❛કાનમાં કિલોની કડીયુ,
લાંબા છુટ્ટા કેશ,
કળીયુગે યુવાન તે આ,
કેવો ધર્યો વેશ...!
કોઠા સુઝ કળાતી ના,
ન બાકી બચ્યુ શેષ,
આટલામાં સમજાય તો,
કહેવુ ન કાંઈ વિશેષ...!
ન બાકી બચ્યુ શેષ,
આટલામાં સમજાય તો,
કહેવુ ન કાંઈ વિશેષ...!
ધાર્યુ મનનુ કરતો ને,
આખા દિ' બસ ટેસ,
વડિલોનીય ભાગવતને,
સુણે જાણે ભેંસ...!
આખા દિ' બસ ટેસ,
વડિલોનીય ભાગવતને,
સુણે જાણે ભેંસ...!
અભિમાનમાં ચાલતો ને,
ઉંચા રાખી ફેસ,
પછડાતો એ ભોંયતળે,
પગમાં લાગી ઠેંસ...!
ઉંચા રાખી ફેસ,
પછડાતો એ ભોંયતળે,
પગમાં લાગી ઠેંસ...!
ઈજ્જતની તુય ખભે,
રાખને હવે ખેસ,
થાક્યો ને, તો આવી આફોડો,
આમ ઓરો તુ બેસ...!❜
- અમિત બાબરીયા "રાધે"
રાખને હવે ખેસ,
થાક્યો ને, તો આવી આફોડો,
આમ ઓરો તુ બેસ...!❜
- અમિત બાબરીયા "રાધે"
No comments:
Post a Comment