Sunday, 19 January 2020

ચાંદની સમજી અમે ...

ચાંદની સમજી અમે મુઠ્ઠી ભરી,
મૂઠ ખોલી ત્યાં જ તડકો નીકળ્યો...

Saturday, 18 January 2020

એવા માણસની કરો શોધ...

એવા માણસની કરો શોધ, 
       તો સદીઓ નીકળે,
જેને તમે ખાબોચિયું માનો છો,
       એ દરિયો નીકળે...

Thursday, 16 January 2020

સમય પણ ગજબનો ઇતિહાસ ધરાવે છે....

સમય પણ ગજબનો ઇતિહાસ ધરાવે છે....

કોઇનો પસાર થતો નથી...
તો, કોઇ પાસે હોતો નથી...

Saturday, 11 January 2020

Online Love

Online પ્રેમ...

તારી "Typing..."
પર, હરખથી કાંપતી
મારી આંગળીઓ..
પ્રેમ છે.

તારી 
"New Profile Pic"
ને.. કલાકો સુધી..
એકીટશે જોતી પાંપણો 
ની પાંખડીઓ..
પ્રેમ છે.

વાતચીત કરવાની
અગણિત ઇચ્છાઓ
ની વચ્ચે,
"Online" હોવા છતાં 
ચીસો પાડતી નીરવતા.. 
પ્રેમ છે..

જરાક  અમથા
"Notfication" ની
ટન ટન થતી ઘંટડીઓ 
પર ફોન પકડીને 
બેસી રહેવુ
પ્રેમ છે. 

કેમ છે? પુછવા પર..
"I am fine" લખવું, 
લખી ને ભુસવુ,
ભૂંસી ને પાછુ લખવું. 
એ "Draft" મા પડેલી 
ન કહેવાયેલી અરજીઓ..
પ્રેમ છે. 

તારું નામ સાંભળીને 
ધડકનોનું વધી જવું..
અને.. તારું નામ સંભળાવી 
ને મિત્રો ની કરેલી મનમાની..
પ્રેમ છે. 

અનંત સુધી ચાલનારી 
"Chat" માં..
"Hmm" અને  "K" નૉ
અવિરત પ્રવાહ ..
પ્રેમ છે. 

"Call" આવવા પર
પાગલ થઈ જવું, 
આલતુ.. ફાલતુ..
બકવાસ કરી..
મનમાં ને મનમાં 
નાના બાળકની જેમ 
ખુશ થવુ ,
પ્રેમ છે. 

મનની વાત વાત
તરત જ કરવા માટે 
"Last Seen" જોઇને 
થતી બેચેની..
પ્રેમ છે. 

સવારે સૌથી પહેલાં 
જાગીને
"Call Log" માં તારો
"Call" જોવો..
પ્રેમ છે. 

વહેલી સવારનું 
"Good Morning"
અને મોડી રાતનું 
"Good Night"
પ્રેમ છે. 

બસ બેહદ પ્રેમ છે. 

પ્રેમ છે....!!

Tuesday, 7 January 2020

નામ પર તારા શિલાઓ પણ તરે...

નામ  પર  તારા  શિલાઓ  પણ  તરે,
તું   ખુદા   છે   સાવ  ઘાર્યું  ૫ણ  કરે.

કોઇ   તારો   ત્યાં   ભરોષો   શું  કરે?
જ્યાં  અમી  ઓથે  ઝહરથી સૌ મરે.

રોજ  હડસેલું  સ્મરણ   તારાં   બઘાં,
રોજ    રાતે    સ્વપ્નમાં  પાછાં  ફરે.

શ્વાસ  ચાલે   છે   વિરહના  જોશથી,
આગ  દિલની  આમ, કંઈ  રીતે  ઠરે.

ક્યારનો  ઉભો  મલમ  લઇ  હાથમાં,
આવજે   જ્યારે  જખમ  સૌ  પાંગરે.

ડર   નથી   શૈતાનનો   અમને  હવે,
ડર  હવે  છે   માણસોથી   બસ  અરે.

છે   જવાની   મંઝિલો   પર  ઝંખના,
માર્ગ  આજે  રો-કકળ   સઘળા  કરે.

© જયેશકુમાર 'જયલા'

Sunday, 5 January 2020

હાલો ચા પીવા ...

હાલો ચા પીવા........

દુ:ખની દાહક  છે  ચા,
મિત્રોની ચાહત છેે ચા.

કોણે કીધું લાગે ભૂખ,
અપ્પામા રાહત છે ચા.

નથી ગમતું એના વગર,
મધમધતુ જામ છે  ચા.

એવોર્ડ કરતાં ય અધિક,
ઓળખની ખાણ છે  ચા.

રોજ બને  છે  ઘેર  ઘેર ,
કુટુંબનો મીઠો પ્રેમ છે ચા.

      -"મોજીલો" માસ્તર

Wednesday, 1 January 2020

તારા હાથમાં મનના વિચાર...

કલમ એક જ છે તારા હાથમાં
બસ પન્ના ફેરવ્યાકર તારા મનના વિચારનાં...