Thursday, 18 October 2012

“નુતનવર્ષાભીનંદન”

સદાય કરે સૌભાગ્ય આપને તીલક ચંદન,
પહોંચે સુવાસ આપની અમેરીકા અને લંડ્ન,
ઉત્તમ ઉપજે વીચારો કરીને મનોમંથન,
રહે આંખે અંજાયલું સફળતા નું અંજન,
આપના ગાલે પડ્તું રહે આનંદનું ખંજન,
રહો સલામત આપ અને આપ ના સ્વજન,
જીવનમા હમેશાં મળતું રહે મનોરંજન,
વરસાવે આશિષ આપ પર રધુનંદન,
આપના પ્રેમ બદલ સૌને મારા વંદન,
“શબ્દ્શ્યામ”ના આપને નુતનવર્ષાભીનંદન…
– આપનો,
“શબ્દ્શ્યામ”-આશિષ ઠાકર.

No comments:

Post a Comment