Wednesday, 31 October 2018

Gujarati Status



"સપનામાં આવી જાય છે રોજ મારી રાજા લીધા વગર,
અને પાછી જતી પણ રહે છે મને કીધા વગર."

Gujarati Status


"કોઈ પ્રેમ કરનારને પૂછી તો જુવો,
કોઈની એક ઝલક જોવા માટે કેટલી રાહ જોવી પડે છે."

Friday, 14 September 2018

Ramto Jogi | બાપા ગઢડાવાળા



કિરણ ખોખાણી લિખિત અભિનિત,નિર્મિત હાસ્યરસનો ઉપહાર.. કાઠીયાવાડી કોઠાસુઝના ઓઠાનું અમરપાત્ર એટલે બાપા ગઢડાવાળા

Gujarati Status

સેલ્ફી ની જગ્યાએ ક્યારેક
કોઈકનું દુઃખ ખેંચી શકો
તેવો પ્રયત્ન કરજો
દુનિયા તો શું,
ઈશ્વર પોતે પણ LIKE કરશે.

Gujarati Kavita

એક મોકો મેં ગુમાવ્યો, કોઇને કહેશો નહીં,
હું મને ના ઓળખાયો, કોઇને કહેશો નહીં.

આયનો પ્રતિબિંબ મારું જોઇને બોલ્યો હતો,
જાતમાં તું ભેરવાયો, કોઇને કહેશો નહીં.

આંખને બદલે હ્રદયથી એ મને વાંચી ગયો,
મેં અભણ એને ગણાવ્યો, કોઇને કહેશો નહીં.

એક વેળા ઇશ્વરે પૂછયું તને શું જોઇએ,
માંગવામાં છેતરાયો, કોઇને કહેશો નહીં.

- ​ગૌરાંગ ઠાકર​

Gujarati Kavita | કમાલ થઈ ગઈ...


❛કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ,
ભીતર ધાંધલધમાલ થઈ ગઈ.

કોઈ આંખ જો ભીની થઈ તો,
કોઈ આંગળી રૂમાલ થઈ ગઈ.

પંખીએ બે ટહુકા વેર્યા,
હવા બધીયે ગુલાલ થઈ ગઈ.

ડાળે ડાળે શુભ સંદેશા,
ઋતુઓ સઘળી ટપાલ થઈ ગઈ.

ઝાકળની જયાં વાત કરી ત્યાં,
સૂરજ સાથે બબાલ થઈ ગઈ.❜
- અનીલ ચાવડા

Wednesday, 12 September 2018

Gujarati Status



" જુના મેસેજ મીઠી યાદો
એક હું ને એક તારી યાદો"

Gujarati Status



" પ્રેમનો હેતુ ફક્ત મેળવી લેવાનો હોત,
તો આજે કૃષ્ણ ફક્ત કૃષ્ણ જ હોત, રાધેકૃષ્ણ ન હોત."

Gujarati Status


ચાલ એક ભાગીદારી કરીએ
એક હ્રદય માં બંને ધબકીએ

Gujarati Status

📕📕📕📕📕📕📕
ખુલ્લા પુસ્તક જેવું,
ફક્ત એ લોકો માટે બનવું,

જેને એ
વાંચતા આવડતું હોય......
✍✍✍✍✍✍✍

Gujarati Status

ના ઈશ્વરની જરૂર છે,
ના ખુદાની જરૂર છે..,

તારા વગર શું કરીશ..
આ khaddus ને તારી જરૂર છે...

Gujarati Status

” આ લાગણી નાં બંધન પણ કેવાં અનોખાં ,

તમને મળ્યા વિનાં પણ હું ઓળખું છું તમને."

Sunday, 9 September 2018

Gujarati Status

જિંદગી જીવવાની મજા​
      ​તો ત્યારે આવે​
           ​સાહેબ​
​જ્યારે સમય અગરબત્તીની​
     ​જેમ સળગતો હોય​
             ​અને​
​ગામ આખું સુગંધ લેવા​
        ​તડપતુ હોય.​

Gujarati Kavita

દરિયો હતો, હોડી હતી, ને ખારવો હતો
એવા સમે ખુદા તને પડકારવો હતો.

એવા પ્રયાસમાં હું સતત જીતતો ગયો
જીતેલ દાવને ફરીથી હારવો હતો.

રણમાંય મજા થાત, ખામી આપણી હતી
રણને જ આપણે બગીચો ધારવો હતો

જીત્યાનો અર્થ હાર પણ ક્યારેક થાય છે,
એવી જ હારથી તને ઉગારવો હતો.

ઊંચકી શકું, એનાથી વધુ ભાર લૈ ફર્યો,
થોડોક ભાર, હે ગઝલ ! ઉતારવો હતો.

- અશોકપુરી ગોસ્વામી

Gujarati Stayus

મુકામ પોસ્ટને સરનામાં વિના અચાનક આવતી યાદ,
રાહતમાં અચાનક આવતા તોફાન જેવી તારી યાદ.

Gujarati Kavita

ન આવે નીંદ ગયા એવું ખ્વાબ આપીને,
ગગન ન રહેવા દીધું આફતાબ આપીને.

અમારા પ્રેમના પત્રોની લાજ રહી જાયે,
તમે ભલાઈ ન કરજો જવાબ આપીને.

આ પથ્થરોમાં તું રઝળાવે છે મને ઓ ખુદા!
ને મારા હાથમાં એક ફૂલછાબ આપીને.

મજા નથી છતાં પીધા વિના નહિ ચાલે,
તરસ વધારી દીધી છે શરાબ આપીને.

છે તેથી મારી હરેક વાતમાં પરેશાની,
પવિત્ર દિલ દીધું જીવન ખરાબ આપીને.

પ્રભુએ વાહ રે કેવો આ રંગ જમાવ્યો છે,
ગુલાબી દિલને ન એક પણ ગુલાબ આપીને.

છે એક મશ્કરી એની કુરાન હો કે ગીતા,
સમય ન વાંચવાનો દે કિતાબ આપીને.

હવે કશો જ કયામતનો ડર રહ્યો ન ‘મરીઝ’
હું જઈ રહ્યો છું જગતને હિસાબ આપીને.

- મરીઝ

Gujarati Status

પ્રેમ સાચો હોય તો સમય પણ રોકાઈ જય છે,
આકાશ લાખ ઊંચું હોય તો પણ ઝૂકી જાય છે,
હમસફર સાચો હોય તો ઈશ્વર પણ ઝૂકી જાય છે.

Gujarati kavita

તુ એટલે....
તું એટલે મારા જીવનનો એવો પ્રકાશ કે જેના પડવાથી જ મારા દિવસની શરૂઆત થઈ જાય...

તું એટલે...
તું એટલે મારા જીવનનું એવું પાનુ કે જેને  વાંચવાથી ખુશીનો અહેસાશ થઈ જાય...

તું એટલે...
તું એટલે મારા જીવનનો એવો અવાજ કે જેને સાંભળવાની સાથેજ એક દિલમાં સૂકૂન આવી જાય...

તું એટલે...
તું એટલે મારા જીવનનો પહેલો વરસાદ કે જેના અવવાની સાથેજ મારા જીવનમાં ચારે બાજુ ભીની માટીની સુગંધ છવાય જાય....

Gujarati status

" તું "મારી યાદ માં ઉજાગરો કરી તો જો,
રાત બહું વહાલી ના લાગે તો કહેજો.......

Gujarati Status


કહે કૃષ્ણ રાધાને તું કેમ રડે છે ?
રાધા કહે મારી ઢીંગલી ખોવાઈ ગઈ એટલે
રાધા કહે તમે કેમ રડો છો ? ત્યારે કાનો
કહે કે મારી ઢીંગલી રડે ને એટલે..........