Tuesday 8 March 2022

Live એપલ ઇવેન્ટ: આજે રાત્રે 11:30 વાગ્યે એપલ પીક પર્ફોર્મન્સ ઇવેન્ટ શરૂ થશે, આઇફોન SE 3થી લઇને મેકબુક એર સુધી અનેક નવી પ્રોડક્ટ્સ શોકેસ થશે

 

એપલની પીક પર્ફોર્મન્સ ઇવેન્ટ આજથી એટલે કે 8 માર્ચથી શરૂ થવા જઈ રહી છે, જે કેલિફોર્નિયાના ક્યુપર્ટિનોમાં સ્ટીવ જોબ્સ થિયેટરમાં ભારતીય સમય અનુસાર રાત્રે લગભગ 11:30 વાગ્યે શરૂ થશે. એપલની આ ઇવેન્ટમાં iPhone SEનું અપગ્રેડેડ વર્ઝન iPhone SE 5G અથવા iPhone SE + 5G તરીકે રજૂ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત, અપડેટેડ આઈપેડ એર અને એપલ સિલિકોન સાથે નવા મેકની પણ જાહેરાત થઈ શકે છે. આ સિવાય, એકદમ નવું MacBook Pro, MacBook Air, Mac Mini અને i Mac Pro પણ શોકેસ થઈ શકે છે.

એપલ ઇવેન્ટ ક્યાં જોવા મળશે?
એપલની પીક પરફોર્મન્સ ઇવેન્ટ કંપનીના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર જોઈ શકાશે. તેમજ, આ ઇવેન્ટને કંપનીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકાશે. આ ઉપરાંત, તમે આ ઇવેન્ટને કંપનીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ apple.com અને Apple TV એપ પર પણ જોઈ શકશો.

આઇફોનનો સૌથી સસ્તો ફોન લોન્ચ થવાની શક્યતા
લીક થયેલા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, iPhone SE 3 બિલકુલ iPhone 8 જેવો હશે. જેના ટોપ અને બોટમ બેઝલ્સ મળશે. આ ઉપરાંત, iPhone SE3 5G સ્માર્ટફોનમાં 4.7-ઇંચની LCD ડિસ્પ્લે અને ટચ ID હોમ બટન આપવામાં આવી શકે છે. iPhone SE 3 એ Appleનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન હશે. તેની કિંમત $399 (લગભગ 22,500 રૂપિયા) હશે. આ ઈવેન્ટમાં અપડેટેડ આઈપેડ એર લોન્ચ થઈ શકે છે. iPad એ મિડ-રેન્જ ટેબલેટ લાઇનઅપ હશે.



આ ઓલ્ડ જનરેશન મોડેલ જેવો જ હશે. જે 5G કનેક્ટિવિટી સપોર્ટ સાથે આવશે. આ સાથે જ તેમાં A15 અથવા M1 પ્રોસેસર સપોર્ટ પણ આપવામાં આવી શકે છે. iPhone SE 5Gના બેક અને ફ્રંટ કેમેરા વિશે વાત કરીએ તો તેમાં 12MP કેમેરા આપવામાં આવ્યો છે. iPhone SE 3 સ્માર્ટફોન સેન્ટર સ્ટેજ કેમેરા ફીચર સાથે આવશે. અપકમિંગ આઈપેડ એરને સાઇડ-માઉન્ટેડ ટચ આઈડી અને LCD ડિસ્પ્લે મળશે.

આ ડિવાઇસ પણ લોન્ચ થશે
અપકમિંગ મેક મિનિ જૂનાં ઇન્ટેલ-બેઝ્ડને મોડેલને રિપ્લેસ કરી શકે છે. તે M1 અને M1 Max ચિપ સાથે આવશે. એવી ચર્ચા છે કે નવો 13 ઇંચનું MacBook Pro આ એપલ ઇવેન્ટમાં લોન્ચ થઈ શકે છે. આ ડિવાઇસ M2 ચિપસેટ સપોર્ટ સાથે આવશે કે નહીં તેની માહિતી અત્યારે ઉપલબ્ધ નથી. બ્લૂમબર્ગના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, એપલના ઇન-હાઉસ પ્રોસેસર સાથે MacBook Air અને નવા Mac Mini અને 24 ઇંચના iMacને લોન્ચ કરવામાં આવી શકે છે.

No comments:

Post a Comment