Saturday, 25 August 2018

Gujarati Kavita

નથી મળતો નિરાંતે આવ આજે !
કરે કોશિશ અવાશે આવ આજે !
વિખેરાઈ ગયાં’તા આપણે જ્યાં
ગલીના એજ નાકે આવ આજે.
હજી પણ ચાંદ ઉગે છે ઝરુખે
સખી દર્શનની પ્યાસે આવ આજે.
ફરે છે દિલ મહીં કૈં ભાર લૈને
અહીં હળવું થવાશે, આવ આજે!
અધુરી એક કહાણી પુરી કરવા
હું આવું ? કે તું જાતે આવ આજે !
અરે આ ધડકનોને શું થયું છે?
કે મારા દિલના ઝાંપે આવ આજે !
ન મળવાના બહાના પુરા થૈ ગ્યા
અમસ્તા કો’ બહાને આવ આજે !

- ચેતન ફ્રેમવાલા

No comments:

Post a Comment