શ્રી કૃષ્ણ દવે સંવેદનશીલ કવિ છે..આપણે વાંસલડી.કોમ અથવા આ સઘળા ફૂલોને કહી
દો..ના ગીતોથી એમને ઓળખીએ છીએ..પણ અત્યારે ગઝલ પર એમનું ધમધોકાર અને એવું જ
બળકટ કામ ચાલે છે..તાજેતરના ગુજરાતના વાતાવરણે એમની સંવેદનાને ઝંકૃત કરી
અને કવિનું સંવેદન તો કવિતામાં જ પરિણમે ને? આ વખતે એ ગઝલ હતી..આવો
માણીએ..
સહેજ તમારી વાત કરી કે તરત જ છંછેડાઈ ગયાને?
કપડા પરથી રજ ખંખેરે એમ જ ખંખેરાઈ ગયાને?
ચારે બાજુ તમે જ વાવેલા એ તમને યાદ હશે ને?
અડાબીડ ઉગેલા જુટ્ઠાણાઓથી ઘેરાઈ ગયાને?
જેમ લખાવે સમય એમ ખુદને પણ લખતા ગયા હોત તો?
ઉતાવળા થઈ ટપક્યા કાગળ ઉપર તો રેળાઈ ગયાને?
નદી જેમ વહેવાનો દાવો ઘણા બધા કરતા જ રહે છે.
તમેય મોજુ થઈ આવ્યા તે પાછા હડસેલાઈ ગયાને?
મૂળ વિના ઉગ્યાની વાતો ટકી ટકીને ટકે કેટલી?
જરા મીલાવ્યો હાથ હવાએ તો પણ ધક્કેલાઈ ગયાને?
ઘણી વાર સમજાવ્યુ'તુંને? પાણીને પણ ધાર હોય છે!
આંસુની આડે ઉતર્યા તો વચ્ચેથી વે'રાઈ ગયાને?
કિરણોની પહેલી જ સભામાં ઝાકળના ઝભ્ભા પહેરીને -
ઝળહળતા રહેવાના ભાષણ પળમાં સંકેલાઈ ગયાને?
તમે નથીની સાબીતીમાં તમે જ બોલો વધુ હોય શું?
સૂરજની સામે જ તમારા પડછાયા વેડાઈ ગયાને?
Showing posts with label krushn dave. Show all posts

Monday, 22 October 2012
બોમ્બ વિસ્ફોટ...કૃષ્ણ દવે
ના રે ના કશું જ નથી થયું.
બધું જ રાબેતા મુજબ....
હા આજે ચિંટુનો જન્મ દિવસ!
તે, થોડા ફુગ્ગાઓ અને રંગીન કાગળોથી સજાવેલો હતો ડ્રોઈંગ રૂમ.
બરાબર 8-15 વાગે ડોરબેલ રણકી ઉઠી, તે હોંશભેર બારણું ખોલ્યું મમ્મીએ।
હેપ્પી બર્થ ડે કહી મોટું ગીફ્ટ બોક્ષ મમ્મીના હાથમાં પકડાવતા એક યુવતી બોલી, ક્યાં ગયો ચીંટુ?
ચિંટુ તો ક્યારનો ય છૂપાઈને બેઠો હતો કબાટની પાછળ.
મમ્મી એ કહ્યું, પણ તમે કોણ?
ઓહ! મને ના ઓળખી? હું એકવીસમી સદી,
હમણાં જ રહેવા આવી છું તમારી સોસાયટીમાં.
મમ્મી એ કહ્યું, આવોને. એણે કહ્યું, ના ઉતાવળમાં છું, ફરી ક્યારેક, અને એ જતી રહી.
અને મમ્મીએ ગીફ્ટબોક્ષ ખોલ્યું, તો અંદરથી નીકળ્યું,
લોહીમાં ઝબોળાયેલું પપ્પાનું આઈ કાર્ડ,
કપાયેલા હાથના કાંડા ઉપર 7-40 વાગે અટકી પડેલું ઘડીયાળ,
મુઠ્ઠીમાં સજ્જડ પકડાયેલું હેપ્પી બર્થ ડે લખેલું ગીફટ પેકેટ,
અને મમ્મી ધડામ દઈને નીચે ફસડાઈ પડી।
કબાટ પાછળથી દોડી આવેલો ચિંટુ બોલી ઉઠ્યો, શું થયું? મમ્મી શું થયું?
ના રે ના બીજું કશું જ નથી થયું,
નાના ઘરોમાં નાના નાના વિસ્ફોટ સિવાય!!!!!????

Friday, 19 October 2012
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં – કૃષ્ણ દવે
http://www.youtube.com/watch?feature=player_embedded&v=YHr54FCD83g
ઉગાડે એમ કદી ઉગવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં
ધગધગતા તડકાના પેગ ઉપર પેગ અને ઉપરથી આખું વેરાન,
નિરાંતે બેસી જે ભરચક પીવે ને એને પાલવે આ લીલાં ગુમાન,
રોકે કદાચ કોઈ ટોકે કદાચ તોય મહેફિલથી કોઈ દિવસ ઉઠવાનું નહીં

આપણે તો એનીયે સમજણ શું રાખવી આ મસ્તીમાં ખરવું કે ફાલવું,
આપણા તો લીલાછમ લોહીમાં લખેલું છે ગમ્મે તે મોસમમાં મ્હાલવું,
અરે હસવું જો આવે હસવું બેફામ અને આંસુ જો આવે તો લૂછવાનું નહીં

ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું ? ધરવાનું આપણું જ ધ્યાન,
પથ્થર ને માટીના ભૂંસી ભૂંસીને ભેદ કરવાનું લીલું તોફાન,
દેખાડે આમ કોઈ દેખાડે તેમ તોય ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં

પણ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં…
- કૃષ્ણ દવે

Subscribe to:
Posts (Atom)