❛બસ ભાગ્ય એટલું ફળે, તો પણ ઘણુંય છે,
એકાદ-વાર એ મળે, તો પણ ઘણુંય છે.
એ ના કરી શકે જો કબુલાત પ્રેમની ,
આંખો મળે, નજર ઢળે, તો પણ ઘણુંય છે.
પથ્થર બની યુગોથી આંખમાં રહ્યા,હવે,
થોડાક આંસુ ઓગળે, તો પણ ઘણુંય છે.
ભીંતે જડી છબી ભલે બોલે કશું નહીં,
અંદર કશુંક સળવળે,તો પણ ઘણુંય છે.
આંખે સમાય એટલું આકાશ હોય બસ,
ને હો જમીન પગ તળે,તો પણ ઘણુંય છે.
બસ એટલી કૃપા મળે પરવરદિગારની,
જીવી શકું સ્વયંબળે,તો પણ ઘણુંય છે.❜
- પ્રો.મહેશભાઈ મકવાણા
No comments:
Post a Comment