Friday, 10 August 2018

Face to face...

શમણાઓ વિહોણી રાત નથી ગમતી મને,
માણસાઈ વિનાની વાત નથી ગમતી મને.
આપણી સામે અલગ ને લોકો સામે અલગ,
બદલાતા માણસની જાત નથી ગમતી મને.
અમુલ્ય જીવનની ક્ષણોને કેમ વેડફી નાખું ?
દુનિયાની ફાલતુ પંચાત નથી ગમતી મને.
પરિશ્રમ નો પરસેવો સુકાવા નથી દેવો,
દોડતા રહેવા દો નિરાંત નથી ગમતી મને.
જેમને મળીને કંઈ પણ શીખવા ન મળે,
એવા લોકોની મુલાકાત નથી ગમતી મને.
જે પણ કહેવું હોય તે મારા મોઢા પર કહો,
સંબંધોમાં ઝેરની સોગાત નથી ગમતી મને...!!!

No comments:

Post a Comment