Thursday, 9 December 2021

નદીની રેતમાં રમતું નગર મળે

 નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,

ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.


ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,

પછી આ માટીની ભીની અસર મળે ન મળે.


પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,

આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.


ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,

પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.


રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,

પછી કોઈને કોઈની કબર મળે ન મળે.


વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,

ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.


વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,

અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.


આદિલ મન્સૂરી

હું જરા બદલી ગયો છું

 હું જરા બદલી ગયો છું આપ માનો કે ન માનો.

વાત એકજ કહી રહ્યો છું આપ માનો કે ન માનો.


હા રમતવાતે તમે તો જે હતું માગી લીધું' તું.

એટલે સુખ દઈ રહ્યો છું આપ માનો કે ન માનો.


હા તમારી બેઉ આંખો ચૂમવા આતુર તેથી-

અશ્રુરુપે વહી રહ્યો છું આપ માનો કે ન માનો.


છે કદમ ને પીઠ બંને એ તરફ જ્યાં આપ ઉભાં.

લાગશે કે જઈ રહ્યો છું આપ માનો કે ન માનો.


વાયદો મેં પાનખરને પ્રેમનો' રશ્મિ' કર્યૉ' તો.

પુષ્પ કાંટા લઈ રહ્યો છું આપ માનો કે ન માનો.


- ડૉ.રમેશ ભટ્ટ' રશ્મિ'.

આવે ભલે હજારો પડકાર જિંદગીમાં

 જિંદગીમાં


આવે ભલે હજારો પડકાર જિંદગીમાં.

ભીતર ભર્યો અમારી લલકાર જિંદગીમાં.


છો આવતી ભલેને આફત ઘણી વધારે,

કરશું બધાં એ શમણાં સાકાર જિંદગીમાં.


જીવન તણી ગઝલમાં લય તાલ સૂર સંગે,

ભરશું અમે અનોખો રણકાર જિંદગીમાં.


ભારત તણી ધરાએ માબાપને નમન છે,

સીંચ્યાં ઘણાં અનોખા સંસ્કાર જિંદગીમાં.


આવી મળ્યાં તમે જ્યાં પામી ગયો મજાનો,

એ લાગણી તણો ત્યાં ધબકાર જિંદગીમાં.


      ગીતા ઠક્કર"ગીત"

સંસારનો સાગર

  પરિસ્થિતિને આધિન જીવવું પડે છે, 

મર્યા પહેલાં સો વાર મરવું પડે છે .


જૂઠી જંજાળમાં અહીં ફરવું પડે છે, 

દુનિયાથી સૌ કોઈને ડરવું પડે છે. 


આજીવન કારાવાસમાં વસવું પડે છે,

દિલ રડતુ હોય છતાં હસવું પડે છે.


જરૂર ન હોય ત્યારે ખસવું પડે છે, 

ચમક લાવવા સોનું ઘસવું પડે છે. 


ઉચ્ચ લક્ષ્ય પામવા પડવું પડે છે, 

મોટી મુશ્કેલીઓથી લડવું પડે છે. 


નડવું ન હોય છતાં નડવું પડે છે, 

સંસારના સાગરમાં સડવું પડે છે. 


કઠપૂતળીના ખેલમાં રમવું પડે છે, 

જેમ નમાવે તેમ નમવું પડે છે.


આફત આવ્યે સૌને તરવું પડે છે,

ચિંતન વગર કાર્ય કરવું પડે છે.



                        ચિંતન સોહેલિયા 

                           પડધરી

કોઈ આ દિલને બહુ ફાવી ગયું

 આંખમાં સમણાં જરા વાવી ગયું,

કોઈ આ દિલને બહુ ફાવી ગયું.


દ્વાર દિલનું બંધ કરવાનો હતો,

ગમતું માણસ કોઈ ત્યાં આવી ગયું.


પાનખર આવી હતી જીવનમાં ફરી,

હાથમાં આ ફૂલ કોણ લાવી ગયું?


સાવ કાફર એ ચહેરો એ છતાં,

જીભ પરનું મધ ઘણું ભાવી ગયું,


આંખમાં સપના તૂટેલા છે ઘણા,

તે છતાં સપના નવા અપાવી ગયું.

-- હિંમતસિંહ ઝાલા

તમે મન મૂકી વરસો

 તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,

અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.


કહો તો માછલીની આંખમાં ડૂબકી દઇ આવું,

પણ આ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે.


તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,

ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.


તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું ?

તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે


તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,

પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.


– ખલીલ ધનતેજવી

એક ઘટના સાવ અણધારી હતી

 હું નથી પણ તોય એ મારી હતી,

એક ઘટના સાવ અણધારી હતી.


બંધ રાખ્યા હોઠ તો જલસો પડ્યો,

ખોલવામાં ક્યાં સમજદારી હતી?


પ્રેમમાં હારીશ એ નક્કી હતું,

જીતવાની તોય તૈયારી હતી.


વાત મારા આવવાની સાંભળી,

દુશ્મનોએ શેરી શણગારી હતી.


એ નહીંતર તો કદી ના પાડે નૈ,

ના કહેવામાં જો લાચારી હતી.


જિંદગીભર ઘરનો જે આધાર થઇ,

અંત વેળા એ જ નોંધારી હતી.


સ્મિત એવું જાણે મીઠું મધ પ્રશાંત,

આંખ એની કેમ બહુ ખારી હતી?


...પ્રશાંત સોમાણી

Thursday, 4 November 2021

[100+ ગુજરાતી] Happy New Year Wishes in Gujarati 2021

નવા વર્ષની શુભકામના

 Happy New Year Wishes in Gujarati 2021 | મિત્રો ગુજરાતીઓ નું નવું વર્ષ તો દિવાળી પછીના દિવસથી જ સરું થય જાય છે. જેને  આપણે બેસતું વર્ષ કહીએ છીએ. અને આ વર્ષે ગુજરાતીઓનું બેસતું વર્ષ 05  નવેમ્બરના રોજ હતું. એટલે કે કારતક સુદ એકમ ના રોજ.



 નવું વર્ષ તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે.
તમને નવા વર્ષના "સાલ મુબારક🌹"


જૂના વર્ષને વિદાય આપો અને આશા, સપના અને મહત્વાકાંક્ષાથી નવા વર્ષને સ્વીકારો.
તમને ખુશીથી ભરેલા નવા વર્ષની શુભેચ્છાઓ💐!


આજ મુબારક... કાલ મુબારક... સૌને મારા વ્હાલ મુબારક... સૌને મારા સાલ મુબારક.
આપ સહુ મિત્રોને નવા વર્ષની શુભેચ્છાઓ,આપનું નવું વર્ષ સુખમય રહે એવી મારી અંતઃકરણથી પ્રાર્થના.


આ વર્ષ તમારા જીવનમાં નવી ખુશીઓ, નવા લક્ષ્યો, નવી સિદ્ધિઓ અને નવી પ્રેરણાઓ લાવશે.
તમને ખુશીથી ભરેલા નવા વર્ષની શુભેચ્છા💐.



આ નવું વર્ષ તમારી આંખો જેટલું તેજસ્વી, તમારા સ્મિત જેટલું મધુર અને આપણા સંબંધો જેટલું ખુશ રાખવા માંગું છું.
 🙏તમને નવા વર્ષની શુભકામનાઓ🙏



સાલ મુબારક! મને આશા છે કે 2021 માં તમારા બધા સપના સાકાર થશે
મારા તરફથી તમને અને તમારા પરિવાર ને 💐સાલ મુબારક💐



ઈશ્વર આપને અને આપના પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે, નૂતન વર્ષ નિમિતે એ જ શુભકામના...
💐 નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ 💐


શાંતિ, સમૃદ્ધિ, અને પ્રેમ હંમેશાં તમારી પાછળ આવે.
🌷 નૂતન વર્ષની શુભેચ્છઓ 🌷


હું ઇચ્છુ કે આ નવા વર્ષે,
તમે મુકેશ અંબાણીને આટી(આંબી) જાવ એટલા સફળ થાવ.
💐 નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ 💐



તમારા ઘરમાં ધનની વર્ષા રહે, માતા લક્ષ્મીનો હંમેશા વાસ રહે,
બધા સંકટનો નાશ થાય અને સુખ શાંતિનો વાસ રહે!
🌹નવા વર્ષની શુભકામનાઓ🌹


બીજું અદ્દભુત વર્ષ પુરૂ થવા જઈ રહ્યું છે. પરંતુ ચિંતા કરશો નહીં,
એક નવું વર્ષ તમારા જીવનને અમર્યાદિત રંગોથી સુશોભિત કરવાની રાહ જુએ છે!
🙏નવા વર્ષની શુભકામનાઓ🙏


નવું વર્ષ જીવનમાં બધી સારી વસ્તુઓ લાવી શકે છે, જેના તમે ખરેખર પાત્ર છો.
તમારી પાસે પહેલેથી જ એક સુંદર વર્ષ હતું અને તમારી પાસે બીજું વધુ એક આશ્ચર્યજનક વર્ષ હશે!
💐 નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ 💐


માન મળે સન્માન મળે, સુખ-સંપતિનુ વરદાન મળે, ડગલેને પગલે સફળતા મળે, યુગો-યુગો સુધી નામ રહે, તમારા જીવનમાં હરરોજ દીવાળી કેરો આનંદ રહે, તમને અને તમારા પરિવારને 
💐 નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ 💐




નવા વર્ષ ના પાવન પર્વ નિમિત્તે મારા તથા મારા પરિવાર તરફ થી આપ તથા આપના પરિવાર ને ખુબખુબ શુભેચ્છાઓ... સદાય ને માટે ભગવાન ની કૃપા આપ ના ઉપર વરસતી રહે.. અખૂટ સુખ, સમૃદ્ધિ અને શાંતિ મળે એવી ભગવાન ના ચરણો માં પ્રાર્થના સાથે બધા ને..
💐 નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ 💐



આશા છે કે આ નવું વર્ષ આરોગ્ય, પ્રેમ, સમૃદ્ધિ અને આનંદથી ભરેલું હોય.
💐 નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ 💐


દરેક અંત એક નવી શરૂઆત દર્શાવે છે. હિંમત, વિશ્વાસ અને મહાન પ્રયત્નો સાથે, તમે જે ઈચ્છો છો તે બધું પ્રાપ્ત કરી શકશો.
🙏 સૌ મિત્રોને નવા વર્ષની શુભકામનાઓ 🙏


આજથી શરૂ થઇ રહેલું નૂતન વર્ષ આપ સૌના જીવનમાં સુખદાયી, ફળદાયી અને પ્રગતિ આપનારું નીવડે તેવી અંતઃકરણપૂર્વકની શુભકામના..
💐 Happy New Year 💐


નવું વર્ષ લાવ્યું અજવાળું
ખુલી જાયે તમારી કિસ્મત નું તાળું
હમેશા તમારા પર મહેરબાન હોય ભગવાન
આજ દુઆ કરે છે તમારો મીત્ર
નવા વર્ષ ની હાર્દિક શુભકામના…..



વીતી ગયું જે વર્ષ તે ભૂલી જાવ
આ નવું વર્ષ ને સ્વીકારો
કરું છુ દુઆ અમે ભગવાન ની માથું નમાવીને
આ વર્ષ ના બધા સપના પુરા થાય
નુતન વર્ષ ના અભીનંદન…


વર્ષ આવે છે અને જાય છે.
આ નવા વર્ષ માં તમને બધું મળે
જે તમારું મન કહે તેમ
નવા વર્ષ ની હાર્દિક શુભકામના…..



તમને આશીર્વાદ મળે ગણેશ થી,
વિદ્યા મળે સરસ્વતી થી,
ધન – દોલત મળે લક્ષ્મી થી,
પ્યાર મળે બધા થી,
આ દુઆ છે મારા દિલ થી
💐 નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ 💐



નવું વર્ષ જીવનમાં બધી સારી વસ્તુઓ લાવી શકે છે, જેના તમે ખરેખર પાત્ર છો.
તમારી પાસે પહેલેથી જ એક સુંદર વર્ષ હતું અને તમારી પાસે બીજું વધુ એક આશ્ચર્યજનક વર્ષ હશે!
🌷Nutan Varshabhinandan 🌷



તમારા ઘરમાં ધનની વર્ષા રહે, માતા લક્ષ્મીનો હંમેશા વાસ રહે,
બધા સંકટનો નાશ થાય અને સુખ શાંતિનો વાસ રહે!
🌷 નૂતન વર્ષની શુભેચ્છઓ 🌷