Tuesday, 21 August 2018

Gujarati Kavita


❛ઇશ..પ્રેમ....ગઝલ...

પ્રેમનો પત્ર આવતાં ઇશ્વરનું આજ ચરણ મળે..
વાંચવા જાઉં ને મારામાં જ સાવ અભણ મળે...

મૃગજળ પાછળ અચાનક દોડવા જાઉં ને હું..!
શોધતો મારીચ, ને સીતાનું ક્યાંક હરણ મળે...

રામ જેવો ભાઇ ક્યાં શોધીશ આખા વિશ્વમાં..
બાંધવા એવી લકિરને કોઇ એ જ લક્ષ્મણ મળે...

શોધતો ભાગીરથીમાં ભાગ્યના વ્યવહારને..
પુણ્ય સાથે પાપ ધોવા કોઇ એક ઝરણ મળે...

કાલ કરવા કામ કહેતો હું ભલો જગતાતને..
આંખ ખૂલે ને તરત એ ઢોલિયે જ મરણ મળે...❜
- જગત

No comments:

Post a Comment