Thursday 29 August 2019

Life is now...

એક ગુજલીસ રચના....✍✍✍

પ્રેમ કર્યો  મારી સાથે ને  બીજા જોડે એ Talk કરે છે,
લાગણીઓ મારી હડસેલી હવે મને એ block કરે છે.

કંઈ મારી વાતનું એને વસમું લાગ્યું ક્યાં મને જણાવે છે;
પૂછવા જાવું સમાચાર એના તો મોઢું એનુ lock કરે છે.

કામ ઘરના આયા કરે ને ફળિયા જેવી મોટી મોટી ફાંદો,
શરીર ઉતારવા વહેલાં વહેલા જોગીંગ ને walk કરે છે.

કામ  કરવું  નથીને  હરાયા  ઢોરની માફક  રખડવું   છે,
ભીખ માગવા ઘરનાં બારણે બારણે એ knock કરે છે.

પોતે જ મોટો છે  આ કામ પોત જ કરી શકે માને એવુ,
ઉડાવી ગરીબ-અપંગોની ઠેકડી એમની એ jock કરેછે.

              -"મોજીલો "માસ્તર .......

Wednesday 28 August 2019

Miss you



ધીમે પગલે આવી સતાવે જે મુજને,

એ યાદોની ગતિ ખૂબ તેજ છે.

એટલે તો મારી આંખમાં આજ,

આંજણની બદલે સહેજ ભેજ છે.

ગુજરાતી રસધાર 💐

Rain of Love | પ્રેમ નો વરસાદ

ભર ચોમાસે આવી આજ મને કોઈ  તરસાવી ગયું,
દિલમા મારા   પ્રેમનો  વરસાદ  કોઈ  વરસાવી ગયું.

વહી ગયાં મૂશળધાર ઝરણાં મારી આંખોમાથી યારો,
પથ્થર  દિલના મારા હૈયાને આજ  કોઈ રડાવી  ગયું.

ભીતરની જમીન હતી  મારી કોરી ધાકોર  જેવી યારો,
નાની સરીખડી યાદની  લ્હેરખુ  ભીતરે  ભીંજવી ગયું.

કેટલી ચાહી હતી મે દિલો જાનથી પણ  વધારે યાર,
આપી વિરહની વિદાય મને છેક ઝાંપે કોઈ વળાવી ગયું

કેમેય કરી હમજાવવી આ મનમોજી જાતને  મોજીલા,
વગર નશાએ આજ મને કોઈ ગજબનું લથડાવી ગયું.

- જાલમસિંહ વાઘેલા "મોજીલો" માસ્તર.......

Love (પ્રેમ)

પ્રેમ માં તો હમણાં પડી જાવ
પણ વાગી જાય તો મમ્મી ખીજાય...