Monday 27 August 2018

Chup Raho Khush Raho - Amazing Full Gujarati Comedy Natak 2015 | Sanjay Goradia, Pratap Sachdev



Presenting Most Popular Gujarati Comedy Full Natak (Drama) 2015 "ચુપ રહો ખુશ રહો (Chup Raho Khush Raho)" starring your favorites Sanjay Goradia, Pratap Sachdev. Sure you are going to love this. Natak Credits: Cast: Sanjay Goradia, Pratap Sachdev, Vaishali Trivedi, Alpana Buch, Nayan Shukal, Sanjay Dholakia Director: Sanjay Goradia Writer: Rajesh Maniyar Natak Synopsis: Chup Raho Khush Raho Gujarati Natak (Gujarati Drama) online directed by Sanjay Goradia and written by Raeesh Maniyar. The funny comedy on four couple living under a roof and trying to get some privacy to get other couples out. A couple own the flat get dragged into this frenzy. Story becomes more interesting and funny when a produce of television serial offer a huge project to the owner of the flat and trying to make their best while it goes other way around and make lots of comedy laugh and fun. Watch the Video to know more:


Chhel Chhabilo Gujarati - Gujarati Natak Comedy Full 2015 | Sanjay Goradia, Snehal Trivedi




Presenting Popular Gujarati Comedy Full Natak (Drama) 2015 with English Subtitles "છેલ છબીલો ગુજરાતી (Chhel Chhabilo Gujarati)" starring your favorites Sanjay Goradia, Snehal Trivedi. Sure you are going to love this. Starring: Sanjay Goradia, Snehal Trivedi, Amey Harpane, Jitendra Joshi Directed By :Vipul Mehta Writer: Imtiyaz Patel Natak Synopsis: This Gujarati play is an adaptation of P. L. Deshpande's Marathi classic play, TUZ AAHE TUZ PASHI. It is a satire, subtly told on many levels through the protagonist Kaka Bapu and the antagonist Acharya Aatmarambapu. The play tells us of the values dear to both, Kakaji and Acharyaji, and of how in the stream of their thoughts other characters get thrown in, are tossed about and finally resolve their struggles. Usha, swayed by the `simple living, high thinking' philosophy of the Acharyaji, invites him and his adopted daughter Geeta to her house to conduct a camp. While her easy-going Kakabaapu and her fun-loving brother Shyam are resigned to Usha's attitude, they prepare to welcome Acharyaji. Geeta, brought up in the stern discipline and austerity of the ashram contemplates on her life which she realises is no different from a game of chess. Soon Usha begins to realize that she has spent her energy in a cause she doesn't really believe in. Meanwhile her brother comes under the influence of Acharyaji, because of his attraction for Geeta. The play in essence talks about human-pawns who revolt under complex circumstances and who eventually learn to take independent decisions.

2 Idiots : Superhit Gujarati Comedy Natak Full 2018 - Kamlesh Oza, Ek Mastibhari Marriage Story



Download Free Gujarati Natak

#natak,#GujaratiNatak,#comedynatak 4 months after their arranged marriage, Nishant and Payal are still exploring each other’s personality attributes. Their relationship and trust is put to test when Payal’s weird friend Hiralal (Kamlesh Oza) visits their house. Likewise, Nishant’s colleague Ketaki arouses suspicion in Payal’s mind. Both feel that they are no longer compatible. Will they go apart? Will this story have happy ending? Humorous play that conveys importance of love and relationship in light hearted manner. 2 ઈડીયટસ લગ્નના 4 મહિના પછી નિશાંત અને પાયલ એકબીજાને જાણી-પિછાણી રહ્યા છે. જયારે પાયલનો મિત્ર હીરાલાલ (કમલેશ ઓઝા) તેમના ઘરની મુલાકાત લે છે, ત્યારે તેમના સંબંધ અને વિશ્વાસની ખરી કસોટી થાય છે. તેવી જ રીતે નિશાંતની મિત્ર અને ઓફીસમાં કામ કરતી કેતકી પાયલની શંકાનું કારણ બને છે. તેમના લગ્નજીવનનું ગાડું ડગમગવા લાગે છે. તેમનું ભાવિ જાણવા માટે જુઓ ૨ ઈડિઅટસ - વિશ્વાસ અને લાગણીનું મહત્વ સમજાવતું કોમેડી નાટક. Producer: Gautam Joshi, Jitendra Joshi, Rrutu Oza Director: Kamlesh Oza Original Writer: Kshitij Patvardhan Cast: Ninad Limye, Bhakti Rathod, Dimple Asher, Kamlesh Oza.

Saturday 25 August 2018

Gujarati Kavita

જે ચેહરો મને કાયમ ગમે છે
પણ એ ક્યાં મને ગળે મળે છે.

કદાચ એ આવવા ઇચ્છતા હશે
પણ વચ્ચે એક દીવાલ નડે છે.

એ તરફ ગયા હસે મને મળવા
પગરવ અહી એમનાં નજરે ચડે છે.

હજાર દુઆ થાય કૂબૂલ એવી કરો દુઆ
અહીં એક પણ દુઆ ક્યાં મારી ફડે છે.

પાસ હોવાં છતાં સ્પર્શી ન શકુ, તને
વિરહમાં એનાં હૈયુ ભડ ભડ બળે છે.

થયો હો સુખી કોઇ પ્રેમ માં, બતાવો
ચેહરો એવો ક્યાં કોઇ નજરે ચડે છે.

બધો આધાર એની હા પર રહેલો છે
તને આજ હાથ જોડી કરગરે છે.

Gujarati Kavita

નથી મળતો નિરાંતે આવ આજે !
કરે કોશિશ અવાશે આવ આજે !
વિખેરાઈ ગયાં’તા આપણે જ્યાં
ગલીના એજ નાકે આવ આજે.
હજી પણ ચાંદ ઉગે છે ઝરુખે
સખી દર્શનની પ્યાસે આવ આજે.
ફરે છે દિલ મહીં કૈં ભાર લૈને
અહીં હળવું થવાશે, આવ આજે!
અધુરી એક કહાણી પુરી કરવા
હું આવું ? કે તું જાતે આવ આજે !
અરે આ ધડકનોને શું થયું છે?
કે મારા દિલના ઝાંપે આવ આજે !
ન મળવાના બહાના પુરા થૈ ગ્યા
અમસ્તા કો’ બહાને આવ આજે !

- ચેતન ફ્રેમવાલા

Friend

તું જળ નહીં...
તરસ શોધ...
ખુશીનું એક બહાનું...
સરસ શોધ...

તું પ્રેમ નહીં....
વિશ્વાસ શોધ...
બે મન વચ્ચે...
મળતો પ્રાસ શોધ...

તું પ્રકાશ નહીં...
સવાર શોધ...
નવી પરોઢે સકારાત્મક...
નવો વિચાર શોધ...

તું શબ્દો નહીં...
તેના ઊંડાણ શોધ...
નયનથી વાંચે ને હૃદયે ઉતરે...
એ "મિત્ર"  શોધ...!!!

Friday 24 August 2018

Ramto Jogi | ગોરી સલવાણી ગામડે

Thursday 23 August 2018

Gujjubhai Most Wanted Full Movie| Free Download | HD 1080p | Siddharth Randeria & Jimit Trivedi | A Comady Film

Gujjubhai Most Wanted Full Movie| Free Download | HD 1080p | Siddharth Randeria & Jimit Trivedi | A Comady Film




Tuesday 21 August 2018

Gujarati Kavita


❛ભાર ખાલી ક્ષણનો કાયમ હોય છે.
કાં પછી, સમજણનો કાયમ હોય છે.

ટાઢ, તડકો, ઝાંઝવા ને થોર થી ,
દબદબો તો રણનો કાયમ હોય છે.

કોરું મન, તરસ્યા નયન, વ્હેતો સમય,
પ્રશ્ન બસ, આ ત્રણનો કાયમ હોય છે.

ચાસ ચહેરા પર સમય પાડે અને,
વાંક એ દર્પણનો કાયમ હોય છે.

સાવ સાચી વાત કરવી હોય પણ..
ડર સવાયા 'પણ' નો કાયમ હોય છે.❜
- લક્ષ્મી ડોબરિયા

Gujarati Kavita


❛ઓ હૃદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને?
જે નથી મારા બન્યાં, એનો બનાવ્યો છે મને!
સાથ આપો કે ના આપો એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને.
સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો,
કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને.
મારા દુઃખના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને.
હોત દરિયો તો હું તરવાની ય તક પામી શકત,
શું કરું કે ઝાંઝવાંઓએ ડુબાવ્યો છે મને.
કાંઈ નહોતું એ છતાં સૌએ મને લુંટી ગયા,
કાંઈ નહોતુ એટલે મેં પણ લુંટાવ્યો છે મને.
એ બધાંનાં નામ દઈ મારે નથી થાવું ખરાબ,
સારાં સારાં માનવીઓએ સતાવ્યો છે મને.
તાપ મારો જીરવી શકતાં નથી એ પણ હવે,
લઈ હરીફોની મદદ જેણે જલાવ્યો છે મને.
છે હવે એ સૌને મારો ઘાટ ઘડવાની ફિકર,
શુદ્ધ સોના જેમ જેઓએ તપાવ્યો છે મને.
આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મેં ગુમાવ્યાં એમ એણે પણ ગુમાવ્યો છે મને.
આ રીતે સમતોલ તો કેવળ ખુદા રાખી શકે,
ભાર માથા પર મૂક્યો છે ને નમાવ્યો છે મને.
સાકી, જોજે હું નશામાં ગમને ભૂલી જાઉં નહિ,
એ જ તો આ તારા મયખાનામાં લાવ્યો છે મને.
આપ સાચા અર્થમાં છો મારે માટે તો વસંત,
જ્યારે જ્યારે આપ આવ્યાં છો, ખિલાવ્યો છે મને.
એ બધાં બેફામ જે આજે રડે છે મોત પર,
એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.❜
- બરકત વિરાણી ‘બેફામ’

Gujarati Kavita


❛કાનમાં કિલોની કડીયુ,
             લાંબા છુટ્ટા કેશ,
કળીયુગે યુવાન તે આ,
              કેવો ધર્યો વેશ...!
કોઠા સુઝ કળાતી ના,
             ન બાકી બચ્યુ શેષ,
આટલામાં સમજાય તો,
             કહેવુ ન કાંઈ વિશેષ...!
ધાર્યુ મનનુ કરતો ને,
             આખા દિ' બસ ટેસ,
વડિલોનીય ભાગવતને,
              સુણે જાણે ભેંસ...!
અભિમાનમાં ચાલતો ને,
               ઉંચા રાખી ફેસ,
પછડાતો એ ભોંયતળે,
               પગમાં લાગી ઠેંસ...!
ઈજ્જતની તુય ખભે,
                    રાખને હવે ખેસ,
થાક્યો ને, તો આવી આફોડો,
                   આમ ઓરો તુ બેસ...!❜
- અમિત બાબરીયા "રાધે"

Gujarati Kavita


❛ઇશ..પ્રેમ....ગઝલ...

પ્રેમનો પત્ર આવતાં ઇશ્વરનું આજ ચરણ મળે..
વાંચવા જાઉં ને મારામાં જ સાવ અભણ મળે...

મૃગજળ પાછળ અચાનક દોડવા જાઉં ને હું..!
શોધતો મારીચ, ને સીતાનું ક્યાંક હરણ મળે...

રામ જેવો ભાઇ ક્યાં શોધીશ આખા વિશ્વમાં..
બાંધવા એવી લકિરને કોઇ એ જ લક્ષ્મણ મળે...

શોધતો ભાગીરથીમાં ભાગ્યના વ્યવહારને..
પુણ્ય સાથે પાપ ધોવા કોઇ એક ઝરણ મળે...

કાલ કરવા કામ કહેતો હું ભલો જગતાતને..
આંખ ખૂલે ને તરત એ ઢોલિયે જ મરણ મળે...❜
- જગત

Gujarati Kavita


❛હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય-ધબકાર બાકી છે,
ભલે થઇ વારતા પૂરી પરંતુ સાર બાકી છે.

તમે છેડી તો જુઓ સહેજ મુજ ખંડિત હ્રદય-વીણા,
તૂટેલા તાર માંહે પણ કંઇ ઝણકાર બાકી છે.

ગમે ત્યારે જીવનમાં નવજીવન લાવી શકું છું હું,
હજુ તો લોહીમાં મારા જીવન-ધબકાર બાકી છે.

મહતા છે જીવનને સંકટોથી પાર કરવામાં,
ભલે તોફાન બાકી છે, ભલે મઝધાર બાકી છે.

મને જો કળ વળી તો વિશ્વ જોશે ઉડ્ડયન મારું,
ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે.

જવાનીના પૂરા બે શ્વાસ પણ લીધા છે કયાં ‘ઘાયલ’,
હજુ કંઇ ત્યાગ બાકી છે, હજુ સ્વીકાર બાકી છે.❜
- અમૃત ‘ઘાયલ’

Gujarati Kavita


❛જે પ્રેમ પૂરો થઈ ગયો એ ના જતાવ તું,
બાકીમાં શું હિસાબ રહ્યો એ લખાવ તું.

તકલીફ બેઉ વાતે થશે, પણ જરૂરી છે,
બોલું કે સાંભળું ? હું કરું શું ? બતાવ તું.

ઘરને સજાવી રાખું છું ચારે તરફથી હું,
એવુંય પણ બને કે ના આવીને આવ તું.

માગ્યું બધું તેં હકથી ને આપી દીધું છે મેં,
બસ રાહ જોઉં છું કે ફરજ પણ બજાવ તું.

આખર સવાલ ‘હું’પણાનો છે તો કર શરૂ,
તેં શું કર્યું ને મેંય કર્યું શું, ગણાવ તું.❜

Gujarati Kavita


❛એક મોકો મેં ગુમાવ્યો, કોઇને કહેશો નહીં,
હું મને ના ઓળખાયો, કોઇને કહેશો નહીં.

આયનો પ્રતિબિંબ મારું જોઇને બોલ્યો હતો,
જાતમાં તું ભેરવાયો, કોઇને કહેશો નહીં.

આંખને બદલે હ્રદયથી એ મને વાંચી ગયો,
મેં અભણ એને ગણાવ્યો, કોઇને કહેશો નહીં.

એક વેળા ઇશ્વરે પૂછયું તને શું જોઇએ,
માંગવામાં છેતરાયો, કોઇને કહેશો નહીં.❜
- ​ગૌરાંગ ઠાકર​

Sunday 19 August 2018

Gujarati Status




આ ઉદાસ સાંજ અને તારી નખરાળી યાદો...
ભગવાન ભલુ કરે હજુ તો આખી રાત બાકી છે..

🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯

હૈયું રોજ શણગાર સજે..નવોઢા નીજેમ

દર્દ રોજ ચાલ્યા આવેછે જાનૈયા ની જેમ..

🔘🔲🔘🔲🔘🔲🔘🔲🔘🔲🔘🔲🔘🔲🔘

છબછબીયા આ છીછરા પાણી ના નથી
ગમતા,
ડૂબી જઉં જ્યાં પૂરે પૂરો એવું મને ઊંડાણ
જોઈએ ...

◽◾◽◾◽◾◽◾◽◾◽◾◽◾◽

હું મૌનમાં દબાવેલો 'દારૂગોળો'..
અને

તારું 'સહેજ મલકવું'...
એ "દીવાસળી"...!

♋♋♋♋♋♋♋♋♋♋♋♋♋♋♋

કંઇ પામવા જેવું ન હતું મારી માટે,
તો તેની પાસે કંઈ ગુમાવવા જેવું ન હતું,
બે એવા મુસાફરો હતા અમે સાગરના કે
જેને કિનારા જેવું કંઈ ન હતું.

〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰

તારું સ્મિત એ તારા હોઠોની
કોઈ કરામત તો નહીં હોય ને,
જેને હું પ્રેમ સમજુ છું એ
તારી આદત તો નહીં હોય ને?

♉♉♉♉♉♉♉♉♉♉♉♉♉♉♉

જિંદગી સહેલી હોતી નથી, એને સહેલી બનાવવી પડે છે,
થોડી આપણા અંદાજથી, થોડી નજરઅદાંજથી.
- અવની રાવલ

♒♒♒♒♒♒♒♒♒♒♒♒♒♒♒

એક વાર તારા દિલ માં ઉતરી ને જોવું છે,
એવું તો શું છે ??

કે લોકો ત્યાં રેવા પડાપડી કરે છે.

⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛

પહેલા પાવનામાં ક્યારે હતી આટલી મ્હેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે....,
                       -આદિલ મનસુરી

🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰

મારી નજર થી ક્યારેક ખુદને જોજે,
તુ જ ફિદા થઇ જઈશ ખુદ પર.

❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌

ફરિયાદ આવી છે,
ધબકારની કે !
કોણ છે એવું બીજું કે,
જે મારી સાથે! 'ધબકયા ' કરે છે.......

➕➕➕➕➕➕➕➕➕➕➕➕➕➕➕➕

'ભીંજવવા મારૂ ભીતર વરસાદ ની જરૂર નથી,
તું ભીની એક લાગણી છાંટે ને રોમે રોમ લીલુંછમ.

➗➗➗➗➗➗➗➗➗➗➗➗➗➗➗➗

'રાધાની વેદના તો જગતે જાણી
પણ, કૃષ્ણ ની વેદના છે અજાણી 
એ તો કૃષ્ણ એ હૈયા ના ગોખમાં સાચવીને રાખી 
પણ હોઠ પર કદીયે ના આણી
પણ કોક ' દી કૃષ્ણ ના હૈયાને વાંચજો 
કદી ખૂટશે નહીં તમારી આંખોના પાણી .'

❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇

❛ નાજુક હૃદય ને કાયમ બોજ ન આપી શકું,
 પ્રેમ છે જ, પુરાવા રોજ ના આપી શકું .!! ❜

🔲🔳🔲🔳🔲🔳🔲🔳🔲🔳🔲🔳🔲🔳🔲🔳

ચાલને તારો હાથ મારા હાથમાં લઇ વરસાદમાં દોડુ,
મન થાય છે આજે એકાદ પ્રોટોકોલ હું પણ તોડુ.

🔵🔵🔵🔵🔵🔵🔵🔵🔵🔵🔵🔵🔵🔵🔵🔵

દિલ પણ ત્યારે જ રડી પડ્યું સાહેબ,
જ્યારે એક સપનું નજર સામે તૂટી પડ્યું.

💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠

થોડી થંભી જા એ જીંદગી હજી થોડું જીવવાનું બાકી છે,
દુઃખી કરનારને હજી દુઃખી  કરવાના બાકી છે.

🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘

મિત્રતા તો એવી હોવી જોઈએ 
સાહેબ , કે ક્યારેક એકલા નીકળીએ તો​

​જોવા વાળા ના મન માં સવાલ  થાય કે..
​બીજો  ક્યાં ગયો.!?

◼◽◾🔸🔹◼◽◾🔸🔹◼◽◾🔸🔹◼◽◾

મારી  હિચકીઓ ગવાહ છે સાહેબ,
રાત્રે ઊંઘ તો તેને પણ નથી આવતી.

♓♓♓♓♓♓♓♓♓♓♓♓♓♓♓♓

અમારે પણ હતો એક પ્રેમનો સંબંધ,
જે આજે અમે કરી દીધો સાવ બંધ

♒♒♒♒♒♒♒♒♒♒♒♒♒♒♒♒

કમાલની વાત છેને દોસ્ત!
કોઈ મળવા માટે રડતું હોય છે તો કોઈ મળીને રડતું હોય..!!

〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰

નથી એનાથી રેહવતું છતાં એ રહે છે,
આ પ્રેમનો સબંધ હજી તે નિભાવે છે

➰➰➰➰➰➰➰➰➰➰➰➰➰➰➰➰

જિંદગી આપણને સારા દોસ્ત આપે છે પણ,
અમુક દોસ્ત જિંદગી સારી બનાવી આપે છે.

♻♻♻♻♻♻♻♻♻♻♻♻♻♻♻♻♻♻♻♻♻♻

❛હવે  પાંપણોમાં  અદાલત  ભરાશે,
મે સ્વપ્નો નિરખવાના ગુના કર્યા છે.❜

~રમેશ પારેખ

➿➿➿➿➿➿➿➿➿➿➿➿➿➿➿➿

ક્યાંય  યાદોની  સ્પર્ધા  હોય  તો  કહેજો  દોસ્તો,
મારી પાસે પણ કોઈની અનહદ યાદો વધી રહી છે.

⚜⚜⚜⚜⚜⚜⚜⚜⚜⚜⚜⚜⚜⚜⚜⚜⚜⚜⚜⚜⚜⚜⚜⚜⚜⚜⚜⚜⚜

વાત કહું હું તને તારી,
તું કેમ ના બની મારી ?

⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛

તારી સાથે ચાલેલા એ બે પગલા,
મારા દિલમાં ક્યારેય ના ભૂંસાય  
એવી છાપ છોડી ગયા છે !!

☸☸☸☸☸☸☸☸☸☸☸☸☸☸☸☸☸☸

અાંખો ને કહો
સાહેબ છલકે નહિ મેહફિલમા સવાલ આબરુ નો છે...

⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆⬆

❛ ક્યારેય  પણ  શબ્દોમાં  ના ગોત તું  દર્દ મારું,
હું એટલું નથી લખી શકતો જેટલું સહન કરું છું.❜

‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼

સમાચાર મળ્યા મને આજે તારા,
તું ખોવાયેલી રહે છે વિચારમાં મારા.

❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇

❛ આ જગત માં એવા દોસ્તો પણ મળી જાય છે,
કે જે વચન નથી આપતા પણ નીભાવી જાય છે.❜

✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴

❛બેશક આ દુનિયામાં મારા જેવા ઘણા હશે,
પણ મારી દુનિયા માં તારા જેવું કોઈ નથી.❜

☸☸☸☸☸☸☸☸☸☸☸☸☸☸☸☸☸☸

❛આદત પડી ગઈ છે તારા હોવાની, 
હવે આને પ્રેમ કહેવાય કે પાગલપન
એ મને ખબર નથી !!❜

✳✳✳✳✳✳✳✳✳✳✳✳✳✳✳✳✳✳✳✳✳✳✳✳

ઊંચો કલાકાર છું ઝીંદગીના રંગમંચ નો,
મજાલ છે દેખનારની કે દર્દ દેખી જાય.

❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇

❛ખામોશ તો અમે ત્યારે થઈ ગયા,
જ્યારે તે મનગમતા ત્રણ શબ્દ કહી ગયા.❜

❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇

❛ મારી આંખોમાં જે ઉજાગરાનો થાક છે,
એમાં  તારી આંખો નો  ય  થોડો વાંક છે..! ❜


❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇

❛હાથ મારો પકડી રાખજે, સમય  બહુ  ભારી  છે.
હારી  ન  જાઉં  સમય  થી, એ જવાબદારી હવે તારી છે.❜

❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇


❛કાયમ ચહેરા પર સ્મિત રાખતા વ્યક્તિને પણ ઘણા દર્દ હોય છે,
બસ ફર્ક એટલો છે તેમના માટે જિંદગી નો  અલગ અર્થ હોય છે.❜

❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇

❛ જિંદગી ઘણી વખત એવા પન્ના પણ ઉથલાવે છે,
જે આપણે જાણી જોઈ ને ઉથલાવી નાખ્યા હોય ❜

❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇

"શંકાનો નકશો લઈને બધાને શ્રદ્ધા સુધી જવું છે,
સાહેબ પગમાં પાપની ધુળ છે છતાંય "સ્વર્ગ" સુધી જવું છે."

❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇❇

Gujarati Kavita

જાતની સાથે જ સોબત થઇ ગઇ

એકલા રહેવાની આદત થઇ ગઇ

એક આંસુ કો’કનું લૂછી દીધું

જો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ

આયના સામે કશા કારણ વગર

આજ બસ મારે અદાવત થઇ ગઇ

શબ્દ ખુલ્લે આમ વહેંચ્યો છે બધે

કેવડી મોટી સખાવત થઇ ગઇ

એમણે પીડા વિશે પૂછ્યા પછી

કેટલી પીડામાં રાહત થઈ ગઈ

કાલ મન ઉજજડ હતું પણ આજ તો

કૈંક સ્મરણની વસાહત થઇ ગઇ

– ઉર્વીશ વસાવડા

Relations | સંબંધો

અજાણતાં જ હાથથી સરી ગયાં સંબંધો,
ચીમળાયેલા ફૂલ માફક ખરી ગયાં સંબંધો.

પ્રેમની મીઠાશ તો ક્યારની ય જતી રહી,
બસ નામ પૂરતાં માત્ર રહી ગયાં સંબંધો.

સ્હેજ એક તિરાડ પડી જ્યાં સંબંધોના સેતુમાં,
સમયના ધોધમાર વ્હેણમાં વહી ગયાં સંબંધો.

શું થયું, અચાનક કેમ જિંદગી મહેકી ઉઠી ?
વાતાવરણમાં ચોતરફ શું પ્રસરી ગયાં સંબંધો ?

આબાદ જેને રાખવા, બરબાદ હું થાતો રહ્યો,
એ આખરે મને બદનામ કરી ગયાં સંબંધો.

સ્નેહીનો સંગાથ છૂટતો ગયો ધીરે ધીરે,
એકલો હું થઈ ગયો, મને વિસરી ગયાં સંબંધો.

થયું થયું ને બે ઘડીનું આ મિલન ક્યાં થયું ?
શાંત જિંદગીમાં અજંપો ભરી ગયાં સંબંધો.

ચમન સાથે જે રીતે ફૂલોએ દગો કર્યો,
બસ એ જ રીતે મને છેતરી ગયાં સંબંધો.

- કંદર્પ ગાંધી

Nari | નારી

ગઝલ "નારી"

પ્રેમાળ હોય છે ને એ નાદાન હોય છે
એક નારી નીજ આ ખરી પહેચાન હોય છે

અંબાના રૂપમાં હો કે સીતાના રૂપમાં,
પણ એ દરેક ઘર ની થતી શાન હોય છે.

પાણીની જેમ શાંત છે ને આગ થીય તેજ
કોયલ સમાન મીઠી તો જુબાન હોય છે

નાનકડી બેન રૂપી એ લાડો લડાવતી
ને હોય મોટી બેન તો ફરમાન હોય છે

ઈશ્વર સમાન હોય એ માતાના રૂપ માં
પણ પત્ની રૂપે "મિત્ર" એતો જાન હોય છે.

- રાકેશ રાઠોડ "મિત્ર"

Saturday 18 August 2018

Gujarati Kavita | એ હસે છે ..

❝Güjârātí😋😜😎❞

❛એ હસે છે.
ગમે છે.

એ જિદ્દી છે.
ગમે છે.

એ વાયડી છે.
ગમે છે.

એ ઝગડે છે.
ગમે છે.

એ માન મંગાવે
એ પણ ગમે છે.

એ નથી બોલતી.
આ નથી ગમતું.❜

Shayri | શાયરી


ખબર નથી એ નઝરમાં 👀 કયું હથિયાર રાખે છે,
                  ઘા થાય છે હૈયામાં💘,
જ્યારે એ કાજળનો શણગાર રાખે છે ...

Life Book

❛ જિંદગી ઘણી વખત એવા પન્ના પણ ઉથલાવે છે,

જે આપણે જાણી જોઈ ને ઉથલાવી નાખ્યા હોય ❜

Friday 17 August 2018

Love ni Bhavai FULL movie Free download Gujarati

Love_ni_Bhavai from Mehul on Vimeo.


Love Ni Bhavai full movie free Download

Dream | તું એક સપનું ...


તકદીરમાં નથી છતાં ચાહું તને
ઇચ્છા કે સાત જનમ સુખ આપું તને,
પામી નથી શકયો તને જાહેરમાં,
સપનું બની યાદ માં પામુ તને...

Shayri

બહુ વધુ નફરતનો
ડેટા રાખવામાં રિસ્ક છે,
આપણામાં માત્ર એક જ હાર્ટ છે
ક્યાં વધારાની ડિસ્ક છે...
🙏

Examination of patience | ધીરજ ની પરીક્ષા

કોઈ ની ધીરજ ની એટલી અગ્નિ પરીક્ષા ના લો, કે એ સબંધ તોડવા મજબુર થઈ જાય.
વ્યક્તિ ત્યારે થાકી જાય છે,  જ્યારે લાગણીઓ મજાક બની જાય છે.

Thursday 16 August 2018

Useful

💐શોધવા જ હોય તો તમારી
*ચિંતા* કરવાવાળા ને શોધજો

  બાકી તમારો *ઉપયોગ*,
કરવા વાળા તમને શોધી લેશે.*💐

Tired | થાકી જવાય છે ...

કયારેક કયારેક માણસ...
તુટતો પણ નથી...!!
હારતો પણ નથી....!!
બસ એનાથી
ખાલી "થાકી" જ જવાય છે...! કયારેક "પોતાના" થી...!
કયારેક "નસીબ" થી......!
કયારેક "જવાબદારીઓ" થી...!
અને ખાસ તો.. 
કયારેક "પોતાનાઓ" થી જ .

You are your developer | તું જ તારો શિલ્પી ...

તું જ છીણી, તું જ શિલ્પી , અને પથ્થર પણ તું..

ઘડી લે આકાર જીવનનો.. જેવો તું ચાહે તેવો તું.🙏

lifestyle

❛કાયમ ચહેરા પર સ્મિત રાખતા વ્યક્તિને પણ ઘણા દર્દ હોય છે,
બસ ફર્ક એટલો છે તેમના માટે જિંદગી નો  અલગ અર્થ હોય છે.❜

Wednesday 15 August 2018

Amazing Life | ગજબની જિંદગી

" ગજબની છે સાહેબ જિંદગીની અમુક ક્ષણો 
જેને આપણે ક્ષણ માની જિંદગી કાઢવાની હોય છે..."

Monday 13 August 2018

સાથ ભવો ભવનો

❝Güjârātí❞
❛નારાજ હોવ તો કહી દેવું,
પીડા હોય ત્યારે રડી લેવું.
ન જ રહેવાય જોયા વિના,
મૌન રહીને પણ મળી લેવું.
જીતાડવા જ હોય બીજાને,
તો પછી તેનાથી લડી લેવું.
બે હૈયાને એકમય કરી દઈ,
સહિયારું જીવન ઘડી લેવું.
કાયમી સંગાથનું 'અખ્તર',
એક સુંદર ઘરેણું જડી લેવું.❜
- અખ્તર

Friends | મિત્ર | દોસ્તી

😃😆😄😃😆😄😄😄

બેઠા હોય શાંતિથી
અને
જાણીજોઈને અટકચાળા કરે.....
તે મિત્ર,
😄😃😆😄😃😆😄😃

રડતા હોવ તમે
અને છતાં
તમારી ઠઠ્ઠા મશ્કરી કરે....
તે મિત્ર,
😄😃😆😄😃😆😃

ગમતી છોકરી પસાર થાય
અને
તમારું નામ જોરથી બોલે....
તે મિત્ર,

😃😄😆😃😄😆😃
ભર ઊંઘમાં હોવ
અને
તારી યાદ આવે છે કહેવા
રાતે ત્રણ વાગ્યે ફોન કરે.....
તે મિત્ર,

😃😆😄😃😆😄😃
ગાડી લઈ જાય તમારી
અને
પૅટ્રોલ ખાલી કરી પરત કરે....
તે મિત્ર,

😃😄😆😃😄😆😃
હોય તેની જરૂરત
અને
બોલાવ્યા વિના આવી ચઢે....
તે મિત્ર.
🙂🙂🙂🙂🙂🙂🙂
- અખ્તર

Decorate | શણગારું


❛સખી મને તેં સરોવર કહ્યો એ ઘટનાને
હું મારાં ગીતકમળથી લે ચાલ, શણગારું.
હવે હું પીળી પડેલી છબીની જેવો છું
તને ગમે તો પ્રણયની દીવાલ શણગારું.
આ મારા હાથમાં ખાલીપણાંના ફૂલો છે
કહે તો આપણો આ આજમ્હાલ શણગારું.
હવે વસંત કે ફૂલની પ્રતીક્ષા કોણ કરે ?
હું મારા વ્હાલથી તારું વ્હાલ શણગારું.
તને આ જિંદગી જેવો જવાબ આપીને
નજીકથી તેં કરેલો સવાલ શણગારું.❜
- રમેશ પારેખ

Much More | ઘણુંય છે


❛બસ ભાગ્ય એટલું ફળે, તો પણ ઘણુંય છે,
એકાદ-વાર એ મળે, તો પણ ઘણુંય છે.

એ ના કરી શકે જો કબુલાત પ્રેમની ,
આંખો મળે, નજર ઢળે, તો પણ ઘણુંય છે.

પથ્થર બની યુગોથી આંખમાં રહ્યા,હવે,
થોડાક આંસુ ઓગળે, તો પણ ઘણુંય છે.

ભીંતે જડી છબી ભલે બોલે કશું નહીં,
અંદર કશુંક સળવળે,તો પણ ઘણુંય છે.

આંખે સમાય એટલું આકાશ હોય બસ,
ને હો જમીન પગ તળે,તો પણ ઘણુંય છે.

બસ એટલી કૃપા મળે પરવરદિગારની,
જીવી શકું સ્વયંબળે,તો પણ ઘણુંય છે.❜
- પ્રો.મહેશભાઈ મકવાણા

You Are My World | તું જ મારી દુનિયા

❛બેશક આ દુનિયામાં મારા જેવા ઘણા હશે,

પણ મારી દુનિયા માં તારા જેવું કોઈ નથી.❜

Miss you | તારી યાદ

❛આદત પડી ગઈ છે તારા હોવાની,

હવે આને પ્રેમ કહેવાય કે પાગલપન
એ મને ખબર નથી !!❜

Propose | પ્રેમનો એકરાર

ખામોશ તો અમે ત્યારે થઈ ગયા,
જ્યારે તે મનગમતા ત્રણ શબ્દ કહી ગયા.

- ગુજ્જુ આયર

Love

❛ મારી આંખોમાં જે ઉજાગરાનો થાક છે,

એમાં  તારી આંખો નો  ય  થોડો વાંક છે..! ❜

Saturday 11 August 2018

Misunderstanding | ગેરસમજ

ગેરસમજની એક ક્ષણ
           એટલી શક્તિશાળી હોય છે કે તમે
           સાથે મળીને વિતાવેલી
આનંદની સેંકડો ક્ષણને જરા વાર માં
           ભૂલાવી દે છે....

Meeting | મુલાકાત

આજ રોજ એ મળી છે
ને મુલાકાત જો ફળી છે.
શમણે રાત સળવળી છે
જાગવાને પળો મળી છે.
એકલતાની આ અટારીએ
રંગીન મુલાકાતો ભળી છે.
બગીચાની એ પાટલી હવે
અડોઅડ યુગ્મે જળી છે.
અંધારી જો આ ઝુપડી મહીં
એ દીપ બની ઝળહળી છે.
લાંબો પંથ ને રસ્તો કઠીન ખરો "નીલ "
પણ એક મુલાકાતે બાધા બધી ટળી છે.

રચના:નિલેશ બગથરિયા
                "નીલ "
રાણપર
તા.ભાણવડ
જિ.દેવભૂમિ દ્વારકા.

We are right...


❇ ક્યારેક-ક્યારેક આપણે ખોટા નથી હોતા,
    પણ આપણી પાસે એ શબ્દો જ નથી હોતા...
    જે આપણને સાચા સાબિત કરી શકે... ❇

Love

💝 સ્પર્શની ચાહત ન'તી, ના પામવાના ઓરતા,
બે જણે ચાહી લીધું તું વાતમાં ને વાતમાં...😘

Friday 10 August 2018

Word test ...

શબ્દનો પણ સ્વાદ હોય છે સાહેબ..
એને બોલતા પહેલાં પોતે ચાખી લેવા..
જો આપણને ન ભાવે એવા હોય તો તે બીજા ને ક્યારેય ન પીરસવા...

Face to face...

શમણાઓ વિહોણી રાત નથી ગમતી મને,
માણસાઈ વિનાની વાત નથી ગમતી મને.
આપણી સામે અલગ ને લોકો સામે અલગ,
બદલાતા માણસની જાત નથી ગમતી મને.
અમુલ્ય જીવનની ક્ષણોને કેમ વેડફી નાખું ?
દુનિયાની ફાલતુ પંચાત નથી ગમતી મને.
પરિશ્રમ નો પરસેવો સુકાવા નથી દેવો,
દોડતા રહેવા દો નિરાંત નથી ગમતી મને.
જેમને મળીને કંઈ પણ શીખવા ન મળે,
એવા લોકોની મુલાકાત નથી ગમતી મને.
જે પણ કહેવું હોય તે મારા મોઢા પર કહો,
સંબંધોમાં ઝેરની સોગાત નથી ગમતી મને...!!!

Miss you

મેં મારી જિંદગીમાં કોઈ સારું કામ કરીયું હોય તો તે છે. . . તને દિલથી અર્પણ થઈ જવાનું.

Childhood બચપણ

ચાલ ને યાર પાછા પેલી નદી ને કાંઠે બેસીએ,
યાદોં ની શિથિલ પડેલી લહેરો માં કાંકરા મારીયે,
ફરી એક વાર દોસ્તી જીવીએ,
ફરી એક વાર બચપણ માણીયે..

Experience અનુભવ

અમુક અનુભવ ભલે કડવા હોય
પણ એનાથી મળતો સબક
જીવન મધુર બનાવે છે.

Missing Heart beat

વર્ષો પછી આજે એનો એ જ અવાજ,
સાંભળીને હૃદય ધબકારો ચુકી ગયું...
એના હસવાની એ જ રીત ને રણકાર,
સાંભળીને હૃદય ધબકારો ચુકી ગયું...

Thursday 9 August 2018

Friendship

કમાલની વાત છેને દોસ્ત!

કોઈ મળવા માટે રડતું હોય છે તો કોઈ મળીને રડતું હોય..!!

Dreams સપના

❛હવે  પાંપણોમાં  અદાલત  ભરાશે,

મે સ્વપ્નો નિરખવાના ગુના કર્યા છે.❜

~રમેશ પારેખ

Only You - તારા જેવું

❛બેશક આ દુનિયામાં મારા જેવા ઘણા હશે,

પણ મારી દુનિયા માં તારા જેવું કોઈ નથી.❜

Habit of love તારી આદત...

❛આદત પડી ગઈ છે તારા હોવાની,

હવે આને પ્રેમ કહેવાય કે પાગલપન
એ મને ખબર નથી !!❜

Solution (ઉપાય)

નથી આવડતું તેનો ઉપાય છે
નથી સમજાતું તેનો ઉપાય છે
પણ
નથી કરવું તેનો કોઈ ઉપાય નથી.!!

Adjustment - સબંધોની સાનુકૂળતા

ખોટા માણસો સાથે કરેલી દલીલો કરતા,
સાચા માણસો સાથે કરેલું એડજસ્ટમેન્ટ વધારે યોગ્ય છે !!

Friends

સગપણ મૈત્રીના કૈંક એમ
હું નિભાવી ગયો..,
મળ્યા મિત્રો સહ્રદયી માર્ગે તો સંગે ચાલી ગયો.

Heart Beat - ધબકારા

રોજ લોકો કોઈ ને કોઈ શોક આપે છે
પણ દિલના ધબકારા તો તારા સામે
આવવાથી જ વધે છે...

જિંદગીનું સૌથી લાંબુ અંતર.. Long Distance

જિંદગીનું સૌથી 'લાંબુ અંતર' એક મન થી બીજા મન સુધી 'પહોંચવા' નું છે. અને એમાં જ
'સૌથી વધારે સમય' લાગે છે.
'ખૂબી' અને 'ખામી' તો બેઉ હોય છે લોકોમાં,

તમે "શું શોધો" છો? તે "મહત્વ" નુ છે.

જિંદગી એક કવિતા... Life is Poem

*"જિંદગી".. એક એવી કવિતા છે સાહેબ ,*

*કે જેને..*
*લખ્યા પછી ભૂંસવા માટે રબર ના વિકલ્પમાં  "જાત" ને ઘસવી પડે છે...!!*

Friendship

જેની કોઈ ગેરંટી નથી તેનું નામ "મૌત"
      અને જેની પૂરે પૂરી ગેરંટી છે.
                         એનું નામ "દોસ્તી"..

Wednesday 8 August 2018

લાગણી ( Emotions)

લાગણીના કયાં કદી લેખિત કરારો હોય છે,
અધુરી વાતનાં મતલબ હજારો હોય છે..!!!

Monday 6 August 2018

Thai Jashe - Superhit New Gujarati Film 2018 - Free Download


With real estate prices skyrocketing in big cities, buying own house has become dream for almost every middle-class man. This film is all about young lad Pranav Joshi’s struggle to buy home in Ahmedabad. Owing to business crisis, his father's factory in Jetpur gets closesd down and Pranav's (Malhar Thakar – Vicky from Chhello Divas) family moves into his rented house in Ahemdabad. After altercation with landlady, Pranav decides to buy his own house in the city.
Pranav and his fiancée Kajal (Monal Gajjar) decide on a house, but the house owner backs out after the deal is finalized. Pranav resumes his pursuit and finds a house which does not fit into his budget. To become eligible for higher loan as joint-applicant, Pranav and Kajal decide to get married. Pranav orchestrates rest of the sum from companions and his supervisor. Eventually the bank disapproves the loan at last moment because he works for a proprietary firm. Will Lady Luck have mercy on disappointed Pranav?

મોટા શહેરોમાં જમીનના ભાવ આસમાને પહોંચતા, દરેક મધ્યમ વર્ગીય માણસ માટે પોતાની માલિકીનું ઘર ખરીદવું એક દિવાસ્વપ્ન બની ગયું છે. આ ફિલ્મમાં અમદાવાદમાં ઘર ખરીદવા મથતા યુવાન પ્રણવ જોશીના હૃદયસ્પર્શી સંઘર્ષને ખુબ જ સરળતાથી દર્શાવવામાં આવ્યો છે. જેતપુરમાં આર્થીક કટોકટીને કારણે  પિતાની ફેક્ટરી બંધ થયા બાદ પ્રણવ (મલ્હાર ઠાકર ) પરિવાર સાથે અમદાવાદ આવે છે. મકાનમાલિક સાથે વિખવાદ થતા પ્રણવ શહેરમાં પોતાનું ઘર ખરીદવાનો નિર્ણય કરે છે.
પ્રણવ અને તેની વાગ્દત્તા કાજલ (મોનલ ગજ્જર) એક ઘર પસંદ કરે છે. પરંતુ આખરી સમયે મકાનમાલિક ફરી જાય છે. ફરીથી પ્રણવ તેના ટૂંકા બજેટમાં બેસે તેવું ઘર શોધવા લાગી જાય છે. સંયુક્ત અરજદાર તરીકે વધુ રકમની લોન મળી શકે - તેથી પ્રણવ અને કાજલ લગ્ન કરવાનું નક્કી કરે છે. બેન્ક આખરી ક્ષણે પ્રણવની લોન નામંજૂર કરે છે કેમ કે તે ખાનગી પેઢીમાં કામ કરે છે. હવે પ્રણવનું શું થશે?

Directed by Nirav Barot
Produced by Ajay Patel
Written by Nirav Barot
Screenplay by Jay Bhatt, Nirav Barot
Starring - Manoj Joshi, Malhar Thakar, Monal Gajjar & others
Music by Hemang Dholaki

Sunday 5 August 2018

Pappa Tamne Nahi Samjay ! 720p HD Full Movie ! GUJARATI MOVIE 2018

gujarati film lover plz share this movie to all your friend , this movie is
full of entertainment ,comady movie , i hope you like this movie

Ghammar Ghammar | Folk Rang | Meghdhanush | S1E2 | Gujarati Folk Rock


The Folk Rang Series is an experimental fusion music series of folk and rock. It’s Meghdhanush’s take on sustaining the beautiful heritage.
The second episode – ‘Ghammar Ghammar’ – This song is from the perspective of a gopi talking about Lord Krishna’s birth and stories of how he grows up to be the naughty kid. This one is combined with an Indian Classical Bandish – ‘Jaa Jaa Re Apne Mandirva Jaa’ in Raag Bhim Palasi. The Bandish talks about a gopi asking the Lord to return to his place, the temple, as people would be watching them with prying eyes.

Original Composition: Traditional
Lyrics: Traditional

Team Meghdhanush

Jainam Modi (Bass, Vocals)
Karan Patel (Guitars, Vocals)
Dhaivat Jani (Drums, Vocals)
Sani Shah (Vocals)
Dwit Hathi (Guitars, Vocals)

Mixing & Mastering: Chris Hesse (The Light House Recording Studio, USA)
Recording Engineers: Raag Sethi & Pranav Yagnik
Recording: Compass Box Studios, Ahmedabad & Studio Even Harmony, Ahmedabad

Co Producer: Naman Shah
Associate Producer: Sajju Jain & KBS Creations

Video Production Team: Alhaan
Director: Rohit Srivastava
Editor: Rohit Srivastava
Cinematography: Ajay Sahu, Rohit Srivastava
Visual Artist/Graphic Designer: Apoorv Dass
Behind the Scenes Video & Photography: Abhishek Singh

Styling/Makeup/Production Design: Sab Moh Maya Hai by Rohit Srivastava

Equipments: Space Communications by Kamlesh Shah & Accord Equipments

Light Design Team: Zorba Stage Crafts
Light Engineers: Harsh Shah, Dharmendra (DK)

Set Design Team: Keeda Kandi
Priya Brahmbhatt
Jay Brahmbhatt
Yash Khatri

Wardrobe: Costumo by Shreni & Shilp

Associate Partner: The Arvind Store & Lexcru - Water Purification
Venue Partner: Ouroboros - Art Hub, Ahmedabad
Video Equipment Partner: Space Communication by Kamlesh Shah
Social Media Partner: Ahmedabad Live
Crowd Funding Partner: Wishberry
Supporting Partner: HL College Alumni Association

Project Manager: Samarth Pancholi & Mamta Keswani

Special Thanks:
Vidhi Patel
Amar Khandha
Bhavik Thanki
Paresh Madhaparia
Bhavesh Vyas
Ankit Danak
Prateek Gupta
Shayana Shah
Rajesh Kale
Zankhana Prajapati
Sagar Ganatra
Rustom Dalal
Suhas Patel
Rishabh Shah
Bandish Soparkar
Jinal Modi
Jaimin Trivedi
Milit Pandya
Mit Jani
Aayush Patel
Rahul Parswani
Chirag Dave
Gaurav Kapadia

Saturday 4 August 2018

Latest Gujarati Garba Rock Song Va Vaya Ne Vadal By Parthiv Gohil.

Watch This Latest Gujarati Garba Rock Song Va Vaya Ne Vadal By Parthiv Gohil.

Live performance...

Vocals: Parthiv Gohil
Lead Guitar: Manasquam Mahanta
Bass Guitar: Abhinov Jyoti Bora
Flute: Shashank Acharya
Drums: Nawaz Hussain
Percussions: Moonmoon Das
Sound Engineer: Sunil Pandya
Videography & Editing: Jayesh Chavda

Friday 3 August 2018

હોમ પેજ( Home Page)

સાયબર સફરે મુસાફર કરે માઉસ પરે સવારી
ઇંટરનેટ કેરે મેળાવડે ભટકે ગોતવાને ગિરધારી
એક્ષપ્લોરરે યાહૂ ઝંપલાવી અનેરી સર્ચ આદરી
વિષયી વિજ્ઞાપનો વળગી સઘળી સર્ફમાં પાધરી.
વર્લ્ડ વાઈડ વેબની મુલાકાતે મંદિર કતારો કાતરી
ટૂલબારે પારાયણના બેનર્સ, પ્રસાદે કૂપન કાપલી
કમનીય કૂકીસના રૂપે જાણે માયાવી જાળ પાથરી
વેબ પેજે અવરોધે  અહંકારી  ફાયરવૉલ  આકરી.
“યુ હૅવ ગૉટ મેઈલ” કેરી આકાશવાણી ત્યાં સાંભળી
લોગ ઑન “ગોકુલ” ને પાસવર્ડે “ગોપી”ની ખાતરી
વેબસાઈટે આવકારવા ઊભી રાધા લઈને વાંસળી
મિડીયા પ્લેયરે  ગુંજાયે  “હરે કૃષ્ણા” મંત્ર માધુરી.
કૃપા ડાઉનલોડ કરવા છે જરૂરી માનવતા મૅમરી
વાસનાના વાયરસ મહીં તું વેડફી દઈશ ના બૅટરી 
હાર્ડ ડ્રાઈવમાં સેવ કરી લે પ્રેમ અને સેવા-ચાકરી
હોમ પેજ બનીશ “દિલ”ને ઍલર્ટ મોકલે મોરારી!  
દિલીપ આર. પટેલ ( ઓરેંજ, કેલિફોર્નીયા )

સંબંધો - Relation

હું તો સંબંધોની શરૂઆત છું,
ને દોસ્તીનો દસ્તાવેજ છું,
ભરોસાના રણમાં વરસતો વણમાંગ્યો
વરસાદ છું
'ગુમાવ્યા' નો હિસાબ કોણ રાખે યારો
અહીં તો કોણ કોણ 'મળ્યા' એનો આનંદ રાખુ છું

Thursday 2 August 2018

સદાકાળ ગુજરાત

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!
ઉત્તર   દક્ષિણ   પૂર્વ   કે   પશ્ચિમ,  જ્યાં  ગુર્જરના  વાસ;
સૂર્ય   તણાં  કિરણો  દોડે   ત્યાં,  સૂર્ય  તણો   જ   પ્રકાશ.
જેની   ઉષા   હસે   હેલાતી,  તેનાં   તેજ  પ્રફુલ્લ પ્રભાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! 
ગુર્જર    વાણી,    ગુર્જર   લહાણી,  ગુર્જર   શાણી   રીત; 
જંગલમાં   પણ  મંગલ   કરતી,   ગુર્જર    ઉદ્યમ   પ્રીત.
જેને ઉર ગુજરાત  હુલાતી, તેને  સુરવન  તુલ્ય  મિરાત;  
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
કૃષ્ણ   દયાનંદ   દાદા   કેરી   પુણ્ય   વિરલ  રસ  ભોમ;
ખંડ   ખંડ    જઈ   ઝૂઝે   ગર્વે    કોણ   જાત   ને   કોમ.
ગુર્જર  ભરતી  ઊછળે  છાતી ત્યાં રહે  ગરજી  ગુર્જર માત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! 
અણકીધાં    કરવાના    કોડે,    અધૂરાં     પૂરાં    થાય;
સ્નેહ,  શૌર્ય   ને  સત્ય  તણા  ઉર, વૈભવ  રાસ  રચાય.
જય જય જન્મ સફળ ગુજરાતી, જય જય ધન્ય અદલ ગુજરાત!
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

You (My Life) 😍💕

તુ એટલે....
તું એટલે મારા જીવનનો એવો પ્રકાશ કે જેના પડવાથી જ મારા દિવસની શરૂઆત થઈ જાય...

તું એટલે...
તું એટલે મારા જીવનનું એવું પાનુ કે જેને  વાંચવાથી ખુશીનો અહેસાશ થઈ જાય...

તું એટલે...
તું એટલે મારા જીવનનો એવો અવાજ કે જેને સાંભળવાની સાથેજ એક દિલમાં સૂકૂન આવી જાય...

તું એટલે...
તું એટલે મારા જીવનનો પહેલો વરસાદ કે જેના અવવાની સાથેજ મારા જીવનમાં ચારે બાજુ ભીની માટીની સુગંધ છવાય જાય....