Tuesday, 30 July 2013

ચાહું છું (Love You)












તારા વિયોગ માં ગમ નું ગીત બનવા ચાહું છું
તારા આગમન ની સોહામણી સવાર બનવા ચાહુ છું
તારી ખુશી માં તારા ચહેરા નું સ્મિત બનવા ચાહું છું
તારા ગમ માં તારી પરિપક્વ વિચારધારા બનવા ચાહું છું
તારી હળવાશ માં તારા પ્રેમ ની મિરાત બનવા ચાહું છું
તારા સંઘર્ષ માં તારું મક્કમ મનોબળ બનવા ચાહું છું
ફક્ત એટલુજ કહેવા માંગું છું કે
બની શકું તો તારી નબળાઈ નહીં, તારી તાકાત બનવા ચાહું છું
– પૂનમ દોશી

No comments:

Post a Comment