નામ પર તારા શિલાઓ પણ તરે,
તું ખુદા છે સાવ ઘાર્યું ૫ણ કરે.
કોઇ તારો ત્યાં ભરોષો શું કરે?
જ્યાં અમી ઓથે ઝહરથી સૌ મરે.
રોજ હડસેલું સ્મરણ તારાં બઘાં,
રોજ રાતે સ્વપ્નમાં પાછાં ફરે.
શ્વાસ ચાલે છે વિરહના જોશથી,
આગ દિલની આમ, કંઈ રીતે ઠરે.
ક્યારનો ઉભો મલમ લઇ હાથમાં,
આવજે જ્યારે જખમ સૌ પાંગરે.
ડર નથી શૈતાનનો અમને હવે,
ડર હવે છે માણસોથી બસ અરે.
છે જવાની મંઝિલો પર ઝંખના,
માર્ગ આજે રો-કકળ સઘળા કરે.
© જયેશકુમાર 'જયલા'
No comments:
Post a Comment