આજ રોજ એ મળી છે
ને મુલાકાત જો ફળી છે.
શમણે રાત સળવળી છે
જાગવાને પળો મળી છે.
એકલતાની આ અટારીએ
રંગીન મુલાકાતો ભળી છે.
બગીચાની એ પાટલી હવે
અડોઅડ યુગ્મે જળી છે.
અંધારી જો આ ઝુપડી મહીં
એ દીપ બની ઝળહળી છે.
લાંબો પંથ ને રસ્તો કઠીન ખરો "નીલ "
પણ એક મુલાકાતે બાધા બધી ટળી છે.
રચના:નિલેશ બગથરિયા
"નીલ "
રાણપર
તા.ભાણવડ
જિ.દેવભૂમિ દ્વારકા.
No comments:
Post a Comment