Tuesday 3 August 2021

મિત્ર Friends

!!..મિત્ર..!! 👬👭👫

રૂમાલ ફક્ત આંખોના જ આંસુ લૂછી શકે.
સાચુ કારણ જાણવા તો 
મિત્ર જ જોઈએ.

ડૉક્ટર હાર્ટ  ખોલીને સર્જરી તો કરી શકે.
પણ હૈયુ હળવુ કરવા તો 
મિત્ર જ જોઈએ.

ઓફિસની કડક કોફી હેડેક દૂર કરી શકે.
ચા ની ચુસ્કી માણવા તો 
મિત્ર જ જોઈએ.

એચીવમેન્ટના સર્ટિફિકેટ ખુશી આપી શકે.
દિલથી પીઠ થાબડવા તો 
મિત્ર જ જોઈએ.

ઇન્સ્ટાગ્રામ કે ટ્વીટર પર ફોલો તો થઇ શકે.
સંગાથે રખડપટ્ટી કરવા તો 
મિત્ર જ જોઈએ.

વૉટ્સએપ્પને ફેસબૂક થી વાત તો થઇ શકે.
લાગણીભીના સંવાદ માટે તો 
મિત્ર જ જોઈએ.

ગુગલ કે જીપીએસ માં  લોકેશન તો મળી શકે.
ખભાના સરનામે પહોંચવા તો 
મિત્ર જ જોઈએ.

ઝૂમ કે ફેસટાઈમ પર  વિડિઓ  કોલ થઇ શકે.
મન ભરીને ગળે મળવા તો 
મિત્ર જ જોઈએ.
 
Happy Friendship day