🙎♂️ વિદ્યાર્થીઓની વેદના 🙎♂️
શાળાએ અમને બોલાવો સાહેબ...!
આ ઓનલાઇન ભણવું ,હવે ગમતું નથી.
નથી અમારા ઘેર, ટી.વી. કે મોબાઈલ,
રોજ પડોશમાં જાવું ,હવે ગમતું નથી.
ન પ્રાર્થના,ન ભજન ,ન રિસેશ, ન રમત,
ખાલી,પુસ્તક પચાવવું ,હવે ગમતું નથી.
ગણિતમાં અમે,ઘણા ગોટાળે ચડીએ,
અધ વચ્ચે ફસાવું ,હવે ગમતું નથી.
તમારા મુખેથી,સાંભળવી છે કવિતા,
રોજ બીજાનું ગાવું ,હવે ગમતું નથી.
નકશામાં જોયું ન કશામાં જોયું તોય,
આ જંગલ,આ ટાપુ ,હવે ગમતું નથી.
આ ઈંગ્લીશનું ગ્રામર,આ વિજ્ઞાનનો પ્રયોગ,
આ સંસ્કૃત ગોખાવવું, હવે ઘરે ગમતું નથી.
શાળાએ અમને બોલાવો સાહેબ...!
આ સોટી વિના ભણવું ,હવે ગમતું નથી.
સાહેબ ગમતું નથી, સાહેબ ગમતું નથી,સાહેબ ગમતું નથી.👏👏👏
No comments:
Post a Comment