Thursday, 21 July 2016

અલ્યા ભૈ,આ ગુજરાત છે!

આજકાલ બ્લૉગ બહું લોકપ્રિય થતો જાય છે.એટલે તેમનું ઇન્ટરવ્યૂ લેવાનો અવસર મને મળ્યો.

-સુસ્વાગતમ્‌ શ્રીમાન બ્લૉગ સાહેબ !!
…..આભાર ભાઈશ્રી ભૂરિયાજી !!
-કેમ છો ?
…..બસ મજામાં છીએ બ્લૉગરોના આશીર્વાદથી.
તમે પહેલી વખત ઇન્ટરવ્યૂ આપી રહ્યા છો ?
…..હા….. લગભગ તો પહેલી વખત જ.
-બરાબર , દિવસે ને દિવસે તમે બહું લોકપ્રિય થઈ રહ્યાં છો,તો તે વિશે બે શબ્દો કહેશો ?
…..એમા શું છે કે હવે લોકો છાપા વાંચીને કંટાળી ગયા છે.હવે તો ઈન્ટરનેટ પણ ઝડપથી અને સસ્તા દરે પ્રાપ્ત છે અને ઉપરથી આદરણિય મહોદય શ્રી વર્ડપ્રેસ સાહેબ તથા ડૉ. બ્લૉગર.કૉમ અને બીજા ઘણા મને ફ્રી હોસ્ટ કરનારાઓના લીધે વધૂ લોકો મારા તરફ વળી રહ્યાં છે.
-તમને એવું ક્યાંરેય થતુ નથી કે દેખાદેખીમાં લોકો તમારા તરફ આકર્ષાય છે ?
…..હા . એવું કદાચ હોય શકે !પણ….દેખાદેખીથી મારા તરફ આવી તો જાય,પણ પછી મારી સાથે જે કાર્ય કરવાનું છે તેમાં ફસાતા હોય છે.એવા બ્લૉગરો લાંબો સમય ટકી શક્તા નથી.અથવા તો અલવિદા કહી દેતા હોય છે.
-એમા એક નમૂનો તો તમારુ ઇન્ટરવ્યૂ લે છે.
…..હા હા હા હા
-કેવા પ્રકારના બ્લૉગરો તમારા સાથે જોડાય તો તમને ગમે ?
…..દિલથી કહું તો મૌલિક વિચારો ! મૌલિક વિચારોથી બ્લૉગર વધૂ નામના મેળવી શકે છે તેવું હું માનુ છું.સંચાલન કે પ્રવર્તક તરીકે મારી સાથે જોડાવવું અલગ વસ્તું છે.
-અલગ વસ્તું એટલે……
…..અલગ વસ્તું એટલે કે મૌલિક વિચારો હોય તો બ્લૉગર વધૂ સ્વતંત્ર હોય છે.તેની બન્ને આંગળીઓ ઘીમાં હોય છે. અને સંચાલક હોય તો તેમણે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે.તેમના માટે સૌથી અગત્યનો કાયદો છે કોપીરાઈટ્સનો.સંચાલકે એ વસ્તું હંમેશા ધ્યાન રાખવું પડે છે.
-આ બાબતે થોડું વિસ્તૃત કહી શક્શો ?
…..હમ્મ્મ..કહેવાનો અર્થ કે તમે સંચાલક છો તો સંચાલકની સંપૂર્ણ જવાબદારી હોય છે કે કોઈ કલાકાર કે લેખક કે પ્રકાશકને અન્યાય ન થવો જોઇએ.
-મતલબ કે કલાકાર-લેખક-પ્રકાશકની સહમતી હોવી જોઇએ ?
…..હા . કેમ નહીં ! તમે કોઈ લેખ,કવિતા-ગઝલ,ફોટાઓ,વિડિયો કે અન્ય કોઈ મટીરીયલ તમારા સંચાલન હેઠળ પ્રકાશિત કરો છો, તો મૂળ કલાકાર,કવિ-લેખક,ફોટોગ્રાફરની પૂર્વ મંજુરી ખૂબ જ જરૂરી છે.સહમતી વગર તો અન્યાય જ છે.
-ઓકે ! પણ જે પુસ્તકમાંથી ટાઈપ કર્યું હોય અને પુસ્તકના નામ તથા કલાકારનું નામ લખ્યું હોય તો કોઈ પ્રોબલેમ ખરો ?
…..પહેલી વસ્તુ કે પુસ્તકના સંપાદકે-પ્રકાશકે મૂળ કલાકાર,કવિ-લેખક કે ફોટોગ્રાફરની મંજુરી લીધી હોય છે અને તેના વિશે કોઈ પણ પુસ્તકના પહેલા-બીજા-ત્રીજા પાને લખ્યું જ હોય છે.એટલે પુસ્તકનો સ્ત્રોત દર્શાવાથી કે લેખનું નામ લખવાથી મૂળ કલાકારની સહમતી મળી ગઈ એવું ધારી લેવું કલાકારને અન્યાય સિવાય કઈ જ નથી.
-બહુ વિચિત્ર કાયદા-કાનૂન છે.નહી ?
…..ના.વિચિત્ર જેવું કઈ જ નથી. જે છે તે છે.સીધી વસ્તું છે કે સંચાલકે કોઈ કૃતિ પ્રકાશિત કરતા પહેલા મૂળ કલાકારની પૂર્વ મંજુરી મેળવવી.
-ઓકે ,બરોબર.પણ મેં ઘણી વખત જોયું છે સંચાલકોએ પાટીયા ઠપકાર્યા હોય છે કે “જાહેર જનતાને જણાવવાનું કે આ બ્લોગનો હેતુ ગુજરાતી સાહિત્ય,સમાચાર,ફોટા,વીડીયો, તથા સંગીતની સમૃધ્ધિનો આસ્વાદ કરાવવાનો તથા તેને લોકપ્રિય બનાવવાનો છે. ગુજરાતી પર રચનાઓ પ્રસિદ્ધ્ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાનાં પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિઃસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બિરદાવશે બીજી સાઈટ્સ અને બ્લોગ પરથી લેવામાં આવેલા લેખો જે – તે લેખકોના વિચારો છે.જે સ્ત્રોત નિર્દેશિત રહેશે. જો કૉપીરાઈટનો ભંગ થતો જણાય તો સત્વરે જાણ કરવા વિનંતી મારું ઈ-મેઇલ એડ્રેશ છે…ફલાણું..ઢીકણું…” તો આ બાબતે આપનું શું કહેવું છે ?
….. હવે આમા એવું છે કે બ્લૉગર અત્મવિશ્વાશથી ભરપૂર હોય છે,તેમને ખબર છે કે આવા ઘણા સંચાકલો છે.કયો કલાકાર પરલોકમાંથી પાછો આવવાનો છે ને ક્યાં સંચાલકને કહેવાનો છે !
-બરાબર.પણ એક વસ્તું સારી છે કે મહાપુરુષો-લેખકોના સારા વિચારો લોકો-સમાજને મળે છે.
….. બીજાના ઘરમાં ચોરી કરીને સમાજને મદદ કરવી મને યોગ્ય નથી લાગતું.
-પણ સમાજને સારા વિચારો મળતા હોય તો તેમાં ખોટું શું છે ?
….. ખોટુ તો કઈ જ નથી,પણ તેમા સાચું પણ કઈ જ નથી.મને ખબર છે ઘણા સંચાલકો બીજા કલાકારોની કૃતિઓ પ્રકાશિત કરતા હોય છે અને ઉપરથી પ્લગ-ઈન પણ ફિટ કરતા હોય છે,જેથી કોઈ કૉપી ન કરી શકે.
-આવા સંચાલકો વિશે બે શબ્દો કહી શકો ?
….. બધા તો નહી કહું, પણ મોટાભાગે આવા સંચાલકો સ્વાર્થી,ઘમંડી,બિમાર અને પોતાની જાતને છેતરનારા હોય છે.બ્લૉગ જગતમાં ઘણી વખત ચકલાબજાર જેવો અહેસાસ થાય છે.
-મતબલ ગધેડાને સારા કહેવડાવે તેવા ?
….. હા હા હા . હા બાપુ,સાચુ કહ્યું.તેમના કરતા ગધેડો અનેક ગણો સારો છે.
-છેલ્લે જતા જતા સંચાલકોને કોઈ 

Wednesday, 20 July 2016

દરેક બાળકનો પોકાર મારો શું વાંક ?

ચાર બાળકો
તૂર્ક, પર્શિયન
એક આરબ અને કૂર્દ
ભેગાં મળી માણસનું ચિત્ર દોરતાં હતાં.
પહેલાએ એનું માથું દોર્યું
બીજાએ એના હાથ અને ઉપલાં અંગો દોર્યાં
ત્રીજાએ દોર્યા એના પગ અને ધડ
ચોથાએ એના ખભા પર બંદૂક દોરી.

– શેરકો બીકાસ (ઈરાકી કૂર્દિશ)
(અનુ. હિમાંશુ પટેલ)

ક્યારેક કોઈ એક જ કવિતા આખા અસ્તિત્વ માટે પણ પર્યાપ્ત હોય છે. આ કવિતા તરફ જુઓ. કેટલી નાનકડી અને કેટલી સરળ ! પણ વાંચો અને ભીતરથી ચીસ ન ઊઠે તો આપણા માણસપણા અંગે શંકા જરૂર કરવી. આપણી ‘સંસ્કૃતિ’ હવે કેટલી હદે વણસી છે એનું આ તાદૃશ ઉદાહરણ છે. આપણું સર્જન પણ વિનાશ સાથે જ જોડાયેલું છે અને આ વાત આપણી ગળથૂથીમાં જ પચી ગઈ છે કદાચ.અને કદાચ એટલે જ હવે થાય છે કે ઝાઝું જીવવામાં કોઇ માલ નથી.કારણ કે સૃષ્ટિને આમ પળ પળ મરતાં જોવાની મારી ત્રેવડ તો નથી જ.

ચાલો એક વાર્તા કહું કે, જે મે ક્યાંક વાંચી હતી..
એક જંગલમાં ભરવાડોનાં છોકરાઓ પોતાનું ધણ ચરાવતા હતાં.ત્યારે જંગલમાંથી ટ્રેન પ્રસાર થઈ.છોકરાઓ રાજી થઈ ચીચીયારી પાડી હાથ હલાવી ટ્રેનના બધા જ મુસાફરોનું અભિવાદન કર્યુ.પણ ટ્રેનમાં બેઠેલ એકેય મુસાફરે એ અભિવાદનનો કોઇ જવાબ ન આપ્યો.પરિણામ સ્વરુપ ભરવાડોનાં છોકરાઓ અકળાયા અને એમણે હાથમાં પથ્થર લઈ બીજી ટ્રેનની રાહ જોવા લાગ્યા.કે હવે જે ટ્રેન આવે તેના પર પથ્થર મારીશું.
અને બીજી ટ્રેન પણ આવી,પણ ટ્રેનમાં બેઠેલ એકે એક મુસાફરે બાળકો સામે સ્મિત આપી હાથ હલાવી બાળકોનું અભિવાદન કર્યુ,અને બાળકોનાં હાથમાં રહેલા પથ્થરો નીચે પડી ગયા.

બોલો શું કરશો..? આતંકવાદી પેદા કરીને એને મારશો કે એને પેદા જ નથી થવા દેવું.?
નિર્ણય આપણા હાથમાં છે.
પ્રેમપુર્વક જીવો અને જીવવા દો.કોઇ રડતાને ના હસાવી શકો તો કોઇ હસતાને રડતા ન કરવાની સમાજ સેવા ચોક્ક્સથી કરજો…!

બોલો શું માનો છો ?
-મીત.

Monday, 14 March 2016

મારે ફરી એકવાર શાળાએ જવું છે...

મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

દોડતાં જઈને મારી રોજની
બાંકડીએ બેસવું છે,

રોજ સવારે ઊંચા અવાજે
રાષ્ટ્રગીત ગાવું છે.

નવી નોટની સુગંધ લેતાં
પહેલા પાને ,

સુંદર અક્ષરે મારું નામ
લખવું છે.

...મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

રીસેસ પડતાં જ વોટરબેગ
ફેંકી,

નળ નીચે હાથ ધરી પાણી
પીવું છે.

જેમ તેમ લંચબોક્સ
પૂરું કરી...

મરચુ મીઠું ભભરાવેલ,
આમલી-બોર-જમરુખ-
કાકડી બધું ખાવું છે.

સાઈકલના પૈડાની સ્ટમ્પ
બનાવી ક્રિકેટ રમવું છે,

કાલે વરસાદ પડે તો નીશાળે
રજા પડી જાય ,

એવાં વિચારો કરતાં રાતે
સુઈ જવું છે,
અનપેક્ષીત રજાના આનંદ
માટે...

મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

છૂટવાનો ઘંટ વાગવાની રાહ
જોતાં,

મિત્રો સાથે ગપ્પાં મારતાં
વર્ગમાં બેસવું છે.

ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ
કરીને,

સાઈકલની રેસ લગાવતાં ઘેર
જવું છે.

રમત-ગમતના પીરીયડમાં...

તારની વાડમાંના બે તાર
વચ્ચેથી સરકી બહાર ભાગી
જવું છે.

તો ભાગી જવાની મોજ
અનુભવવા...

મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

દીવાળીના વેકેશનની રાહ
જોતાં,

છ માસીક પરીક્ષાનો અભ્યાસ
કરવો છે.

દીવસભર કિલ્લો બાંધીને માટીને
પગથી તોડી,

હાથ ધોયા વિના ફરાળની
થાળી પર બેસવું છે.

રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા
પછી,
તેમાંથી ન ફૂટેલા ફટાકડા
શોધતાં ફરવું છે.

વેકેશન પત્યા પછી બધી
ગમ્મતો દોસ્તોને કહેવા...

મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

કેટલીયે ભારે જવાબદારીઓના
બોજ કરતાં ,

પીઠ પર દફતરનો બોજ
વળગાડવો છે....

ગમે તેવી ગરમી મા
એરકંડીશન્ડ ઓફીસ કરતાં,

પંખા વીના ના વર્ગમાં બારી
ખોલીને બેસવું છે.

કેટલીયે તૂટ્ફૂટ વચ્ચે
ઓફીસની આરામદાયક ખુરશી
કરતાં,

બે ની બાંકડી પર ત્રણ
દોસ્તોએ બેસવું છે...

"બચપણ પ્રભુની દેણ છે"-
તુકારામના એ અભંગનો
અર્થ હવે થોડો સમજમાં
આવવા માંડ્યો છે.

એ બરાબર છે કે નહી તે
સાહેબને પુછવા માટે...

મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

નાનો હતો ત્યારે જલ્દી મોટા
થવું હતું...

આજે જયારે મોટો થયો ત્યારે
ખ્યાલ આવે છે કે,

"તૂટેલા સ્વપ્નો" અને
"અધુરી લાગણીઓ" કરતા-

"તૂટેલા રમકડા" અને
"અધૂરા હોમવર્ક" સારા હતા..

આજે સમજાય છે કે જયારે
"બોસ" ખીજાય એના કરતા,

શાળા માં શિક્ષક "અંગુઠા"
પકડાવતા હતા એ સારું હતું...

આજે ખબર પડી કે ૧૦-૧૦
રૂપિયા ભેગા કરી ને જે
નાસ્તા નો જે આનંદ આવતો
હતો એ આજે "પીઝા" મા
નથી આવતો...

ફક્ત મારેજ નહી,
-આપણે બધાને ફરી સ્કુલે
જવું છે...
I miss my school days.....

Miss my all frnds...

Friday, 4 March 2016

Gujarati Shayri

તમે કોઈની સાથે રહેવા માટે પરણતા નથી હોતા.
તમે એવી વ્યક્તી સાથે પરણતાં હો છો કે,
જેના વીના તમે રહી શકતા નથી.
કોઈની પણ સાથે પ્રેમમાં ન પડો અથવા,
પ્રેમની અભીવ્યક્તી ન કરો.
ચાર દીવસના સુખ કરતાં
આખા જીવનની એકલતા વધારે ઈચ્છવાયોગ્ય છે.
જન્મ એક શરૂઆત છે
મૃત્યુ આખરી મુકામ
અને જીવન એક મુસાફરી.
મુસાફરીઓ થતી રહે…
પ્રેમ નો નશો ઓછો નથી હોતો,
બધાના નસીબમા જન્મો જન્મ નથી હોતો
પ્રેમ નુ ઔસધ સોધાય તો થીક છે,
બાકી પ્રીયતમ ના સ્પૅશ જેવો કોઇ મલમ નથી હોતો .
પ્રેમ ની લગણી ક્યારેય
નથી મારતી પણ
પ્રેમ ની અપેક્ષાઓ
જરૂર મરી નાખે છે.

Wednesday, 2 March 2016

Gujarati Shayri

જીવનમા એટલી બધી ભુલ ન કરવી, જેથી પેન્સીલ પહેલા રબર ઘસાઈ જાય…
.પ્રેમ નો નશો ઓછો નથી હોતો,
બધાના નસીબમા જન્મો જન્મ નથી હોતો
પ્રેમ નુ ઔસધ સોધાય તો થીક છે,
બાકી પ્રીયતમ ના સ્પૅશ જેવો કોઇ મલમ નથી હોતો .
પ્રેમ એટલે કે તારા ગાલો ના ખાડા મા ડુબી જતાઁ મારા ચોર્યાસી લાખ વહાણો નો કાફલો….
જિગરના ટુકડાઓને વિણવા નિકળ્યોછુ
નાજાણે કોના પ્રેમને શોધવા નિકળ્યોછુ
રાતના અંધારામા દિવો લઇને નિકળ્યોછુ
પ્રેમના નગરમા પ્રેમને શોધવા નિકળ્યોછુ

બાળપણની ડરામણી વાતો

નાનપણમાં કેટ-કેટલીય વાર સાંભળેલી દસ વાતો: 
.
.
.
.
1. જો..જો..! કીડી મરી ગઈ..!!
(સાલું, વાગ્યું હોય આપણને, અને મરી જાય કીડી ..? કમાલ છે..)
2. મોટો થઈશ ને.. એટલે લાવી આપીશ..!
(જાણે કેમ કે, પ્રોપર્ટીમાંથી કોઈ ભાગ
માગી લીધો હોય..)
3. આવું ના બોલાય, પાપ લાગે..!
(આવું આવું જ કહીને કાયમ ડરાવે રાખ્યા હતા.)
4. સુઈ જા, નહીં તો બાવો આવશે..!
(હા.. જાણે બધા બાવા નવરા જ બેઠા હોય ને ..!)
5. આ ગંદુ છે. ચલ, આપણે બીજું રમકડું લઇ લેશું..!
(જેવું ખબર પડે, કે આ મોંઘું છે, કે તરત તે ગંદુ બની જાય...!)
6. રડવાનું બંધ કર, તો ચોકલેટ મળશે..!
(ને પછી, ચોકલેટ ખાવાની તો કાયમ 'ના' જ પાડતા...!)
7. જલ્દી ખાઈ લે નહીં તો પેલી બેબી
ખાઈ જશે...!
(પેટ ભલેને ફાટી જતું હોય, તો પણ પેલી બેબીના ડરને લીધે, ત્યારે ને ત્યારે ખાવું પડતું..!)
8. બા..બા જવું છે ને,.? તો જીદ નહીં કર..!
(બા..બા જવાની આશામાં ને આશામાં છોકરું થાકીને સુઈ જાય, પણ તેમનો તો મુડ જ ના બનતો ...!)
9. તું તો ડાહ્યો દીકરો છે ને મારો..?
(હા... તો શું એમ કહીને બધા કામ કરાવી લેવાના...? )
અને સહુથી જક્કાસ તો આ...!
10. એ...ઈ...! કાગો લઇ ગ્યો, જો....!
(મા-કસમ, એક મચ્છર પણ આસપાસ ઉડતો ના હોય, એ વખતે..!!)

Thursday, 26 February 2015

ઇન્દુલાલ ગાંધી – સ્વપ્નનગરની શેરીમાં


મારા સ્વપ્નનગરની શેરીમાં
એક રાધા રમવા આવી’તી
ના ગીત હતું, નહોતી બંસી,
તોય ઘરઘર ભમવા આવી’તી … મારા …
હજી જ્યાં એનાં ઝાંઝર ઠમક્યાં
ત્યાં તારક દીપક થૈ ટમક્યા
એક એક હૃદયમાં માધવનું
મંદિર સરજવા આવી’તી … મારા …
જ્યાં પડી પાનીઓ મસ્તાની
ત્યાં હસી ધૂળ રસ્તાની.
ઉજ્જડ રણમાં એ પીયૂષ વાદળી
થઈ વરસવા આવી’તી … મારા …
– ઇન્દુલાલ ગાંધી

લાઇફ ઇઝ બ્યુટીફૂલ


→•લાઇફ ઇઝ બ્યુટીફૂલ પણ એ સુંદરતા સ્વીકારવાની•←
તમારી તૈયારી છે?
જિંદગીને નજીકથી જુઓ, એ ધીમે ધીમે સરકી રહી છે,
અને એને જીવી લો,
કારણ કે એ સરકી જવાની છે. જિંદગી વિશે બધું વિચારવાની પણ જરૂર નથી, કારણ કે
અલ્ટિમેટલી જિંદગી એ વિચારવાનો નહીં પણ જીવવાનો વિષય છે
I don't believe people are looking for the meaning of life
As much as they are looking for the
Experience of being Alive...!!• • •

જીવનસાથી


ખબર નથી એને હું શું કહી ગયો,
પ્રેમ મારો આસુંની ધારમા વહી ગયો..

મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે,
જ્યારે એને બીજો જીવનસાથી મળી ગયો….

અમિતકુમાર એમ. રાવલ (ડીંડોલી – સુરત)

જેમાં તારી કમી હો


એ ગમ નો સું મતલબ જેમાં તારી કમી હોય…
એ ખુસી નો સું મતલબ જેમાં તારી કમી હોય…
હું તો એ વિચારી ને મોત થી મહોબત્ત કરી બેઠો
કે
એ જિંદગી નો સું મતલબ જેમાં તારી કમી હોય…

કરસન ભરવાડ
કરમસદ આણંદ

પેંચ


જિંદગીની રાહો ક્યાં કોના માટે સરળ રહીં છે અહીં,
ઘડી ઘડી આગનાં દરિયાં ને મૃગજળનાં કિનારા છે..

નવી નવી છે પાંખો ફૂંટી ને ક્ષિતિજ કરવાનું છે પાર,
આભનાં આ જંગલ થોડાં ઓછાં શાંત વધુ બિહામણાં છે..

પારકાંની છોડો લોહીનાં સંબંધોની ચાલે છે વાત,
તમે લખેલાં “તમારાં” નામ પણ ક્યાં “તમારાં” છે…

સ્વસ્થ શરીરમાં ઘવાયેલો માનવી કેદ છે અહીં,
પૂછો તમે તો “મજામાં છીએ” એવાં ખાલી બહાના છે…

તડકાં-છાયડાંના છે પતંગ અહીં ને “જીવન” નામનો માંજો,
સમયનાં ધાબાં ઉપર “આમોદ” દિલના પેંચ લડાવાનાં છે…

અરમાનો અંતરમા જ રહી જાય છે


અરમાનો અંતરમા જ રહી જાય છે,
સપનાઓ પાંપણમાં શમી જાય છે.

વાદળી વરસ્યા વગર વહી જાય છે,
ને આંખડી તરસી સુકાય જાય છે.

તારું હસવું મને તો ગમી જાય છે,
તારું હસવું સપનાઓ રચી જાય છે.

તમને જોયાને ………….


તમને જોયાને વર્ષો વીતી ગયા હોય એવું લાગે છે ,
આજ પણ તમારી યાદમાં મારી આ આંખો જાગે છે ,
તમને મળવાની દિલમાં તમ્મના છે ,
પણ શું કરું ?………………………
અમારા નસીબ તો જુઓ એ ક્યાં જાગે છે

Sunday, 23 March 2014

માલુમ છે...

માલુમ છે, જડતો નથી જવાબ તોય ફાંફા મારું છું
નિષ્ફળતા નો થયો છું શિકાર તોય ફાંકા મારું છું
આ બધું છોડી મન થી હું, અડગ રહેવામાં માનું છું
ભરીશું એક નવું ડગ બદલીશું ફરી આપણું જગ
બસ, આજ વિશ્વાસ માં હું રોજ રાચુ છું .
અંકિત વ્યાસ

Tuesday, 13 August 2013

મારા પિતા (My Father)

આજે જે લેખ લખવા જઈ રહ્યો છું તે માત્ર લેખ નહિ પરંતુ મારી જીંદગી છે. મારું સર્વસ્વ છે, મારો આત્મા છે, મારા ગુરુ , મારા સખા , મારા સુખ દુખ ના ભાગીદાર, ઈશ્વરે નીમેલા મારા જન્મ દાતા અને પાલનહાર મારા પિતા …!
કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે, સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશે જ વધારે કહે છે, દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે. લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે.
પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે…. આવા પિતાઓ સમાજમાં એકાદ- બે ટકા હશે જ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે ?
પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે.
તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે ” આપણાં નસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે ”.
તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા દીકરી ને નવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘો જ વાપરશે.
સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમના જ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડી નેજ દાઢી કરી લેતાં હોય છે…!
રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ ?
નોકરી માં એક દિવસ રવિવારે રજા મળતા જ ગામડે ખેતી કામ કરતા પણ મેં જોયેલા છે અને કપાસ ની ગાંસડી માથે ઉચકી ને સેઢા સુધી લાવતા જોયા છે પિતા ને …
બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે…!
માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી. પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી, કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે, પોતાની માતા મૃત્યુ પામે તો પણ પિતા રડી શકતા નથી. કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે…!
પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એ જ કરવાનું હોય છે…!
પિતા માંદા પડે ત્યારે તરત જ દવાખાને જતા નથી. તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે. તો શું કરવું તેનો ડર લાગે છે.
કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી.
પહોચ હોય કે ન હોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે…!
ખેંચ ભોગવીને પણ બાળક ને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલેછે …!
કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતા જ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લે છે, વખાણ કરે છે, આશિષ આપે છે, પણ ગુપચુપ જઈને પેંડાના પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી…!
બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈન આમ થી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી …!
પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે. તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે…!
યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતા જ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે…!
દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરું ને ?
બસ હવે વધુ કઈ નહિ લખી શકું ……I LOVE MY FATHER.
જો તમને આ લેખ અને વાતો ગમી હોય તો શેર કરજો મિત્રો સાથે જેથી કરી ને એમના કોઈક શબ્દો કોઈક માં- બાપ ને વૃધ્ધાશ્રામે જતા અટકાવશે. તો મારો અને તમારો જન્મારો સફળ ગણાશે …!







અમિતકુમાર એમ. રાવલ (ઉધના – સુરત)

ક્યારેક એવું થાય (Sometimes it's happen)

હા ,ક્યારેક એવું થાય ,
મન ગયું હોય ભરાઈ ,
અને આંખો ગઈ હોય છલકાઈ ,
અને જો ત્યારે જ ,
આવી કોઈ પાસ,
જાણી જાય મન ની વાત,
હા,ક્યારેક એવું થાય
ખભે મૂકી હાથ ,
કહે બસ દોસ્ત હવે થા શાંત ,
ત્યારે જ રોકાવાનને બદલે ,
ડબ-ડબ આંસુ ઓ આવે બહાર……
હા ,ક્યારેક એવું થાય..

પ્રથમ પ્રેમ છે આ મારો (My First Love)












નથી ઈચ્છતો હું ચાંદ કે ,
નથી ઈચ્છતો હું સિતારો ,
નથી ઈચ્છતો હું દરિયો કે ,
નથી ઈચ્છતો હું કિનારો,
કેમ કે પ્રથમ પ્રેમ છે આ મારો એટલે નથી ઈચ્છતો હું ઇનકાર તમારો.
ગમી છે આપની ગાઢ મૈત્રી ,ને ગમશે સદા,
પણ દિલમાં અમારા પ્રેમ છે, એટલે જરા ઇજહાર સારો
ને કેહવાય છે કે નસીબદાર ને જ એનો પ્રેમ મળે છે
તો મળે જો પ્રેમ તો એને પ્રેમથી આવકારો,
કેમ કે પ્રથમ પ્રેમ છે આ મારો .
આંખો જૂએ છે અમારી, રોજ દુનિયાના હસીન ચેહરાઓ
પણ આ દિલમાં વસ્યો છે ,બસ અનોખો ચેહરો તમારો,
તમે’ હા ‘ કહેશો તો એ એક ચમત્કાર હશે ,
ને એનાથી ‘આકાશ’ કેટલો ખુશ જરા એ તો વિચારો,
કેમ કે પ્રથમ પ્રેમ છે આ મારો .
ચાહું છું હું તમને, ને ચાહતો રહીશ સદા તમને
બસ , એકવાર આ હકીકત તો સ્વીકારો
તમારા સિવાય ,ચાહના નથી મને એકેય ‘જન્નત’ ની
પછી ભલે ને મળે મને’ જન્નત’ હજારો,
કેમ કે પ્રથમ પ્રેમ છે આ મારો .
આશા છે એક ‘હા’ ની તમારી પાસેથી
એટલે આપજો આપનો પ્રતિભાવ જરા સારો
બાકી ‘ના’ કહેશો એનો વાંધો નહિ હોય મને
શું કર્યો છે મેં ક્યારેય વિરોધ તમારો ?
કેમ કે પ્રથમ પ્રેમ છે આ મારો.
અંતે સાચું કહું છું
નથી ઈચ્છતો હું દુનિયાની બીજી કોઈ પણ ખુશી
હું તો ઇચ્છુ છું, બસ સહારો તમારો
જિંદગી આખી, પૂરી થઇ જશે આનંદથી મારી
જો હશે જિંદગી માં સદાય સાથ તમારો, સંગાથ તમારો
શું મળશે અમને જીવનમાં સાથ તમારો
મેહરબાની કરીને જરા જવાબ આપજો ?

surati

-પ્લેગ આવ્યો ત્યારે ઉંદર ને
મારવા દોડ્યો એન નામ સુરતી .
-ભૂકંપ આવ્યો ત્યારે રાતે રસ્તા પર
ઉજાણી કરી એનું નામ સુરતી .
-રેલ ના પાણી ઉતર્યા ને નાકા પર
પાણીપુરી શોધવા નીકાર્યો એનું નામ સુરતી .
-બોમ મળ્યા ત્યારે
લોકો ના ટોળા ભેગા થયા એનું નામ સુરતી .
-સાઇકલ પાર્ક કરીને McDonalds
માં સેન્વીચ ખાવા જાય એનું નામ સુરતી
-BMW રસ્તા પર પાર્ક કરીને લારી પર
ભેલપૂરી ખાઈ એનું નામ સુરતી
-ઉનારા માં ચા પીએ ને
શીયારામાં બરફ્ગોલા ખાઈ એનું નામ સુરતી .
-સ્ટેસન થી આલુપુરી લેવા 10 km દુર રાંદેર
જાય એનું નામ સુરતી .
-ભાવ પૂછયાં વગર મન ગમતી વસ્તું ખરીદે
એનું નામ સુરતી .
-ખુશ થાય ત્યારે ગારો બોલે એનું નામ સુરતી .
-ફૂત્પાટ પર બેસવા નો આનંદ લુટે એનું નામ
સુરતી .
-જ્યાં ભીડ હોય ત્યાં પહેલો જાય એનું નામ
સુરતી .
બાકી તો રહ્યા તમે . તમારો અનુભવ પણ
કહી દો હવે …….


અમિતકુમાર એમ. રાવલ

જિંદગી (LIFE)

જીદંગી શું ચીજ છે
ગાઈ શકો તો ગીત છે
સુખ મળે અને દુખ મળે
કર્મની એ રીત છે
જો જીવી શકો જીદંગી
તો હારમાં પણ જિત છેહ
અધં થઇ ન ચાલશો
કારણ કે રાહમાં પણ ભીત છે
મને તો હવે મોતથી પણ પ્રીત છૈ

ક્યાંક તું ને ક્યાંક હું – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

યાદમાં મળીએ પળેપળ ક્યાંક તું ને ક્યાંક હું
કાપીએ ચૂપચાપ અંજળ ક્યાંક તું ને ક્યાંક હું
આ ઉપરની સ્વસ્થતા સૌને હસી મળવું સદા
ને ઊભા અંતરથી વિહ્વળ ક્યાંક તું ને ક્યાંક હું
ક્યાંય નકશામાં નથી ને સાથ ત્યાં રહેવું સરળ
કાળજે સાચવતા એ સ્થળ ક્યાંક તું ને ક્યાંક હું
બારણે ઊભા હશે, સૂતા હશે, ઉઠ્યા હશે
રોજ બસ કરીએ આ અટકળ ક્યાંક તું ને ક્યાંક હું
વ્યસ્ત કંઈ એવા સતત ના જાત જોવાનો વખત
અન્યને કાજે જ ઝળહળ ક્યાંક તું ને ક્યાંક હું
એકલાં છલકાઈ ને ચૂપચાપ સુકાઈ જતાં
લાગણી ખાતર થયા જળ ક્યાંક તું ને ક્યાંક હું
એકબીજામાં ધબકતા જીવની માફક સતત
આ અમસ્તા બાર કેવળ ક્યાંક તું ને ક્યાંક હું
- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

પ્રેમ (LOVE)











તને ચુમીશ તો તારી પાપણો ઝુકી જશે
દિલ પ્રેમ ના દરિયા માં ડૂબી જશે
તારો સ્પર્શ ખુદ એક વસંત છે પ્રિયે
તારા કદમો થી રણ પણ ખીલી જશે..


અમિતકુમાર એમ. રાવલ (સુરત-ઉધના)

મિત્ર












મિત્રતા ની વ્યાખ્યા કરવી ખુબ જ અઘરી છે,
મિત્રતા એ જીવનનો એક એવો સંબંધ છે જેમાં કોઈ બંધન નથી,
મિત્રતા જ્યારથી જીવન માં પ્રવેષ કરે છે ત્યાર થી એ મિત્રતા
આપણી એક અલગ ઓળખાણ એક અસ્તિત્વ ઉભું કરે છે
જેમાં આપણે વિતાવેલો દરેક પળ અવિસ્મરણીય છે,
મિત્રો સાથે વિતાવેલી દરેક પળ ,જીવન ની ગમે તેટલી પુંજી આપવા છતાંય
એ પળો ખરીદી શકાય એવી નથી હોતી,
મિત્રો આ બંધન વગરના સંબંધ ને જિંદગીભર સંભાળી ને રાખજો.
મિત્રતા દિવસ ની દરેક મિત્રો ને શુભેચ્છા !!
અમિતકુમાર એમ. રાવલ (સુરત – ઉધના)

બેકાર…

મસ્તી નહિ તો કોલેજ બેકાર.
સુગર નહિ તો કોફી બેકાર.
લવ નહિ તો લાઈફ બેકાર.
સપને નહિ તો રાત બેકાર.
ઓર
આપ જૈસે સાથ નહિ તો
જિંદગી બેકાર.
લાલુભાઈ .રાવતાજી.ચૌધરી.
બેવટા.થરાદ

Tuesday, 30 July 2013

આપ વીતી

કે મલે તો હું પણ વેંચી દઉ,
સારપ નો નથી કોઇ લેવાલ,
અધીરો છું હું પણ સુણાવા,
પણ નથી કોઇ પુછનાર હાલ,
બેધારી લડાઇ છે મારી,
છું ખુદ તલવાર અને છું ખુદજ ઢાલ,
મને તો રોજ જીવન છે, રોજ મરણ છે,
રોજ કેટલીય લાગણીઓ થાય છે હલાલ,
અને એને છે મારા ઉપર મદાર,
પણ ચાર દી મા મુજથી થાય કેટલા કમાલ,
હવે કરું શોક કેટલો, ખુદપર,
કે મે તો કફન નો કર્યો છે રૂમાલ…
- “શબ્દશ્યામ” આશિષ ઠાકર ક્રુત

મારી પ્રીયતમા ને

કે એક તણખલું પણ દીવાર જેવું ભાશે છે,
જ્યારે એ તારા-મારા વચ્ચે આવી જાય છે,
અને આ વ્યર્થના ચાંદ તારાની જરૂરત શું છે,
તારૂં મુખડું ક્યાં ઓછો પ્રકાશ રેલાવે છે,
તારા કેશની લટ પણ મને બહુ સતાવે છે,
નીરખું તને કે તરતજ તારા ચહેરા પર દોડી આવે છે,
કસ્બીએ કંડારેલા તારા નાક-નેણ જોતાં નજર થંભી જાય છે,
તને કહું કંઇક તે પહેલાં તો બુટ્ટી તારા કાનની મલ્કાય છે,
અને તારી ઓઢણી જોઇ ને મને તો ઇર્ષા ઊભરાય છે,
કેવી તે મનમોજી ઘડીકમા તુજ થી લીપટી જાય છે,
સાચું કહું તો મારી ઇચ્છાઓ તો આમ ઘણી છે,
પણ દુઆમા હોઠ પર નામ તારૂં જ આવી જાય છે…
- “શબ્દ્શ્યામ” આશિષ ઠાકર ક્રુત

ચાહું છું (Love You)












તારા વિયોગ માં ગમ નું ગીત બનવા ચાહું છું
તારા આગમન ની સોહામણી સવાર બનવા ચાહુ છું
તારી ખુશી માં તારા ચહેરા નું સ્મિત બનવા ચાહું છું
તારા ગમ માં તારી પરિપક્વ વિચારધારા બનવા ચાહું છું
તારી હળવાશ માં તારા પ્રેમ ની મિરાત બનવા ચાહું છું
તારા સંઘર્ષ માં તારું મક્કમ મનોબળ બનવા ચાહું છું
ફક્ત એટલુજ કહેવા માંગું છું કે
બની શકું તો તારી નબળાઈ નહીં, તારી તાકાત બનવા ચાહું છું
– પૂનમ દોશી

નરેન્દ્ર મોદી (Narendra Modi)


 

નરેન્દ્ર મોદી
Modi-WEF.jpg
નરેન્દ્ર મોદી
જન્મની વિગત ૧૭ સપ્ટેમ્બર, ૧૯૫૦
વડનગર, મહેસાણા, ગુજરાત
રહેઠાણ ગાંધીનગર
રાષ્ટ્રીયતા ભારતીય
હુલામણું નામ નમો
નાગરીકતા ભારતીય
અભ્યાસ અનુસ્નાતક (રાજકારણ વિજ્ઞાન)
વ્યવસાય જન પ્રતિનિધિ
વતન વડનગર
ખિતાબ મુખ્યમંત્રી
મુદત ૨૦૧૨
રાજકીય પક્ષ ભાજપા
ધર્મ હિન્દુ
જીવનસાથી અપરિણીત
માતા-પિતા હીરાબેન-દામોદરદાસ
વેબસાઇટ
http://www.narendramodi.in/

 

અંગત જીવન

મોદીનો જન્મ વડનગરનાં એક મધ્યમ વર્ગના પરિવારમા થયો હતો જે તે સમયે ભારતનાં મુંબઇ રાજ્યમાં આવતું હતુ. સાઠના દશકમાં તેમણે યુવાવસ્થામાં ભારત-પાક યુધ્ધ દરમ્યાન રેલ્વે સ્ટેશનના માર્ગ પર સૈનિકોની સેવા કરી હતી(સંદર્ભ આપો). ૧૯૬૭માં તેમણે ગુજરાતમાં રેલ પ્રભાવિત લોકોની સેવા કરી હતી. યુવાન વયે જ તેઓ અખિલ ભારતીય વિધાર્થી પરિષદ સાથે જોડાઈ ગયા હતા.યુવાનાવસ્થામાં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંસ્થામાં એક વિદ્યાર્થી તરીકે જોડાયા અને ભ્રષ્ટાચાર વિરોધી "નવનિર્માણ અંદોલન"માં સક્રિય ભાગ ભજવ્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સંપૂર્ણ સમયના કાર્યકર તરીકે જોડાયા પછી તેમને ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના પ્રતિનિધિ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.તેઓ કિશોરાવસ્થામાં તેમના ભાઇ સાથે ચા ની લારી ચલાવતા હતા.[૧૧] તેમણે ભારતમાં સામાજીક અને સાંસ્કૃતિક વિકાસના કાર્ય સાથે સંકળાયેલી સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઈને પણ કાર્ય કર્યું છે.
નરેન્દ્ર મોદીએ શાળાકીય અભ્યાસ વડનગરમાં પૂર્ણ કરેલો છે. તેઓ ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજયશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક થયા હતા. તે એક સારા લેખક તરીકે પણ જાણીતા છે, તેમના લખાયેલા ઘણા પુસ્તકો પ્રસિદ્ધ પણ થયા છે.[૧૨][૧૩][૧૪]

પ્રારંભિક પ્રવૃત્તિઓ અને રાજકારણ

આરએસએસ સાથેના તેમના કાર્યકાળ દરમિયાન, મોદીએ 1974 આંદોલન વિરોધી ભ્રષ્ટાચાર અને 19 મહિનાની (જૂન 1975 થી જાન્યુઆરી 1977) લાંબી 'કટોકટી (ભારત)' સહિત અનેક મહત્વપૂર્ણ અને કપરા પ્રસંગો પર ભૂમિકા ભજવી હતી. મોદી તેમના યુનિવર્સિટીના વર્ષ દરમ્યાન આરએસએસના એક પ્રચારક તરીકે હતા.[૧૫][૧૬]
તેમણે 1987માં ભાજપમાં જોડાયા અને તેના દ્વારા રાજકારણના મુખ્ય પ્રવાહમાં દાખલ થયા. માત્ર એક વર્ષમાં તેમની ગુજરાત એકમના જનરલ સેક્રેટરી સ્તર પર તેમની વરણી કરવામાં આવી હતી. તે સમયે તેઓએ પહેલેથી જ ખૂબ જ કાર્યક્ષમ વ્યવસ્થાપક બનવા માટે ખ્યાતિ મેળવી લીધી હતી (સંદર્ભ આપો). તેમણે શંકરસિંહ વાધેલા સાથે ભાગીદારીમાં ગુજરાતમાં મજબૂત સંવર્ગ આધાર બનાવવા પ્રયત્નો કર્યા. પ્રારંભિક ગાળામાં, વાઘેલા એક સમૂહ નેતા તરીકે જોવામાં આવ્યા હતા, જ્યારે મોદીને એક કુશળ નીતિનીયામક તરીકે જોવામાં આવ્યા હતા.
ત્યારબાદ પક્ષે રાજકીય કક્ષાએ ગતિ મેળવવાની શરૂ થઇ અને એપ્રિલ 1990 ના કેન્દ્રમાં સંયુક્ત સરકારની રચના કરી હતી. આ ભાગીદારી થોડા મહિના સુધી નિમિત્ત હતી, પરંતુ ભાજપ ગુજરાત માં બે તૃતીયાંશ બહુમતી સાથે 1995 માં સત્તા પર આવી હતી.આ સમયગાળામાં મોદીએ "સોમનાથ થી અયોધ્યાની રથયાત્રા"(એક રૂપાંતરિત ટોયોટા વાન પર ભારત દ્વારા રાજકીય રેલીમાં) અને "કન્યાકુમારી થી કાશ્મીર"(ભારતના દક્ષિણનો ભાગ)ની કુચ જેવા નિર્ણાયક રાષ્ટ્રીય પ્રસંગોની જવાબદારી ઉપાડી હતી.
શંકરસિંહ વાધેલાની ભાજપમાંથી બાદબાકી થયા બાદ કેશુભાઇ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુકત થયા અને નરેન્દ્ર મોદીએ પક્ષ જનરલ સેક્રેટરી તરીકે દિલ્હી મોકલવામાં આવ્યા હતા.
1995 માં, મોદીએ પક્ષના રાષ્ટ્રીય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને ભારતમાં પાંચ મુખ્ય રાજ્યો ચાર્જ આપવામાં - યુવાન નેતા માટે એક અપૂર્વ સિદ્ધિ (સંદર્ભ આપો). 1998 માં, તેમને જનરલ (સંસ્થા) સચિવશ્રી, પોસ્ટ તેમણે ઓક્ટોબર 2001 સુધી રાખવામાં તરીકે બઢતી આપવામાં આવી હતી. 2001 થી, નરેન્દ્ર મોદી પક્ષ દ્વારા પસંદ થયેલ, બેકરૂમ બળવામાં મુખ્ય મંત્રી કેશુભાઇ પટેલને દૂર કરાયા પછી, ગુજરાત મુખ્ય પ્રધાન છે.
રાષ્ટ્રીય સ્તરે તેમના કાર્ય દરમિયાન, મોદી માટે અમુક રાજ્ય જમ્મુ અને કાશ્મીર અને સમાન રીતે સંવેદનશીલ ઉત્તર પૂર્વી રાજ્યો સંવેદનશીલ અને નિર્ણાયક રાજ્ય સહિત સ્તર એકમો, તે બાબતો દેખરેખ જવાબદારી આપવામાં આવી હતી. તેમણે કેટલાક રાજ્યોમાં પક્ષ સંસ્થા સુધાર માટે જવાબદાર હતા (સંદર્ભ આપો). જ્યારે રાષ્ટ્રીય સ્તરે કામ, મોદીએ પક્ષ માટે એક મહત્વના પ્રવક્તા તરીકે ઉભરી અને કેટલાક મહત્વના પ્રસંગોએ પર મુખ્ય ભૂમિકા ભજવી હતી.

વ્યક્તિત્વ

મોદી એક સાદી જીવનશૈલી ધરાવતા અગ્રણી તરીકે જાણીતા છે.તેમનો વ્યકિતગત સ્ટાફ ૩ વ્યકિત પુરતો સિમિત છે.તે કાર્યલક્ષી અને અંતર્મુખી મુખ્ય પ્રધાન તરીકે ઓળખાય છે.[૧૭] તેમણે ઘણા હિન્દૂ મંદિરો કે જે યોગ્ય સરકારી મંજૂરી વિના બનાવવામાં આવ્યા હતા તેને ના તોડી પાડવાનો આદેશ આપ્યો હતો.આ કારણે તેઓ વિશ્વ હિંદુ પરિષદના ગુસ્સાનુ કારણ બન્યા હતા.તેમને એક સારા વક્તા તરીકે જોવામાં આવે છે. મોદી અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવે છે.[૧૮]

મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ

ગુજરાત ભુકંપ

આ સૌથી મોટો પડકાર છે, જેનો તેમણે સામનો કર્યો હતો. જ્યારે તેમણે મુખ્ય મંત્રી તરીકે સંભાળ્યો, અને જાન્યુઆરી 2001 ના ભયાનક ગુજરાત ભૂકંપ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પુનર્નિર્માણ સુધારણા હતું. ભુજ ડબર એક શહેર હતું અને હજારો લોકો કામચલાઉ આશ્રયસ્થાનોમાં કોઈપણ મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગર રહેતા હતા. ભુજ આજે કેવી રીતે મોદી સર્વગ્રાહી વિકાસ માટે તક માં પ્રતિકૂળતા ચાલુ છે સાબિતી છે. આ કટોકટીની પરિસ્થિતિમાં, મોદીએ તાત્કાલિક કામ શરુ કરવા માટે ફરીથી ગોઠવવા અને સ્થાનિક અર્થતંત્રમાં ઉત્તેજીત સાથે ફાળે જાય છે [2] મોદી માત્ર 500 દિવસમાં 876618 ગૃહો પુનઃસંગ્રહ એક આંતરરાષ્ટ્રીય રેકોર્ડ કરવામાં (સંદર્ભ આપો).. નરેન્દ્ર મોદી માતાનો આફત સંચાલન અને પુનઃસ્થાપનના ઉત્કૃષ્ઠ યોગદાન માટે માટે ગુજરાત સરકારે 16-10-2003 ના રોજ યુએન ગુણવત્તા આફત સંચાલન અને જોખમ ઘટાડાના ક્ષેત્રમાં વિલક્ષણ કાર્ય માટે Sasakawa પ્રમાણપત્ર મળ્યું. [3]

ગુજરાત હિંસા

૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ નાં રોજ હિંદુ યાત્રાળુઓ અને ધાર્મિક કારીગરો પવિત્ર શહેર અયોધ્યાથી પરત ફરી રહ્યા હતા ત્યારે ગોધરામાં થયેલા કોમી રમખાણમાં લગભગ ૫૯ લોકોના સ્થળ પર જ મૃત્યુ થયા.[૧૯] સ્થાનિક મુસ્લિમ નેતાઓએ ટ્રેન ને બાળી હોવાનો આક્ષેપ છે.[૨૦] માનવ અધિકાર જૂથો અને એનજીઓ દ્વારા કરાયેલા અભ્યાસમાં આ આંકડો લગભગ ૨૦૦૦ ને પાર છે. સત્તાવાર આંકડા પ્રમાણે ૭૯૦ મુસ્લિમો અને ૨૫૪ હિંદુઓ ની હત્યા કરવામાં આવી હતી, ૨૨૩ લોકોના ગુમ થયાનો અહેવાલ હતો અને ૨,૫૦૦ ઘાયલ થયા હતા.[૨૧] હુલ્લડનું કારણ ગોધરા ટ્રેન રમખાણ માનવામાં આવે છે જેમાં લગભગ ૫૩ હિંદુ કાર સેવકોને કથિત મુસ્લિમ જૂથ દ્વારા જીવંત બાળવામાં આવેલા.[૨૨][૨૩]મોદી વહીવટ પર રમખાણો નોઆરોપ મૂકવામાં આવ્યો હતો અને તેમને શંકાસ્પદ ઠેરવવામાં આવ્યા હતા. ગોધરા હત્યાકાંડ માટે વ્યાપક પ્રતિક્રિયા આપવામાં, ભારતીય લશ્કર અને રાજ્ય પોલીસની સંયુક્ત તાકાત પણ અપૂરતી સાબિત થઇ છે આ વાતની પુષ્ટિ 1 માર્ચ ના રોજ મીડિયા અહેવાલો દ્વારા કરવામાં આવી હતી.[૨૪]
૨૦૦૪ માં રેલ્વે પ્રધાન લાલુ પ્રસાદ યાદવ દ્વારા સ્થપાયેલી બેનર્જી સમિતિએ ૨૦૦૬ નાં એહવાલમાં જણાવ્યું કે ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ નાં રોજ સાબરમતી એક્ષ્પ્રેસ્સ નાં એસ-૬ કોચ માં જે આગ લાગી તેનું કારણ તેમાં ખોરાક રાંધતા લોકો હતા અને તે બનાવમાં કોઈ પ્રકારની મુસ્લિમ સંડોવણી ન હતી.[૨૫][૨૬] ત્યાર બાદ ગુજરાત હાઈ કોર્ટ દ્વારા બેનરજી સમિતિ ગેરકાયદેસર જાહેર કરવામાં આવી હતી. પછી નાણાવટી સમિતિએ આ ઘટના ને 'પૂર્વ આયોજિત કાવતરું' કહ્યું અને નરેન્દ્ર મોદી ને ક્લીન ચીટ આપી[૨૭]સુપ્રિમ કોર્ટે રચેલી સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ)એ ૨૦૦૨માં થયેલા કોમી રમખાણોમાં પોતાની બંધારણીય ફરજોને આધિન રહીને આ તોફાનો ડામવામાં નિષ્કાળજી દાખવી હોવાના આરોપોમાંથી તેમને ડિસેમ્બર ૨૦૧૦માં મુક્ત કર્યા.[૨૮]

રાજકીય પડતી

આ તોફાનોનાં એક પ્રત્યાઘાતો તરીકે, મોદી મુખ્યમંત્રી તરીકે તેમનાં સ્થાન માંથી રાજીનામું આપે તેવી માગણી હતી. વિરોધ પક્ષો દ્વારા આ મુદ્દે રાષ્ટ્રીય સંસદ સ્થગિત કરવામાં આવી હતી, પણ દ્રવિડ મુનેત્ર (ડીએમકે) કઝગમ અને તેલુગુ દેસમ પાર્ટી (ટીડીપી), આ મુદ્દે ભાજપનાં સાથી હતાં. મોદીને રાજીનામું માટે પૂછવામાં મોદીએ ગવર્નરને રાજીનામું સુપરત કર્યું અને ૧૦ મી ગુજરાત વિધાનસભાનાં વિસર્જનની ભલામણ કરી હતી. મોદીના નેત્રૃત્વ હેથળ ભાજપે ૨૦૦૭ની વિધાનસભાની ચૂંટણીમા ૧૮૨માંથી ૧૨૭ બેઠકો જીતી લેતા ગુજરાતમાં તેમની સત્તા કાયમ રહી હતી.
યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાએ મોદી માટે વિઝા નકાર્યા હતા. જેના માટે તેમણે ધાર્મિક સ્વતંત્રતા આંતરરાષ્ટ્રીય ૧૯૯૮ ધાર્મિક ફ્રિડમ એક્ટ હેઠળ ઉલ્લંઘન માટે જવાબદારી માટે જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો.
એપ્રિલ ૨૦૦૯ માં, ભારતની સુપ્રિમ કોર્ટે કથિત મુસ્લિમ વિરોધી મોદીની ભૂમિકામાં સંશોધનો માટે એક ખાસ ટીમ નિમણૂક કરી. આ ટીમનું ગઠન જાકિયા જાફરી, ભૂતપૂર્વ-કોંગ્રેસ એમપી એહસાન જાફરીની વિધવા ની ફરિયાદના આધારે કરવામાં આવી હતી, અત્રે ઉલ્લેખનીય છે કે એહસાન જાફરીની હુલ્લડોમાં હત્યા કરવામાં આવી હતી.

૨૦૦૭ની ચૂંટણી

માતાનો મોદીએ 2007 ના ચૂંટણી પ્રચાર અમુક ઉત્તેજનાત્મક ગુજરાત અને તેની આક્રમક નેતાગીરી માટે તેમની દ્રષ્ટિ પ્રતિબિંબ ભાષણો સાથે ચિહ્નિત થયેલ હતી. આવી એક ભાષણ માંગરોલ ખાતે સોનિયા ગાંધી માતાનો ભાષણ તેમને "મોત ના સોદાગર" ,[૨૯]અને Sohrabuddin હત્યાનો ઉલ્લેખ કરવામા આવ્યો હતા . [શોહરાબુદીન ના નકલી એનકાઉનટર]. આ ભાષણ માટે ભારતના ચૂંટણી પંચે, બંધારણીય ભારતમાં ચૂંટણી કાર્યવાહી મંડળ, મોદીએ ચેતવણી તરીકે તેને એક પ્રવૃત્તિ છે કે જે વિવિધ સમુદાયો વચ્ચે હાલની તફાવતો ગુસ્સે શકે રચ્યાપચ્યા તરીકે ગણવામાં આવે છે. જો કે, એક જ પ્રક્રિયા સોનિયા ગાંધી માતાનો મોદી સમર્થકોએ જાહેર જનતાનો ઉત્સાહ ઘણો કારણ સામે આવ્યા છે.

તા. 9-06-2013-દેશભરમાં વડાપ્રધાન પદના દાવેદાર તરીકે ઉભરી રહેલા નરેન્‍દ્ર મોદીને રાજકીય યાત્રાની વાત કરીએ તો શરૂઆતના ગણા વર્ષો સુધી રાષ્‍ટ્રીય સ્‍વયંસેવકસંધના પ્રચારક રહ્યા હતા. તેમણે ગુજરાત યુવિર્વસિટીમાંથી રાજકીય શાષાની માસ્‍ટર ડિગ્રી મેળવી હતી. ત્‍યારબાદ તેમણે રાજનીતિમાં ઝંપલાવ્‍યું હતુ.
    ૧૯૯૪માં ગુજરાત વિધાનસભામાં ભાજપની જીતમાં મોદીની રણનીતિ સફળ રહી
    ૧૯૯૪માં મોદીને પક્ષના રાષ્‍ટ્રીય સચિવ બનાવાયા
    ૧૯૯૮માં પક્ષના મહાસચિવ બનાવાયા
    ઓક્‍ટોબર ૨૦૦૧માં મોદીના સમયમાં થયેલો ગોધરાકાંડ
    ગોધરાકાંડ બાદ ભારે દબાણમાં આવી ગયા બાદ મોદીએ મુખ્‍યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્‍યુ અને ફરીથી ચૂંટણી યોજાઈ
    વર્ષ ૨૦૦૨માં વિધાનસભાની ૧૮૨ સીટોમાંથી ૧૨૭ સીટો મેળવીને ભાજપને જંગી બહુમતિથી વિજય અપાવ્‍યો
    ૨૦૦૪માં અમેરિકાએ મોદીના ગોધરાકાંડની સંડોવણી બદલ વીઝા આપવાનો ઇન્‍કાર કરી દેવામાં આવ્‍યો જે આજ દિન સુધી અમલમાં છે
    વર્ષ ૨૦૦૬ જુલાઈમાં મોદીએ વડાપ્રધાન મનમોહનસિંહ પર આતંકવાદ તરફ કુણુ વલણ અપનાવવા બદલ જોરદાર ટિકા કરી હતી
    ૨૦૦૭માં બીજી વખત જંગી બહુમતિ મેળવીને મુખ્‍યમંત્રી તરીકે નિયુક્‍ત થયા હતા
    ૨૦૧૧ના અંતમાં અને ૨૦૧૨ની શરૂઆતમાં મુસલમાનોને પોતાની તરફ ખેચવા માટે સદ્‌ભાવા મિશન જેવા અભિયાનો હાથ ધરીને ઉપવાસ કર્યા હતા જેની દેશભરમાં નોંધ લેવાઈ હતી
    ૨૪ ઓગસ્‍ટ ૨૦૧૧ના રોજ લોકાયુક્‍તની નિયુક્‍તિના મુદ્દે મોદી સરકાર અને રાજ્‍યના રાજ્‍યપાલ વચ્‍ચે મતભેદો ઉભા થયા હતા
    વર્ષ ૨૦૧૨માં ગુજરાતમાં મોદીના નેતળત્‍વ હેઠળ ત્રીજી વખત વિધાનસભાની ચૂંટણી જીતીને સતત ત્રીજી વખત મુખ્‍યમંત્રી તરીકે નિયુક્‍ત થયા છે
    માર્ચ ૨૦૧૩માં ભાજપના સંસદીય બોર્ડના મુખ્‍ય સભ્‍ય તરીકે નિમણૂંક કરાઈ હતી
    જૂન ૨૦૧૩માં ગોવામાં ભાજપના ચૂંટણી પ્રચાર સમિતિના અધ્‍યક્ષ પદે નિયુક્‍ત કરાયા હતા[૩૦]

ગુજરાતનો વિકાસ

મોદીએ જ્યારે ગુજરાત ની સત્તા સાંભળી ત્યારે ગુજરાતની અર્થવ્યવસ્થા નબળી હતી અને અને ગૃહ વિકાસ સીમિત હતો.[૩૧] મોદીએ સરકારનું વહીવટી ખાતું ફરી સંગઠિત કર્યું અને મોટા પાયે ખર્ચ પર કાપ મુક્યો.[૩૨] જેના કારણે મોદી શાસનના પ્રથમ તબક્કામાં ગુજરાત ની આર્થિક વૃદ્ધિમાં 10 ટકા નો વધારો જોવા મળ્યો. આ વધારો ભારતના અન્ય કોઈ પણ રાજ્ય કરતા વધારે હતો.[૩૩]
મુખ્યમંત્રી તરીકે, મોદીએ ગુજરાતનો વિકાસ વિવિધ યોજનાઓ દ્વારા અમલમાં મૂક્યો છે.[૩૪] આમાં પંચામૃત યોજનાનો સમાવેશ થાય છે,[૩૫][૩૬][૩૭] રાજ્યના સંકલિત વિકાસ માટે પાંચ -પાંખિયાવાળી વ્યૂહરચના, "સુજલામ-સુફલામ", જળ સંરક્ષણ અને તેના ઉચિત વપરાશ તરફી એક નવીન પગલામાં ગુજરાતમાં જળ સંસાધનોની એક ગ્રીડ રચવાની યોજના છે.
  • કૃષિ મહોત્સવ – જમીન માટેની કૃષિ વિષયક સંશોધન પ્રયોગશાળા
  • ચિરંજીવી યોજના – શિશુ મૃત્યુ દર ઘટાડવા માટે
  • માતૃ વંદના – પ્રજનન અને બાળ આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત પ્રતિબંધક અને ઉપચારાત્મક સેવાઓ ઉપલબ્ધ કરાવે છે
  • બેટી બચાવો – લૈંગિક ગુણોત્તર સુધારવા માટે શિશુ બાળકીઓને રક્ષણ આપવાની ઝુંબેશ
  • જ્યોતિગ્રામ યોજના – પ્રત્યેક ગામના વિદ્યુતિકરણ માટે
  • કર્મયોગી અભિયાન – સરકારી કર્મચારીઓને શિક્ષિત અને તાલીમ આપવા માટે
  • કન્યા કેળવણી યોજના – કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે
  • બાળભોગ યોજના – વિદ્યાર્થીઓ માટેની મધ્યાહ્ન ભોજન માટે

આતંકવાદ વિષે

On 18 July 2006 Modi delivered a speech criticizing Indian Prime Minister મનમોહન સિંહ "for his reluctance to revive anti-terror legislations" like the Prevention of Terrorism Act. He asked the Centre to empower states to invoke tougher laws in the wake of the blasts in Mumbai.[૩૮] Quoting Modi:
Terrorism is worse than a war. A terrorist has no rules. A terrorist decides when, how, where and whom to kill. India has lost more people in terror attacks than in its wars.[૩૮]
Narendra Modi has frequently commented that if the BJP came to power at the Centre, they will honor the 2004 Supreme Court judgement to hang Afzal Guru.[૩૯] Afzal was convicted of terrorism in the 2001 Indian Parliament attack in 2004 by the Supreme Court of India and is in Tihar Jail.[૪૦]
During the November 2008 Mumbai attacks, on Thursday 27 November, Narendra Modi held a meeting to discuss waterfront security along the coastline.[૪૧] At the conclusion of the meeting, it was decided that a number of steps be taken to improve security:
  • Increase the number of police stations along the coast to 50 (from 10)
  • Increase the number of police to 1500 from 250
  • 30 modern high-speed surveillance boats.

૨૦૦૯ની લોકસભા ચૂંટણી

તેમ છતાં ભાજપ મુશ્કેલીથી માટે ગુજરાત, રાજકોટ બેઠક નિયંત્રણ લગભગ 20 વર્ષ પછી, નુકશાન માં બેઠકો બહુમતી જીતવા વ્યવસ્થાપિત અનિચ્છનીય હતી. શરદ યાદવ જેવા અગ્રણી રાજકારણીઓ ટિપ્પણી કરી કે ભવિષ્યના વડાપ્રધાન તરીકે માતાનો ભાજપ મોદી પ્રક્ષેપણ 2009 ની લોકસભા ચૂંટણીઓમાં તેનો પ્રભાવ અસર છે..[૪૨] 'એક ખાનગી અહેવાલ, જે પક્ષ શરમજનક હાર માટે કારણો પર ભાજપ દ્વારા 2009 માં તૈયાર લોકસભા ચૂંટણી, 'ઘણી ભારતીય રાજકારણીઓ અને અન્ય પરિબળો વચ્ચે' મોદી આક્ષેપ છે. વધુમાં મોદીએ ઓફ બીજેપી ટીકા ગુજરાત નેતાઓ ચિંતાઓનો [૪૩][૪૪]

પુરસ્કારો અને ઓળખ

  • ૩૦ જાન્યુઆરી ૨૦૦૬ – "ઇન્ડિયા ટુડે" દ્વારા રાષ્ટ્ર ભરમાં હાથ ધરવામાં આવેલી મોજણીમાં, નરેન્દ્ર મોદીને દેશના શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યાં. .[૪૫]
  • ૫ ફેબ્રુઆરી ૨૦૦૭ – ઇન્ડિયા ટુડે -ઓઆરજી માર્ગ દ્વારા રાષ્ટ્રભરમાં હાથ ધરવામાં આવેલી મોજણીમાં ત્રીજી વખત શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યાં, જે કોઈપણ મુખ્યમંત્રી માટે ૫-વર્ષના સમયગાળા દરમિયાન એક અનન્ય ઉપલબ્ધિ છે.
  • ૨૫ ઑગસ્ટ ૨૦૦૯– FDI magazine દ્વારા વર્ષ ૨૦૦૯ માટેના એફડીઆઇ વ્યક્તિત્વના એશિયાઈ વિજેતા તરીકે પસંદગી પામ્યા. .[૪૬]
  • પૂના ગુજરાતી બંધુ સમાજ દ્વારા ગુજરાત રત્ન .[૪૭]
  • કમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડીયા" દ્વારા ઇ-રત્ન [૪૮]
  • શ્રેષ્ઠ મુખ્યમંત્રી-ઇન્ડીયા ટુડે મેગેઝીન દ્વારા [૪૯]

વિકાસનાં મુદ્દા વિષે તેમની પ્રશંસા

સંસ્થા ઉલુમ, દેવબંદ , મૌલાના ગુલામ મોહમ્મદ વાસ્તવી, વાઇસ ચાન્સેલર-પોસ્ટ-ગોધરા કોમી રમખાણો અને મુસ્લિમ સમુદાય માટે ત્યારબાદ meted સારવાર ઉપર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે ક્લિન ચીટ આપી હતી. પણ તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત મુસ્લિમ સમુદાય ભારતમાં અન્ય કોઇ પણ રાજ્ય કે સરખામણીમાં સૌથી વધુ સમૃદ્ધ હોય છે [૫૦] હરિયાણાનાં નાણા મંત્રી અને અજય સિંહ યાદવ, જે પ્રતિસ્પર્ધી કોંગ્રેસ પાર્ટી માટે અનુલક્ષે છે જંગલો તેના કૃષિ નીતિ અને વિકાસ માટે નરેન્દ્ર મોદી પ્રશંસા ટ્રેક રેકોર્ડ.[૫૧]

બિલ ગેટ્સ (Bill gates)


બિલ ગેટ્સ
Bill Gates - World Economic Forum Annual Meeting Davos 2008 number3.jpg
બિલ ગેટ્સ વલ્ડ ઇકોનોમિક ફોરમ ખાતે, ૨૦૦૮
જન્મની વિગત ૨૮, ઓક્ટોબર, ૧૯૫૫
સિઆટેલે, વોશિન્ગટન, અમેરિકા
રાષ્ટ્રીયતા અમેરિકન
નાગરીકતા અમેરિકન
વ્યવસાય માઇકોર્સોફ્ટ ના અધ્યક્ષ અને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ-સ્થાપક
વતન સિઆટેલે, વોશિન્ગટન, અમેરિકા
જીવનસાથી મેલિન્ડા ગેટ્સ (૧૯૯૪)
સંતાન જેનિફર કેથરિન ગેટ્સ(૧૯૯૬), રોરિ જોન ગેટ્સ (૧૯૯૯) અને ફેબ્બે એડલે ગેટ્સ(૨૦૦૨)
હસ્તાક્ષર
Bill Gates signature.svg

 શરૂઆતનું જીવન

ગેટ્સનો જન્મ વોશિંગ્ટન રાજ્યના સિએટલ શહેરમાં થયો હતો. તેમના પિતા વિલિયમ એચ. ગેટ્સ, સિનિયર|વિલિયમ એચ. ગેટ્સ,સિનિયર. અને માતા મેરી મેક્સવેલ ગેટ્સ હતા.તેમનો પરિવાર ઉચ્ચ મધ્યમ વર્ગનો હતો. તેમના પિતા પ્રખ્યાત વકીલ હતા. તેમની માતાએ ફર્સ્ટ ઇન્ટરસ્ટેટ બેન્કસિસ્ટમ અને યુનાઇટેડ વે ઓફ અમેરિકા|યુનાઇટેડ વે ના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ફરજ નીભાવી હતી. તેણીના પિતા નેશનલ બેન્ક્ર યુનાઇટેડ સ્ટેટ્સ|નેશનલ બેંક ના પ્રેસિડેન્ટ હતા. ગેટ્સની મોટી બહેનનું નામ ક્રિસ્ટી (ક્રિસ્ટિના) અને નાની બહેનનું નામ લિબી છે.તેમના પરિવારમાં તેઓ ચોથા હતા જેમને આ નામ મળ્યું હતું પરંતુ તેઓ વિલિયમ ગેટ્સ 3 અથવા "ટ્રેય" તરીકે જાણીતા છે કેમકે તેમના પિતાએ તેમના નામની પાછળ 3 પ્રત્યય કાઢી નાખ્યો હતો. શરૂઆતના જીવનમાં તેમના માતા-પિતાએ તેમની કારકિર્દી માટે કાયદા ક્ષેત્ર પર પસંદગી ઉતારી હતી.
13 વર્ષની ઉંમરે તેમણે વિશિષ્ટ પ્રારંભીક શાળા લેકસાઇડ સ્કૂલ|લેકસાઇડ સ્કૂલમાં પ્રવેશ કર્યો હતો. તેઓ જ્યારે આઠમાં ધોરણમાં અભ્યાસ કરતાં હતાં ત્યારે શાળાના મધર ક્લબે લેકસાઇડ સ્કૂલના રદ્દી સામાનોના વેચાણથી ઉંભા થતા નાણાંનો ઉપયોગ શાળાના વિદ્યાર્થીઓ માટે એએસઆર-33 ટેલિટાઇપ કોમ્પ્યુટર ટર્મિનલ|ટર્મિનલ તથા જનરલ ઇલેક્ટ્રીક કોમ્યુટર પર એક કોમ્પ્યુટર સમય બ્લોક ખરીદવા માટે કર્યો હતો. ગેટ્સે બેઝિક પ્રોગ્રામિંગ લેન્ગવેજ|બેઝિકમાં જીઇ સિસ્ટમના પ્રોગ્રામિંગમાં રસ દર્શાવ્યો હતો અને તેમના આ રસ માટે તેમને ગણીતના વિષયમાં તેમને રજા આપવામાં આવતી હતી. તેમણે પ્રથમ કોમ્પ્યુટર પ્રોગ્રામ આ મશીનમાં લખ્યો હતો. ટિક-ટેક-ટો નામથી ઓળખાતા આ પ્રોગ્રામમાં વપરાશકર્તા કોમ્પ્યુટર સાથે રમત રમી શકતા હતા.ગેટ્સ આ મશીનથી અને તે જે ચોક્સાઇથી હંમેશા સોફ્ટવેર કોડનું પાલન કરતું હતું તેનાંથી ભારે આકર્ષિત થયા હતાં. તેમણે પાછળથી આ અંગે નિવેદન કર્યું હતું કે, " આ મશિનમાં ખરેખર કોઇ વિશિષ્ટ ચોકસાઇ હતી." દાનની તમામ રકમ પૂર્ણ થઇ ગયા બાદ તેમણે અને તેમના અન્ય મિત્રોએ ડિજિટલ ઇક્વિપમેન્ટ કોર્પોરેશન|ડીઇસી પ્રોગ્રામ્ડ ડેટા પ્રોસેસર|પીડીપી અને મિનિ કોમ્પયુટર|મિનિકોમ્પ્યુટર્સ જેવી પધ્ધતિમાં સમય ફાળવવાની શરૂઆત કરી.આમાંનું એક કોમ્પ્યુટર પીડીપી-10 કોમ્પ્યુટર સેન્ટર કોર્પોરેશન (સીસીસી)નું હતું. મુક્ત કોમ્પ્યુટર સમય પ્રાપ્ત કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમ સાથે છેડછાડ કરતા પકડાયા હોવાથી લેકસાઇડ શાળાના ચાર વિદ્યાર્થીઓ ગેટ્સ,પોલ એલન, રિક વિલેન્ડ અને કેન્ટ એવાન્સ પર ઉનાળાના દિવસોમાં આ કમ્પ્યુટરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો.
પ્રતિબંધના અંતે ચારે વિદ્યાર્થિઓએ કોમ્પ્યુટરના સમયના બદલામાં સીસીસી સોફ્ટવેરમાં રહેલી ખામીઓ શોધવા માટે પ્રસ્તાવ મૂક્યો.ટેલિટાઇપ દ્વારા પધ્ધતીનો ઉપયોગ કરવાને બદલે ગેટ્સ સીસીસીના કાર્યાલયો પર ગયા અને પધ્ધતીમાં ચાલતા વિવિધ પ્રોગ્રામોનું સ્ત્રોત કોડ માટે અભ્યાસ કર્યો. આ પ્રોગ્રામ્સમાં ફોર્ટ્રાન|ફોર્ટરન, એલઆઇએસપી અને યંત્ર ભાષા|યંત્ર ભાષાનો સમાવેશ થાય છે. 1970માં સીસીસી બંધ થઇ ત્યાં સુધી તેની સાથેની આ ગોઠવણ ચાલી.ત્યાર પછીના વર્ષોમાં ઇન્ફોર્મેશન સાયન્સીસ ઇન્કે. કોબોલ|કોબોલમાં પેરોલ પ્રોગ્રામ લખવા માટે આ ચાર વિદ્યાર્થીઓને કામે રાખ્યા અને તેમને કોમ્પ્યુટર સમય અને રોયલ્ટી પૂરી પાડી.તેના કામકાજ પછી તેઓ તેમની પ્રોગ્રામિંગ ક્ષમતા અંગે સજાગ થયા, વર્ગોમાં વિદ્યાર્થીઓને અનુસૂચિત કરવા માટે ગેટ્સે શાળાનો કોમ્પ્યુટર પ્રોગ્રામ લખ્યો.તેમણે કોડને એવી રીતે બદલ્યો હતો કે જેથી ક્લાસમાં બને ત્યાં સુધી વિદ્યાર્થિનીઓ સાથે તેમનો ક્રમ આવે.તેમણે પાછળથી જણાવ્યું હતું કે મારા માટે મશીનથી દુર રહેવું અત્યંત મૂશ્કેલ બની ગયું હતું કે જ્યાં મારી સફળતા મને નિશ્ચીત જણાતી હતી. 17માં વર્ષે તેમણે ઇન્ટેલ ૮00૮ પ્રોસેસર પર આધારીત ટ્રાફિક કાઉન્ટર બનાવવા માટે એલન સાથે મળીને ટ્રાફ-ઓ-ડેટાની રચના કરી હતી. 1973ની શરૂઆતમાં બિલ ગેટ્સે યુ.એસ. હાઉસ ઓફ રિપ્રેસન્ટેટિવ્ઝમાં કોગ્રેંસનલ પેજ તરીકે સેવા આપી હતી."કોન્ગ્રેસનલ પેજ હિસ્ટ્રી",ધ યુનાઇટેડ સ્ટેટ્સ હાઉસ પેજ એસોસિએશન ઓફ અમેરિકા.પેજ પ્રોગ્રામે ઘણાં રાજકારણીઓ, કોગ્રેંસના સભ્યો તેમજ પ્રખ્યાત પુરુષો અને સ્ત્રીઓનું સર્જન કર્યું છે.આ યાદીમાં કોગ્રેંસમાં સૌથી વધુ સેવા આપનાર માનનિય જ્હોન ડિન્ગેલ, માઇક્રોસોફ્ટ કોર્પોરેશનના સ્થાપક અને સીઇઓ બિલ ગેટ્સ અને હાઉસના ભુતપૂર્વ ક્લાર્ક ડોનાલ્ડ કે એન્ડરસનનો સમાવેશ થાય છે.
ગેટ્સ 1973માં લેકસાઇડ સ્કૂલમાંથી સ્નાતક થયાં હતાં.તેમણે સ્કોલેસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટમાં 1600 માંથી 1590 માર્ક પ્રાપ્ત કર્યાં હતા અને ત્યાર પછી 1973 ના અંતે હાર્વર્ડ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. 1990 ના મધ્ય ભાગની પહેલા એસઇટીનો 1590 નો સ્કોરને બુદ્ધી આંકમાં 170ના આંકડા સાથે સરખાવવામાં આવતો. પ્રેસમાં આંકડાને ઘણી વાર દર્શાવવામાં આવ્યો છે.હાર્વર્ડમાં તેમનો ભેટો ભવિષ્યના વ્યાપાર સહયોગી સ્ટિવ બાલ્મેર સાથે થયો હતો જેમને પાછળથી ગેટ્સે માઇક્રોસોફ્ટના સીઇઓ બનાવ્યા. હાર્વર્ડમાં તેઓ કોમ્પ્યુટર વૈજ્ઞાનિક ક્રિસ્ટોસ પાપાડિમિટ્રિઓ|ક્રિસ્ટોસ પાપાડિમિટ્રિઓને પણ મળ્યાં હતાં જેમની સાથે મળીને પેનકેક સોર્ટિંગ પરના પેપર પર કામ કર્યું હતું. હાર્વર્ડમાં વિદ્યાર્થી હતાં તે દરમિયાન તેમણે સુયોજીત અભ્યાસ યોજના નક્કી કરી ન હતી અને મોટા ભાગનો સમય શાળાના કોમ્પ્યુટરોનો ઉપયોગ કરવામાં વ્યતીત કરતાં હતાં.તેઓ પોલ એલનના સંપર્કમાં રહ્યાં હતાં અને 1974 માં ઉનાળા દરમિયાન હનીવેલ ખાતે તેમની સાથે જોડાયા હતાં.પછીનો વર્ષોમાં તેમણે ઇન્ટેલ 8080 સીપીયુ પર આધારીત એમઆઇટીએસ અલ્ટેઇર 8800 રજુ કર્યું. ગેટ્સ અને એલને આ તેમના કાર્ય બાદ કોમ્પ્યુટર સોફ્ટવેર કંપની શરૂ કરવાનો નિર્ણય લીધો. તેમણે આ નિર્ણયની વાત તેમના માતા-પિતાને કરી હતી. કંપની શરૂ કરવામાં ગેટ્સની ઉત્સુકતા જોઇ ગેટ્સના માતા-પિતાએ આ અંગે તેમને સમર્થન આપ્યું હતું.

માઇક્રોસોફ્ટ

બેસિક

એમઆઇટીએસ અલ્ટેઇર ૮૮૦૦ સાથે ૮ ઇંચ ફ્લોપી ડિસ્ક સિસ્ટમ અલ્ટેઇર ૮૮૦૦ને દર્શાવતો "પોપ્યુલર ઇલેક્ટ્રોનિક્સનો જાન્યુઆરી ૧૯૭૫ નો ઇસ્યુ દેખ્યા બાદ ગેટ્સે નવા માઇક્રો ઇન્સ્ટ્રુમેન્ટેશન અને ટેલિમેટ્રી સિસ્ટમ્સ|માઇક્રોકોમ્પ્યુટરની સર્જક કંપની માઇક્રો ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ ટેલિમેટ્રી સિસ્ટમ્સ (એમઆઇટીએસ) નો સંપર્ક સાધ્યો હતો. તેઓ અન્ય સંસ્થાઓ માટે બેસિકના અધ્યાપકનું કાર્ય કરતાં હતાં.વાસ્તવમાં ગેટ્સ અને એલન પાસે અલ્ટેઇર ન હતું અને તેમણે તેના માટે કોઇ કોડ પણ લખ્યું ન હતું. તેઓ માત્ર એમઆઇટીએસનો રસ માપવા માંગતા હતાં. એમઆઇટીએસના પ્રેસિડેન્ટ એડવર્ડ રોબર્ટસ પ્રદર્શન માટે તેમને મળવા સંમત થયા હતાં. થોડા સપ્તાહોમાં તેમણે અલ્ટેઇર એમ્યુલેટર વિકસાવી દીધું ત્યારબાદ તેમણે તેને માઇક્રોકોમ્પ્યુટર અને પછીથી બેસિક ઇન્ટરપ્રિટર પર ચલાવ્યું. અલ્બુકર્કમાં એમઆઇટીએસના કાર્યાલયોમાં ગોઠવવામાં આવેલા પ્રદર્શનો સફળ રહ્યાં અને તેના પરીણામ સ્વરૂપે તેમણે અલ્ટેઇલ બેઝિક જેવાં ઇન્ટરપ્રિટરની ફાળવણીનો એમઆઇટીએસ સાથે સોદો કર્યો. પોલ એલને એમઆઇટીએસમાં નોકરી મેળવી પછી ગેટ્સે પણ નવેમ્બર 1975માં એમઆઇટીએસમાં એલન સાથે કામ કરવા માટે હાર્વર્ડમાંથી રજાની પરવાનગી મેળવી.તેમણે તેમની ભાગીદારીનું નામ માઇક્રો-સોફ્ટ રાખ્યું અને અલ્બુકર્કમાં પ્રથમ કાર્યાલય સ્થાપ્યું.એક વર્ષના સમયગાળામાં ભાગીદારી તૂટી ગઇ અને 26 નવેમ્બર, 1976માં સ્ટેટ ઓફ ન્યુ મેક્સિકોના સિચવના કાર્યાલયમાં માઇક્રોસોફ્ટ નામની નોંધણી કરવામાં આવી.
કોમ્પ્યટરના ચાહકોમાંમાઇક્રોસોફ્ટનો બેઝિક લોકપ્રિય થઇ ગયો હતો પરંતુ ગેટ્સને જાણ થઇ કે તેની પ્રિ-માર્કેટ નકલો બજારમાં જાહેર થઇ ગયું હતું અને પુર ઝડપે તેની નકલો અને ફાળવણી થઇ રહી હતી.ફેબ્રુઆરી 1976માં ગેટ્સે એમઆઇટીએસના સમાચારપત્રમાં કોમ્પ્યુટર ચાહકોને ખુલ્લો પત્ર લખ્યો જેમાં તેમણે જણાવ્યું હતું કે એમઆઇટીએસ ચૂકવણી વગર ઉચ્ચગુણવત્તાયુક્ત સોફ્ટવેરનું ઉત્પાદન, ફાળવણી અને જાળવણી ચાલુ નહી રાખે. ઘણાં કોમ્પ્યુટર ચાહકોને આ પત્ર ન ગમ્યો પરંતુ ગેટ્સ તેમના વિચાર પર અડગ રહ્યાં કે સોફ્ટવેર ડેવલપર્સ તેમની ચૂકવણી માંગી શકે છે.1976ના પાછળના ભાગમાં માઇક્રોસોફ્ટ એમઆઇટીએસથી અલગ પડી ગયું અને વિવિધ સિસ્ટમો માટે લેંગ્વેજ સોફ્ટવેર માટે પ્રોગ્રામ બનાવવાનું ચાલુ રાખ્યું. કંપની 1, જાન્યુઆરી, 1979માં અલ્બુકર્કથી બેલેવ્યુ, વોશિંગ્ટન સ્થિત થઇ હતી.
માઇક્રોસોફ્ટની શરૂઆતમાં તેના બધાંજ કર્મચારીઓ પર કંપનીના વ્યવસાય માટે મોટી જવાબદારી હતી. ગેટ્સ વ્યાપારની બધીજ વિગતો તપાસતા અને તેની સાથે સાથે કોડ પણ લખવાનું તેમણે ચાલું રાખ્યું હતું. પ્રથમ પાંચ વર્ષ દરિમયાન કંપની દ્વારા નિકાસીત થતાં દરેક કોડની દરેક દરેક લાઇનને ધ્યાનપૂર્વક ચકાસતાં હતા અને જ્યાં તેમને જરૂર જણાય ભાગ ફરીથી લખતાં હતા

આઇબીએમમાં ભાગીદીરી

1980માં આઇબીએમે તેના આગામી પર્સનલ કોમ્પ્યુટર, આઇબીએમ પીસી માટે બેઝિક ઇન્ટરપ્રિટર લખવા માટે માઇક્રોસોફ્ટનો સંપર્ક સાધ્યો હતો.જ્યારે આઇબીએમના પ્રતિનિધીએ જણાવ્યું કે તેમને ઓપરેટિંગ સિસ્ટમની જરૂરીયાત છે ત્યારે ગેટ્સે તેમને વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી સીપી/એમ ઓપરેટિંગ સિસ્ટમ ડિજીટલ રિસર્ચનો ઉપયોગ કરવા માટે જણાવ્યું હતું. આઇબીએમની ડિજિટલ રીસર્ચ સાથેની મંત્રણા નિષ્ફળ નીવડી અને તેઓ પરવાનગી કરાર સુધી પંહોચી ન શક્યાં.આઇબીએમના પ્રતિનિધી જેત સેમ્સે ત્યારબાદ ગોઠવેલી ગેટ્સ સાથેની મૂલાકાતમાં પરવાનગીને લગતી સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો અને તેમને સ્વીકૃત ઓપરેટિંગ સિસ્ટમ મેળવવા માટે જણાવ્યું.થોડા સપ્તાહો બાદ ગેટ્સે સીપી/એમ જેવી 86-ડોસ નામની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવા માટે પીસી સમાન હાર્ડવેર બનાવનાર સિએટલ કોમ્પ્યુટર પ્રોડક્ટ્સ (એસસીપી)ના ટિમ પિટરસન સમક્ષ પ્રસ્તાવ મૂક્યો. માઇક્રોસોફ્ટે વિશેષ પરવાનગી એજન્ટ બનવા માટે એસસીપી સમક્ષ કરાર કર્યો અને ત્યારબાદ 86-ડોસની સંપૂર્ણ માલિકી મેળવી. પીસીની ઓપરેટિંગ સિસ્ટમને બંધબેસતી કરીને માઇક્રોસોફ્ટે 50,00 ડોલરની એક વખતની ફીના વિનિમય પેટે તે સિસ્ટમ આઇબીએમને આઇબીએમ પીસી-ડોસ તરીકે આપી. ગેટ્સે આઇબીએમને આગ્રહ કર્યો હતો કે આઇબીએમ આ ઓપરેટિંગ સિસ્ટમ પર કોપિરાઇટ રાખશે કારણકે તેઓ માનતાં હતાં કે અન્ય હાર્ડવેર વિતરકો આઇબીએનની આ સિસ્ટમની નકલ કરી શકે છે.

વિન્ડોવ્ઝ

ગેટ્સની દેખરેખ હેઠળ 25 જુન, 1981માં માઇક્રોસોફ્ટ કંપનીનું પુનગઠન કરવામાં આવ્યું જેમાં કંપનીનું વોશિંગ્ટન ખાતે પુનસ્થાપન કરવામાં આવ્યું અને ગેટ્સ માઇક્રોસોફ્ટ કંપનીના પ્રેસિડેન્ટ અને બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યાં.માઇક્રોસોફ્ટે 20 નવેમ્બર, 1985માં માઇક્રોસોફ્ટ વિન્ડોઝની છુટક આવૃત્તિ રજુ કરી અને ઓગષ્ટમાં કંપનીએ ઓએસ/2 નામની અલગ ઓપરેટિંગ સિસ્ટમ બનાવવા માટે આઇબીએમ સાથે કરાર કર્યો. બંને કંપનીઓએ નવી સિસ્ટમની પ્રથમ આવૃત્તી સફળતા પૂર્વક ડેવલપ કરી હોવા છતાં રચનાત્મક મતભેદોના કારણે બંનેની ભાગીદારીમાં વિખવાદ ઉભો થયો હતો. ગેટ્સે 16 મે, 1991માં આંતરીક મેમોનો ભંગ કર્યો હતો અને જાહેરાત કરી હતી કે ઓએસ/2 ની ભાગીદારીનો અંત લાવવામાં આવ્યો છે અને માઇક્રોસોફ્ટ તેના કાર્યો વિન્ડોઝ એનટી કેર્નેલ (કોમ્પ્યુટર સાયન્સ) ના વિકાસમાં લગાવશે

વ્યવસ્થાપન શૈલી

બિલ ગેટ્સે 27 ઓગષ્ટ,1998 ના દિવસે માઇક્રોસોફ્ટ ખાતે વક્યવ્ય આપ્યું હતું. 1975માં માઇક્રોસોફ્ટની સ્થાપના બાદ 2006 સુધી કંપનીની ઉત્પાદન વ્યુહરચના માટે પ્રાથમિક જવાબદારી ગેટ્સની હતી.તેમણે ભારે ઉત્સાહ સાથે કંપનીની પ્રોડક્ટસનો વ્યાપ વધાર્યો હતો અને જ્યારે પણ માઇક્રોસોફ્ટ સોર્વોચ્ચ હોદ્દો પ્રાપ્ત કરતી ત્યારે તેઓ તેને ટકાવી રાખવા માટે તનતોડ મહેનત પણ કરતાં હતા. એક્ઝિક્યુટિવ તરીકે ગેટ્સ માઇક્રોસોફ્ટના સિનિયર મેનેજરો અને પ્રોગ્રામ મેનેજરોને નિયમિત મળતા હતા.કંપનીને લાંબા ગાળાના જોખમમાં મુકી શકે તેવી મેનેજરોની વ્યાપાર વ્યૂહરચનામાં અને દરખાસ્તોમાં ખામીઓ દેખાતાં પ્રથમ તબક્કે તેમને શાબ્દિક લડાઇખોરી અને ધમકાવવાનો અભિગમ અપનાવ્યો હતો. તેઓ પ્રદર્શન દરમિયાન વાંરવાર આ શબ્દોનું ઉચ્ચારણ કર્યાં કરતાં હતા કે, "પહેલી વાર મેં આ પ્રકારની મૂર્ખામીભરી વાત સાંભળી.અને "શા માટે તમે તમારા બધાંજ (નાણાકિય)|વિકલ્પો છોડી પીસ કોર્પસમાં જોડાઇ જતાં નથી?"શરૂઆતમાં આક્રોશ વ્યક્ત કરી પછી તેઓ વિગતવાર દરખાસ્તનો બચાવ કરતાં અને છેવટે તેઓ સંપુર્ણપણ સંમત થઇ જતાં હતા. જ્યારે તેમના સહકર્મચારીઓ કોઇ કાર્યમાં ઢીલ કરતાં ત્યારે તેઓ કટાક્ષપૂર્વક કહેતાં કે હું કાર્ય સપ્તાહના અંતે પૂર્ણ કરી દઇશ. ભુતકાળામાં માઇક્રોસોફટ ખાતે ગેટ્સની ભૂમિકા પ્રાથમિક સ્તરે વ્યવસ્થાપક અને જો કે, શરૂઆતના વર્ષોમાં તેઓ સક્રિય સોફ્ટવેર ડેવલપર રહ્યાં હતાં અને ખાસ કરીને તેઓ કંપનીની પ્રોગ્રામિંગ લેગ્વેંજ પ્રોડક્ટ્સ માટે સક્રિય રહેતાં હતા. ટીઆરએસ-80 મોડલ 100 લાઇન માટે કામ કરતાં હતાં ત્યારથી તેઓ ડેવલપમેન્ટ ટીમમાં સત્તાવાર રીતે કામ નથી આપી રહ્યાં પરંતુ તેમણે છેક 1989 માં આ માટેનો કોડ રજુ કર્યો હતો.15 જુન, 2006માં ગેટ્સે જાહેરાત કરી હતી કે સેવાવૃત્તીના કામમાં વધારે સમય ફાળવવા માટે તે બે વર્ષ પછી રોજબરોજના કામમાંથી નિવૃત્તી લઇ લેશે.તેમણે તેમના કાર્યની જવાબદારી બે વ્યક્તિઓ વચ્ચે વહેંચી દીધી છે. રે ઓઝ્ઝીને રોજબરોજની જવાબદારી સોંપવામાં આવી જ્યારે ક્રેગ મુન્ડીને લાબાં ગાળાની ઉત્પાદન વ્યુહરચનાની જવાબદારી આપવામાં આવી.

અવિશ્વાસનો આરોપ

કેટલાક નિર્ણયો માટે માઇક્રોસોફ્ટના|વ્યાપાર સંબધિત વ્યવહાર સામે યુનાઇટેડ સ્ટેટ્સ એન્ટિટ્રસ્ટ લો|અવિશ્વાસનો આરોપ લગાવવામાં આવ્યો હતો.1998માં યુનાઇટેડ સ્ટેટ્સ વિ. માઇક્રોસોફ્ટ કેસમાં ગેટ્સે જે પૂરાવા આપ્યા હતા તેને કેટલાક પત્રકારોએ ઉડાઉ જણાવ્યા હતા.તેઓ "સ્પર્ધા", "સંબધ" અને "અમે" જેવા શબ્દોના પ્રાસગિક અર્થ માટે નિરિક્ષક ડેવિડ બોઇઝ સાથે દલિલમાં પડ્યાં."બિઝનેસ વિકે નોંધ્યું હતું,
ગેટ્સે પછીથી જણાવ્યું હતું કે તેમના શબ્દોને બોઇઝ ખોટી રીતે પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરતાં હતાં તેને અટકાવવાનો તેમણે સામાન્ય પ્રયત્ન કર્યો હતો.તેમની નિવેદનના સમય દરમિયાન તેમણે જણાવ્યું હતું કે શું હું બોઇઝને સીધા જવાબો આપવાનું ટોળું છું?મે ગુનાઓ પર દલીલ કરી છે.બોઇઝના સામે હું ઉદ્ધતાઇથી વર્ત્યો હોઇ તો મને જે પણ સજા આપશો તે મંજુર છે.

જાહેરખબરોમાં દેખાવ

બિલ ગેટ્સે 2008માં નિર્ણય લીધો હતો કે માઇક્રોસોફ્ટને પ્રમોટ કરવા માટે તેમણે જાહેરખબરોની હારમાળમાં ઓછામાં ઓછા એક વખત પ્રસ્તુત થવાનું રહેશે. આ વ્યાપારિક જાહેર ખબરમાં બે અજાણ્યા માણસો વચ્ચેની 90 સેકન્ડની વાતચીત દર્શાવવામાં આવી છે જેમાં જેરી સિનફેલ્ડ ડિસ્કાઉન્ટ શુઝ સ્ટોર (શુઝ સર્કસ) ની બહાર ચાલે છે અને બિલ ગેટ્સ અંદર શુઝની ખરીદી કરી રહ્યાં છે.સેલ્સમેન શ્રીમાન ગેટ્સને શુઝ વેચવાનો પ્રયત્ન કહ્યો છે જે કદમાં ઘણાં મોટા છે.શ્રીમાન સિનફેલ્ડ કંકિવસ્ટડોર્સ નામના શુઝ અંગે માહિતી આપે છે જે સામાન્ય સજ્જડ છે અને તેમને 10 સાઇઝના શુઝ વેચે છે (જ્યારે સ્ટોર ક્લાર્ક 11 સાઇઝના શુઝનો પ્રયત્ન કરી રહ્યાં છે)શ્રીમાન ગેટ્સ શુઝની ખરીદી કરે છે અને ડિસ્કાઉન્ટ કાર્ડ ઉચું કરે છે જે 1977માં તેમની ટ્રાફિક ઉલંઘન માટે ન્યુમેક્સિકોમાં ધરપકડ કરવામાં આવી ત્યારે તેમનું મગશોટ હતું તેમાં સામાન્ય ફેરફાર સાથે રજુ કરવામાં આવ્યું હતું. તેઓ મોલમાંથી બહાર નિકળે છે ત્યારે જેરી સિનફેલ્ડ બિલ ગેટ્સને પુછે છે કે તેમણે અન્ય ડેવલપર્સ તરફ મન વાળ્યું હતું ત્યારે તેમને જવાબમાં હકાર મળે છે પછીથી પુછવામાં આવે છે કે તેઓ કોમ્પ્યુટર્સ ઇડિબલ બનાવી રહ્યાં છે ત્યારે પણ તેનો જવાબ હા મળે છે.ઘણાં લોકો કહે છે કે આ શ્રીમાન સિનફેલ્ડના પોતાના કાર્યક્રમ "નથિંગ" (સિનફેલ્ડ) ને અંજલી છે

Tuesday, 20 November 2012

Trust




તપાસી લે મુજને,હું તારામાં પ્રસરેલ શ્વાસ છું,
દરેક શ્વાસ ઉશ્વાસને અંતે,હું તારો વિશ્વાસ છું..

-અશોક વાવડીયા,《રોચક》♥

“મને યાદ આવે છે”

ધોધમાર વરસાદ મા ભીંજાતા ભીંજાતા
બાળપણ
મા કરેલા પાણી ના છબછબીયા યાદ આવે
છે…
કોલેજો ના પગથીયા ચડતા ચડતા
બાલમંદિર
ના નાના નાના પગથીયા યાદ આવે છે…
કોલેજો મા નોટ્સ બનાવતા બનાવતા
બાળપણ નુ લેશન યાદ આવે છે…
કેન્ટીન મા નાસ્તૉ કરતા કરતા
શાળા મા લઇ જતો નાસ્તા નો ડબો યાદ
આવે છે….
મોર્ડન જીન્સ ટી-શર્ટ પહેરતા પહેરતા
બાળપણ ના સ્કૂલ યુનિફોર્મ યાદ આવે છે
…..
મિત્રો સાથે હસતા હસતા કલાસરૂમ
મા જતા જતા
શાળામા મુકવા આવેલ મમ્મી ને
રડતા રડતા ટાટા કહેવાનુ યાદ આવે
છે…
બાયનરી,ડેસીમલ,હેક્ઝા,ઓક્ટલ
ની ગણતરી મા
બાળપણ ના એકડા યાદ આવે છે…
વિદેશી કંપનીઓ ના પિઝા,બર્ગર
ખાતા ખતા
બાળપણ મા ખાધેલા પફ,ચોકલેટો અને
આઇસક્રીમ યાદ આવે છે….
થન્સઅપ,કોકાકોલા,સ્પ્રાઇટ
પીતા પીતા
બાળપણ ની ૧રૂ. વાળી પેપ્સીકોલા યાદ
આવે છે…
કોમ્પ્યુટર મા ગેમ રમતા રમતા
બાળપણ ની રમેલી વિડીયો ગેમ યાદ આવે
છે…
મોબઈલ,લેપટોપ ની વાતો કરવામા
બાળપણ મા કરેલી રીમોટ
વાળી ગાડીઓ ની વાત યાદ આવે છે..
મિત્રો સાથે બાઈકો લઈ ને
ફરવા જતા જતા
બાળપણ મા મિત્રો સાથે
ફેરવેલી સાઈકલ યાદ આવે છે…
રાત્રે બેડશીટ પર સુતા સુતા
ઘોડીયા મા સુતેલા પળ યાદ આવે છે…
વેકેશન મા ફરવા જતા જતા
મામા ના ઘરે વીતાવેલ પળ યાદ આવે છે…
ઓફિસ ચેર મા જુલતા જુલતા
બાળપણ ના હીંચકા યાદ આવે છે..
મોર્ડન હાઈટેક જમાના મા
બાળપણ ની શાન્તી વાળુ જીવન યાદ આવે
છે..
બાળપણ નુ સ્મરણ મને થાય છે
મને બાળપણ યાદ આવે છે…..!

Friday, 16 November 2012

At List I am human


Never Forget


Gujarati Quotes


Dream and True


Relations


Life Skill


Real Work


સફળતા-નિષ્ફળતા


Word Game


Gujarati Quotes




સાચા લોકો સાથે એડજસ્ટમેન્ટ કરવું એ
ખોટા લોકો સાથે દલીલબાજી પર ઉતરવા કરતાં સારું છે.
અર્થપૂર્ણ મૌન રાખવું એ
અર્થહીન શબ્દો વાપરવા કરતાં સારું છે.

મારું ગુજરાત

મારું ગુજરાત.....
સૌનું ગુજરાત.....