❛ભાર ખાલી ક્ષણનો કાયમ હોય છે.
કાં પછી, સમજણનો કાયમ હોય છે.
ટાઢ, તડકો, ઝાંઝવા ને થોર થી ,
દબદબો તો રણનો કાયમ હોય છે.
કોરું મન, તરસ્યા નયન, વ્હેતો સમય,
પ્રશ્ન બસ, આ ત્રણનો કાયમ હોય છે.
ચાસ ચહેરા પર સમય પાડે અને,
વાંક એ દર્પણનો કાયમ હોય છે.
સાવ સાચી વાત કરવી હોય પણ..
ડર સવાયા 'પણ' નો કાયમ હોય છે.❜
- લક્ષ્મી ડોબરિયા
No comments:
Post a Comment