Tuesday, 18 May 2021

બાળપણ (Childhood)




 કેવું હતું ને પેલું બાળપણ,

જેમાં ન હતી કોઈ મથામણ.


રમતા દરરોજ ધૂળ અને પાણીથી,

અને કપડાંને કરતાં એવાં તો મેલા.

કે પછી ચૂપચાપ સાંભળતા મમ્મીનું ભાષણ.

કેવું હતું ને પેલું બાળપણ...


શાળા એ જવાની પણ મોજ હતી ને,

શિક્ષકોને કરાવતા નવા ઊપનામો ધારણ...

કેવું હતું ને પેલું બાળપણ...


ત્યારે થાતું કે ક્યારે મોટા થઈશું અને -

માણવા મલશે જિંદગી અમને પણ,

હવે,લાગે છે કે કંઈ નથી મોટાં થવામાં.

અહિં તો છે વેરાન રણ...

કેવું હતું ને પેલું બાળપણ...


એ જૂની શેરી અને ફળીયાંને જોતાં,

શોધું છું હું એક જ કારણ...

કે ક્યાં ગ્યું એ મારું બાળપણ...

No comments:

Post a Comment