Sunday, 22 December 2019

આજનો માણસ.....



મંદિર ન જાતો માનવી આજ પ્રભુને પૂજતો થઈ ગયો;
ભૂકંપ આવતા એ ગાયને રોટલી ખવરાવતો થઈ ગયો.

કપટ, લૂંટ-ફાટ અને પ્રપંચ કરી એ લાખો રુપિયા કમાયો;
પાપોને ધોવા આજ  એ  ગંગામાં   તનડુ ધોતો થઈ ગયો.

બહારથી લાગતો એ બગલો ને વાણી એની કોયલ જેવી;
સમય આવ્યે એ  પીઠ  પાછળ  ખંજર ભોંકતો થઈ ગયો. 

નથી જોઈ કે  જીરવી શકતો એ  બીજાના સુખ સગવડો;
સગો ભાઈ જ આજ ભાઈ ને પગતળે કચડતો થઈ ગયો.

બાંધી દિધા ખુદાને આજ મંદિર-મસ્જિદ-ગિરજાઘરમા;
ભગવાનના નામે આજ  પોતાનો રોટલો રળતો થઈ ગયો.

 - જાલમસિંહ વાઘેલા "મોજીલો" માસ્તર...

No comments:

Post a Comment