Showing posts with label gujjufanclub. Show all posts
Showing posts with label gujjufanclub. Show all posts

Wednesday, 9 December 2020

સંબંધ Relation

 કદમ અટકી ગયા જયારે અમે પહોચ્યા બજારમાં,

વેચાઈ રહ્યા હતા સંબંધ, ખુલ્લે આમ વ્યાપારમાં.

ધ્રુજતા હોઠો એ અમે પૂછ્યું:

                                "શું કીમત છે સંબંધની?"


દુકાનદારે કહ્યું : કયો લેશો?

   "બેટાનો" આપું, કે "પિતાનો?" 

               "બહેનનો", કે "ભાઈનો?" કયો લેશો?


"માણસાઈનો" આપું કે "પ્રેમનો" આપું?

       "માં" નો આપું કે "વિશ્વાસનો?" કયો આપું? 

બોલો તો ખરા, ચુપચાપ ઉભા છો, 

                                      કંઈક બોલો તો ખરા!


"મેં ડરીને" પૂછ્યું : "દોસ્તનો સંબંધ?"

દુકાનદાર "ભીની આંખોથી" બોલ્યો:

"સંસાર" આ "સંબંધ" પર જ તો "ટકેલો" છે,

         "માફ કરજો! આ "સંબંધ" બિલકુલ નથી,


આનું કોઈ "મુલ્ય" લગાવી નથી શક્યુ,

                          પણ 

જે દિવસે આ વેચાઈ જશે, 

           એ દિવસે આ સંસાર ઉજ્જડ થઈ જશે.

આ રચના મારા સૌ "સ્નેહી-મિત્રોને અર્પણ" છે.

 સારૂ છે, "પાંપણનું કફન" છે,

 

       નહીંતર આ "આંખમાં" ઘણું બધું "દફન" છે!

છુ ગુજરાતી - Gujarati

 છું ગુજરાતી, ગુજરાતી સાથે લગાવ હોવો જોઈએ, 

સાથે છું હિન્દુસ્તાની, બધા સાથે ભાવ હોવો જોઈએ. 


તારું ને મારુ એથી આગળ વધો તો બને સહિયારું છે, 

દિલમાં "પ્રકાશ", એવો એકતાનો વહાવ હોવો જોઈએ.


એને દરદ કહો, કે પેઈન કહો કે કહો મર્જ ભલે "પ્રકાશ", 

શબ્દો છોને ભાત ભાતનાં, દિલનો લગાવ હોવો જોઈએ. 


ઉર્દુ હિંદી ગુજરાતી અંગ્રેજી ભાષાઓ છે ભાત ભાતની,

ભાત ભાતનાં છે મનેખ, બસ પ્રેમ પ્રભાવ હોવો જોઈએ. 


કોઈ ઈશ્વર, અલ્લાહ કોઈ જીસસ કોઈ કહે છે વાહેગુરૂ, 

નામ છો ને ભિન્ન ભિન્ન, બસ શ્રદ્ધાનો ઠરાવ હોવો જોઈએ. 


આપણે તો માણસની જાત, જાતને પુરવાર કરી શકીએ, 

"પ્રકાશ" જીંદગીમાં એવો એકાદ તો બનાવ હોવો જોઈએ. 



"પ્રકાશ-ઘાયલ"

Sunday, 19 January 2020

ચાંદની સમજી અમે ...

ચાંદની સમજી અમે મુઠ્ઠી ભરી,
મૂઠ ખોલી ત્યાં જ તડકો નીકળ્યો...

Tuesday, 7 January 2020

નામ પર તારા શિલાઓ પણ તરે...

નામ  પર  તારા  શિલાઓ  પણ  તરે,
તું   ખુદા   છે   સાવ  ઘાર્યું  ૫ણ  કરે.

કોઇ   તારો   ત્યાં   ભરોષો   શું  કરે?
જ્યાં  અમી  ઓથે  ઝહરથી સૌ મરે.

રોજ  હડસેલું  સ્મરણ   તારાં   બઘાં,
રોજ    રાતે    સ્વપ્નમાં  પાછાં  ફરે.

શ્વાસ  ચાલે   છે   વિરહના  જોશથી,
આગ  દિલની  આમ, કંઈ  રીતે  ઠરે.

ક્યારનો  ઉભો  મલમ  લઇ  હાથમાં,
આવજે   જ્યારે  જખમ  સૌ  પાંગરે.

ડર   નથી   શૈતાનનો   અમને  હવે,
ડર  હવે  છે   માણસોથી   બસ  અરે.

છે   જવાની   મંઝિલો   પર  ઝંખના,
માર્ગ  આજે  રો-કકળ   સઘળા  કરે.

© જયેશકુમાર 'જયલા'

Monday, 30 December 2019

ડર અને સંસ્કાર


દર વખતે ડર જ નથી હોતો,,
કયારેક સંસ્કાર પણ રોકી લેતા હોય છે.!

Sunday, 29 December 2019

કંઇક શીખવા માટે...

કંઇક શીખવા માટે ભૂતકાળ માં આટો મારવો ખૂબ સરસ છે....
પણ ત્યાં જ રહેવુ એ યોગ્ય  નથી.....
. . .

Monday, 9 December 2019

Gujarati Status


ફરિયાદોની પણ કિંમત છે,
બધાને નથી કરાતી...😑

Tuesday, 26 November 2019

Prediction | આગમવાણી

આગમવાણી

બેટી કમાશે બાપ ખાશે, ભૂંડો આવશે કાળ,
માવતર જણ્યા મેલશે, ભૂપ લેશે ના ભાળ;
ભૂપ લેશે ના ભાળ, માણસ માણસ ને ખાશે,
સત્ય છુપાશે સુતલ, જૂઠ્ઠા જગ વખણાશે;
જીવતા જોશે લાખણા, પાપીનાં ચડશે પાળ,
બેટી કમાશે બાપ ખાશે, ભૂંડો આવશે કાળ !

ભેળો સાળો ભુવનમાં, રહેશે દિવસ ને રાત,
કજિયાખોર કામિની, ઘણી જ ઓરશે ઘાત,
ઘણીજ ઓરશે ઘાત, બોલાવી બમણી બોલે,
એક કહો તાં તેર, સુણાવશે હોલે હોલે;
જીવતાં જોશે લાખણા, નહીં હોય નાત જાત,
ભેળો સાળો ભુવનમાં, રહેશે દિવસ ને રાત !

વિધવા શણગાર સજસે, સુહાગણ વિધવા વેશ,
સુંદરી મુંડન કરાવશે, હશે નર ને લાંબા કેશ;
નર ને લાંબા કેશવળી, ચાલશે છટકા કરતો,
બેઠી હશે બાઇ બાકડે, પુરુષ પાણી ભરતો;
જીવતા જોશે લાખણા, આ દેશ થશે પરદેશ,
વિધવા શણગાર સજસે, સુહાગણ વિધવા વેશ !

વાદળિયું વહેતી થશે, પવને કરી પલાણ,
ધરતી રહેશે તરસતી, નદિયુ સુકાશે નવાણ;
નદિયુ સુકાશે નવાણ, ખોરા સૌ ધાન જ ખાશે
મહેલો થાશે મસાણ, ત્યાં રમશે ચુડેલુ રાસે;
જીવતા જોશે લાખણા, ભુખરા ઉગશે ભાણ,
વાદળિયું વહેતી થશે, પવને કરી પલાણ !

દરિયો ડુંગર ચડશે, ડુંગર થય જાશે ધાર,
જંગલ જંગલ નહીં રહે, વસ્તિનો થશે વિસ્તાર;
વસ્તિનો થશે વિસ્તાર, વનચર નગર વસશે,
તસુ ધરા ને કાજ, બેટા બાપ ને મારવા ધસશે;
જીવતા જોશે લાખણા, ભાઈ ભાઈ નો ખાર,
દરિયો ડુંગર ચડશે, ડુંગર થય જાશે ધાર !!

આપણી આસપાસ ના સગા-વહાલાઓ અને ઓળખીતાઓ પર એક નજર નાખજો, આમાથી ઘણી વાત સાચી પડતી જાય છે.

Wednesday, 28 August 2019

Rain of Love | પ્રેમ નો વરસાદ

ભર ચોમાસે આવી આજ મને કોઈ  તરસાવી ગયું,
દિલમા મારા   પ્રેમનો  વરસાદ  કોઈ  વરસાવી ગયું.

વહી ગયાં મૂશળધાર ઝરણાં મારી આંખોમાથી યારો,
પથ્થર  દિલના મારા હૈયાને આજ  કોઈ રડાવી  ગયું.

ભીતરની જમીન હતી  મારી કોરી ધાકોર  જેવી યારો,
નાની સરીખડી યાદની  લ્હેરખુ  ભીતરે  ભીંજવી ગયું.

કેટલી ચાહી હતી મે દિલો જાનથી પણ  વધારે યાર,
આપી વિરહની વિદાય મને છેક ઝાંપે કોઈ વળાવી ગયું

કેમેય કરી હમજાવવી આ મનમોજી જાતને  મોજીલા,
વગર નશાએ આજ મને કોઈ ગજબનું લથડાવી ગયું.

- જાલમસિંહ વાઘેલા "મોજીલો" માસ્તર.......

Friday, 7 September 2018

SAMBANDHO NI SONOGRAPHY Full Gujarati Movie | Free Download

Gujarati Movie  Full Free Download - Sambandho ni Sonifraphy




Writer, Director, Acted ( Triple Roles ) by JAIKRUSHNA RATHOD , Producer KIRIT RATHOD , Cinematography JAISINGH RAJPUROHIT , Music Director SAMIR-MANA , Lyric DAVE JIGAR . Dr BHAGYESH JHA , Artiste : HASMUKH BHAVSAR, NUPOOR DANI,KAMINI PANCHAL,SHILPA THAKAR,HINA DOHARE, & Special Appearance BHOOMI TRIVEDI.