અમેરિકાસ્થિત શાયર સુધીર પટેલની એક ગઝલ - ઉપાડ બહુ સુંદર છે. સરળ શબ્દો અને
શેર એની શેરિયતને સાચવીને જ્યારે છેલ્લા શબ્દોમાં ઉઘડે છે ત્યારે વાહ થઈ
જવાય છે.
હોય જે કૈં શક્યમાં મળજો મને,
સાવ પૂરા સત્યમાં મળજો મને.
ના રહે અવકાશ કોઈ તર્કનો,
શુધ્ધ એવા તથ્યમાં મળજો મને.
સ્થિર રાખી ચિત્ત હું વીંધી શકું,
એમ ફરતા લક્ષ્યમાં મળજો મને!
બસ મળો તો આપણા થૈને મળો,
ના કદી પણ અન્યમાં મળજો મને.
કોઈ અંતિમનો નથી આગ્રહ 'સુધીર',
એ જ ઈચ્છું મધ્યમાં મળજો મને!
હોય જે કૈં શક્યમાં મળજો મને,
સાવ પૂરા સત્યમાં મળજો મને.
ના રહે અવકાશ કોઈ તર્કનો,
શુધ્ધ એવા તથ્યમાં મળજો મને.
સ્થિર રાખી ચિત્ત હું વીંધી શકું,
એમ ફરતા લક્ષ્યમાં મળજો મને!
બસ મળો તો આપણા થૈને મળો,
ના કદી પણ અન્યમાં મળજો મને.
કોઈ અંતિમનો નથી આગ્રહ 'સુધીર',
એ જ ઈચ્છું મધ્યમાં મળજો મને!
No comments:
Post a Comment