગણ નથી ‘
  • ભાશ્કારાચાર્યના મત મુજબ શૂન્ય અનંત છે. શૂન્યથી કોઈને ભાંગીના શકાય.
  • બ્રહ્મગુપ્ત  ‘બ્રહ્મસ્ફૂરણા’મા  જણાવે છે કે ; શૂન્યથી કોઈ સંખ્યાને ભાગતા અનંત બને છે કારણકે; એક ના છેદ મા શૂન્ય એ અવખ્યાયિત પદ છે.
  • ન્યુટન ના ગુરુત્વકાર્શનના નિયમ મા શૂન્ય : અવકાશમાં આકર્ષણ નથી તેનો અર્થ અનંત છે.
  • આઈન્સતાઈનના શૂન્ય અવકાશમાં પ્રકાશ સપેક્ષ  નથી, પણ નિર્પેક્ષ છે  તો પ્રકાશ શૂન્ય અનંત છે.

– દિનેશભાઈ ઠાકર (શિક્ષક)

કેવું છળ કરે છે!

કેવું છળ કરે છે,
ઈચ્છાને શરમાવે છે.
છે જાતનો તો ઈશ્વર
માણસને ભરમાવે છે.
પરમેશ્વર બનીને પોતે
પરપંચ પ્રસરાવે  છે.
મૂર્તિ બનીને એ જ તો
માયાને મમળાવે છે.
ભ્રામક દિશાઓ ઓઢી
ભૂરકી ભભરાવે છે.
બહુરૂપી છે બડો એ
હાજર નામો બદલાવે છે.
ધ્યાન રાખજો તમે પણ,
ગઠીયો  થઇ ગોતાવે છે.
ખુદના વખાણ કરવા,
તે વ્યાસ થી વર્તાવે છે.
માણસના હાથે છટકવા,
જાત દઈને જન્માવે છે.
ખુદના ગુના વધે ત્યારે,
સજા કટવા આવે છે,
તોયે શબ્દયાજી કેવો?
અવતાર ગણાવે છે !
-આનંદ ઠાકર

खुद के नशे में

मै खुद के नशे में इतना हूँ साकी
तेरा मयकदा होश मे लग रहा है.

आँखों से पिता रहा हूँ मै साकी ,
तेरा जम आज फिक्का लग रहा है.

संसो को  सांसो से पीलें ओ साकी,
वक्त हम पर आज महेरबां लग रहा है.

नजाकत से इस तरह देखो ना साकी
खुदा भी तुम्हारा गुन्हेगार लग रहा है.

मुझे मौत के साथ ज़ुमने दो ओ साकी,
यहीं जिन्दगी का पैगाम लग रहा है.

तम्मना ओ की बोतले फेंक दो अब साकी,
शराब तेरी आंखो में महफूज़ लग रहा है .

मेरी धड़कन अब तुम में बजे साकी,
मेरी सांसो का मय तेरा लग रहा है.

पिलादे कोई नूर की सूरा साकी,
हर सुर में तेरा नूर लग रहा है.

तू फुल बनके मुज़े संभल लेना साकी,
मेरा ओंस होना तय लग रहा है.
– आनंद ठाकर

૧૦૦+ ઉપીયોગી વેબસાઈટ નું લીસ્ટ

અહી ૨૦૧૨ ની  ૧૦૦+ એવી વેબસાઈટ નું લીસ્ટ રજુ કરેલ છે કે જે તમારો એક પ્રોબ્લેમ તો સોલ્વ કરી જ આપશે.. અને ઘણી જ ઉપયોગી માહિતી અથવા કામ લાગી શકે એવી યુઆરએલ નું લીસ્ટ જે હાથવગું હોય તો ગૂગલ પર સર્ચ કરવાની જરૂર ના રહે.
૧૦૦+ ઉપયોગી વેબસાઈટનું લીસ્ટ:

1. screenr.com – તમારી સ્ક્રીનનો વીડિઓ કેપ્ચર કરીને સીધો જ યુટ્યુબ પર અપલોડ કરી આપે છે.
2. thumbalizr.com – કોઈ પણ વેબપેજના સ્ક્રીનશોટ કેપ્ચર કરવા માટે.
3. goo.gl – લાંબી URL ને નાની બનાવવા માટે અને URL એન QR Codes માં કન્વર્ટ કરવા માટે.
4. unfurlr.come – કન્વર્ટ કરાયેલી નાની URL પાછળ કઈ URL છે તે જાણવા માટે.
5. qClock – કોઈપણ સીટી નો ગૂગલ મેપ થી લોકલ સમય જાણવા માટે.
6. copypastecharacter.com – સ્પેસીઅલ એટલે કે તમારા કીબોર્ડ માં નથી તેવા કેરેક્ટર ને કોપી કરવા માટે.
7. postpost.com – ટ્વીટર માટે નું વધારે સારું સર્ચ એન્જીન.
8. lovelycharts.com – ફ્લોચાર્ટ, નેટવર્ક ડાયાગ્રામ, સાઈટમેપ વગેરે બનાવવા માટે.
9. iconfinder.com – બધી જ સાઈઝના આઈકોન માટે ની બેસ્ટ વેબસાઈટ.
10. office.com – ઓફીસ ડોક્યુમેન્ટ માટે ટેમ્પલેટ, કલીપઆર્ટ, ઈમેજીસ વગેરે ડાઉનલોડ કરવા માટે.
11. followupthen.com – ઈમેઈલ રીમાઈન્ડર માટેનો સૌથી સરળ રસ્તો.
12. jotti.org – કોઈપણ શકમંદ ફાઈલ કે ઈમેઈલ અટેચમેન્ટ નું વાઇરસ સ્કેન કરાવો.
13. wolframalpha.com – સર્ચ કાર્ય વગર સીધા જ જવાબ મેળવો.
14. printwhatyoulike.com – ક્લટર વગર વેબપેજ પ્રિન્ટ કરો.
15. joliprint.com – ન્યુઝલેટરની જેમ કોઈપણ આર્ટીકલ કે બ્લોગ કન્ટેન્ટ ને રિફોર્મ કરો.
16. search4rss.com – RSS ફીડ્સ માટેનું સર્ચ એન્જીન.
17. e.ggtimer.com – ડેઈલી યુઝ માટેનું સિમ્પલ ઓનલાઈન ટાઈમર.
18. coralcdn.org – વેબસાઈટ જો કોઈ વેબસાઈટ હેવી ટ્રાફિક થી ડાઉન થઇ ગઈ હોય(જેમ કે બોર્ડ ના રીઝલ્ટ સમયે અથવા ટ્રેન માં તત્કાલ ટીકીટ બુક કરાવવા સમયે) તો કોરલસીડીએન થી એક્સેસ કરો.
19. random.org – રેન્ડમ નંબર મેળવવા, સિક્કો ઉછાળવા વગેરે જેવું ઘણું બધું.
20. pdfescape.com – તમારા વેબ બ્રાઉઝર થી જ પીડીએફ ને ઓનલાઈન એડિટ કરવા માટે.
21. viewer.zoho.com – પીડીએફ કે પ્રેઝન્ટેશન ને વેબ બ્રાઉઝર માં પ્રિવ્યુ કરવા માટે.
22. tubemogul.com – એક જ ક્લિક થી યુટ્યુબ અને બીજી ઘણી વિડીઓ સાઈટ પર વિડીઓ અપલોડ કરવા માટે.
23. workinprogress.ca/online-speech-recognition-dictation & ispeech.org – બ્રાઉઝર માં ઓનલાઈન વોઈસ રેકગ્નીશન માટે.
24. scr.im – સ્પામ ની ચિંતા કાર્ય વગર તમારું ઈમેઈલ અડ્રેસ અહીંથી શેર કરો.
25. spypig.com – હવે થી તમારા ઈમેઈલ ની રીડ રીસીપ્ટ મેળવો, એટલે કે જેને ઈમેઈલ મોકલ્યો છે તેમણે ઈમેઈલ વાંચ્યો છે તેનું કન્ફર્મેશન.
26. sizeasy.com – કોઈ પણ પ્રોડક્ટની સાઈઝ કમ્પેર(સરખામણી) અને વિઝ્યુલાઈઝ(કલ્પના) કરો.
27. myfonts.com/WhatTheFont – કોઈ પણ ઈમેજમાં રહેલા ફોન્ટનું નામ મેળવો.
28. google.com/webfonts – ઓપન સોર્સ ફોન્ટ નું સારું એવું કલેક્શન.
29. regex.info – ફોટા માં રહેલા હિડન એટલેકે છુપાયેલા ડેટા ને મેળવવા માટે.
30. livestream.com – તમારી કોઈપણ લાઇવ ઇવેન્ટને અથવા ડેસ્કટોપ સ્ક્રીનનો વીડિઓ આ વેબસાઈટ માં બ્રોડકાસ્ટ કરી શકો છો.
31. iwantmyname.com – બધા TLD માં તમને તમારું ડોમેન સર્ચ કરવામાં મદદ કરે છે.
32. homestyler.com – શરૂઆતથી જ તમારા હોમ ઇન 3d ને નવું રૂપ આપો.
33. join.me – તમારી સ્ક્રીનને ઓનલાઈન શેર કરો.
34. onlineocr.net – સ્કેન કરેલી પીડીએફમાંથી ટેક્ષ્ટ મેળવો.
35. flightstats.com – ફ્લાઈટ નું સ્ટેટસ જોવા માટે.
36. wetransfer.com – મોટી ફાઈલ ને શેર કરવા માટે.
37. http://www.gutenberg.org/ – ફ્રી કીન્ડલ બુક ડાઉનલોડ કરવા માટે.
38. polishmywriting.com – સ્પેલિંગ કે ગ્રામર ની એરર ચેક કરવા માટે.
39. marker.to – શેર કરવાના હેતુ થી કોઈપણ વેબપેજ ના મહત્વના ભાગને હાઈલાઈટ કરવા માટે.
40. typewith.me – એક કરતા વધારે લોકોને એક જ ડોક્યુમેન્ટ પર ઓનલાઈન કામ કરવા માટે.
41. whichdateworks.com – કોઈ ઇવેન્ટ નું પ્લાનિંગ કરો છો? બધાને અનુકુળ હોય તેવી તારીખ નક્કી કરવા માટે.
42. everytimezone.com – વર્લ્ડ ટાઇમ ઝોન નો સરળ વ્યુ.
43. gtmetrix.com – તમારી સાઈટ કે બ્લોગ નું પરફોર્મન્સ ઓનલાઈન ચેક કરવા માટે.
44. noteflight.com – મ્યુઝીક શીટ એટલે કે મ્યુઝીક ને લખવાની ભાષા ઓનલાઈન લખવા માટે.
45. imo.im – એક જ જગ્યાએથી સ્કાઇપ, ફેસબુક, ગૂગલ ટોક વગેરે ના ફ્રેન્ડસ સાથે ચેટ કરવા માટે.
46. translate.google.com – વેબસાઈટ, પીડીએફ, કે ડોક્યુમેન્ટ્સ નું ભાષાંતર કરવા માટે.
47. kleki.com – ઘણી બધી જાતના બ્રશ વાપરીએન પેઈન્ટ કરવા માટે.
48. similarsites.com – તમને જે સાઈટ ગમતી હોય તેના જેવી બીજી સાઈટ નું લીસ્ટ મેળવવા માટે.
49. wordle.net – લાંબા લખાણને ટેગ કલાઉડ માં ફેરવવા માટે.
50. bubbl.us – તમારા આઈડિયા કે મગજ પરના નકશા ને બ્રાઉઝર માં ઉતારો.
51. kuler.adobe.com – કલર વિશેનો આઈડિયા મેળવો અને ફોટોમાંથી કલર અલગ પણ તારવી શકો છો.
52. liveshare.com – આલ્બમમાંથી કોઈ એક ફોટોને શેર કરવા માટે.
53. lmgtfy.com – જયારે તમારા ફ્રેન્ડસ ગૂગલ વાપરવા માટે પણ આળસ કરતા હોય ત્યારે…..
54. midomi.com – જયારે તમારે કોઈ સોંગ સર્ચ કરવું હોય ત્યારે…
55. bing.com/images – પરફેક્ટ સાઈઝના મોબાઈલ વોલપેપર માટે.
56. faxzero.com – ઓનલાઈન ફરી ફેક્ષ મોકલવા માટે.
57. feedmyinbox.com – RSS ફીડ્સ ને ઈમેઈલ માં મેળવવા માટે.
58. ge.tt – કોઈને જલ્દીથી કોઈ ફાઈલ મોકલવા માટે, અને ફાઈલ મેળવનાર વ્યક્તિ ફાઈલ ને ડાઉનલોડ કરતા પહેલા પ્રિવ્યુ પણ કરી શકે છે.
59. pipebytes.com – ગમે તેટલી મોટી ફાઈલને થર્ડ પાર્ટી સર્વર વગર ટ્રાન્સફર કરવા માટે.
60. tinychat.com – સેકંડમાં પ્રાઇવેટ ચેટ રૂમ બનાવવા માટે.
61. privnote.com – એવી ટેક્ષ્ટ નોટ બનાવો કે જે વંચાઈ ગયા પછી જાતે જ ડીલીટ થઇ જાય.
62. boxoh.com – ગૂગલ મેપ પર કોઈપણ શિપમેન્ટ નું સ્ટેટસ ટ્રેક કરવા માટે.
63. chipin.com – જયારે તમારે ઓનલાઈન કોઈ ઇવેન્ટ અથવા કારણ માટે ફંડ ભેગું કરવાની જરૂર હોય ત્યારે.
64. downforeveryoneorjustme.com – તમારી ફેવરીટ વેબસાઈટ ઓફલાઈન છે કે નહિ તે ચેક કરવા માટે.
65. ewhois.com – કોઈ વ્યક્તિની બેજી વેબસાઈટ છે કે નહિ તે જોવા માટે.
66. whoishostingthis.com – કોઈપણ વેબસાઈટ ક્યાં હોસ્ટ થઇ છે તે જાણવા માટે.
67. google.com/history – ગૂગલ માં કઈક સર્ચ કર્યું હતું પણ હવે યાદ નથી? તો આ ચેક કરો…
68. aviary.com/myna – ઓનલાઈન ઓડીઓ એડિટર, રિમિક્ષ કે રેકોર્ડ કરવા માટે..
69. disposablewebpage.com – ટેમ્પરરી વેબપેજ બનાવવા માટે કે જે કામ પૂરું થતા જાતે જ ડીલીટ થઇ જાય.
70. urbandictionary.com – અશિષ્ટ કે અનૌપચારિક શબ્દો ની વ્યાખ્યા જોવા માટે..
71. seatguru.com – તમારી ફ્લાઈટ ની સીટ બુક કરાવતા પહેલા આ વેબસાઈટ ને કન્સલ્ટ કરો.
72. sxc.hu – ફ્રી સ્ટોક ઈમેજીસ ડાઉનલોડ કરવા માટે..
73. zoom.it – હાઈ રીઝોલ્યુશન વળી ઈમેજ ને તમારા બ્રાઉઝરમાં જ સ્ક્રોલ કાર્ય વગર જ જોવા માટે.
74. scribblemaps.com – કસ્ટમ ગૂગલ મેપ સરળતાથી બનાવવા માટે.
75. alertful.com – મહત્વની ઇવેન્ટ માટે ઈમેઈલ રીમાઇન્ડર મુકવા માટે.
76. picmonkey.com – વધારે સાટું ઈમેજ એડિટર.
77. formspring.me – પર્સનલ પ્રશ્નો ના સવાલ જવાબ માટે..
78. sumopaint.com – લેયર બેઝ્ડ ઓનલાઈન ઈમેજ એડિટર.
79. snopes.com – તમને જયારે ઈમેઈલ મારફતે કોઈ ઓફર થઇ હોય તો એ ફ્રોડ કે સ્કેમ તો નથી ને તે ચેક કરવા માટે..
80. typingweb.com – ટાઇપ પ્રેક્ટીસ માટે..
81. mailvu.com – તમારા વેબ કેમ થી વિડીઓ ઈમેઈલ મોકલવા માટે..
82. timerime.com – ઓડીઓ, વિડીઓ, કે ઈમેજ થી ટાઇમલાઈન બનાવવા માટે.
83. stupeflix.com – તમારા ફોટા, ઓડીઓ અને વિડીઓ કલીપનું મુવી બનાવો.
84. safeweb.norton.com – કોઈપણ વેબસાઈટ ની વિશ્વસનીયતા એટલેકે તે કેટલી સેફ છે તે ચકાસો.
85. teuxdeux.com – સુંદર કેલેન્ડર જેવી ટુ-ડુ એપ્લીકેશન બનાવો.
86. deadurl.com – જયારે તમારી બુકમાર્ક કરેલા વેબપેજ ડીલીટ થઈજાય ત્યારે તમને આની જરૂર પડશે.
87. minutes.io – મીટીંગમાં મહત્વની નોટ્સ કેપ્ચર કરવા માટે.
88. youtube.com/leanback – યુટ્યુબની ચેનલ ટીવી મોડ માં જોવા માટે.
89. youtube.com/disco – તમારા ફેવરીટ આર્ટીસ્ટ ના વિડીઓ નું પ્લેલીસ્ટ બનાવવા માટે.
90. talltweets.com – ૧૪૦ કરવા વધારે અક્ષરની ટ્વીટ મોકલવા માટે…
91. pancake.io – તમારા ડ્રોપબોક્ષ એકાઉંટ થી ફ્રી અને સરળ વેબસાઈટ બનાવો.
92. builtwith.com – કોઈપણ વેબસાઈટમાં કઈ ટેકનોલોજી વાપરી છે તે જાણવા માટે.
93. woorank.com – SEO ના હેતુ થી કોઈ પણ વેબસાઈટનું રીસર્ચ કરવા માટે.
94. mixlr.com – ઓનલાઈન ઓડીઓ બ્રોડકાસ્ટ કરવા માટે.
95. radbox.me – ઓનલાઈન વિડીઓને બુકમાર્ક કરી અને પછીથી જોવા માટે.
96. tagmydoc.com – તમારા ડોક્યુમેન્ટ્સ અને પ્રેઝન્ટેશન માં QR કોડ મુકવા માટે.
97. notes.io – વેબ બ્રાઉઝરમાં ટેક્ષ્ટ નોટ મુકવાનો સૌથી આસાન રસ્તો.
98. sendanonymousemail.net – નાનામો ઈમેઈલ મોકલવા માટે.
99. fiverr.com – ૫$ માં લોકો પાસેથી નાના નાના કામ કરાવવા માટે.
100. otixo.com – ડ્રોપબોક્ષ, ગૂગલ ડોક્સ વગેરે પર રહેલી તમારી ઓનલાઈન ફાઈલોને સરળતાથી મેનેજ કરવા માટે.
101. ifttt.com – તમારા દરેક ઓનલાઈન એકાઉંટ ની વચ્ચે કનેક્શન કરવા માટે.
102. xuix.com – દસ લાખ કરતા પણ વધારે સોફ્ટવેર
તમને આ લીસ્ટ માં ઉમેરવા જેવી કોઈ વેબસાઈટ ની જાણકારી હોય તો કોમેન્ટ્સમાં ચોક્કસ શેર કરો. આપનો અભિપ્રાય/પ્રતિભાવ ચોક્કસ જણાવો

અલ્યા ભૈ,આ ગુજરાત છે!

આજકાલ બ્લૉગ બહું લોકપ્રિય થતો જાય છે.એટલે તેમનું ઇન્ટરવ્યૂ લેવાનો અવસર મને મળ્યો.

-સુસ્વાગતમ્‌ શ્રીમાન બ્લૉગ સાહેબ !!
…..આભાર ભાઈશ્રી ભૂરિયાજી !!
-કેમ છો ?
…..બસ મજામાં છીએ બ્લૉગરોના આશીર્વાદથી.
તમે પહેલી વખત ઇન્ટરવ્યૂ આપી રહ્યા છો ?
…..હા….. લગભગ તો પહેલી વખત જ.
-બરાબર , દિવસે ને દિવસે તમે બહું લોકપ્રિય થઈ રહ્યાં છો,તો તે વિશે બે શબ્દો કહેશો ?
…..એમા શું છે કે હવે લોકો છાપા વાંચીને કંટાળી ગયા છે.હવે તો ઈન્ટરનેટ પણ ઝડપથી અને સસ્તા દરે પ્રાપ્ત છે અને ઉપરથી આદરણિય મહોદય શ્રી વર્ડપ્રેસ સાહેબ તથા ડૉ. બ્લૉગર.કૉમ અને બીજા ઘણા મને ફ્રી હોસ્ટ કરનારાઓના લીધે વધૂ લોકો મારા તરફ વળી રહ્યાં છે.
-તમને એવું ક્યાંરેય થતુ નથી કે દેખાદેખીમાં લોકો તમારા તરફ આકર્ષાય છે ?
…..હા . એવું કદાચ હોય શકે !પણ….દેખાદેખીથી મારા તરફ આવી તો જાય,પણ પછી મારી સાથે જે કાર્ય કરવાનું છે તેમાં ફસાતા હોય છે.એવા બ્લૉગરો લાંબો સમય ટકી શક્તા નથી.અથવા તો અલવિદા કહી દેતા હોય છે.
-એમા એક નમૂનો તો તમારુ ઇન્ટરવ્યૂ લે છે.
…..હા હા હા હા
-કેવા પ્રકારના બ્લૉગરો તમારા સાથે જોડાય તો તમને ગમે ?
…..દિલથી કહું તો મૌલિક વિચારો ! મૌલિક વિચારોથી બ્લૉગર વધૂ નામના મેળવી શકે છે તેવું હું માનુ છું.સંચાલન કે પ્રવર્તક તરીકે મારી સાથે જોડાવવું અલગ વસ્તું છે.
-અલગ વસ્તું એટલે……
…..અલગ વસ્તું એટલે કે મૌલિક વિચારો હોય તો બ્લૉગર વધૂ સ્વતંત્ર હોય છે.તેની બન્ને આંગળીઓ ઘીમાં હોય છે. અને સંચાલક હોય તો તેમણે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે.તેમના માટે સૌથી અગત્યનો કાયદો છે કોપીરાઈટ્સનો.સંચાલકે એ વસ્તું હંમેશા ધ્યાન રાખવું પડે છે.
-આ બાબતે થોડું વિસ્તૃત કહી શક્શો ?
…..હમ્મ્મ..કહેવાનો અર્થ કે તમે સંચાલક છો તો સંચાલકની સંપૂર્ણ જવાબદારી હોય છે કે કોઈ કલાકાર કે લેખક કે પ્રકાશકને અન્યાય ન થવો જોઇએ.
-મતલબ કે કલાકાર-લેખક-પ્રકાશકની સહમતી હોવી જોઇએ ?
…..હા . કેમ નહીં ! તમે કોઈ લેખ,કવિતા-ગઝલ,ફોટાઓ,વિડિયો કે અન્ય કોઈ મટીરીયલ તમારા સંચાલન હેઠળ પ્રકાશિત કરો છો, તો મૂળ કલાકાર,કવિ-લેખક,ફોટોગ્રાફરની પૂર્વ મંજુરી ખૂબ જ જરૂરી છે.સહમતી વગર તો અન્યાય જ છે.
-ઓકે ! પણ જે પુસ્તકમાંથી ટાઈપ કર્યું હોય અને પુસ્તકના નામ તથા કલાકારનું નામ લખ્યું હોય તો કોઈ પ્રોબલેમ ખરો ?
…..પહેલી વસ્તુ કે પુસ્તકના સંપાદકે-પ્રકાશકે મૂળ કલાકાર,કવિ-લેખક કે ફોટોગ્રાફરની મંજુરી લીધી હોય છે અને તેના વિશે કોઈ પણ પુસ્તકના પહેલા-બીજા-ત્રીજા પાને લખ્યું જ હોય છે.એટલે પુસ્તકનો સ્ત્રોત દર્શાવાથી કે લેખનું નામ લખવાથી મૂળ કલાકારની સહમતી મળી ગઈ એવું ધારી લેવું કલાકારને અન્યાય સિવાય કઈ જ નથી.
-બહુ વિચિત્ર કાયદા-કાનૂન છે.નહી ?
…..ના.વિચિત્ર જેવું કઈ જ નથી. જે છે તે છે.સીધી વસ્તું છે કે સંચાલકે કોઈ કૃતિ પ્રકાશિત કરતા પહેલા મૂળ કલાકારની પૂર્વ મંજુરી મેળવવી.
-ઓકે ,બરોબર.પણ મેં ઘણી વખત જોયું છે સંચાલકોએ પાટીયા ઠપકાર્યા હોય છે કે “જાહેર જનતાને જણાવવાનું કે આ બ્લોગનો હેતુ ગુજરાતી સાહિત્ય,સમાચાર,ફોટા,વીડીયો, તથા સંગીતની સમૃધ્ધિનો આસ્વાદ કરાવવાનો તથા તેને લોકપ્રિય બનાવવાનો છે. ગુજરાતી પર રચનાઓ પ્રસિદ્ધ્ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાનાં પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિઃસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બિરદાવશે બીજી સાઈટ્સ અને બ્લોગ પરથી લેવામાં આવેલા લેખો જે – તે લેખકોના વિચારો છે.જે સ્ત્રોત નિર્દેશિત રહેશે. જો કૉપીરાઈટનો ભંગ થતો જણાય તો સત્વરે જાણ કરવા વિનંતી મારું ઈ-મેઇલ એડ્રેશ છે…ફલાણું..ઢીકણું…” તો આ બાબતે આપનું શું કહેવું છે ?
….. હવે આમા એવું છે કે બ્લૉગર અત્મવિશ્વાશથી ભરપૂર હોય છે,તેમને ખબર છે કે આવા ઘણા સંચાકલો છે.કયો કલાકાર પરલોકમાંથી પાછો આવવાનો છે ને ક્યાં સંચાલકને કહેવાનો છે !
-બરાબર.પણ એક વસ્તું સારી છે કે મહાપુરુષો-લેખકોના સારા વિચારો લોકો-સમાજને મળે છે.
….. બીજાના ઘરમાં ચોરી કરીને સમાજને મદદ કરવી મને યોગ્ય નથી લાગતું.
-પણ સમાજને સારા વિચારો મળતા હોય તો તેમાં ખોટું શું છે ?
….. ખોટુ તો કઈ જ નથી,પણ તેમા સાચું પણ કઈ જ નથી.મને ખબર છે ઘણા સંચાલકો બીજા કલાકારોની કૃતિઓ પ્રકાશિત કરતા હોય છે અને ઉપરથી પ્લગ-ઈન પણ ફિટ કરતા હોય છે,જેથી કોઈ કૉપી ન કરી શકે.
-આવા સંચાલકો વિશે બે શબ્દો કહી શકો ?
….. બધા તો નહી કહું, પણ મોટાભાગે આવા સંચાલકો સ્વાર્થી,ઘમંડી,બિમાર અને પોતાની જાતને છેતરનારા હોય છે.બ્લૉગ જગતમાં ઘણી વખત ચકલાબજાર જેવો અહેસાસ થાય છે.
-મતબલ ગધેડાને સારા કહેવડાવે તેવા ?
….. હા હા હા . હા બાપુ,સાચુ કહ્યું.તેમના કરતા ગધેડો અનેક ગણો સારો છે.
-છેલ્લે જતા જતા સંચાલકોને કોઈ 

Wednesday 20 July 2016

દરેક બાળકનો પોકાર મારો શું વાંક ?

ચાર બાળકો
તૂર્ક, પર્શિયન
એક આરબ અને કૂર્દ
ભેગાં મળી માણસનું ચિત્ર દોરતાં હતાં.
પહેલાએ એનું માથું દોર્યું
બીજાએ એના હાથ અને ઉપલાં અંગો દોર્યાં
ત્રીજાએ દોર્યા એના પગ અને ધડ
ચોથાએ એના ખભા પર બંદૂક દોરી.

– શેરકો બીકાસ (ઈરાકી કૂર્દિશ)
(અનુ. હિમાંશુ પટેલ)

ક્યારેક કોઈ એક જ કવિતા આખા અસ્તિત્વ માટે પણ પર્યાપ્ત હોય છે. આ કવિતા તરફ જુઓ. કેટલી નાનકડી અને કેટલી સરળ ! પણ વાંચો અને ભીતરથી ચીસ ન ઊઠે તો આપણા માણસપણા અંગે શંકા જરૂર કરવી. આપણી ‘સંસ્કૃતિ’ હવે કેટલી હદે વણસી છે એનું આ તાદૃશ ઉદાહરણ છે. આપણું સર્જન પણ વિનાશ સાથે જ જોડાયેલું છે અને આ વાત આપણી ગળથૂથીમાં જ પચી ગઈ છે કદાચ.અને કદાચ એટલે જ હવે થાય છે કે ઝાઝું જીવવામાં કોઇ માલ નથી.કારણ કે સૃષ્ટિને આમ પળ પળ મરતાં જોવાની મારી ત્રેવડ તો નથી જ.

ચાલો એક વાર્તા કહું કે, જે મે ક્યાંક વાંચી હતી..
એક જંગલમાં ભરવાડોનાં છોકરાઓ પોતાનું ધણ ચરાવતા હતાં.ત્યારે જંગલમાંથી ટ્રેન પ્રસાર થઈ.છોકરાઓ રાજી થઈ ચીચીયારી પાડી હાથ હલાવી ટ્રેનના બધા જ મુસાફરોનું અભિવાદન કર્યુ.પણ ટ્રેનમાં બેઠેલ એકેય મુસાફરે એ અભિવાદનનો કોઇ જવાબ ન આપ્યો.પરિણામ સ્વરુપ ભરવાડોનાં છોકરાઓ અકળાયા અને એમણે હાથમાં પથ્થર લઈ બીજી ટ્રેનની રાહ જોવા લાગ્યા.કે હવે જે ટ્રેન આવે તેના પર પથ્થર મારીશું.
અને બીજી ટ્રેન પણ આવી,પણ ટ્રેનમાં બેઠેલ એકે એક મુસાફરે બાળકો સામે સ્મિત આપી હાથ હલાવી બાળકોનું અભિવાદન કર્યુ,અને બાળકોનાં હાથમાં રહેલા પથ્થરો નીચે પડી ગયા.

બોલો શું કરશો..? આતંકવાદી પેદા કરીને એને મારશો કે એને પેદા જ નથી થવા દેવું.?
નિર્ણય આપણા હાથમાં છે.
પ્રેમપુર્વક જીવો અને જીવવા દો.કોઇ રડતાને ના હસાવી શકો તો કોઇ હસતાને રડતા ન કરવાની સમાજ સેવા ચોક્ક્સથી કરજો…!

બોલો શું માનો છો ?
-મીત.