કેવું છળ કરે છે,
ઈચ્છાને શરમાવે છે.
છે જાતનો તો ઈશ્વર
માણસને ભરમાવે છે.
પરમેશ્વર બનીને પોતે
પરપંચ પ્રસરાવે છે.
મૂર્તિ બનીને એ જ તો
માયાને મમળાવે છે.
ભ્રામક દિશાઓ ઓઢી
ભૂરકી ભભરાવે છે.
બહુરૂપી છે બડો એ
હાજર નામો બદલાવે છે.
ધ્યાન રાખજો તમે પણ,
ગઠીયો થઇ ગોતાવે છે.
ખુદના વખાણ કરવા,
તે વ્યાસ થી વર્તાવે છે.
માણસના હાથે છટકવા,
જાત દઈને જન્માવે છે.
ખુદના ગુના વધે ત્યારે,
સજા કટવા આવે છે,
તોયે શબ્દયાજી કેવો?
અવતાર ગણાવે છે !
-આનંદ ઠાકર
ઈચ્છાને શરમાવે છે.
છે જાતનો તો ઈશ્વર
માણસને ભરમાવે છે.
પરમેશ્વર બનીને પોતે
પરપંચ પ્રસરાવે છે.
મૂર્તિ બનીને એ જ તો
માયાને મમળાવે છે.
ભ્રામક દિશાઓ ઓઢી
ભૂરકી ભભરાવે છે.
બહુરૂપી છે બડો એ
હાજર નામો બદલાવે છે.
ધ્યાન રાખજો તમે પણ,
ગઠીયો થઇ ગોતાવે છે.
ખુદના વખાણ કરવા,
તે વ્યાસ થી વર્તાવે છે.
માણસના હાથે છટકવા,
જાત દઈને જન્માવે છે.
ખુદના ગુના વધે ત્યારે,
સજા કટવા આવે છે,
તોયે શબ્દયાજી કેવો?
અવતાર ગણાવે છે !
-આનંદ ઠાકર
No comments:
Post a Comment