Monday 14 March 2016

મારે ફરી એકવાર શાળાએ જવું છે...

મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

દોડતાં જઈને મારી રોજની
બાંકડીએ બેસવું છે,

રોજ સવારે ઊંચા અવાજે
રાષ્ટ્રગીત ગાવું છે.

નવી નોટની સુગંધ લેતાં
પહેલા પાને ,

સુંદર અક્ષરે મારું નામ
લખવું છે.

...મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

રીસેસ પડતાં જ વોટરબેગ
ફેંકી,

નળ નીચે હાથ ધરી પાણી
પીવું છે.

જેમ તેમ લંચબોક્સ
પૂરું કરી...

મરચુ મીઠું ભભરાવેલ,
આમલી-બોર-જમરુખ-
કાકડી બધું ખાવું છે.

સાઈકલના પૈડાની સ્ટમ્પ
બનાવી ક્રિકેટ રમવું છે,

કાલે વરસાદ પડે તો નીશાળે
રજા પડી જાય ,

એવાં વિચારો કરતાં રાતે
સુઈ જવું છે,
અનપેક્ષીત રજાના આનંદ
માટે...

મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

છૂટવાનો ઘંટ વાગવાની રાહ
જોતાં,

મિત્રો સાથે ગપ્પાં મારતાં
વર્ગમાં બેસવું છે.

ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ
કરીને,

સાઈકલની રેસ લગાવતાં ઘેર
જવું છે.

રમત-ગમતના પીરીયડમાં...

તારની વાડમાંના બે તાર
વચ્ચેથી સરકી બહાર ભાગી
જવું છે.

તો ભાગી જવાની મોજ
અનુભવવા...

મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

દીવાળીના વેકેશનની રાહ
જોતાં,

છ માસીક પરીક્ષાનો અભ્યાસ
કરવો છે.

દીવસભર કિલ્લો બાંધીને માટીને
પગથી તોડી,

હાથ ધોયા વિના ફરાળની
થાળી પર બેસવું છે.

રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા
પછી,
તેમાંથી ન ફૂટેલા ફટાકડા
શોધતાં ફરવું છે.

વેકેશન પત્યા પછી બધી
ગમ્મતો દોસ્તોને કહેવા...

મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

કેટલીયે ભારે જવાબદારીઓના
બોજ કરતાં ,

પીઠ પર દફતરનો બોજ
વળગાડવો છે....

ગમે તેવી ગરમી મા
એરકંડીશન્ડ ઓફીસ કરતાં,

પંખા વીના ના વર્ગમાં બારી
ખોલીને બેસવું છે.

કેટલીયે તૂટ્ફૂટ વચ્ચે
ઓફીસની આરામદાયક ખુરશી
કરતાં,

બે ની બાંકડી પર ત્રણ
દોસ્તોએ બેસવું છે...

"બચપણ પ્રભુની દેણ છે"-
તુકારામના એ અભંગનો
અર્થ હવે થોડો સમજમાં
આવવા માંડ્યો છે.

એ બરાબર છે કે નહી તે
સાહેબને પુછવા માટે...

મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

નાનો હતો ત્યારે જલ્દી મોટા
થવું હતું...

આજે જયારે મોટો થયો ત્યારે
ખ્યાલ આવે છે કે,

"તૂટેલા સ્વપ્નો" અને
"અધુરી લાગણીઓ" કરતા-

"તૂટેલા રમકડા" અને
"અધૂરા હોમવર્ક" સારા હતા..

આજે સમજાય છે કે જયારે
"બોસ" ખીજાય એના કરતા,

શાળા માં શિક્ષક "અંગુઠા"
પકડાવતા હતા એ સારું હતું...

આજે ખબર પડી કે ૧૦-૧૦
રૂપિયા ભેગા કરી ને જે
નાસ્તા નો જે આનંદ આવતો
હતો એ આજે "પીઝા" મા
નથી આવતો...

ફક્ત મારેજ નહી,
-આપણે બધાને ફરી સ્કુલે
જવું છે...
I miss my school days.....

Miss my all frnds...

Friday 4 March 2016

Gujarati Shayri

તમે કોઈની સાથે રહેવા માટે પરણતા નથી હોતા.
તમે એવી વ્યક્તી સાથે પરણતાં હો છો કે,
જેના વીના તમે રહી શકતા નથી.
કોઈની પણ સાથે પ્રેમમાં ન પડો અથવા,
પ્રેમની અભીવ્યક્તી ન કરો.
ચાર દીવસના સુખ કરતાં
આખા જીવનની એકલતા વધારે ઈચ્છવાયોગ્ય છે.
જન્મ એક શરૂઆત છે
મૃત્યુ આખરી મુકામ
અને જીવન એક મુસાફરી.
મુસાફરીઓ થતી રહે…
પ્રેમ નો નશો ઓછો નથી હોતો,
બધાના નસીબમા જન્મો જન્મ નથી હોતો
પ્રેમ નુ ઔસધ સોધાય તો થીક છે,
બાકી પ્રીયતમ ના સ્પૅશ જેવો કોઇ મલમ નથી હોતો .
પ્રેમ ની લગણી ક્યારેય
નથી મારતી પણ
પ્રેમ ની અપેક્ષાઓ
જરૂર મરી નાખે છે.

Wednesday 2 March 2016

Gujarati Shayri

જીવનમા એટલી બધી ભુલ ન કરવી, જેથી પેન્સીલ પહેલા રબર ઘસાઈ જાય…
.પ્રેમ નો નશો ઓછો નથી હોતો,
બધાના નસીબમા જન્મો જન્મ નથી હોતો
પ્રેમ નુ ઔસધ સોધાય તો થીક છે,
બાકી પ્રીયતમ ના સ્પૅશ જેવો કોઇ મલમ નથી હોતો .
પ્રેમ એટલે કે તારા ગાલો ના ખાડા મા ડુબી જતાઁ મારા ચોર્યાસી લાખ વહાણો નો કાફલો….
જિગરના ટુકડાઓને વિણવા નિકળ્યોછુ
નાજાણે કોના પ્રેમને શોધવા નિકળ્યોછુ
રાતના અંધારામા દિવો લઇને નિકળ્યોછુ
પ્રેમના નગરમા પ્રેમને શોધવા નિકળ્યોછુ

બાળપણની ડરામણી વાતો

નાનપણમાં કેટ-કેટલીય વાર સાંભળેલી દસ વાતો: 
.
.
.
.
1. જો..જો..! કીડી મરી ગઈ..!!
(સાલું, વાગ્યું હોય આપણને, અને મરી જાય કીડી ..? કમાલ છે..)
2. મોટો થઈશ ને.. એટલે લાવી આપીશ..!
(જાણે કેમ કે, પ્રોપર્ટીમાંથી કોઈ ભાગ
માગી લીધો હોય..)
3. આવું ના બોલાય, પાપ લાગે..!
(આવું આવું જ કહીને કાયમ ડરાવે રાખ્યા હતા.)
4. સુઈ જા, નહીં તો બાવો આવશે..!
(હા.. જાણે બધા બાવા નવરા જ બેઠા હોય ને ..!)
5. આ ગંદુ છે. ચલ, આપણે બીજું રમકડું લઇ લેશું..!
(જેવું ખબર પડે, કે આ મોંઘું છે, કે તરત તે ગંદુ બની જાય...!)
6. રડવાનું બંધ કર, તો ચોકલેટ મળશે..!
(ને પછી, ચોકલેટ ખાવાની તો કાયમ 'ના' જ પાડતા...!)
7. જલ્દી ખાઈ લે નહીં તો પેલી બેબી
ખાઈ જશે...!
(પેટ ભલેને ફાટી જતું હોય, તો પણ પેલી બેબીના ડરને લીધે, ત્યારે ને ત્યારે ખાવું પડતું..!)
8. બા..બા જવું છે ને,.? તો જીદ નહીં કર..!
(બા..બા જવાની આશામાં ને આશામાં છોકરું થાકીને સુઈ જાય, પણ તેમનો તો મુડ જ ના બનતો ...!)
9. તું તો ડાહ્યો દીકરો છે ને મારો..?
(હા... તો શું એમ કહીને બધા કામ કરાવી લેવાના...? )
અને સહુથી જક્કાસ તો આ...!
10. એ...ઈ...! કાગો લઇ ગ્યો, જો....!
(મા-કસમ, એક મચ્છર પણ આસપાસ ઉડતો ના હોય, એ વખતે..!!)