સૌ વ્યસ્ત છે અહીંયાં ગરદન ઝુકાવવામાં
મેદાન મોકળું છે મસ્તક ઉઠાવવામાં
જો રહી જશે ઉણપ, તો ના માફ કોઈ કરશે
ના કર કદી ઉતાવળ મૂર્તિ બનાવવામાં
પાછો ફરું છું કાયમ એને મળ્યા વગર હું
મશગૂલ હોય છે એ રંગો ઉડાડવામાં
છતની મિલીભગતથી ઘરમાં ઘૂસી ગયા'તા
વરસો વીતી ગયાં એ ધબ્બા હટાવવામાં
બદલાઈ જાય કોઈ સાથે જો હસ્તરેખા
ઉત્સુક છું હાથ સૌની સાથે મિલાવવામાં
No comments:
Post a Comment