એવુ ન હતું કે રમેશ પારેખે જ આવા ગીતો Introduce કર્યા, કયા ગીતો! છોક્કરી
ગીતો...એવી ઉંમરના યુવક-યુવતીની વાત કે જે હજુ હમણાં સુધી કિશોર-કિશોરી,
તરુણ-તરુણી હતા અને હજુ Full-Fledged યુવાન-યુવતી થયા નથી..એ કઈ ઉંમર..જી
હા.. એ ઉંમર 16ની...
આવા ગીતો તો એ પહેલા ય હતા..
થાંભલીનો ટેકો ને ઓશરીની કોર,
કણબીની છોકરી એ પાળ્યો છે મોર
મોર ટહૂકા કરે
.....પણ સાહેબ..રમેશ પારેખે એ 16 વર્ષની છોકરી ને છોક્કરી બનાવી અને એના માટે શ્રી મુકુલ ચોકસીએ કહ્યું,
કાનથી સુંઘાય નહીં, તો ય કોઇ કાનમાં રોજ પૂમડું અત્તરનું ખોસે,
એવી રીતે એક છોક્કરીને વર્ષ સત્તરમું બેસે.........
શ્રી રમેશ પારેખે લખેલું મારું પ્રિય છોક્કરી ગીત,
એક છોકકરાએ સીટીનો હિંચકો બનાવીને છોક્કરીને કીધું, લે ઝૂલ,
પછી છોક્કરાએ સપનાનું ખીસ્સુ ફંફોસીને સોનેરી ચોકલેટ કાઢી રે,
ને છોક્કરીની આંખમાંથી સસલીના ટોળાએ ફેંકી ચીઠ્ઠીઓ અષાઢી રે,
સીધ્ધી લીટીનો સાવ છોક્કરો, તે પલળ્યો ને બની ગયો બે-ત્રણ વર્તુળ
છોક્કરીને શું એ તો ઝૂલી, તે એને ઘેર જતા થયું સહેજ મોડું રે,
જે કંઈ થવાનું હતું એ છોક્કરાને થયું, એના સાનભાન ચરી ગયું ઘોડું રે,
બાપાની પેઢીએ બેસીને રોજ-રોજ ચોપડામાં ચીતરતો ફૂલ...
અને for a change..આ વખતે એક મારું છોક્કરી ગીત...
બારી ખોલો તો આકાશે સૂરજ નામે શૂન્ય મળે
સામેની બારી જુઓ તો છોકરી નામે પૂણ્ય મળે
છોકરી ના હોય તો એની બારીમાં જોવાનો મહિમા અપરંપાર છે
છોકરી ને જોવાની માનતામાં છોકરાના કપાળે ચોખા ચાર છે
બારીમાં છોકરીએ સૂક્વ્યો રુમાલ, છોકરાને માટે તો પૂજ્ય મળે
મંદિરમાં છોકરીના પગલાં પડે તો મંદિર આ આખું છલકાય છે,
આજકાલ છોકરાઓ ધાર્મિક થયા કહી પૂજારી મનમાં હરખાય છે
મૂર્તીના દર્શન તો થાય ત્યારે થાય, એને છોકરીના દર્શનથી ધન્ય મળે
બારીમાં આવીને વાળને સંવારવાનો છોકરીનો રોજનો ક્ર્મ,
છોકરીને વાંચવાને વાંચવામાં બગડ્યો, છોકરાનો અભ્યાસક્રમ
છોકરીને વાંચવામાં અવ્વલ નંબર, પછી છોને પરીક્ષામાં શૂન્ય મળે
નોટોની આપ-લેના સરળ કારણસર, છોકરીના ઘેર આંટાફેરા,
છોકરાની કલ્પનાને ફૂટી ગઈ પાંખ, મનમાં એ રોજ ફરે ફેરા
ધારોકે છોકરીનું ક્યાંક બીજે થાય, તો છોકરો નામે નગણ્ય મળે
-2002-03

No comments:
Post a Comment