નથી ઈચ્છતો હું ચાંદ કે ,
નથી ઈચ્છતો હું સિતારો ,
નથી ઈચ્છતો હું દરિયો કે ,
નથી ઈચ્છતો હું કિનારો,
કેમ કે પ્રથમ પ્રેમ છે આ મારો એટલે નથી ઈચ્છતો હું ઇનકાર તમારો.
ગમી છે આપની ગાઢ મૈત્રી ,ને ગમશે સદા,
પણ દિલમાં અમારા પ્રેમ છે, એટલે જરા ઇજહાર સારો
ને કેહવાય છે કે નસીબદાર ને જ એનો પ્રેમ મળે છે
તો મળે જો પ્રેમ તો એને પ્રેમથી આવકારો,
કેમ કે પ્રથમ પ્રેમ છે આ મારો .
આંખો જૂએ છે અમારી, રોજ દુનિયાના હસીન ચેહરાઓ
પણ આ દિલમાં વસ્યો છે ,બસ અનોખો ચેહરો તમારો,
તમે’ હા ‘ કહેશો તો એ એક ચમત્કાર હશે ,
ને એનાથી ‘આકાશ’ કેટલો ખુશ જરા એ તો વિચારો,
કેમ કે પ્રથમ પ્રેમ છે આ મારો .
ચાહું છું હું તમને, ને ચાહતો રહીશ સદા તમને
બસ , એકવાર આ હકીકત તો સ્વીકારો
તમારા સિવાય ,ચાહના નથી મને એકેય ‘જન્નત’ ની
પછી ભલે ને મળે મને’ જન્નત’ હજારો,
કેમ કે પ્રથમ પ્રેમ છે આ મારો .
આશા છે એક ‘હા’ ની તમારી પાસેથી
એટલે આપજો આપનો પ્રતિભાવ જરા સારો
બાકી ‘ના’ કહેશો એનો વાંધો નહિ હોય મને
શું કર્યો છે મેં ક્યારેય વિરોધ તમારો ?
કેમ કે પ્રથમ પ્રેમ છે આ મારો.
અંતે સાચું કહું છું
નથી ઈચ્છતો હું દુનિયાની બીજી કોઈ પણ ખુશી
હું તો ઇચ્છુ છું, બસ સહારો તમારો
જિંદગી આખી, પૂરી થઇ જશે આનંદથી મારી
જો હશે જિંદગી માં સદાય સાથ તમારો, સંગાથ તમારો
શું મળશે અમને જીવનમાં સાથ તમારો
મેહરબાની કરીને જરા જવાબ આપજો ?
No comments:
Post a Comment