તુ એટલે....
તું એટલે મારા જીવનનો એવો પ્રકાશ કે જેના પડવાથી જ મારા દિવસની શરૂઆત થઈ જાય...
તું એટલે...
તું એટલે મારા જીવનનું એવું પાનુ કે જેને વાંચવાથી ખુશીનો અહેસાશ થઈ જાય...
તું એટલે...
તું એટલે મારા જીવનનો એવો અવાજ કે જેને સાંભળવાની સાથેજ એક દિલમાં સૂકૂન આવી જાય...
તું એટલે...
તું એટલે મારા જીવનનો પહેલો વરસાદ કે જેના અવવાની સાથેજ મારા જીવનમાં ચારે બાજુ ભીની માટીની સુગંધ છવાય જાય....
No comments:
Post a Comment