Tuesday, 21 August 2018

Gujarati Kavita


❛એક મોકો મેં ગુમાવ્યો, કોઇને કહેશો નહીં,
હું મને ના ઓળખાયો, કોઇને કહેશો નહીં.

આયનો પ્રતિબિંબ મારું જોઇને બોલ્યો હતો,
જાતમાં તું ભેરવાયો, કોઇને કહેશો નહીં.

આંખને બદલે હ્રદયથી એ મને વાંચી ગયો,
મેં અભણ એને ગણાવ્યો, કોઇને કહેશો નહીં.

એક વેળા ઇશ્વરે પૂછયું તને શું જોઇએ,
માંગવામાં છેતરાયો, કોઇને કહેશો નહીં.❜
- ​ગૌરાંગ ઠાકર​

No comments:

Post a Comment