સાંજ થઈ, અખબારજીની દિવસતા, કેટલી ઓછી થઈ?
બંધ આ ઘડિયાળજીની સમયતા, કેટલી ઓછી થઈ?'યાદ આવ્યું ગામ, ને આંખ ભીની થઈ નહીં' ના કારણે,
એક એ વસનારજીની નગરતા કેટલી ઓછી થઈ?
છાપરું કંઈ બોલશે તો પછી હાલત થશે એ બીકથી,
આજ આ વરસાદજીની હરફતા કેટલી ઓછી થઈ?
કેટલા વર્ષો પછી સામા મળ્યા એક પળ એ, એ પછી,
આપણા મનરાયજીની વગરતા કેટલી ઓછી થઈ?
No comments:
Post a Comment