Friday 11 March 2022

વ્હોટ્સએપ પોલ ફીચર લાવશે, અભિપ્રાય જાણવા અને વોટિંગ કરાવવામાં યુઝ કરી શકાશે, ફીચર માત્ર ગ્રુપ ચેટ્સમાં જ કામ કરશે


 વ્હોટ્સએપ યુઝર એક્સપિરિયન્સને વધુ સારો બનાવવા સમયાંતરે તેનાં પ્લેટફોર્મ પર નવાં-નવાં ફીચર્સ ઉમેરતું રહે છે. આ વખતે હવે વ્હોટ્સએપ પોલ નામનાં ફીચર પર કામ કરી રહ્યું છે. તેની મદદથી હવે જ્યારે લોકો પાસેથી કોઈ વ્યક્તિનો અભિપ્રાય જાણવો હોય કે પછી કોઈ વિષય પર વોટિંગ કરાવવું હોય તો આ ફીચરનો ઉપયોગ કરી શકાશે.

ટેલિગ્રામ પર આ ફીચર ઉપલબ્ધ
વોટિંગનું આ ફીચર ટેલિગ્રામ પર ઉપલબ્ધ છે. વ્હોટ્સએપના આ અપકમિંગ ફીચરને રિપોર્ટ કરનાર પેજ WABetaInfoના જણાવ્યાનુસાર, વ્હોટ્સએપ એક નવાં ફીચર પોલ પર કામ કરી રહ્યું છે, જે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ હશે. આ ફીચર માત્ર ગ્રુપ ચેટ્સ માટે હશે, જ્યાં ગ્રુપ મેમ્બર વોટ કરી શકશે.


પોલનો ઉપયોગ માત્ર ગ્રુપમાં જ કરી શકાશે
વ્હોટ્સેપના આ અપકમિંગ ફીચરનો ઉપયોગ ફક્ત ગ્રુપમાં જ થઈ શકશે અને તે ગ્રુપના સભ્યો જ તેને જોઈ શકશે. ગ્રુપની બહારના યુઝર્સ આ પોલની વોટિંગમાં ભાગ લઈ શકશે નહીં. અત્યારે આ ફીચર વિશે બહુ જાણકારી નથી મળી પણ જો રિપોર્ટ્સનું માનીએ તો એપ પહેલા આ ફીચરને iOS પ્લેટફોર્મ પર રિલીઝ કરી શકે છે. બાદમાં તેને એન્ડ્રોઇડ અને ડેસ્કટોપ યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવશે. આ ફીચર વોટ્સએપ ગ્રુપમાં ખૂબ કામ આવી શકે છે. ખાસ કરીને જ્યારે લોકોએ કોઈ બાબત વિશે અભિપ્રાય આપવો હોય અથવા કોઈપણ વિષય પર મત આપવો હોય.

એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન એટલે શું?
એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન મેસેજ મોકલનાર અને રિસીવ કરનાર વચ્ચે કામ કરે છે. સેન્ડર દ્વારા મોકલવામાં આવેલા મેસેજને એન્ક્રિપ્ટ કરીને કોડમાં બદલવામાં આવે છે, જે ફક્ત રિસીવર જ ડિક્રિપ્ટ કરી શકે છે. આ સાથે મતદાનમાં જવાબ આપનારાઓની ઓળખ સુરક્ષિત રહેશે.

વોઇસ મેસેજને ટુકડામાં રેકોર્ડ કરનારું ફીચર પણ આવશે
આ સિવાય, વ્હોટ્સએપમાં ઘણા નવાં ફીચર્સ આવી રહ્યા છે, જેમાં મેસેજ રિપ્લાય પણ સામેલ છે. આ ફીચરની મદદથી યુઝર્સ કોઈપણ મેસેજનો જવાબ ઈમોજીથી આપી શકશે. વ્હોટ્સએપ તેની એન્ડ્રોઈડ એપના બીટા વર્ઝનમાં અન્ય એક ફીચરનું પણ ટેસ્ટિંગ કરી રહ્યું છે, જેની મદદથી વોઈસ મેસેજને ટુકડાઓમાં રેકોર્ડ કરી શકાય છે.

યુઝર્સને ઓડિયો મેસેજ મોકલતા પહેલાં તેને સાંભળવાનો ઓપ્શન મળે છે. પરંતુ હવે તેઓ ઓડિયો રેકોર્ડ કરતી વખતે તેને પોઝ કરી શકશે અને બાકીનો ઓડિયો પછીથી રેકોર્ડ કરી શકશે. આવી સુવિધા iOS અને ડેસ્કટોપ એપ્સમાં પહેલેથી જ ઉપલબ્ધ છે.

No comments:

Post a Comment