Friday 11 March 2022

વોટ્સએપમાં પણ ગ્રુપ મીટિંગની પહેલેથી લિંક ક્રિએટ કરી શકાશે


 ઝૂમગૂગલ મીટ કે વેબ એક્સ જેવી કોઈ વીડિયો કોલિંગ સર્વિસમાં મીટિંગના હોસ્ટ મીટિંગ માટેની એક લિંક તૈયાર કરીને અન્ય લોકોને વોટ્સએપ કે ઇમેઇલ કે અન્ય રીતે મોકલી શકે છે. અન્ય લોકો આ લિંક પર ક્લિક કરીને સીધા એ મીટિંગમાં જોડાઈ શકે છે. વોટ્સએપમાં ગ્રૂપ કોલિંગમાં અત્યાર સુધી આવી સુવિધા નહોતી. તેમાં ગ્રૂપ કોલિંગ ચાલુ હોય ત્યારે અન્ય વ્યક્તિને તેમાં સામેલ કરવામાં આવે તો જ તે મીટિંગમાં જોડાઈ શકે છે. હવે વોટ્સએપમાં પણ અન્ય વીડિયો કોલિંગ સર્વિસની જેમ મીટિંગ પહેલાંથી તેની લિંક ક્રિએટ કરીને અન્ય લોકોને મોકલી શકાશે. આ પ્રકારની સર્વિસ ફેસબુક મેસેન્જરમાં મેસેન્જર રૂમ’ નામે છે અને તેમાં ફેસબુક એકાઉન્ટ ન ધરાવતી વ્યક્તિ પણ જોડાઈ શકે છે. વોટ્સએપમાં ફેર એ છે કે તેમાં મીટિંગ વોટ્સએપમાં હોસ્ટ થાય છેતે એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્ટેડ રહે છે તેમજ વોટ્સએપ એકાઉન્ટ ધરાવતી જ વ્યક્તિ તેમાં જોડાઈ શકે છે. સૌથી પહેલાં આ ફીચર એન્ડ્રોઇડ એપમાં લોન્ચ થશે અને ત્યાર પછી આઇઓએસ તથા ડેસ્કટોપમાં આવી શકે છે. 

No comments:

Post a Comment