Sunday, 19 January 2020

ચાંદની સમજી અમે ...

ચાંદની સમજી અમે મુઠ્ઠી ભરી,
મૂઠ ખોલી ત્યાં જ તડકો નીકળ્યો...

Saturday, 18 January 2020

એવા માણસની કરો શોધ...

એવા માણસની કરો શોધ, 
       તો સદીઓ નીકળે,
જેને તમે ખાબોચિયું માનો છો,
       એ દરિયો નીકળે...

Thursday, 16 January 2020

સમય પણ ગજબનો ઇતિહાસ ધરાવે છે....

સમય પણ ગજબનો ઇતિહાસ ધરાવે છે....

કોઇનો પસાર થતો નથી...
તો, કોઇ પાસે હોતો નથી...

Saturday, 11 January 2020

Online Love

Online પ્રેમ...

તારી "Typing..."
પર, હરખથી કાંપતી
મારી આંગળીઓ..
પ્રેમ છે.

તારી 
"New Profile Pic"
ને.. કલાકો સુધી..
એકીટશે જોતી પાંપણો 
ની પાંખડીઓ..
પ્રેમ છે.

વાતચીત કરવાની
અગણિત ઇચ્છાઓ
ની વચ્ચે,
"Online" હોવા છતાં 
ચીસો પાડતી નીરવતા.. 
પ્રેમ છે..

જરાક  અમથા
"Notfication" ની
ટન ટન થતી ઘંટડીઓ 
પર ફોન પકડીને 
બેસી રહેવુ
પ્રેમ છે. 

કેમ છે? પુછવા પર..
"I am fine" લખવું, 
લખી ને ભુસવુ,
ભૂંસી ને પાછુ લખવું. 
એ "Draft" મા પડેલી 
ન કહેવાયેલી અરજીઓ..
પ્રેમ છે. 

તારું નામ સાંભળીને 
ધડકનોનું વધી જવું..
અને.. તારું નામ સંભળાવી 
ને મિત્રો ની કરેલી મનમાની..
પ્રેમ છે. 

અનંત સુધી ચાલનારી 
"Chat" માં..
"Hmm" અને  "K" નૉ
અવિરત પ્રવાહ ..
પ્રેમ છે. 

"Call" આવવા પર
પાગલ થઈ જવું, 
આલતુ.. ફાલતુ..
બકવાસ કરી..
મનમાં ને મનમાં 
નાના બાળકની જેમ 
ખુશ થવુ ,
પ્રેમ છે. 

મનની વાત વાત
તરત જ કરવા માટે 
"Last Seen" જોઇને 
થતી બેચેની..
પ્રેમ છે. 

સવારે સૌથી પહેલાં 
જાગીને
"Call Log" માં તારો
"Call" જોવો..
પ્રેમ છે. 

વહેલી સવારનું 
"Good Morning"
અને મોડી રાતનું 
"Good Night"
પ્રેમ છે. 

બસ બેહદ પ્રેમ છે. 

પ્રેમ છે....!!

Tuesday, 7 January 2020

નામ પર તારા શિલાઓ પણ તરે...

નામ  પર  તારા  શિલાઓ  પણ  તરે,
તું   ખુદા   છે   સાવ  ઘાર્યું  ૫ણ  કરે.

કોઇ   તારો   ત્યાં   ભરોષો   શું  કરે?
જ્યાં  અમી  ઓથે  ઝહરથી સૌ મરે.

રોજ  હડસેલું  સ્મરણ   તારાં   બઘાં,
રોજ    રાતે    સ્વપ્નમાં  પાછાં  ફરે.

શ્વાસ  ચાલે   છે   વિરહના  જોશથી,
આગ  દિલની  આમ, કંઈ  રીતે  ઠરે.

ક્યારનો  ઉભો  મલમ  લઇ  હાથમાં,
આવજે   જ્યારે  જખમ  સૌ  પાંગરે.

ડર   નથી   શૈતાનનો   અમને  હવે,
ડર  હવે  છે   માણસોથી   બસ  અરે.

છે   જવાની   મંઝિલો   પર  ઝંખના,
માર્ગ  આજે  રો-કકળ   સઘળા  કરે.

© જયેશકુમાર 'જયલા'

Sunday, 5 January 2020

હાલો ચા પીવા ...

હાલો ચા પીવા........

દુ:ખની દાહક  છે  ચા,
મિત્રોની ચાહત છેે ચા.

કોણે કીધું લાગે ભૂખ,
અપ્પામા રાહત છે ચા.

નથી ગમતું એના વગર,
મધમધતુ જામ છે  ચા.

એવોર્ડ કરતાં ય અધિક,
ઓળખની ખાણ છે  ચા.

રોજ બને  છે  ઘેર  ઘેર ,
કુટુંબનો મીઠો પ્રેમ છે ચા.

      -"મોજીલો" માસ્તર

Wednesday, 1 January 2020

તારા હાથમાં મનના વિચાર...

કલમ એક જ છે તારા હાથમાં
બસ પન્ના ફેરવ્યાકર તારા મનના વિચારનાં...

Monday, 30 December 2019

ડર અને સંસ્કાર


દર વખતે ડર જ નથી હોતો,,
કયારેક સંસ્કાર પણ રોકી લેતા હોય છે.!

Sunday, 29 December 2019

કંઇક શીખવા માટે...

કંઇક શીખવા માટે ભૂતકાળ માં આટો મારવો ખૂબ સરસ છે....
પણ ત્યાં જ રહેવુ એ યોગ્ય  નથી.....
. . .

Tuesday, 24 December 2019

સફળતા તમારા હાથમાં

હારવાના ભય કરતા જીતવાની મહત્વાકાંક્ષા વધારે હશે ને તો સફળતા તમારા હાથમાં હશે

Sunday, 22 December 2019

જવાબદારી

જવાબદારી એ ઘરમાં રાખેલ કુંડા ના છોડ સમાન છે..

છોડ ને મોટા થવાનો અધિકાર નથી..
પણ કાયમ લિલાછમ રહેવું પડે છે..!!

આજનો માણસ.....



મંદિર ન જાતો માનવી આજ પ્રભુને પૂજતો થઈ ગયો;
ભૂકંપ આવતા એ ગાયને રોટલી ખવરાવતો થઈ ગયો.

કપટ, લૂંટ-ફાટ અને પ્રપંચ કરી એ લાખો રુપિયા કમાયો;
પાપોને ધોવા આજ  એ  ગંગામાં   તનડુ ધોતો થઈ ગયો.

બહારથી લાગતો એ બગલો ને વાણી એની કોયલ જેવી;
સમય આવ્યે એ  પીઠ  પાછળ  ખંજર ભોંકતો થઈ ગયો. 

નથી જોઈ કે  જીરવી શકતો એ  બીજાના સુખ સગવડો;
સગો ભાઈ જ આજ ભાઈ ને પગતળે કચડતો થઈ ગયો.

બાંધી દિધા ખુદાને આજ મંદિર-મસ્જિદ-ગિરજાઘરમા;
ભગવાનના નામે આજ  પોતાનો રોટલો રળતો થઈ ગયો.

 - જાલમસિંહ વાઘેલા "મોજીલો" માસ્તર...

True


આ દુનિયા ની સૌથી મોટી તકલીફ એ છે

કે લોકો સાચું મનમાં બોલે છે, અને…

ખોટું બુમો પાડી ને બોલે છે…✨

Friday, 20 December 2019

Trust



ભરોસો બધાનો કરવો પણ સાવચેતી રાખવી સાહેબ
ક્યારેક પોતાના દાંત પણ  જીભ કાપી નાખે છે...

Thursday, 19 December 2019

અલમસ્ત

પોતાની મસ્તીમાં જીવતી વ્યક્તિને 
કોઈની પણ વાહ વાહ ની જરૂર પડતી નથી.

Tuesday, 17 December 2019

World's rule

અજીબ છે આ દુનિયા નો નિયમ સાહેબ...

જે કદર નથી કરતા તેના માટે લોકો રડે છે અને જે કદર કરે તેને લોકો રડાવે છે...

Monday, 16 December 2019

Sunday, 15 December 2019

Relationship

વ્યક્તિને સમજવાની કોશિશ કરજો સાહેબ, 
બાકી ઝઘડા તો દરેક સંબંધમાં થાય જ છે !! 

Saturday, 14 December 2019

Quat

શક્ય હોય ત્યાં સુધી કોઈની ભૂલો ના કાઢવી, 
અને છતાં ઈચ્છા થાય તો 
એક મુલાકાત અરીસાની કરી લેવી !!

સાથમાં તારી...



નિત રહેવું ગમે સાથમાં તારી,
નિત બોલવું ગમે વાતમાં તારી.

ચહેરાનો એ અજવાસ મને તારો,
નિત લાગે પૂનમનો મને ચાંદો.

નિત ચાલવું ગમે સંગમાં તારી,
નિત હસવું ગમે હસીમાં તારી.

પાલવનો એ સ્પર્શ મને તારો,
નિત લાગે વહાલનો મને દરિયો.

નિત વહાવું મૌલિક લાગણીઓ મારી,
નિત ઝંખું વહાલની સોગાદ તારી.

@મૌલિક પટેલ
જામનગર