Saturday, 25 August 2018

Gujarati Kavita

જે ચેહરો મને કાયમ ગમે છે
પણ એ ક્યાં મને ગળે મળે છે.

કદાચ એ આવવા ઇચ્છતા હશે
પણ વચ્ચે એક દીવાલ નડે છે.

એ તરફ ગયા હસે મને મળવા
પગરવ અહી એમનાં નજરે ચડે છે.

હજાર દુઆ થાય કૂબૂલ એવી કરો દુઆ
અહીં એક પણ દુઆ ક્યાં મારી ફડે છે.

પાસ હોવાં છતાં સ્પર્શી ન શકુ, તને
વિરહમાં એનાં હૈયુ ભડ ભડ બળે છે.

થયો હો સુખી કોઇ પ્રેમ માં, બતાવો
ચેહરો એવો ક્યાં કોઇ નજરે ચડે છે.

બધો આધાર એની હા પર રહેલો છે
તને આજ હાથ જોડી કરગરે છે.

No comments:

Post a Comment