Thursday, 22 June 2017

Gujarati Kavita ( ગુજરાતી કવિતા)

કેટલીક ગુજરાતી કવિતા, શાયરી ની લાઈનો આપની
સાથે શેર કરું છું.... જે તમને ગમશે....

મને એવી કયાં ખબર હતી કે સુખ અને ઉંમરને બનતું નથી,
પ્રયત્ન કરીને સુખને તો લાવ્યો પણ ..
ઉંમર રીસાઇને ચાલી ગઇ...!!!    
_________________________________
"નાનું પણ ભયંકર વાક્ય"
આશ્ચર્ય છે ને કે રાવણને સળગાવતા પહેલાં આપણે જ એને બનાવીએ છીએ.
_________________________________
દોસ્ત......
કેટલો ચાલાક હતો તું !!!
ગીફ્ટ માં "ઘડિયાળ" તો આપી ગયો....
પણ ત્યાર પછી!!!
"સમય" આપવા નું ભુલી ગયો !!!....
_________________________________
માણસ પાસે બહુ રૂપિયો
થઇ જાય ત્યારે..
માણસ ''બહુરૂપિયો''
થઇ જાય છે....
_________________________________
"જીંદગી શીખવે તે શીખી લેવાય,
કયો પાઠ કયારે કામ લાગી જાય કોને ખબર ! "
_________________________________
દુઃખ આવ્યું છે
અને આવતું રહેશે, સાહેબ
છતાં સવારે સુખ શોધવા નીકળી જવું
એનું નામ 'જિંદગી'
_________________________________
સાવ ડફોળ ના દાખલા સાચા પડે
અને ભલભલા બુધ્ધિશાળી ના ગણિત ખોટા પડે...
એનું નામ "જીંદગી"                                              
_________________________________
સામેની વ્યક્તિ જરા વધુ પડતી ભોળી હતી
એથીજ તમે ચતુર કહેવાયા .......
એ વાત ભુલશો નહી !!!                       
_________________________________
સંપ
માટી એ કર્યૉ,
ને ઈંટ બની..
ઈંટો નુ
ટોળુ થયુ,
ને ભીંત બની…
ભીંતો
એક બીજાને મળી,
ને ” ઘર ” બન્યું….
જો નિર્જીવ વસ્તુઓ પ્રેમ અને લાગણી સમજતી હોય,
તો આપણે તો માનવી છીએ
સહુ ને ભેગા કરવાની તાકાત પ્રેમમાં છે,
અને સહુને નોખા કરવાની તાકાત વહેમમાં છે
_________________________________
જોઈતું મળી જાય એ "સમૃદ્ધિ" છે,
પણ
એના વિના ચલાવી શકીએ એ તો "સામર્થ્ય" છે.....
_________________________________
ઉંમર તમને દોસ્તી કરતા રોકતી નથી.....
પણ
દોસ્તી તમને ઉમરલાયક થતા જરૂર રોકે છે.
_________________________________
અનુકૂળ સંજોગોમાં જીવતો માણસ સુખી છે..
પણ
સંજોગોને અનુકૂળ બનાવીને જીવતો માણસ પરમ સુખી છે..!
_________________________________
અજબ નળીઓ ગોઠવી છે પ્રભુએ દેહમાં,
ભરાય છે દિલમાં_
અને
છલકાય છે આંખમાં...
_______________

No comments:

Post a Comment