
અતિ મોહક અતિ સુંદર,
અતિ ચાલાક, ચબરાક,
મમ્મી પપ્પાની ચમચી,
ભારે છટકબાઝ .!
મગજનો દુઃખાવો,
ભારે કલબલાટ,
મારી સાંભળે નઈ,
પતે નહીં ક્યારેય વાત .!
બધી વાતોનું આ ધ્યાન રાખે,
ખતરનાક આ જાસુસ,
ફોન આખો ફેંદી નાખે,
ભારે છે આ ચાપલૂસ .!
ઝઘડાખોર ભલે રહી,
છે અતિ પ્રેમાળ,
સુખદુઃખ ની ભાગીદાર,
બેનડી છે મારી રખેવાળ .!
No comments:
Post a Comment