Wednesday, 9 December 2020

છુ ગુજરાતી - Gujarati

 છું ગુજરાતી, ગુજરાતી સાથે લગાવ હોવો જોઈએ, 

સાથે છું હિન્દુસ્તાની, બધા સાથે ભાવ હોવો જોઈએ. 


તારું ને મારુ એથી આગળ વધો તો બને સહિયારું છે, 

દિલમાં "પ્રકાશ", એવો એકતાનો વહાવ હોવો જોઈએ.


એને દરદ કહો, કે પેઈન કહો કે કહો મર્જ ભલે "પ્રકાશ", 

શબ્દો છોને ભાત ભાતનાં, દિલનો લગાવ હોવો જોઈએ. 


ઉર્દુ હિંદી ગુજરાતી અંગ્રેજી ભાષાઓ છે ભાત ભાતની,

ભાત ભાતનાં છે મનેખ, બસ પ્રેમ પ્રભાવ હોવો જોઈએ. 


કોઈ ઈશ્વર, અલ્લાહ કોઈ જીસસ કોઈ કહે છે વાહેગુરૂ, 

નામ છો ને ભિન્ન ભિન્ન, બસ શ્રદ્ધાનો ઠરાવ હોવો જોઈએ. 


આપણે તો માણસની જાત, જાતને પુરવાર કરી શકીએ, 

"પ્રકાશ" જીંદગીમાં એવો એકાદ તો બનાવ હોવો જોઈએ. 



"પ્રકાશ-ઘાયલ"

No comments:

Post a Comment