Tuesday 8 March 2022

પેનડ્રાઈવ ફોર્મેટ કેવી રીતે કરાય ? How to format Pendrive

 

તમે કમ્પ્યૂટરનો સારો એવો ઉપયોગ કરતા હો તો જુદી વાત છેબાકી ક્યારેક નાની એવી વાતમાં ગૂંચવણનો સામનો કરવો પડે અને કોઈને એનો ઉપાય પૂછતાં ખચકાઈએ - સામેની વ્યક્તિ પાસે સમય અને ધીરજ બંને ન હોવાની પૂરી શક્યતા!

જેમ કે ક્યારેક તમે કમ્પ્યૂટરમાંની કોઈ ફાઇલ કે ફોલ્ડર કોપી કરીને પેનડ્રાઇવમાં પેસ્ટ કરવા માગતા હો ત્યારે કોઈ એરરનો સામનો કરવો પડે. એરરનો મેસેજ  મોટા ભાગે આવો હોઈ શકે ‘‘ધ ફાઇલ ઇસ ટુ લાર્જ ફોર ધ ડેસ્ટિનેશન ફાઇલ સિસ્ટમ!’’. આ મેસેજનો સાદો અર્થ સમજી શકાય એવો છે. આપણે જે ફાઇલ કે ફોલ્ડર કોપી કરવા માગીએ છીએ તેની સાઇઝ પેન  ડ્રાઇવમાંની ખાલી જગ્યા કરતા વધુ છે. મતલબ કે આપણે પેન ડ્રાઇવ ખાલી કરવી પડશે.

આના બે રસ્તા છે. વિન્ડોઝ એક્સપ્લોરરમાં પેન ડ્રાઇવ ઓપન કરો અને તેમાં હવે તેમને જે ફાઇલ્સ બિનજરૂરી લાગતી હોય તો તેને એક પછી ડિલીટ કરો. જો બધી જ ફાઇલ બિનજરૂરી લાગતી હોય તો તેમને એક સામટી સિલેક્ટ કરીને ડિલીટ કરી શકાય.

પરંતુ એ રીતે પેનડ્રાઇવ ખાલી કર્યા પછી પણ પેલી એરર સતાવે તોતો એનો અર્થ એ થયો કે આપણે બધી ફાઇલ્સ ડિલીટ કર્ય પછી પણ પેનડ્રાઇવ પૂરેપૂરી ખાલી થઈ નથી. એના ઉપાય તરીકેપેનડ્રાઇવ ફોર્મેટ કરી પડે.એમ કરવાથી પેનડ્રાઇવ પૂરેપૂરી ખાલી થશે અને આપણે તેમાં નવી ફાઇલ્સ ઉમેરી શકીશું.

આ કામ સહેલું છે. પેનડ્રાઇવ ફોર્મેટ કરવા માટે તે કમ્પ્યૂટરમાં કનેક્ટેડ હોય ત્યારે વિન્ડોઝ એક્સપ્લોરર કે ફાઇલ એક્સપ્લોરર ઓપન કરો અને યુએસબી ડ્રાઇવ પર રાઇટ ક્લિક કરો. તેમાં ફોર્મેટનો વિકલ્પ પસંદ કરો (ધ્યાન આપજોપેનડ્રાઇવમાંનો બધો ડેટા પૂરેપૂરો ભૂંસાઈ જશે!). નીચે જઇને ક્વિક ફોર્મેટનો વિકલ્પ પસંદ કરો અને સ્ટાર્ટ બટન ક્લિક કરો. આપણને ચેતવવામાં આવશે કે પેનડ્રાઇવમાંનો બધો ડેટા ભૂંસાઈ જશે. આપણે એ જ કરવું છે એટલે આપણે હા કહીને આગળ વધીશું.

આથી પેનડ્રાઇવ નવેનવી ખરીદી હોય તેવી ખાલીખમ થઈ જશે અને આપણે તેમાં પેનડ્રાઇવની ફૂલ કેપિસિટી જેટલી નવી ફાઇલ્સ કે ફોલ્ડર્સ ઉમેરી શકીશું.

બીજી એક વાત પણ જાણી લો

આટલી કસરત કરી છે તો ભેગાભેગી કામની વધુ એક વાત પણ જાણી લઇએ. પેનડ્રાઇવ પર રાઇટ ક્લિક કરતાં જે મેનૂ ખુલે તેમાં વોલ્યુમ લેબલનો એક વિકલ્પ પણ જોવા મળે છે. તેમાં તમારું નામ અથવા મોબાઇલ નંબર લખી દેશો તો ભવિષ્યમાં પેનડ્રાઇવ તમારી કોઈ જાણીતી ઝેરોક્ષ દુકાને કે કોઈ મિત્રને ઘેર ભૂલી જશો તો પેન કમ્પ્યૂટરમાં ઇન્સર્ટ કરતાં તેમને તરત જણાઈ આવશે કે આ પેનડ્રાઇવ કોની છે!

No comments:

Post a Comment