Presenting Most Popular Gujarati Comedy Full Natak (Drama) 2015 "ચુપ રહો ખુશ રહો (Chup Raho Khush Raho)" starring your favorites Sanjay Goradia, Pratap Sachdev. Sure you are going to love this. Natak Credits: Cast: Sanjay Goradia, Pratap Sachdev, Vaishali Trivedi, Alpana Buch, Nayan Shukal, Sanjay Dholakia Director: Sanjay Goradia Writer: Rajesh Maniyar Natak Synopsis: Chup Raho Khush Raho Gujarati Natak (Gujarati Drama) online directed by Sanjay Goradia and written by Raeesh Maniyar. The funny comedy on four couple living under a roof and trying to get some privacy to get other couples out. A couple own the flat get dragged into this frenzy. Story becomes more interesting and funny when a produce of television serial offer a huge project to the owner of the flat and trying to make their best while it goes other way around and make lots of comedy laugh and fun. Watch the Video to know more:
Monday, 27 August 2018
Chup Raho Khush Raho - Amazing Full Gujarati Comedy Natak 2015 | Sanjay Goradia, Pratap Sachdev
Presenting Most Popular Gujarati Comedy Full Natak (Drama) 2015 "ચુપ રહો ખુશ રહો (Chup Raho Khush Raho)" starring your favorites Sanjay Goradia, Pratap Sachdev. Sure you are going to love this. Natak Credits: Cast: Sanjay Goradia, Pratap Sachdev, Vaishali Trivedi, Alpana Buch, Nayan Shukal, Sanjay Dholakia Director: Sanjay Goradia Writer: Rajesh Maniyar Natak Synopsis: Chup Raho Khush Raho Gujarati Natak (Gujarati Drama) online directed by Sanjay Goradia and written by Raeesh Maniyar. The funny comedy on four couple living under a roof and trying to get some privacy to get other couples out. A couple own the flat get dragged into this frenzy. Story becomes more interesting and funny when a produce of television serial offer a huge project to the owner of the flat and trying to make their best while it goes other way around and make lots of comedy laugh and fun. Watch the Video to know more:
Chhel Chhabilo Gujarati - Gujarati Natak Comedy Full 2015 | Sanjay Goradia, Snehal Trivedi
Presenting Popular Gujarati Comedy Full Natak (Drama) 2015 with English Subtitles "છેલ છબીલો ગુજરાતી (Chhel Chhabilo Gujarati)" starring your favorites Sanjay Goradia, Snehal Trivedi. Sure you are going to love this. Starring: Sanjay Goradia, Snehal Trivedi, Amey Harpane, Jitendra Joshi Directed By :Vipul Mehta Writer: Imtiyaz Patel Natak Synopsis: This Gujarati play is an adaptation of P. L. Deshpande's Marathi classic play, TUZ AAHE TUZ PASHI. It is a satire, subtly told on many levels through the protagonist Kaka Bapu and the antagonist Acharya Aatmarambapu. The play tells us of the values dear to both, Kakaji and Acharyaji, and of how in the stream of their thoughts other characters get thrown in, are tossed about and finally resolve their struggles. Usha, swayed by the `simple living, high thinking' philosophy of the Acharyaji, invites him and his adopted daughter Geeta to her house to conduct a camp. While her easy-going Kakabaapu and her fun-loving brother Shyam are resigned to Usha's attitude, they prepare to welcome Acharyaji. Geeta, brought up in the stern discipline and austerity of the ashram contemplates on her life which she realises is no different from a game of chess. Soon Usha begins to realize that she has spent her energy in a cause she doesn't really believe in. Meanwhile her brother comes under the influence of Acharyaji, because of his attraction for Geeta. The play in essence talks about human-pawns who revolt under complex circumstances and who eventually learn to take independent decisions.
2 Idiots : Superhit Gujarati Comedy Natak Full 2018 - Kamlesh Oza, Ek Mastibhari Marriage Story
Download Free Gujarati Natak
#natak,#GujaratiNatak,#comedynatak 4 months after their arranged marriage, Nishant and Payal are still exploring each other’s personality attributes. Their relationship and trust is put to test when Payal’s weird friend Hiralal (Kamlesh Oza) visits their house. Likewise, Nishant’s colleague Ketaki arouses suspicion in Payal’s mind. Both feel that they are no longer compatible. Will they go apart? Will this story have happy ending? Humorous play that conveys importance of love and relationship in light hearted manner. 2 ઈડીયટસ લગ્નના 4 મહિના પછી નિશાંત અને પાયલ એકબીજાને જાણી-પિછાણી રહ્યા છે. જયારે પાયલનો મિત્ર હીરાલાલ (કમલેશ ઓઝા) તેમના ઘરની મુલાકાત લે છે, ત્યારે તેમના સંબંધ અને વિશ્વાસની ખરી કસોટી થાય છે. તેવી જ રીતે નિશાંતની મિત્ર અને ઓફીસમાં કામ કરતી કેતકી પાયલની શંકાનું કારણ બને છે. તેમના લગ્નજીવનનું ગાડું ડગમગવા લાગે છે. તેમનું ભાવિ જાણવા માટે જુઓ ૨ ઈડિઅટસ - વિશ્વાસ અને લાગણીનું મહત્વ સમજાવતું કોમેડી નાટક. Producer: Gautam Joshi, Jitendra Joshi, Rrutu Oza Director: Kamlesh Oza Original Writer: Kshitij Patvardhan Cast: Ninad Limye, Bhakti Rathod, Dimple Asher, Kamlesh Oza.
Saturday, 25 August 2018
Gujarati Kavita
પણ એ ક્યાં મને ગળે મળે છે.
કદાચ એ આવવા ઇચ્છતા હશે
પણ વચ્ચે એક દીવાલ નડે છે.
એ તરફ ગયા હસે મને મળવા
પગરવ અહી એમનાં નજરે ચડે છે.
હજાર દુઆ થાય કૂબૂલ એવી કરો દુઆ
અહીં એક પણ દુઆ ક્યાં મારી ફડે છે.
પાસ હોવાં છતાં સ્પર્શી ન શકુ, તને
વિરહમાં એનાં હૈયુ ભડ ભડ બળે છે.
થયો હો સુખી કોઇ પ્રેમ માં, બતાવો
ચેહરો એવો ક્યાં કોઇ નજરે ચડે છે.
બધો આધાર એની હા પર રહેલો છે
તને આજ હાથ જોડી કરગરે છે.
Gujarati Kavita
કરે કોશિશ અવાશે આવ આજે !
વિખેરાઈ ગયાં’તા આપણે જ્યાં
ગલીના એજ નાકે આવ આજે.
હજી પણ ચાંદ ઉગે છે ઝરુખે
સખી દર્શનની પ્યાસે આવ આજે.
ફરે છે દિલ મહીં કૈં ભાર લૈને
અહીં હળવું થવાશે, આવ આજે!
અધુરી એક કહાણી પુરી કરવા
હું આવું ? કે તું જાતે આવ આજે !
અરે આ ધડકનોને શું થયું છે?
કે મારા દિલના ઝાંપે આવ આજે !
ન મળવાના બહાના પુરા થૈ ગ્યા
અમસ્તા કો’ બહાને આવ આજે !
- ચેતન ફ્રેમવાલા
Friend
તરસ શોધ...
ખુશીનું એક બહાનું...
સરસ શોધ...
તું પ્રેમ નહીં....
વિશ્વાસ શોધ...
બે મન વચ્ચે...
મળતો પ્રાસ શોધ...
તું પ્રકાશ નહીં...
સવાર શોધ...
નવી પરોઢે સકારાત્મક...
નવો વિચાર શોધ...
તું શબ્દો નહીં...
તેના ઊંડાણ શોધ...
નયનથી વાંચે ને હૃદયે ઉતરે...
એ "મિત્ર" શોધ...!!!
Friday, 24 August 2018
Ramto Jogi | ગોરી સલવાણી ગામડે
Thursday, 23 August 2018
Gujjubhai Most Wanted Full Movie| Free Download | HD 1080p | Siddharth Randeria & Jimit Trivedi | A Comady Film
Gujjubhai Most Wanted Full Movie| Free Download | HD 1080p | Siddharth Randeria & Jimit Trivedi | A Comady Film
Tuesday, 21 August 2018
Gujarati Kavita
❛ભાર ખાલી ક્ષણનો કાયમ હોય છે.
કાં પછી, સમજણનો કાયમ હોય છે.
ટાઢ, તડકો, ઝાંઝવા ને થોર થી ,
દબદબો તો રણનો કાયમ હોય છે.
કોરું મન, તરસ્યા નયન, વ્હેતો સમય,
પ્રશ્ન બસ, આ ત્રણનો કાયમ હોય છે.
ચાસ ચહેરા પર સમય પાડે અને,
વાંક એ દર્પણનો કાયમ હોય છે.
સાવ સાચી વાત કરવી હોય પણ..
ડર સવાયા 'પણ' નો કાયમ હોય છે.❜
- લક્ષ્મી ડોબરિયા
Gujarati Kavita
❛ઓ હૃદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને?
જે નથી મારા બન્યાં, એનો બનાવ્યો છે મને!
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને.
કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને.
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને.
શું કરું કે ઝાંઝવાંઓએ ડુબાવ્યો છે મને.
કાંઈ નહોતુ એટલે મેં પણ લુંટાવ્યો છે મને.
સારાં સારાં માનવીઓએ સતાવ્યો છે મને.
લઈ હરીફોની મદદ જેણે જલાવ્યો છે મને.
શુદ્ધ સોના જેમ જેઓએ તપાવ્યો છે મને.
મેં ગુમાવ્યાં એમ એણે પણ ગુમાવ્યો છે મને.
ભાર માથા પર મૂક્યો છે ને નમાવ્યો છે મને.
એ જ તો આ તારા મયખાનામાં લાવ્યો છે મને.
જ્યારે જ્યારે આપ આવ્યાં છો, ખિલાવ્યો છે મને.
એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.❜
- બરકત વિરાણી ‘બેફામ’
Gujarati Kavita
❛કાનમાં કિલોની કડીયુ,
લાંબા છુટ્ટા કેશ,
કળીયુગે યુવાન તે આ,
કેવો ધર્યો વેશ...!
ન બાકી બચ્યુ શેષ,
આટલામાં સમજાય તો,
કહેવુ ન કાંઈ વિશેષ...!
આખા દિ' બસ ટેસ,
વડિલોનીય ભાગવતને,
સુણે જાણે ભેંસ...!
ઉંચા રાખી ફેસ,
પછડાતો એ ભોંયતળે,
પગમાં લાગી ઠેંસ...!
રાખને હવે ખેસ,
થાક્યો ને, તો આવી આફોડો,
આમ ઓરો તુ બેસ...!❜
- અમિત બાબરીયા "રાધે"
Gujarati Kavita
❛ઇશ..પ્રેમ....ગઝલ...
પ્રેમનો પત્ર આવતાં ઇશ્વરનું આજ ચરણ મળે..
વાંચવા જાઉં ને મારામાં જ સાવ અભણ મળે...
મૃગજળ પાછળ અચાનક દોડવા જાઉં ને હું..!
શોધતો મારીચ, ને સીતાનું ક્યાંક હરણ મળે...
રામ જેવો ભાઇ ક્યાં શોધીશ આખા વિશ્વમાં..
બાંધવા એવી લકિરને કોઇ એ જ લક્ષ્મણ મળે...
શોધતો ભાગીરથીમાં ભાગ્યના વ્યવહારને..
પુણ્ય સાથે પાપ ધોવા કોઇ એક ઝરણ મળે...
કાલ કરવા કામ કહેતો હું ભલો જગતાતને..
આંખ ખૂલે ને તરત એ ઢોલિયે જ મરણ મળે...❜
- જગત
Gujarati Kavita
❛હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય-ધબકાર બાકી છે,
ભલે થઇ વારતા પૂરી પરંતુ સાર બાકી છે.
તમે છેડી તો જુઓ સહેજ મુજ ખંડિત હ્રદય-વીણા,
તૂટેલા તાર માંહે પણ કંઇ ઝણકાર બાકી છે.
ગમે ત્યારે જીવનમાં નવજીવન લાવી શકું છું હું,
હજુ તો લોહીમાં મારા જીવન-ધબકાર બાકી છે.
મહતા છે જીવનને સંકટોથી પાર કરવામાં,
ભલે તોફાન બાકી છે, ભલે મઝધાર બાકી છે.
મને જો કળ વળી તો વિશ્વ જોશે ઉડ્ડયન મારું,
ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે.
જવાનીના પૂરા બે શ્વાસ પણ લીધા છે કયાં ‘ઘાયલ’,
હજુ કંઇ ત્યાગ બાકી છે, હજુ સ્વીકાર બાકી છે.❜
- અમૃત ‘ઘાયલ’
Gujarati Kavita
❛જે પ્રેમ પૂરો થઈ ગયો એ ના જતાવ તું,
બાકીમાં શું હિસાબ રહ્યો એ લખાવ તું.
તકલીફ બેઉ વાતે થશે, પણ જરૂરી છે,
બોલું કે સાંભળું ? હું કરું શું ? બતાવ તું.
ઘરને સજાવી રાખું છું ચારે તરફથી હું,
એવુંય પણ બને કે ના આવીને આવ તું.
માગ્યું બધું તેં હકથી ને આપી દીધું છે મેં,
બસ રાહ જોઉં છું કે ફરજ પણ બજાવ તું.
આખર સવાલ ‘હું’પણાનો છે તો કર શરૂ,
તેં શું કર્યું ને મેંય કર્યું શું, ગણાવ તું.❜
Gujarati Kavita
❛એક મોકો મેં ગુમાવ્યો, કોઇને કહેશો નહીં,
હું મને ના ઓળખાયો, કોઇને કહેશો નહીં.
આયનો પ્રતિબિંબ મારું જોઇને બોલ્યો હતો,
જાતમાં તું ભેરવાયો, કોઇને કહેશો નહીં.
આંખને બદલે હ્રદયથી એ મને વાંચી ગયો,
મેં અભણ એને ગણાવ્યો, કોઇને કહેશો નહીં.
એક વેળા ઇશ્વરે પૂછયું તને શું જોઇએ,
માંગવામાં છેતરાયો, કોઇને કહેશો નહીં.❜
- ગૌરાંગ ઠાકર
Sunday, 19 August 2018
Gujarati Status
આ ઉદાસ સાંજ અને તારી નખરાળી યાદો...
ભગવાન ભલુ કરે હજુ તો આખી રાત બાકી છે..
🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯
હૈયું રોજ શણગાર સજે..નવોઢા નીજેમ
દર્દ રોજ ચાલ્યા આવેછે જાનૈયા ની જેમ..
🔘🔲🔘🔲🔘🔲🔘🔲🔘🔲🔘🔲🔘🔲🔘
છબછબીયા આ છીછરા પાણી ના નથી
ગમતા,
ડૂબી જઉં જ્યાં પૂરે પૂરો એવું મને ઊંડાણ
જોઈએ ...
◽◾◽◾◽◾◽◾◽◾◽◾◽◾◽
હું મૌનમાં દબાવેલો 'દારૂગોળો'..
અને
તારું 'સહેજ મલકવું'...
એ "દીવાસળી"...!
♋♋♋♋♋♋♋♋♋♋♋♋♋♋♋
કંઇ પામવા જેવું ન હતું મારી માટે,
તો તેની પાસે કંઈ ગુમાવવા જેવું ન હતું,
બે એવા મુસાફરો હતા અમે સાગરના કે
જેને કિનારા જેવું કંઈ ન હતું.
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
તારું સ્મિત એ તારા હોઠોની
કોઈ કરામત તો નહીં હોય ને,
જેને હું પ્રેમ સમજુ છું એ
તારી આદત તો નહીં હોય ને?
♉♉♉♉♉♉♉♉♉♉♉♉♉♉♉
જિંદગી સહેલી હોતી નથી, એને સહેલી બનાવવી પડે છે,
થોડી આપણા અંદાજથી, થોડી નજરઅદાંજથી.
- અવની રાવલ
♒♒♒♒♒♒♒♒♒♒♒♒♒♒♒
એવું તો શું છે ??
કે લોકો ત્યાં રેવા પડાપડી કરે છે.
⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛
સાહેબ પગમાં પાપની ધુળ છે છતાંય "સ્વર્ગ" સુધી જવું છે."
Gujarati Kavita
જાતની સાથે જ સોબત થઇ ગઇ
એકલા રહેવાની આદત થઇ ગઇ
એક આંસુ કો’કનું લૂછી દીધું
જો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ
આયના સામે કશા કારણ વગર
આજ બસ મારે અદાવત થઇ ગઇ
શબ્દ ખુલ્લે આમ વહેંચ્યો છે બધે
કેવડી મોટી સખાવત થઇ ગઇ
એમણે પીડા વિશે પૂછ્યા પછી
કેટલી પીડામાં રાહત થઈ ગઈ
કાલ મન ઉજજડ હતું પણ આજ તો
કૈંક સ્મરણની વસાહત થઇ ગઇ
– ઉર્વીશ વસાવડા
Relations | સંબંધો
અજાણતાં જ હાથથી સરી ગયાં સંબંધો,
ચીમળાયેલા ફૂલ માફક ખરી ગયાં સંબંધો.
પ્રેમની મીઠાશ તો ક્યારની ય જતી રહી,
બસ નામ પૂરતાં માત્ર રહી ગયાં સંબંધો.
સ્હેજ એક તિરાડ પડી જ્યાં સંબંધોના સેતુમાં,
સમયના ધોધમાર વ્હેણમાં વહી ગયાં સંબંધો.
શું થયું, અચાનક કેમ જિંદગી મહેકી ઉઠી ?
વાતાવરણમાં ચોતરફ શું પ્રસરી ગયાં સંબંધો ?
આબાદ જેને રાખવા, બરબાદ હું થાતો રહ્યો,
એ આખરે મને બદનામ કરી ગયાં સંબંધો.
સ્નેહીનો સંગાથ છૂટતો ગયો ધીરે ધીરે,
એકલો હું થઈ ગયો, મને વિસરી ગયાં સંબંધો.
થયું થયું ને બે ઘડીનું આ મિલન ક્યાં થયું ?
શાંત જિંદગીમાં અજંપો ભરી ગયાં સંબંધો.
ચમન સાથે જે રીતે ફૂલોએ દગો કર્યો,
બસ એ જ રીતે મને છેતરી ગયાં સંબંધો.
- કંદર્પ ગાંધી
Nari | નારી
ગઝલ "નારી"
પ્રેમાળ હોય છે ને એ નાદાન હોય છે
એક નારી નીજ આ ખરી પહેચાન હોય છે
અંબાના રૂપમાં હો કે સીતાના રૂપમાં,
પણ એ દરેક ઘર ની થતી શાન હોય છે.
પાણીની જેમ શાંત છે ને આગ થીય તેજ
કોયલ સમાન મીઠી તો જુબાન હોય છે
નાનકડી બેન રૂપી એ લાડો લડાવતી
ને હોય મોટી બેન તો ફરમાન હોય છે
ઈશ્વર સમાન હોય એ માતાના રૂપ માં
પણ પત્ની રૂપે "મિત્ર" એતો જાન હોય છે.
- રાકેશ રાઠોડ "મિત્ર"
Saturday, 18 August 2018
Gujarati Kavita | એ હસે છે ..
❝Güjârātí😋😜😎❞
❛એ હસે છે.
ગમે છે.
એ જિદ્દી છે.
ગમે છે.
એ વાયડી છે.
ગમે છે.
એ ઝગડે છે.
ગમે છે.
એ માન મંગાવે
એ પણ ગમે છે.
એ નથી બોલતી.
આ નથી ગમતું.❜


