એક ગુજલીસ રચના....✍✍✍
પ્રેમ કર્યો મારી સાથે ને બીજા જોડે એ Talk કરે છે,
લાગણીઓ મારી હડસેલી હવે મને એ block કરે છે.
કંઈ મારી વાતનું એને વસમું લાગ્યું ક્યાં મને જણાવે છે;
પૂછવા જાવું સમાચાર એના તો મોઢું એનુ lock કરે છે.
કામ ઘરના આયા કરે ને ફળિયા જેવી મોટી મોટી ફાંદો,
શરીર ઉતારવા વહેલાં વહેલા જોગીંગ ને walk કરે છે.
કામ કરવું નથીને હરાયા ઢોરની માફક રખડવું છે,
ભીખ માગવા ઘરનાં બારણે બારણે એ knock કરે છે.
પોતે જ મોટો છે આ કામ પોત જ કરી શકે માને એવુ,
ઉડાવી ગરીબ-અપંગોની ઠેકડી એમની એ jock કરેછે.
-"મોજીલો "માસ્તર .......
No comments:
Post a Comment