Monday 14 March 2022

રિયલમી 9 સિરીઝના નવાં 2 ફોન લોન્ચ થયા, 48MP કેમેરા, 5000mAh બેટરી અને પ્રારંભિક કિંમત 14,999 રૂપિયા, mobile phone under 15000

 

રિયલમી 9 5G અને રિયલમી 9 5G SE સ્માર્ટફોન ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ થઈ ગયા છે. આ ફોન 48 મેગાપિક્સલના ટ્રિપલ કેમેરાથી સજ્જ છે અને 128GB સુધીના ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. રિયલમી 9 5Gમાં મીડિયાટેકના ડાયમેન્સિટી 810 5G પ્રોસેસર આપવામાં આવ્યું છે, જ્યારે રિયલમી 9 5G SEમાં સ્નેપડ્રેગન 778G 5G પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ બંને સ્માર્ટફોનમાં 5,000mAh બેટરી છે.

રિયલમી 9 5G, રિયલમી 9 5Gની કિંમત
ઇન્ડિયામાં રિયલમી 9 5Gની કિંમત 4GB રેમ + 64GB સ્ટોરેજ મોડેલ માટે તેની પ્રારંભિક કિંમત 14,999 રૂપિયા રાખવામાં આવી છે. તેનાં 6GB + 128GB વેરિઅન્ટની કિંમત 17,499 રૂપિયા છે. ICICI બેંક અને SBI બેંક ક્રેડિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ EMI ટ્રાન્ઝેક્શન પર કંપની 1,500 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સ્માર્ટફોન મિટિયર અને બ્લેક અને સ્ટારગેજ વ્હાઇટ કલર ઓપ્શનમાં આવશે. તેનું વેચાણ 14 માર્ચથી ફ્લિપકાર્ટ, રિયલમી.કોમ અને રિટેલ સ્ટોર્સ પર થશે.

રિયલમી 9 5G SEની કિંમત
રિયલમી 9 5G SEના 6GB RAM + 128GB સ્ટોરેજ મોડેલની કિંમત 19,999 રૂપિયા છે. તેનાં 8GB + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 22,999 રૂપિયા છે. કંપની ICICI બેંક અને SBI બેંક ક્રેડિટ કાર્ડ્સ અને ક્રેડિટ કાર્ડ EMI ટ્રાન્ઝેક્શન પર 2,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ ફોન એઝ્યોર ગ્લો અને સ્ટારી ગ્લો કલર ઓપ્શનમાં આવશે અને 14 માર્ચથી ફ્લિપકાર્ટ, રિયલમી.કોમ અને રિટેલ સ્ટોર્સ પર વેચાણ શરૂ થશે.

રિયલમી 9 5Gનાં સ્પેસિફિકેશન્સ

  • રિયલમી 9 5G સ્માર્ટફોન એન્ડ્રોઇડ 11 પર ચાલે છે. ફોન 90Hz રિફ્રેશ રેટ અને 600 નિટ્સની ટોપ બ્રાઇટનેસ સાથે 6.5-ઇંચની ફુલ-HD+ (1,080x2,400 પિક્સેલ્સ) ડિસ્પ્લે ધરાવે છે. રિયલમી 9 5Gમાં મીડિયાટેકનું ડાયમેન્સિટી 810 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 6GB સુધીની LPDDR4X RAM સાથે જોડવામાં આવ્યું છે. ઇન્ટરનલ સ્ટોરેજનો ઉપયોગ કરીને આ ફોન રેમને 11GB સુધી એક્સપાન્ડ કરી શકે છે.
  • આ સ્માર્ટફોન ટ્રિપલ રિયર કેમેરા સેટઅપથી સજ્જ છે. આમાં 48-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા, એક મોનોક્રોમ પોટ્રેટ સેન્સર અને f/2.4 એપરચર લેન્સ સાથેનો મેક્રો કેમેરાનો સમાવેશ થાય છે. ફોનમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.
  • રિયલમી 9 5Gમાં 128GB સુધીનું ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે, જે SD કાર્ડ દ્વારા એક્સપાન્ડેબલ (1TB સુધી) છે. કનેક્ટિવિટી ઓપ્શનમાં 5G, 4G LTE, Wi-Fi, Bluetooth V5.1, GPS/ A-GPS માટે સપોર્ટનો સમાવેશ થાય છે. ફોનમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. 5000mAh બેટરી સાથે આવે છે, આ ફોન 18W ઝડપી ચાર્જને સપોર્ટ કરે છે. તેનું વજન લગભગ 188 ગ્રામ છે.
    રિયલમી 9 5G SEમાં સ્નેપડ્રેગન 778G પ્રોસેસર આપવામાં આવ્યું છે

    રિયલમી 9 5G SEનાં સ્પેસિફિકેશન્સ

    • આ સ્માર્ટફોન ડ્યુઅલ-સિમ (નેનો) સ્લોટ સાથે એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર પણ ચાલે છે. ફોન 144Hz રિફ્રેશ રેટ અને 600 નિટ્સની ટોપ બ્રાઇટનેસ સાથે 6.6-ઇંચની ફુલ-HD+ (1,080x2,412 પિક્સેલ્સ) ડિસ્પ્લે ધરાવે છે. ફોનમાં સ્નેપડ્રેગન 778G પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 8GB સુધીની RAM સાથે જોડાયેલ છે. આ ફોન તેના સ્ટોરેજનો ઉપયોગ કરીને રેમને 13GB સુધી પણ એક્સટેન્ડ કરી શકે છે.
    • રિયલમી 9 5G SEમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. મુખ્ય લેન્સ 48 મેગાપિક્સલનો છે. તેની સાથે એક મોનોક્રોમ પોટ્રેટ સેન્સર અને f/2.4 અપર્ચર લેન્સ સાથે મેક્રો કેમેરા આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે ફોનમાં 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.
    • ફોન 128GB સુધીનું ઇનબિલ્ટ સ્ટોરેજ આપે છે, જેને SD કાર્ડ દ્વારા (1TB સુધી) વધારી શકાય છે. સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે અને 5000mAh બેટરી ચાર્જ કરવા માટે 30W ઝડપી ચાર્જર બોક્સમાં ઉપલબ્ધ છે. આ ફોનનું વજન લગભગ 199 ગ્રામ છે.

No comments:

Post a Comment