Friday, 14 September 2018

Gujarati Kavita

એક મોકો મેં ગુમાવ્યો, કોઇને કહેશો નહીં,
હું મને ના ઓળખાયો, કોઇને કહેશો નહીં.

આયનો પ્રતિબિંબ મારું જોઇને બોલ્યો હતો,
જાતમાં તું ભેરવાયો, કોઇને કહેશો નહીં.

આંખને બદલે હ્રદયથી એ મને વાંચી ગયો,
મેં અભણ એને ગણાવ્યો, કોઇને કહેશો નહીં.

એક વેળા ઇશ્વરે પૂછયું તને શું જોઇએ,
માંગવામાં છેતરાયો, કોઇને કહેશો નહીં.

- ​ગૌરાંગ ઠાકર​

No comments:

Post a Comment