Friday 14 September 2018

Ramto Jogi | બાપા ગઢડાવાળા



કિરણ ખોખાણી લિખિત અભિનિત,નિર્મિત હાસ્યરસનો ઉપહાર.. કાઠીયાવાડી કોઠાસુઝના ઓઠાનું અમરપાત્ર એટલે બાપા ગઢડાવાળા

Gujarati Status

સેલ્ફી ની જગ્યાએ ક્યારેક
કોઈકનું દુઃખ ખેંચી શકો
તેવો પ્રયત્ન કરજો
દુનિયા તો શું,
ઈશ્વર પોતે પણ LIKE કરશે.

Gujarati Kavita

એક મોકો મેં ગુમાવ્યો, કોઇને કહેશો નહીં,
હું મને ના ઓળખાયો, કોઇને કહેશો નહીં.

આયનો પ્રતિબિંબ મારું જોઇને બોલ્યો હતો,
જાતમાં તું ભેરવાયો, કોઇને કહેશો નહીં.

આંખને બદલે હ્રદયથી એ મને વાંચી ગયો,
મેં અભણ એને ગણાવ્યો, કોઇને કહેશો નહીં.

એક વેળા ઇશ્વરે પૂછયું તને શું જોઇએ,
માંગવામાં છેતરાયો, કોઇને કહેશો નહીં.

- ​ગૌરાંગ ઠાકર​

Gujarati Kavita | કમાલ થઈ ગઈ...


❛કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ,
ભીતર ધાંધલધમાલ થઈ ગઈ.

કોઈ આંખ જો ભીની થઈ તો,
કોઈ આંગળી રૂમાલ થઈ ગઈ.

પંખીએ બે ટહુકા વેર્યા,
હવા બધીયે ગુલાલ થઈ ગઈ.

ડાળે ડાળે શુભ સંદેશા,
ઋતુઓ સઘળી ટપાલ થઈ ગઈ.

ઝાકળની જયાં વાત કરી ત્યાં,
સૂરજ સાથે બબાલ થઈ ગઈ.❜
- અનીલ ચાવડા

Wednesday 12 September 2018

Gujarati Status



" જુના મેસેજ મીઠી યાદો
એક હું ને એક તારી યાદો"

Gujarati Status



" પ્રેમનો હેતુ ફક્ત મેળવી લેવાનો હોત,
તો આજે કૃષ્ણ ફક્ત કૃષ્ણ જ હોત, રાધેકૃષ્ણ ન હોત."

Gujarati Status


ચાલ એક ભાગીદારી કરીએ
એક હ્રદય માં બંને ધબકીએ

Gujarati Status

📕📕📕📕📕📕📕
ખુલ્લા પુસ્તક જેવું,
ફક્ત એ લોકો માટે બનવું,

જેને એ
વાંચતા આવડતું હોય......
✍✍✍✍✍✍✍

Gujarati Status

ના ઈશ્વરની જરૂર છે,
ના ખુદાની જરૂર છે..,

તારા વગર શું કરીશ..
આ khaddus ને તારી જરૂર છે...

Gujarati Status

” આ લાગણી નાં બંધન પણ કેવાં અનોખાં ,

તમને મળ્યા વિનાં પણ હું ઓળખું છું તમને."

Sunday 9 September 2018

Gujarati Status

જિંદગી જીવવાની મજા​
      ​તો ત્યારે આવે​
           ​સાહેબ​
​જ્યારે સમય અગરબત્તીની​
     ​જેમ સળગતો હોય​
             ​અને​
​ગામ આખું સુગંધ લેવા​
        ​તડપતુ હોય.​

Gujarati Kavita

દરિયો હતો, હોડી હતી, ને ખારવો હતો
એવા સમે ખુદા તને પડકારવો હતો.

એવા પ્રયાસમાં હું સતત જીતતો ગયો
જીતેલ દાવને ફરીથી હારવો હતો.

રણમાંય મજા થાત, ખામી આપણી હતી
રણને જ આપણે બગીચો ધારવો હતો

જીત્યાનો અર્થ હાર પણ ક્યારેક થાય છે,
એવી જ હારથી તને ઉગારવો હતો.

ઊંચકી શકું, એનાથી વધુ ભાર લૈ ફર્યો,
થોડોક ભાર, હે ગઝલ ! ઉતારવો હતો.

- અશોકપુરી ગોસ્વામી

Gujarati Stayus

મુકામ પોસ્ટને સરનામાં વિના અચાનક આવતી યાદ,
રાહતમાં અચાનક આવતા તોફાન જેવી તારી યાદ.

Gujarati Kavita

ન આવે નીંદ ગયા એવું ખ્વાબ આપીને,
ગગન ન રહેવા દીધું આફતાબ આપીને.

અમારા પ્રેમના પત્રોની લાજ રહી જાયે,
તમે ભલાઈ ન કરજો જવાબ આપીને.

આ પથ્થરોમાં તું રઝળાવે છે મને ઓ ખુદા!
ને મારા હાથમાં એક ફૂલછાબ આપીને.

મજા નથી છતાં પીધા વિના નહિ ચાલે,
તરસ વધારી દીધી છે શરાબ આપીને.

છે તેથી મારી હરેક વાતમાં પરેશાની,
પવિત્ર દિલ દીધું જીવન ખરાબ આપીને.

પ્રભુએ વાહ રે કેવો આ રંગ જમાવ્યો છે,
ગુલાબી દિલને ન એક પણ ગુલાબ આપીને.

છે એક મશ્કરી એની કુરાન હો કે ગીતા,
સમય ન વાંચવાનો દે કિતાબ આપીને.

હવે કશો જ કયામતનો ડર રહ્યો ન ‘મરીઝ’
હું જઈ રહ્યો છું જગતને હિસાબ આપીને.

- મરીઝ

Gujarati Status

પ્રેમ સાચો હોય તો સમય પણ રોકાઈ જય છે,
આકાશ લાખ ઊંચું હોય તો પણ ઝૂકી જાય છે,
હમસફર સાચો હોય તો ઈશ્વર પણ ઝૂકી જાય છે.

Gujarati kavita

તુ એટલે....
તું એટલે મારા જીવનનો એવો પ્રકાશ કે જેના પડવાથી જ મારા દિવસની શરૂઆત થઈ જાય...

તું એટલે...
તું એટલે મારા જીવનનું એવું પાનુ કે જેને  વાંચવાથી ખુશીનો અહેસાશ થઈ જાય...

તું એટલે...
તું એટલે મારા જીવનનો એવો અવાજ કે જેને સાંભળવાની સાથેજ એક દિલમાં સૂકૂન આવી જાય...

તું એટલે...
તું એટલે મારા જીવનનો પહેલો વરસાદ કે જેના અવવાની સાથેજ મારા જીવનમાં ચારે બાજુ ભીની માટીની સુગંધ છવાય જાય....

Gujarati status

" તું "મારી યાદ માં ઉજાગરો કરી તો જો,
રાત બહું વહાલી ના લાગે તો કહેજો.......

Gujarati Status


કહે કૃષ્ણ રાધાને તું કેમ રડે છે ?
રાધા કહે મારી ઢીંગલી ખોવાઈ ગઈ એટલે
રાધા કહે તમે કેમ રડો છો ? ત્યારે કાનો
કહે કે મારી ઢીંગલી રડે ને એટલે..........

Friday 7 September 2018

Ramto Jogi | વહુનાં રિસામણા ! | Short film | Comedy | Free Download

Ramto Jogi | વહુનાં રિસામણા | Short Film | Download Free




કિરણ ખોખાણી લિખિત-અભિનિત-નિર્મિત.. આજ કાલની છોકરીઓને નોની નોની વાતમો લાગી આવ હ... ચાલો રીસામણાંના મનામણાં કરીએ...

SAMBANDHO NI SONOGRAPHY Full Gujarati Movie | Free Download

Gujarati Movie  Full Free Download - Sambandho ni Sonifraphy




Writer, Director, Acted ( Triple Roles ) by JAIKRUSHNA RATHOD , Producer KIRIT RATHOD , Cinematography JAISINGH RAJPUROHIT , Music Director SAMIR-MANA , Lyric DAVE JIGAR . Dr BHAGYESH JHA , Artiste : HASMUKH BHAVSAR, NUPOOR DANI,KAMINI PANCHAL,SHILPA THAKAR,HINA DOHARE, & Special Appearance BHOOMI TRIVEDI.

Aa Family Komedy Chhe | Gujarati Comedy Natak Full 2017 | Free Download

Aa Family Komedy Chhe WITH Eng subtitles | Gujarati Comedy Natak Full 2017| Free Download | Sanjay Goradia | Jagesh 





#ComedyNatak #GujaratiNatak #SanjayGoradia A man of principle Gangadas is very much upset with his manipulative son Jamnadas’(Sanjay Goradia) dishonesty and easy-money making tactics. Gangadas gets diagnosed of serious illness. However, he refuses to undergo medical treatment with Jamndas’ unethical earnings. Poor Jamnadas sees a ray of hope when he gets an opportunity to participate in reality show that requires him to speak nothing but the truth. The prize money can save his father’s life. What pursues is Jamnadas’ antics to juggle every truth with a lie. This Diwali enjoy this hilarious stress-buster! આ ફેમિલી કોમેડી છે સિદ્ધાંતવાદી ગંગાદાસને તેમના પુત્ર જમનાદાસ(સંજય ગોરડિયા)ની બેઈમાની અને સહેલાઈથી નાણા બનાવવાની તરકીબો આંખમાં કણાની જેમ ખૂંચે છે. પણ તેઓ પુત્રને ટોકવા સિવાય બીજુ કાંઈ કરી શકતા નથી. ગંગાદાસ ગંભીર બીમારીનો ભોગ બને છે અને જમનાદાસની અનૈતિક કમાણીથી ઈલાજ કરાવવાનો ઘસીને ઇન્કાર કરી દે છે. લાચાર જમનાદાસ પિતાનો જીવ બચાવવા એક એવા ટીવી શૉ માં ભાગ લે છે જેમાં તેણે માત્ર સત્ય જ બોલવાનું છે. ઇનામમાં જીતેલી રકમ તેના પિતાનો જીવ બચાવી શકે છે. ટીવી શૉ માં જમનાદાસ પોતાના કુકર્મોને છુપાવવા અવનવા પેંતરા કરે છે અને રચાય છે હાસ્યની હારમાળા. સંજય ગોરડિયાનું આ અફલાતૂન કોમેડી નાટક જોઈને ખરેખર જલસો પડી જશે! Producer: Sanjay Goradia & Kastubh Trivedi Director: Vipul Mehta Writer: Vinod Sarvaiya Cast: Sanjay Goradia, Jagesh Mukati, Manisha Mehta, Kapil Bhuta, Arpita Shethia, Dhaval Pokle, Kalpana Shah, Ashvini Tekde and Karan Mehta


Ame Baraf Na Pankhi HD - Gujarati Natak Free Download - Disha Vakani (Dayaben) - Jimit Trivedi

Ame Baraf Na Pankhi HD - Emotional Gujarati Family Natak - Disha Vakani (Dayaben) - Jimit Trivedi






#natak #GujaratiNatak Brilliant performance by Tarak Mehta Ka Ooltah Chasmah fame Disha Vakani (Dayaben) and Jimit Trivedi (Gujjubhai The Great, Gujjubhai Most Wanted & 102 Not Out fame) A young girl suffering from terminal disease is synonymous with courage and dignity. She faces her few remaining days resolute, not wanting her family to suffer at all. But the ravages the disease wrecks on her body and face are for her family to see and make them suffer every day. She knows her fate. Her family members try to appear unwavering but fail at times. A compelling drama, of emotions and relationships, it lingers in your mind long after you have seen the play. અમે બરફના પંખી અસાધ્ય રોગથી પીડાતી યુવાન છોકરી હિંમત અને ગરિમાનું પ્રતિક છે. પોતાના પરિવારને જરા પણ તકલીફ ના પડે તેવી ભાવનાથી બાકી રહેલા દિવસોનો સામનો તે અડગ મનથી કરે છે. પરંતુ ચહેરા અને શરીર પર થયેલી રોગગ્રસ્ત અસરો પરિવારની નજરથી છાની રહેતી નથી અને તકલીફનું કારણ બની જાય છે. તેને પોતાનું પરિણામ ખબર છે. બધા પોતાની વ્હાલસોયી દીકરી ને ધીરેધીરે રોગનો કોળીયો થતા જુવે છે. તે મૌન માં પીડાય છે - તેઓ પોતાનો બળાપો રોકવામાં અસમર્થ રહે છે. લાગણીઓ અને સંબંધોને આવરી લેતું જોવાલાયક નાટક - જે તમારા મગજમાં જોયા પછી પણ લાંબા સમય સુધી અંકીત રહેશે. Director: Manoj Shah Writer: Vasant Kanetkar Cast: Manisha Kanojia, Dharmendra Gohil, Disha Vakani, Darshan Pandya, Jimit Trivedi, Aishwarya Mehta, Kukul Tarmaster, Saumil Daru, Paresh Bhatt

Thursday 6 September 2018

Gujarati Status | તમારું વ્યસન

Gujarati Status



"ચા કરતા પણ ઝાઝું તમારું વ્યસન થઈ ગયું છે,
વાત કર્યા વગર મૂડ નું આવવું, અઘરું થઈ ગયું છે."

Gujarati Status | ક્ષણભરનું હાસ્ય

Gujarati Status



"આજે હૃદય સાથે બહુ મોટો સોદો થયો,
જીવનભર એને ભૂલવાના બદલામાં ક્ષણભરનું હાસ્ય મળ્યું."

Wednesday 5 September 2018

Gujarati Status


"કાનુડો પૂછે છે રાધા ને કે હું કોણ છું.?
રાધા જવાબ આપે છે કાન ને,
કે કાન તું એટલે બીજા માટે બનેલું મારું નસીબ."

Gujarati Status


ગમી જઈએ છે અમે ઘણા ને
અને એ પણ ઘણા ને ગમતું નથી

Gujarati Status

શબ્દ થી શબ્દ નો
સંગ્રામ ન કર....

મૂકી દે બસ ફક્ત મૌનનો
જ તું અનુવાદ કર...

Gujarati Status

પ્રેમ સાચો હોય તો સમય પણ રોકાઈ જય છે,
આકાશ લાખ ઊંચું હોય તો પણ ઝૂકી જાય છે,
હમસફર સાચો હોય તો ઈશ્વર પણ ઝૂકી જાય છે.

Sunday 2 September 2018

Gujarati Status

Gujarati Status

તમારો ને મારો આ તે કેવો સ્વભાવ......
અમે દરિયો લાગણીનો અને
તમારે શબ્દો નો અભાવ.......