Tuesday 8 March 2022

મિસ્ટર ઈન્ડિયાને પણ ભૂલી જાવ એવી ઘડિયાળ આવી છે બજારમાં! મોગેમ્બો પણ થઈ ગયો છે ખુશ!

 ક્રોસબીટ્સએ ફુલ ટચ AMOLED ડિસ્પ્લે સાથે પ્રીમિયમ બ્લૂટૂથ કૉલિંગ સ્માર્ટવોચ, Orbit X લોન્ચ કરી. ઓર્બિટ Xમાં રોટેટિંગ ક્રાઉન શેપ ડાયલ અને 1.35-ઈંચ 3D કર્વ્ડ ડિસ્પ્લે આપવામાં આવી છે. બે સુંદર કલર વેરિઅન્ટ - મિડનાઈટ બ્લેક અને લેક બ્લુમાં ઓર્બિટ Xને રૂપિયા 5,999ની લોન્ચ કિંમતે માત્ર crossbeats.com પર ઉપલબ્ધ કરી છે. આવો જાણીએ ક્રોસબીટ્સ ઓર્બિટ એક્સના ફીચર્સ.


કંપનીના કો-ફાઉન્ડરે શું કહ્યું?
ક્રોસબીટ્સના સહ-સ્થાપક અર્ચિત અગ્રવાલે જણાવ્યું કે, “ક્રોસબીટ્સ ઓર્બિટ X એ 454x454 પિક્સલ રિઝોલ્યુશન અને 600 nits બ્રાઇટનેસ સાથે તેના વર્ગમાં પ્રથમ AMOLED સ્માર્ટવોચ છે. તે બિઝનેસ કાર્ડ્સ, વોલેટ્સ, હેલ્થ મોનિટર વગેરે જેવી અનેક ઉપયોગિતા-આધારિત સુવિધાઓ સાથે આવે છે. ઉપરાંત, તેમાં સ્પ્લિટ સ્ક્રિન ડિસ્પ્લે સાથે ટ્રિપલ થીમ મેનૂ છે, જ્યારે વિજેટ્સ પણ વપરાશકર્તાઓની પસંદગીઓ અનુસાર કસ્ટમાઈઝ કરી શકાય છે. આ વોચને યુવા ભારતીયોની જરૂરિયાતો અનુસાર ડિઝાઈન કરવામાં આવી છે, જે બદલાતા સમય સાથે તાલ મળાવે છે.

Crossbeats Orbit Xમાં 15 સ્પોર્ટ્સ મોડ્સ છે-
યુવાનોની મૂળભૂત જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, આ સ્માર્ટવોચ ઓલવેઝ-ઓન-ડિસ્પ્લે ફીચરથી સજ્જ છે, તેમ છતાં તેમાં અનેક ઈન-બિલ્ટ ઈન્ટરેક્ટિવ વોચ ફેસ છે. ક્રોસબીટ્સ ઓર્બિટ એક્સમાં 15 વિવિધ સ્પોર્ટ્સ મોડ્સ છે.

ક્રોસબીટ્સે થોડા મહિના પહેલા ઓર્બિટ અને ઓર્બિટ સ્પોર્ટ્સ લોન્ચ કર્યા હતા, બંને બ્લૂટૂથ કોલિંગ સ્માર્ટવોચ ઈન-એપ જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ સાથે લોડ કરવામાં આવી હતી. સ્માર્ટ વોચની ઓર્બિટ રેન્જ દ્વિ-માર્ગી સંચાર માટે એક ઉત્કૃષ્ટ રીતે ડિઝાઇન કરાયેલા ડાયલ પેડ સાથે ઈન-બિલ્ટ માઈક્રોફોન અને સ્પીકર સાથે આવે છે.

No comments:

Post a Comment