Friday 23 June 2017

ગુજરાતી કવિતા, સ્ટેટ્સ, શાયરી...

કુંડળી જોયા વિના જે જોડાય છે
એ જ સંબંધોમાં મનગમતું થાય છે
એમને કાયમ મને મળવું ના ગમે
એ જ ઇચ્છા એમની ક્યાં રોકાય છે!
જે અજાણ્યો પાથ જાણી ચાલ્યા હતાં
સાદ જાણીતો સતત ત્યાં અથડાય છે
જે વચન આપી નિભાવી જાય છે
દિલની ભાષા એ જ રીતે બોલાય છે
છેક ભીતર ખળભળી ઊઠે લાગણી
પ્રેમનું  વાદળ પછી ગોરંભાય છે
રોજ નકશો પાથરી શોધું એમને
ને પગેરૂં દિલમા મારા ઝડપાય છે
સાદ પાડું એટલી દૂરી ના ગમે
બે-કરારી એમને ક્યાં સમજાય છે?
ચીતરૂં એની છબી હું શબ્દમાં
શબ્દ દેહે એજ રીતે અડકાય છે
આ”મહોતરમાં”ની લગની લાગી મને
પ્રેમનો પારો સતત ચડતો જાય છે
==========================================
લોકો કહે છે કે
ખર્ચ કરતા પહેલા કમાઇ જાણો,
પરંતુ અનુભવ કહે છે,
ખર્ચ કરવા જેટલું કમાઓ ત્યાં જિંદગી ખર્ચાઇ જાય છે.  .
==========================================
શોધી શકાય તો શોધવી છે
મારાં શમણાંની કબર
દફનાવી દેવાં છે એ શબ્દો મારાં જે નથી કરતાં તારા હદય ને અસર…!!
==========================================
 “સાહેબ કોઇ એવુ યંત્ર શોધી કાઢોને કે ‘દિલ’ અને ‘ દિમાગ’ ના X-RAY પાડી આપે;
મારે જોવુ છે કેના દિલ મા ‘ ઝેર’ અને કોના દિમાગ મા ‘વેર’ છે.”
==========================================
 હું પણ મારી લાગણીઓનું અભિયારણ ચાહું છુ,
રોજ કોઈ આવી ને શિકાર કરી જાય કેમ પોસાય!
==========================================
તાળું તોડી કોઈ લૂંટે,
એટલી તો જિંદગી અમીર પણ નથી…
મૈત્રી ભાવો કદી ખૂટે,
એટલો ” હું  ” ગરીબ પણ નથી…!!!
==========================================
જયારે જયારે મારા અને એના વચ્ચે જગડો થાય છે,,,
ત્યારે ત્યારે મારા અને એના ઘરે
આજે કેમ નથી જમવુ એવી લપ થાય છે..!!

==========================================
 મોહ નથી, માયા નથી,
અમર તમારી કાયા નથી..
સુખેથી જીવી લો
આ જિંદગી મિત્રો,
કારણ.
દુઃખની અહીં
કોઈ છાયા નથી..
==========================================
તમે કયા સંત નુ સ્ટેટસ કોપી કર્યુ એ મહત્વનુ નથી…
પણ,
એ “કોપી” સ્ટેટસ માથી જીવનમાં શુ “પેસ્ટ” કર્યુ એ મહત્વ નુ છે…!!!
==========================================
 જે તમને સમજે છે એમને
 તમારી ચોખવટ ની જરૂર નથી,
જે તમને નથી સમજતા એની
પાસે   ચોખવટ કરવાનો શુ મતલબ!?
==========================================
જમતી વખતે ઇશ્વરને પ્રાર્થના અવશ્ય કરજો..
જેમના ખેતરનું અન્ન મળ્યું છે. એમના બાળકો કયારેય ભૂખ્યા ન રહે..
==========================================
કમાલનો છે ભગવાનનો
 આ આપ લે નો વ્યવહાર !?
હવા મફતમાં આપી
દરેક શ્ર્વાસની કિંમત વસૂલે છે….
==========================================
આજે ફરી તેને મલવાનુ મન થાય છે
પાસે બેસી વાત કરવાનુ મન થાય છે
એટલો લાજવાબ હતો તેનો આંસુ લુછવાનો અંદાજ
કે આજે ફરી રડવાનું મન થાય છે.
==========================================
ઉઠે જો હાથ તારા તો કલમ દ્રારા ખૂશી દેજે
જગતને શબ્દની સંવેદનાથી તર મૂડી દેજે
બધા ચાહે છે આકાશી ચમકતાં ચાંદને પણ તું
સિતારા જેમ કોઇનાં નયનને રોશની દેજે
==========================================
આજે મને તારા અસ્તિત્વ ઉપર સવાલ થયો..
તું મારા અને તારા મા પણ
આ બન્ને વચ્ચે વિવાદ થયો….
==========================================
હસતા ચહેરાઓનો અર્થ એ નથી કે એમાં દુઃખની ગેરહાજરી છે,
પણ એનો અર્થ એ છે કે એમનામાં પરિસ્થિતિને સંભાળવાની ક્ષમતા છે.
==========================================
 ના સમજાય તો બે વાર વાંચજો….
“હુ જે કાંઈ બોલુ તેની માટે હુ જવાબદાર છુ…
પણ તમે જે સમજો છો તેની માટે નહિ…!”
==========================================
ખેણું ,  પીણું  નેં  ખારાયેણું……..,
જીંદગી  મેં  બસ  હીં   જ……..,
મોજ  મેં  રોણું  ને  મોજ  મેં  જીયણું……,
કોય  કીં  પણ  ચે  છતાં  પ  મોજ  મેં  રોણું…..,
સમજ  પે   ત   બોલણું  નેકાં  ત  ચોપ  રોણું……,
ધોનિયાં  જા  ભાર   ખણી  કોર  આય કેણું……
એતરે   ચાંતો……,
થોડો  જીયણું   પ  મોજ  મેં  જીયણું…….
==========================================
હું બચાવતો રહ્યો મારાં ઘરને ઉધઈઓથી,
                     અને
કેટલાંક ખુરશીઓના કીડાઓ મારાં આખાં દેશને ખાઈ ગયા.
==========================================
જે જોઈએ તે મેળવીને જ જંપવું એ કદાચ સફળ માણસની નિશાની છે,
                       પણ
જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખીને જીવવું એ સુખી માણસની નિશાની છે.
==========================================
મોત છે ‘બેફામ’ એવી એક સમાધિની દશા,કે બધાયે પોતપોતાના જ તન્મય લાગશે.
==========================================
મને ખબર છે કે એ મારા એક પણ સ્ટેટસ ને લાઈક કરતી નથી…
પણ મને વિશ્વાસ છે કે એ મારા એક પણ સ્ટેટસ ને જોવાનું મિસ કરતી નથી…
==========================================
એક પીછું મોરનું શોધતા શોધતા
છેક પહોંચી જવાયું છે ગોકુળમાં
==========================================
પોતાનુ સંપૂર્ણ જીવન આપીને
“પાણી” વૃક્ષ ને ઉછેર છે,
તેથી જ તે લાકડાને
પોતાની અંદર કદી ડુબાડતુ નથી……
છે ને”ખાનદાની”….
==========================================
તારી રહ્યા છે સમંદરમાં ફૂલ વાસી જે,હશે કદાચ કોઈ ડૂબનારની ચાદર.
==========================================
બને શ્વાસ, સબંધ, સપનાં, ઉદાસી, ઘણા વેશ ભજવે અદાકાર આંસુ.
મૂરખ હોય છે જે તમાશો બને છે, નહીં બ્હાર આવે સમજદાર આંસુ.
==========================================
ભગવાન થઈ જવાને મન લલચાયા કરે,
મંદિરમાં બેસી રહો ને ભંડાર ભરાયા કરે!
==========================================
હોય સામાન્ય કે અતિ ગંભીર,
ટોળા માટે બનાવ એક જ છે !
==========================================
દિલ દઈને બની ચુકી છું હું તમારી દાસી,
આપો મને તમારા ઉરની બધી ઉદાસી,
હું વર્ષા બની ભીંજવતી રહું સદા તમને,
તમારા પ્યારની જનમ જનમની પ્યાસી.
==========================================
ગાંધીજી ના કપડામાં એકેય
ખીસું ન હતું….
પણ જો આજે બધા ના ખીસામાં ગાંધીજી છે….!!!
==========================================
કશું તૂટવાના સમાચાર આંસુ, અમારા જીવનનું છે અખબાર આંસુ.
પ્રસંગો બધાં હોય છે સાવ હલકા, છતાં નીકળે છે વજનદાર આંસુ.
==========================================
મને એટલી ક્યાં નવરાશ છે કે
હું નસીબનું લખેલું જોઉં ,
બસ મારા મિત્રોનું સ્મિત જોઇને
માની લઉં છું કે હું નસીબદાર છું..
==========================================
હારવાનો આમ તો આદિ નથી, તું કહે તો જીવતર હારી શકું.
જાળવી લઉં હું ગરિમા ભીડની, હા; પછી એકાંત સાથે માણશું.
==========================================
MOTHER નૉ “M”જ મહત્વ નૉ છે’
બાકી સાહેબ એના વિના આખુ જગત OHTER છે.
==========================================
સમયનું નથી કોઈ બંધન તિમિરને, અમે દિવસે પણ મશાલો ધરી છે.
==========================================
મારું-તમારું “આપણું” બની જાય, તેનું નામ પ્રેમ!
==========================================
મરીઝ એની નિખાલસતા બહુ પાછળથી સમજાઈ
જે બરબાદીને ના સમજે અને બરબાદ થઇ જાએ
==========================================
નહિ માનો હરિના લાલ ત્યાં પણ જાય છે ભેટી,
સુરાલયમાં યદી કરવો હશે સત્સંગ, થઇ જાશે.
==========================================
મારા દોસ્તોએ બહુ છેતર્યો છે હસી હસીને મને; દુશ્મનો પર એટલે જ હવે વધુ વિશ્વાસ રહે છે.
આમ તો છે સાવ અઢી અક્ષરનો જ શબ્દ પ્રેમ; અઢી અક્ષરમાં માનવજાતનો ઇતિહાસ રહે છે.
==========================================
☄દિલ ની એક વાત☄
વાત ઇશારે સમજાય
તેનુ નામ  “પ્રેમ “…!!
એક ને વાગે  ને બીજા ને દદઁ  થાય  તેનુ નામ “પ્રેમ “…!!
દિલ ભલે ધબકતા હોય  જુદાંજુદાં પણ…
 ધબકારા  બન્ને  સાથે  સંભળાય તેનુ નામ ” પ્રેમ”…!!

==========================================
મારો અડધો ગુનો એ છે કે
હું તને ચાહુ છુ….
હવે જો તુ ચાહે મને તો એ ગુનો આખો કરી
શકીએ…
બોલ શું કહે છે તું …..???
==========================================
 રીસાવાનાં કારણ કદાચ અનેકો મળી જાશે તને,
પણ,
ચિંતા ના કરીશ, મારી મનાવવાની મૌસમ બારેમાસ રેહશે..
==========================================
એકાંત ને ઓગળી ને વ્યસ્ત રહુ છું, માણસ છુ મુંઝાવ છું તોય મસ્ત રહું છું….
==========================================
ગરબે રમે રાધા પછી કાનો કેમ રોકાય
આતો પૂર્વ જન્મ ની પ્રીત છે વાલા જગત ની બીકે થોડી તોડાય
==========================================
 જોઇ રાધાની શકિત,જોઇ મીરાની પણ ભકિતને
હોય ખાલી કે ભરી..એક મટકી તો ફોડવી છે
જીવતા જો એ ભલે ના મળે તો વાંધો નથી..પણ
તો મરીને એમના પાદરે ખાંભી ખોડવી છે
==========================================
મન, સ્મરણની ભીડમાં અટવાઈ મૂંઝાતું હતું,વિસ્તૃતિઓ આંગળી ઝાલી તો કૈ રસ્તો થયો.
==========================================
દિલ મોટું હશે, તો ઘરનું કદ નહિ માપવું પડે,
મન ખુલ્લુ હશે, તો બીજુ કશુય નહિ ઢાંકવું પડે…..
==========================================
લાગણીઓના કિનારા હોતા નથી,
માટે જ,
તરતા ના આવડે,
તો તણાય જવાય છે.
==========================================
 એતો વાંચવાવાળાની
નજરમાં થોડીકચાશ હતી,
બાકી મારાપડેલાએક
અશ્રુ માં આખી કિતાબ હતી..!!
==========================================
બજાવો તાલી અમારી શાયરી પર, હું જ જાણું છુ કે દિલ કેટલું બળે છે, હું સુ કરું વાત આ જમાના ની, સાચા ના શબ્દો પણ અહી ખોટા ઠરે છે…
==========================================
કહ્યું હતું તમે કે આમ જ જીવતા જીવતા જીવી જવાશે;
મારા વિના જીવન કેમ લાગે છે વરવું એ નક્કી કરો.
છે ઇશ્ક તો ઠંડી આગનો ઊછળતો કૂદતો એક દરિયો;
એકબીજાને સહારે એને કેવી રીતે તરવું એ નક્કી કરો.
==========================================
વરસાદ અને તારી યાદ માં બહું ફકૅ નથી,
એ જયારે આવે છે,મને ભીંજવી જાય છે.
==========================================
ગઝલો શબ્દોના સમજતું કોઈ નથી..!!
લાગણી અહિયાં અનુભવતું કોઈ નથી..!!
==========================================
દર્દ પામ્યો છું એના બદલામાં,
દિલની કિંમત વસુલ કીધી છે.
==========================================
નમીએ,  ખમીએ,  એક  બીજા  ને  ગમીએ,  અને  સુખ-દુઃખમાં
એક  બીજાને  કહીએ,  “તમે  ફિકર  ના  કરો  અમે  છીએ”
આજે  એક  નવો  જ  સંકલ્પ  લઈએ,  “એક બીજાની  અદેખાઈ,  સ્પર્ધા  તજીએ,  એક  બીજાના  પુરક  બનીએ,”
ચાલો  થોડું  માણસ-માણસ  રમીએ……
==========================================
જીવનમા કયારેક ખરાબ દિવસ નો અનુભવ થાય ને સાહેબ,  તો એટલો જુસ્સો જરુર રાખજો કે દિવસ ખરાબ હતો જિંદગી નહિ.
==========================================
 હાલ લગ્ન પ્રસંગો માં સેલ્ફી નો ક્રેઝ જોતા હવે કંકોત્રી માં પણ છપાવવુ પડશે.
સેલ્ફી સમયઃ સવારે ૯ થી ૧૦ (પોત પોતા ની સેલ્ફી સ્ટીક ઘરે થી લઈ ને આવી)
==========================================
મને ખબર છે કે એ મારા એક પણ સ્ટેટસ ને લાઈક કરતી નથી…
પણ મને વિશ્વાસ છે કે એ મારા એક પણ સ્ટેટસ ને જોવાનું મિસ કરતી નથી…
==========================================
હર પલ તમને યાદ કરી
પલ પલ તમારો વિચાર કરી હું ચાહું છું તમને,
દિલમાં તડપ ભરી તમારો દિદાર કરવાની આશ કરી હું ચાહું છું તમને,
હોઠો પર તમારું નામ ધરી આંખોનેવરસતી કરી હું ચાહું છું તમને,
ખુદને ગમગીન કરી તમારી યાદોમાં કેદ થઈ હું ચાહું છું તમને,
ક્યારેક દુનિયાને ભૂલાવી તો ક્યારેક અસ્તિત્વથી અલગ થઈ હું ચાહું છું તમને,
જ્યારે આવે છે તમારી યાદ ત્યારે ફક્ત તમને જોવાની આશ કરી હું ચાહું છું તમને,
બસ હવે તો શું કહું તમને?
તમારા પ્રેમમાં “ગુલાબી” સવારની આશા કરી
આ મન ને દિલની વાત કહેવા ચાહું છું તમને.
આ કવિતાનું સર્જન કરી હું ચાહું છું તમને.
હર પલ તમને યાદ કરી પલ પલ તમારો વિચાર કરી હું ચાહું છું તમને.
==========================================
નાણે ભલે તું  નિર્ધન , ભાણે  ક્યાં  છે ? ભૂખ્યો,
ઉપર નભ,ધરા નીચે, કઈ રંક તને નથી રાખ્યો.!
==========================================
ભલભલાં થઈ જાય ઘાયલ જ્યારે હસીનાની;
તીર બને છે નજર ને આંખો બને છે કમાન.
તોલ મોલ કરે છે લાગણીઓની એ જ લોકો;
બેઠાં  છે ખોલીને જેઓ લાગણીઓની દુકાન.
==========================================
એના પર કવિતા લખુ
એવા મારી પાસે છંદ નથી,
એનુ ચિત્ર દોરી શકુ
એવા મારી પાસે રંગ નથી,
કુદરતને કહ્યુ ફરી બનાવ
આવી સુંદરતા,
કુદરતે કહ્યુ મજબુર છુ
આવા સુંદર બીજા અંગ નથી.
==========================================
લગાવે મેષ જ્યારે દીકરી ના ગાલ પર મા,
ત્યારે જગતનો શ્રેષ્ઠતમ શ્રૃંગાર પણ ફિકો લાગે ….!!!
==========================================
 જીવન મા પ્રભુ પાસે બસ એટલું જ માંગુ કે
માં વીનાનુ ઘર ના હોય અને ઘર વિનાની માં ના હોય…
==========================================
 હ્રદય કેવું ચાલે છેં…?  એ તો ડોકટર બતાવી દેશે. . .  પણ હ્રદય માં શું ચાલે છે…?  એના માટે તો સાચા દોસ્તો જ જોઇએ…
 ==========================================
 પગ માં ખુંચેલા કાંટા એ તો બતાવ્યુંકે
સાહેબ ….
આ ગલી મા જરુર ગુલાબ છે. ..
==========================================
પ્રેમ નો શોખ ના રાખશો સાહેબ
આમા સ્વાસ આવતો નથી અને જીવ જતો નથી…
==========================================
ગાય ને ન કેવું પડે ગાય થા
ભેસ ને ન કેવું પડે ભેસ થા
કુતરા ને ન કેવું પડે કુતરો થા
પણ એક માણસ જ એવું પ્રાણી છે
જેને કેવું પડે કે હવે માણસ થા
==========================================
 હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,
જુદી પ્રીત જાગે મલાજે – મલાજે.
તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ ?
જુઓ, બદલે દુનિયા તકાજે – તકાજે.
==========================================
કોણે  કહ્યુ કોહીનુર અંહી નથી
દોસ્તો
મારુ ફ્રેન્ડ લીસ્ટ તો જુવો…..
કેટલાય કોહીનુર મળશે….
…..✍
==========================================
 એકલું ચાલવું અઘરું નથી પણ કોઈની સાથે ચાલ્યા હોય
અને ત્યાંથી એકલા પાછુ ફરવું એ અઘરું છે………
==========================================
એક ગોલ્ડમેડલ તો સાહેબ એની નઝરને પણ મળવો જોઈએ…
બાકી આમ ડાયરેક્ટ કોઈના દિલને વીંધવું ક્યા સહેલું છે….
==========================================
મહારાજે આવીને કથા કરી
કથાનો સાર હતો કે,
“કંઇ ભેગું નથી આવવાનું”
કથાને અંતે મહારાજ
બધું ભેગું કરીને લઈ ગયા.
==========================================
શબ્દોને શીખવું છું , થોડાં સીધા રહો ,
માણસની જેમ મરોડદાર થવું બહુ સારું નથી …
==========================================
 તમારૂ ગૂસ્સે હોવાનૂ પૃમાણ તો ત્યારે જ મળી જાય…
તમે ચશ્મા માથી જોતા હો અને ફેમ માંથી તણખા જરે….
==========================================
નહિ મળી શક્યાનો અફસોસ એટલા માટે છે,
દિલની દરેક જગ્યા બીજાથી પુરાતી નથી હોતી,
==========================================
 પ્રેમનો એકરાર કરવામાં જરાક મોડો પડ્યો
એમનું દિલ જીતવામાં જરાક મોડો પડ્યો
બંધ દરવાજો ખખડાવીને તેઓ ચાલ્યા ગયા
સ્વપ્નમાંહેથી આંખો ખોલવામાં જરાક મોડો પડ્યો…
==========================================
છતાં ‘બેફામ’ સૌ મારા મરણટાણે જ કહેવાના
નહિ તો હું તો જીવનમાંય સાચેસાચ સારો છું !
~~~~~~
વિશ્વમાં ‘બેફામ’ ભૂલાઇ જવા તૈયાર છે.
એ કહે જો આટલું કે યાદ ‘બરકત’ છે મને.
~~~~~~
‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.
==========================================
 ના વિચાર આટલુ તુ જિંદગી વિશે,
જેણે આપી હશે,
તેણે કાંઇક તો વિચાર્યુ હશે તારા વિશે…!!!®⤴
==========================================
તૂટેલા સંબંધોને એવા સૂકા ફૂલની જેમ રાખો કે તેના ઉપર જ્યારે પણ સ્મરણોનું પાણી છાંટીએ ત્યારે તે મહેકી ઊઠે….
==========================================
પ્રેમનોપ્યાલનો પીય ને અમર કયા કોઈ થઈ જાય છે,
તો ઝેર પિય ને કયા નીલકંઠ થઈ જાય છે….
==========================================
” ખૂબ સહેલું છે સુખ માં છલકાવું,
પણ….
બહુ જ અઘરું છે દુ:ખ માં મલકાવું !!”
==========================================
ઝીંદગી જેવી મળે તેવી જીવી લો, સાહેબ  મઝા જીવવામાં છે ફરિયાદો કરવામાં નહી.
==========================================
ભાવ એક જ પ્રણય ના, ભાગ્ય છે કેવળ જુદા..
કોઇ રાધા થઇ ગયા તો કોઇ મીરાં થઇ ગયા..!
==========================================
દિલ તો કહેતું હતું કે હાથ પકડી લે પણ પછી એ વિચાર આવ્યો કે હાથ પકડીયા પછી છુટશે કેમ ?????
==========================================
ખુશીઓનું માપ નથી હોતું..
ઘણી વખત પાંચ સેકન્ડ હાથ પર બેઠેલું પતંગિયું દિલમાં રંગો ભરી જાય છે..!
==========================================
ઇમોશન્સ ની કિંમત બરાબર જાણુ છુ એટલે,
લાગણીશીલ લોકો મને કયારેય મૂર્ખ નથી લાગતા…
==========================================
અનુભવના પુસ્તકો લઇને રોજ શોધુ છુ જવાબ ને
જિંદગી રોજ પુછે છે..સવાલો સીલેબસ બહાર ના….
==========================================
યૂગો ની ઓળખ પણ પલ વાર મા છૂટી જાય છે,
જેમ આકાશ માંથી તારા તૂટી જાય છે,
સ્નેહ નો સંબંધ આ વળી કેટલો ??
કે પાંખ આવતા જે પંખી ઉડી જાય છે..
==========================================
જીંદગી ની ભાગદોડ માં એટલું ધ્યાન રાખજો દોસ્તો કે..
“અજાણ્યા ને ઈમ્પ્રેસ કરવા માં કોઈ પોતાના છૂટી ના જાય”…
==========================================
હું અને તું દિલ દઇને ઉજવીએ છીએ એટલું બસ છે.
મનના મેળાપની કંકોત્રી ક્યાં છપાવવાની હોય છે..!❤
==========================================
કહી દો એ માણસ ને જે તણખાથી પણ ધ્રૂજે છે…
કે અમે આંખના આંસુથી સળગતી રાતોને
ઠારી છે….
==========================================
 ચાલો
વહાલ વાવી જોઈએ.
ઉગે છે શુ?
તપાસી જોઈએ.
==========================================
શબ્દ નહિ ,સંકેત નહિ ,તે પૂછવું કઈ રીત થી ?
આંસુ જે કદી આવ્યું જ નહિ તે લુછવું કઈ રીત થી ?
==========================================
 દુનિયા છે ગોળ એની આ સાબિતી છે,
બેસું જ્યાં નિરાંતે કોઈ ખૂણો ન મળ્યો.
==========================================
 અરે..હળવી એ ક્ષણ..
.ભારેખમ ધરા આખી થઇ ગઈ…
જાળવી ન શકી..
 પળ ભર તારો વિરહ ને..
.. વેદના ભરમાર થઈ ગઈ
==========================================
યાદ મૂકી જવાનો
આ જ રસ્તો છે…
કાં એવું લખો કે
લોકો વાંચ્યા કરે
અથવા
એવું જીવો કે
લોકો લખ્યા કરે….
==========================================
કોઈ મિલાવે બરફ ને કોઈ મિલાવે પાણી…
અમે જીંદગી મોઢે માંડી નીટે નીટ માણી…
==========================================
જગત ભલે ન સમજે  તું સમજીજા :
સંસાર સાગરથી તરવા માટેના
          બે હલેસા
એક ‘નમીજા’  અને બીજું ‘ખમીજા’  
==========================================
✍”સ્રી ને ઉંમર અને પુરુષ ને
        આવક નાં પૂછવી,
તેનું એક સરસ કારણ છે….
          સ્રી ક્યારેય
પોતાના માટે નથી જીવતી,
અને પુરુષ ક્યારેય પોતાના માટે
          નથી કમાતો….”
==========================================
સિતમ છે એ કે હૃદયની જો વેદના કહીએ,
જમાનો એને કવિનો ખયાલ સમજે છે.
==========================================
જિંદગી ક્યારેક એવા પાના પણ ઉથલાવે છે…..!
જે પાના આપણે જાણી જોઇને ફેરવી નાખ્યા હોય છે !!!
==========================================
જિંદગી જીવવા ની મજા તો ત્યારે આવે સાહેબ,
જયારે આપડે અગરબત્તી ની જેમ સળગતા હોય અને ગામ આખુ સુગંધ લેવા તડપતુ હોય… ☺☺☺
==========================================
ઝીંદગીના સફર માં માત્ર એટલું જ શીખ્યો છું,
સાથ કોઈક-કોઈક જ આપે છે,
પણ ધક્કો મારવા બધા તૈયાર બેઠા છે.
==========================================
બે માણસ જ્યારે પાસે આવે ત્યારે પગ કોના ચાલ્યાએ મહત્વનુ નથી…,
અંતર કેટલુ ઓછુ થયુ એ મહત્વનુ છે..
==========================================
 પ્રેમનું પલ્લું તો સદાય પ્રિયા તરફ નમતું રહેવાનું,,,,,,
અણગમતું હોય લાખ,ભલેને,તોય એ તો દિલને ગમતું રહેવાનું.!
==========================================
છોડી ગયા એ અમને વેરાન વનમાં,
છતાંય અમે ખુશ રહ્યા એમની યાદોના ઉપવનમાં.
==========================================
 કયાં સમય છે આપણી પાસે જીવતા માણસ સાથે બેસવાનો,
આપણે તો માણસ મર્યા પછી જ “બેસવા” જઈએ છીએ..
==========================================
હાથે હતી તો સોય, પણ દેખાડવા ખાતર હતી
સંબંધ શું સંધાય, બીજા હાથમાં કાતર હતી.❤
==========================================
હે પ્રભુ.. જો લખીને મારુ ભાગ્ય તુ પણ ખુશ હોય તો તારા એ નિર્ણય પર હું કેમ રડી શકુ..?
==========================================
એ તડપ હૈયા તણી છે , કૉઈ બિમારી નથી .
એ અલગ છે વાત કે દુનિયાએ ગણકારી નથી .
અય હકીમૉ જાવ , દુનિયામાં દવા મારી નથી.
હું ઇશ્ક નૉ બિમાર છું  , બીજી કંઇ બિમારી નથી .
==========================================
જીવન બીજા ના બનાવેલા નિયમો પર નહી  પરંતુ પોતાના બનાવેલા નિયમ ઉપર જીવો….
==========================================
પડ્યા જેઓ પ્રેમમાં એ ચાહક શાયરીના થઈ ગયા,
પણ પડીને તુટયાં જેઓ પ્રેમમાં એ પોતે શાયર થઈ ગયા..
==========================================

હૃદયમાં💞 લાગણી હોવી જોઈએ 
સાહેબ....
બાકી ⚡ધકધક તો 
છકડાનુ 🚜એન્જિન પણ કરે છે....

=================================

આકાશમાં ઉડતા એક ફુગ્ગા🎈 ઉપર બહુ સરસ લખ્યું હતું,
કે જે બહાર છે તે નહીં પણ જે અંદર છે તે માણસ ને ઉપર 📈લઇ જય છે...

=====================================

Thursday 22 June 2017

Gujarati Whatsapp Status

ના શોધ કારણ કોઈ પણ આપણી મિત્રતા ના,
મળી જશે એકાદતો મુંજવણ વધી જશે.

એક બાજી ના બે રમનારા,
કોઈ જીતે તો કોઈ હારે,
પણ પ્રેમ ની બાજી તો સૌથી ન્યારી,
કાં તો બંને જીતે કાં તો બંને હારે.

એને કોફી સ્હેજ ફૂંક મારીને આપવાની આદત હતી,
હુંફાળી કોફીમાં પછી ગળપણ ની ક્યાં જરૂરત હતી.

દિલ ની દરેક વાત હોઠ પર લાવી જરુરી નથી હોતી.
કોઇક વાર કોઇ ની યાદ મા મૌન રેહવુ એ પણ પ્રેમ જ કેહવાય.

તારાથી થોડી દુર જવાની જરૂર છે,
ખબર તો પડે તારા પ્રેમ નું કવેરેજ ક્યાં સુધી છે ?

એટલું તો ગણિત મનેય આવડે છે.તારી ને મારી બાદબાકી ભલે શૂન્ય થતી. પણ,
સરવાળો તો એક જ થાય છે.

પ્રેમ ની કોઈ ભાષા ના હોય...!

રીઢા થઈ જાય છે જખ્મોજે એકજ જગ્યાએ વાગે છે.તો પણ હજારો વાર તૂટેલું આ હૃદય,લાગણીઓ જ માંગે છે.

ભુલી જવાય નહીં એને સુખોના ખ્યાલમાં,
એટલે આંસુઓ સાચવી રાખ્યા છે રૂમાલમાં !

ઝાપટું આવ્યું અચાનક યાદનું,
ઠેઠ હું અંદર સુધી પલળી ગયો.

દેખાય છેમારી આંખોમાં તેજ છે,
બસ તારી જ યાદો નો ભેજ છે.

એકાંત એટલે હું મારી સાથે છું,
અને એકલતા એટલે મારું કોઈ નથી.

બળબળતી આ ગરમી માં સુકાતી તારી યાદો ને.
એક વાર આવી પ્રેમ ના વરસાદ થી ભીંજવી દે.

અજાણ્યુ ક્યા કોઇ રહ્યુ છે અહીયા,
કોઇ નિઃસ્વાર્થ તો કોઇ સ્વાર્થ માટે ઓળખાણ કાઢી જ લે છે.

કંઈક તો છેલ્લે અધુરૂં રહી જાય છે,
જીંદગી સિવાય અહીં કયાં બધું પુરું થાય છે.

સાંભળ્યું છે દુઆ કરવાથી બધું મળી જાય છેએક દિવસ તને માંગી ને જોઇશ.

કળતર તો ક્યારે નથી થઇ કોઈના ઘા ની,
બસ એમની ખુશી માટે થોડું રડી લઉં છું ક્યારેક.

એણેએક નાની ભૂલ કરી,
એ યાદ રાખીતેં મોટી ભૂલ કરી.

નિકળીને પુષ્પથી મારે અત્તર થવુ નથી,
માણસ થવાય તોય ઘણુઇશ્વર થવુ નથી.

તમે પણ દુશ્મનો ચાલો આ મારા સ્નેહીઓ સાથે,
વધી વધીને એ કબર થી આગળ ક્યાં લઇ જશે મને.

ફક્ત એથી જ કોઈની મદદ માગી નથી શકતો,
શરમથી હાથ લંબાવું અને એ બેશરમ નીકળે.

ખૂબ દૂર સુધી જવું પડે છે,
ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે.

મંજીલૅ પહૉચતાં ઍટલું સમજાય ઞયું,
જૅ બચાવવાનું હતુ ઍ જ ખરચાઇ ઞયું.

લાગણીઓ નો જમાનો નથીલોકો કેવા રમી જાય છે.જેને પોતાના માન્યા જિંદગીભરએને બીજા ગમી જાય છે

આ દુનિયા માં સંપૂર્ણ સુખી તો કોઈ નથી,
એક આંખ તો બતાવો મને જે ક્યારેય રોઈ નથી.

સ્મશાનની રાખ લઇને હથેળીમાં
ઊપર નીચે તપાસી જોઇ બહુ,
ન મળ્યો એ જવાબ,
ક્યા છે એ રુઆબ જે જીવનભર કર્યા કર્યો.