Saturday, 15 May 2021

ગુજરાત ના ફરવાલયક સ્થળો ( Best places to visit in Gujarat)

કબીરવડ :
શુકલતીર્થની નજીક, નર્મદાના પટની
મધ્યમાં આ વિશાળ વડ આવેલો છે. માન્યતા એવી છે કે
કબીરજીએ ભારતભ્રમણ દરમિયાન દાતણ
ફેંકયુંજેમાંથી આ વડ ઊગી નીકળ્યો. વડનું
મૂળ થડ શોધવું મુશ્કે્લ છે. આ વડ આશરે 600 વર્ષ
જૂનો હોવાનું અનુમાન છે.

રાજપીપળા :
રજવાડાની રાજધાનીનું શહેર છે. અહીંનો હજાર
બારીવાળો રાજમહેલ જોવાલાયક છે. આ સ્થળ
તેની રમણીયતાને કારણે ગુજરાતી ફિલ્મોનાં
શુટિંગનું સ્થાન બની ગયું છે.


અંકલેશ્વર
:ભરૂચથી 12 કિમી દક્ષિણે આવેલું અંકલેશ્વર ખનિજ
તેલ માટે જાણીતું છે. ગુજરાતમાં સૌથી સારું અને
સૌથી વધુ તેલ આપનારું તેલક્ષેત્ર છે. અહીંથી
નીકળતું તેલ શુદ્ધ થવા વડોદરા પાસેની
કોયલી રિફાઇનરીમાં મોકલવામાં આવે છે.

ભાડભૂત
:ભરૂચથી આશરે 23 કિમી દૂર આવેલા આ ધાર્મિક
સ્થળે દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે.


કરજણ
:રંગઅવધૂત મહારાજનો આશ્રમ અહીં છે.


બોચાસણ 
:અક્ષર પુરુષોતમ સંસ્થારનું વડુંમથક 

બોચાસણ બોરસદ – તારાપુર માર્ગ પર આવેલું છે.


ડાકોર :
નડિયાદથી લગભગ 40 કિમી પૂર્વે આવેલું ડાકોર-
મૂળ ડંકપુર-કૃષ્ણુભક્તોનું મોટું ધામ છે. સુપ્રસિદ્ધ
ડાકોરનું મંદિર ઈ. સ. 1828 માં શ્રી ગોપાળરાવ
જગન્નાપથ તામ્વેકરે વૈદિક વિધિથી બંધાવ્યું હતું તેવા લેખ
મળે છે. આ મંદિરને 8 ધુમ્મ્ટ છે અને 24 શિખરો છે.
નિજમંદિરમાં બિરાજતી મૂર્તિ સાડા ત્રણ ફૂટી ઊંચી
અને દોઢ ફૂટ પહોળી છે. આખી મૂર્તિ કાળા
કસોટી પથ્થરની બનેલી છે. અને તે 11
મી સદીની હોવાનું મનાય છે.


ગળતેશ્વર
:ડાકોરથી 16 કિમી દૂર મહી કાંઠે આવેલું
સોલંકીયુગનું આ શિવાલય જોવા જેવું છે. મહી
અને ગળતી નદીનું આ સંગમતીર્થ એક પિકનિક
સ્થકળ બન્યું છે.

કપડવંજ :
કપડવંજ જૂનું ઐતિહાસિક સ્થાન છે.અહીંની કુંકાવાવ
જાણીતી છે. કપડવંજના કીર્તિસ્તંભ (તોરણ)
પ્રાચીન યુગની કીર્તિગાથા ગાતાંઅકબંધ ઊભાં છે.


ઉત્કંઠેશ્વર
:કપડવંજથી દસેક કિમી દૂર વાત્રક કાંઠે ઉત્કંઠેશ્વરનું
શિવાલય છે. 108 પગથિયાં ચઢતાં જમણી બાજુએ ગોખ
છે. તેમાં શ્રી જગદંબાનું સ્થાંનક છે. અહીં વિવિધ
સ્થાનેથી લોકો વાળ ઉતરાવવા આવે છે.

શામળાજી
:સાબરકાંઠા જિલ્લામાં ડુંગરો વચ્ચે મેશ્વો નદીના કિનારે
આવેલું આ વેશ્ણવતીર્થ શિલ્પાસૌંદર્યની ર્દષ્ટિએ
અવલોકનીય છે. અહીં ચતુર્ભુજ વિષ્ણુંની
ગદા ધારણ કરેલ શ્યાલમ મૂર્તિ વિરાજે છે એટલે આ સ્થળ
ગદાધરપૂરી પણ કહેવાય છે. દર કારતક સુદ પૂનમે
યોજાતા અહીંના મેળામાં જાતજાતના પશુઓની લે-વેચ
થાય છ

ઈડર
:હિંમતનગરની ઉત્તરે ઈડર ગામમાં જ લગભગ 800 ફૂટ
ઊંચો ડુંગર છે. એક વાર આ ગઢ જીતવો એટલું કપરું
ગણાતું કે ‘ઈડરિયો ગઢ જીત્યા‘ એવી
લોકોક્તિ પ્રચલિત થઈ

ખેડબ્રહ્મા
:હિંમતનગરથી 57 કિમીના અંતરે આવેલ ખેડબ્રહ્મામાં
હિરણાક્ષી નદીના કાંઠે ચતુર્મુખ બ્રહ્માજીનું વિરલ
મંદિર આવેલુંછે. નજીકમાં ભૃગુઋષિના આશ્રમ તરીકે
ઓળખાતા આશ્રમની નજીક હિરણાક્ષી,
ભીમાક્ષી અને કોસાંબી નદીઓનો
સંગમ થાય છે.

મહેસાણા :
મહેસાણાની ભેંસો વખણાય છે અને અહીંની
‘દૂધસાગર‘ ડેરી જાણીતી છે. અમદાવાદ –
દિલ્લી હાઈવે પર મહેસાણા આવતાં પહેલા ‘શંકુઝ‘
વોટરપાર્ક પર્યટકો માટે મનોરંજનના સ્થળ
તરીકે પ્રસિદ્ધ થયો છે.

પાટણ
:સરસ્વતી નદીના તટે વસેલું આ એક વખતનું
મહાનગર ગુજરાતની રાજધાનીહતું. પાટણ એટલે ‘પતન
– શહેર‘. આનુંમૂળ નામ અણહિલપુર પાટણ હતું. લગભગ હજાર
વર્ષ પહેલાં બંધાયેલ સહસ્ત્રતલિંગ તળાવના અવશેષો
પરથી તેની વિશાળતા, કારીગરી અને
ભવ્યતાનો પરિચય મળે છે. શિલ્પ સ્થાપત્યની
ભવ્યતાનું દર્શન કરાવતી રાણકી વાવ સુવિખ્યાત છે.
પાટણમાં અનેક સુંદર જિનાલયો છે તથા 800 – 1000 પુરાણા
અલભ્ય ગ્રંથો સચવાયા છે.

સિદ્ધપુર
:માતૃશ્રાદ્ધ માટે જાણીતું સિદ્ધપુર સરસ્વ્તી
નદીને કિનારેઆવેલું છે. પરંતુ સિદ્ધપુરની ખ્યાતિ તેના
રુદ્રમહાલયને કારણેછે. જેના 1600 માંથી આજે માત્ર ચારેક
થાંભલા અને ઉપર કમાન જેવુંથોડુંક બચ્યું છે.
સિદ્ધપુરથી થોડે દૂર 12 * 12 મીટરનો એક
કુંડ છે જે બિંદુ સરોવર નામે ઓળખાય છે.


તારંગા
:મહેસાણા જિલ્લાંની ઉત્તરે આવેલું જૈનોનું આ યાત્રાધામ
1200 ફૂટ ઊંચા અત્યંત રમણીય ડુંગર પર આવેલું છે.

મોઢેરા
:ભારતમાં માત્ર બે સૂર્યમંદિરો છે. એક કોણાર્ક
(ઓરિસ્સા*)માં અનેબીજું મોઢેરામાં. પુષ્પાવતી
નદીને કિનારે આવેલું આ મંદિર ઈ. સ. 1026-27 માં રાજા
ભીમદેવના સમયમાં બંધાયું છે.


વડનગર
:મહેસાણાથી 30 કિમી દૂર આવેલા બે પથ્થરના
તોરણો શિલ્પકળા અને વાસ્તુકળાના પ્રતીક
તરીકે ભારતભરમાં વિખ્યા3ત છે. દીપક રાગગાયા
પછી તાનસેનના શરીરમાં થયેલા દાહનું શમન
અહીંની બે સંગીતજ્ઞ બહેનો તાના અને
રીરીએ મલ્હાર રાગ છેડીને કર્યું હતું.


બાલારામ
:બનાસકાંઠા જિલ્લાનું આ એક ઉત્તમ પ્રાકૃતિક સૌંદર્યધામ છે. તે
ટેકરી પર આવેલું છે


અંબાજી
:ગુજરાતની ઉત્તર સરહદે અરવલ્લીંની
પર્વતમાળામાં આરાસુર ડુંગર પર અંબાજીનું સુપ્રસિદ્ધ મંદિર
આવેલું છે. ઉપરાંત આસપાસના જંગલોની પેદાશ લાખ,
ખેર, મીણ, મધ, ગૂગળ વગેરેનું પણ બજાર છે.
અંબાજીનું વિશેષ આકર્ષણ તેની નજીક
આવેલો ગબ્બર પહાડ છે. ગબ્બરની ટોચ પર
માતાજીનું મંદિર આવેલું છે.

ભુજ
:કચ્છનું મુખ્ય મથક ભુજ 580 ફૂટ ઊંચા ભૂજિયા ડુંગરની
તળેટીમાં આવેલું લગભગ 500 વર્ષ પુરાણું નગર છે.
સીમાંત નગર હોઈ લશ્કરી છાવણી અને હવાઈ
મથક વગેરે અહીં વિકસ્યાં છે. વાંકીચૂકી
ગલીઓવાળા ભુજમાં ખાસ જોવાલાયક છે આયનામહલ,
મહારાવ લખપતજીની સુંદર કોતરણીવાળી
છત્રીઓ, તળાવ અને તેમાં માઈલો દૂરથી પાણી
લાવતી ભૂગર્ભ નહેર. કચ્છની કલાનું શિખર એટલે
આયના મહલ.


અંજાર
:ભુજથી પૂર્વ-દક્ષિણે આવેલું અંજાર પાણીદાર
છરી-ચપ્પાં , સૂડીઓના ઉદ્યોગ તથા બાંધણી
કળા માટે જાણીતું છે. જળેશ્વર મહાદેવતથા જેસલ-
તોરલની સમાધિ વિખ્યાત છે. અંજારથી લગભગ 4
કિમીના અંતરે જંગલી ગધેડા (ઘુડખર)
ફેબ્રુઆરીથીજૂન સુધીમાં જોઈ શકાય છે.

ધીણોધરનો ડુંગર
:ભુજથી આશરે 60 કિમી દૂર આવેલો આ ડુંગર દાદા
ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત છે.
ડુંગર લગભગ 1250 ફૂટ ઊંચો છે. આ ડુંગરમાં થાનમઠ
આવેલો છે કે જે પીર અને યોગીઓની
રહેવાની જગ્યા છે


વેમુ
:કચ્છ ના મોટા રણની દક્ષિણ સરહદે એક નાનું ગામ છે.
છેલ્લાં 250 વર્ષોથી આ ગામના લોકો પોતાના
મુખીની શહાદતનો શોક પાળી રહ્યાં છ
નારાયણ સરોવર :ભારતનાં પાંચ મુખ્ય પવિત્ર
સરોવરોમાં નારાયણ સરોવરની ગણના થાય છે.
આ સ્થળ વૈષ્ણવ ધર્મીઓનુ યાત્રાધામ છે.


મુંદ્રા
:મુંદ્રા વાડી – બગીચા અને તંદુરસ્ત આબોહવાને
કારણે કચ્છનાલીલા પ્રદેશ તરીકે ઓળખાય છે.
અહીં ખારેકનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થાય છે

માંડવી
:ભુજથી દક્ષિણ-પશ્ચિમમાં આશરે 60 કિમીના અંતરે
માંડવી (મડઈ) બંદર તરીકે વિકાસ પામી રહેલું
સ્થળ છે. માંડવીનો કિનારો ખૂબ રળિયામણો
હોવાથી એક ટીબી સેનેટોરિયમ પણ છે.
પવનચક્કીથી વીજળીનું વ્યાપારી
ધોરણે ઉત્પાદન થાય છે.


ધોળાવીરા
:ઈ. સ. 1967-68 માં ભચાઉ તાલુકામાં ધોળાવીરા
ટીંબાની પ્રથમ જાણ થઈ. પુરાતન તત્વના શોધ
કાર્ય પ્રમાણે આ સ્થનળે 4500 વર્ષ પહેલાં એક વિશાળ અને
ભવ્ય નગર હતું.


કંડલા
:કચ્છનું આ બંદર અર્વાચીન પણ ભારતનાં અગત્યનાં
બંદરોમાંનું એક બની રહ્યું છે. તે ફ્રી પોર્ટ છે.

વઢવાણ
:વઢવાણ (જૂના સમયનું વર્ધમાનપુર) અને આધુનિક સુરેન્દ્ર
નગરની વચ્ચે ભોગાવો નદી વહે છે. ગામમાં
સુંદર – શિલ્પસ્થાપત્યભરી માધાવાવ છે. સતી
રાણકદેવીની દેરીપ્રખ્યાત છે. વઢવાણ
સૌરાષ્ટ્રંનો દરવાજો કહેવાય છે. આઝાદી પછી
ભારતમાં સૌપ્રથમ વિલીન થનારું રાજ્ય વઢવાણ હતું.


ચોટીલા :
ઝવેરચંદ મેઘાણીનું ચોટીલા સુરેન્દ્રનગરથી
57 કિમી દૂર ડુંગર પર આવેલું છે. ડુંગરની ટોચ પર
ચામુંડાદેવીનું મંદિર છે.


તરણેતર :
તરણેતર એ ત્રિનેત્ર શબ્દાનું અપભ્રંશ છે. રાજકોટથી
ઉત્તર-પૂર્વમાં 65 કિમી દૂર આવેલું તરણેતર એના મેળા
માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. હાલનું મંદિર ઈ. સ. 1902 માં
બંધાયું હતું.


ગાંધીનગર
:સને 1964-65 માં ગાંધીનગર ગુજરાતની નવી
રાજધાનીનું શહેર બન્યું આખું નગર જ નવેસરથી
વસાવાયું. ચંડીગઢના સ્થપતિ લા કાર્બુઝિયેરના
નગરયોજના પર ગાંધીનગરની આયોજન-
કલ્પના કરવામાં આવી. આખું શહેર 30 સેકટરમાં વિભાજિત
કરવામાં આવ્યું. વિધાનસભાનું સ્થાપત્ય કલાત્મંક છે. શહેરમાં
સુંદર બગીચાઓ ઉપરાંત લાખો વૃક્ષો ઉગાડાયાં
છે.ગાંધીનગરનું અનોખું આકર્ષણ છે. 

અક્ષરધામ.
ભગવાન શ્રી સ્વાંમીનારાયણની સ્મૃતિમાં
સર્જાયેલું આ સંસ્કૃતિ તીર્થ કુલ 23 એકર ધરતી પર
પથરાયેલું છે.છ વર્ષના સમયગાળામાં બંધાયેલું આ મંદિર 108 ફૂટ
ઊંચું, 240 ફૂટ લાંબું અને 131 ફૂટ પહોળું છે. મંદિરના
મધ્યંસ્થ ખંડમાં ભગવાન સ્વામીનારાયણની સાત ફૂટ
ઊંચી સુવર્ણમંડિત મૂર્તિ બિરાજમાન છે


.અડાલજ
:ગાંધીનગરથી અમદાવાદના રસ્તે 10 કિમીના અંતરે
અડાલજ ગામની ઐંતિહાસિક વાવનું સ્થાપત્ય્ વિશ્વના
પ્રવાસીઓનું આકર્ષણ બન્યું છે. આ વાવ રાણી
રુદાબાઈએ તેના પતિ રાજા વીરસિંહની યાદમાં સને 1499
માં બંધાવી હતી. તેને 5 માળ છે. વાવની કુલ
લંબાઈ 84 મીટર જેટલી છે.


લોથલ
:અમદાવાદની પશ્ચિમે 84 કિમીના અંતરે આવેલા
લોથલમાંથી હડપ્પા સંસ્કૃતિના લગભગ ચાર હજાર વર્ષ
પૂર્વેના અવશેષો મળી આવ્યા છે. આ સમૃદ્ધ
બંદરનો નાશ પૂરને કારણે થયો હોવાનું મનાય છે.


ધોળકા :
લોથલની પૂર્વે આવેલા ધોળકા ગામમાં
મીનળદેવીએ બંધાવેલું મલાવ તળાવ છે. ધોળકા
જામફળની વાડીઓ માટે જાણીતું છે. ત્યાંથી
દક્ષિણ-પૂર્વમાં અમદાવાદ-ખેડા જિલ્લાઆની સરહદે ત્રણ
નદીઓનાં સંગમ સ્થળે વૌઠાનો મેળો ભરાય છે.


નળ સરોવર :
અમદાવાદથી દક્ષિણ-પશ્ચિમે આશરે 60 કિમીના
અંતરે આવેલું નળ સરોવરઆશરે 115 ચો
કિમીનો ઘેરાવો ધરાવેછે. વચમાં આશરે 350 જેટલા
નાના બેટ છે. નળ સરોવરનું આંતરરાષ્ટ્રીય મહત્વ છે,
કારણ કેશિયાળા દરમિયાન દેશપરદેશનાં પક્ષીઓનાં
ટોળેટોળાં આવે છે. આમાં સૂરખાબનું આકર્ષણ વધુ રહે
છે.


અમદાવાદ
:સાબરમતીના કિનારે આશાવલ અને કર્ણાવતી નામનાં બે
નગરો હતાં. ત્યારથી શરૂ થઈને અર્વાચીન
અમદાવાદ સુધીનો એક રાજકીય અને સાંસ્કૃંતિક
ઈતિહાસ છે. સને 1411ના એપ્રિલ માસની પહેલી
તારીખે અહમદ શાહે પ્રથમ ઈંટ મૂકીશહેરનું નિર્માણ
શરૂ કર્યું. અમદાવાદમાં બે કિલ્લા છે : ભદ્રનો અને
ગાયકવાડની હવેલીનો. ત્રણ દરવાજાની અંદર
જતાં જમણે હાથે વિશાળ જામા મસ્જિદ આવેલી છેજે સને
1423 માં બંધાયેલી. આ સિવાય ઝકરિયા મસ્જિદ, રાણી
રૂપમતીની મસ્જિદ પણ પ્રખ્યાત છે.સને 1572 માં
બંધાયેલી સીદી સૈયદની જાળીઓ
વિશ્વવિખ્યા્ત છે. કુતુબુદ્દીન હૌજે કુતુબ તળાવ 1451 માં
બંધાવેલું જે આજે કાંકરિયા તળાવ તરીકે ઓળખાય છે. 76
એકર જેટલી જમીન રોકતા આ તળાવનો
ઘેરાવો લગભગ 2 કિમી જેટલોછે તથા વ્યા્સ 650
મીટર છે. વચમાંઆવેલી નગીનાવાડી
તેની સુંદરતામાં વધારો કરે છે. કુશળ પ્રાણીવિદ્દ
રૂબીન ડેવિડના પ્રયાસોથી કાંકરિયાની
આસપાસની ટેકરીઓ પર વિકસેલા બાળક્રીડાંગણ,
પ્રાણીસંગ્રહ, જળચરસંગ્રહ ગુજરાતનું આગવું ગૌરવ
ગણાય છે. સને 1450 માં સીદી બશીરની
મસ્જિદના ઝૂલતા મિનારાઓની રચના થઈ.1850માં
દિલ્લી દરવાજા બહાર પ્રેમચંદ સલાટે સફેદ આરસનું
હઠીસિંગનું જિનાલય રચ્યું. બીજાં ધર્મસ્થાનોમાં
પાંડુરંગ આઠવલેજીનું ભાવનિર્ઝરમાંનું યોગેશ્વરનું મંદિર,
ચિન્મય મિશન,હરેકૃષ્ણા સંપ્રદાયનું ઇસ્કોન મંદિર અને
સોલા ખાતે ભાગવત વિદ્યાપીઠ છે.નૃત્યક્ષેત્રે
શ્રીમતી મૃણાલિની સારાભાઈની દર્પણ
સંસ્થા અને કુમુદિની લાખિયાની કદંબ સંસ્થાકામ
કરી રહી છે. સ્થાપત્ય શિક્ષણક્ષેત્રે સ્કૂલ ઓફ
આર્કિટેકચર, કલાનો રોજિંદા જીવન સાથે સંદર્ભ
રચતી એન.આઈ.ડી. અને ઉદ્યોગ સંચાલનના
શિક્ષણ માટેની આઈ. આઈ. એમ. ભારતભરની
બેનમૂન સંસ્થાઓ છે. ગાંધીજીએ સ્થાપેલી
ગુજરાત વિદ્યાપીઠ સ્વતંત્ર વિદ્યાપીઠ તરીકે
ગાંધીવિચારને કેન્દ્રમાં રાખીને શિક્ષણ આપી
રહી છે. વિજ્ઞાન ક્ષેત્રે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી,
ઔદ્યોગિક સંશોધન માટેની અટિરા તો અંધ-
બહેરાંમૂગાં માટેની બી. એમ. એ. સંસ્થાઓની નામના
દેશ-વિદેશમાંછે. સરખેજ નજીક વિશાલા એક વિશિષ્ટ
પ્રકારનું નાસ્તા ગૃહ છે. જેમાં ગામડાનું વાતાવરણ ઊભુંકરવામાં
આવ્યું છે. અહીં વિવિધ પ્રકારના વાસણોનો સંગ્રહ
છે.સને 1915માં રાષ્ટ્રટપિતા મહાત્મા ગાંધીજીએ
સાબરમતીના કાંઠે ‘સત્યાગ્રહ આશ્રમ‘ની સ્થાપના
કરી હતી. અહીંયા ગાંધીજીનું નિવાસસ્થાન
હ્રદયકુંજ આવેલું છે

મોરબી
:મચ્છુ નદીને કિનારે મોરબી વસ્યું છે. શિલ્પયુક્ત
મણિમંદિર કળાનો ઉત્કૃઊષ્ટ્ નમૂનો છે. મોરબીમાં
ઘડિયાળ તથા પોટરી બનાવવાના ઉદ્યોગ ખૂબ વિકસ્યા
છે.નજીકમાં નાનકડું ગામ ટંકારા આર્યસમાજના સ્થાપક
સ્વામી દયાનંદજીનું જન્મ સ્થાન છે.


વાંકાનેર
:રાજકોટથી 38 કિમી દૂર વાંકાનેરમાં મહારાજાનો
મહેલ દર્શનીય છે. મહારાજાના વિશિષ્ટ શોખની
યાદગીરી રૂપે પુરાણી મોટરોનાં
મોડલો (વિન્ટેજ કારો)નોમોટો સંગ્રહ પણ
છે. પોટરી ઉદ્યોગ વિકાસ પામ્યો છે


રાજકોટ
:રાજકોટની સ્થાપના સોળમી સદીમાં કુંવર
વિભોજી જાડેજા નામના રાજપૂત સરદારે કરી.
અહીંની રાજકુમાર કોલેજ જાણીતી શિક્ષણ
સંસ્થા છે. મહાત્મા ગાંધીના પરિવારનું પૈતૃક સ્થાંન કબા
ગાંધીનો ડેલો, વોટ્સન સંગ્રહાલય ખ્યાંતનામ છે.

ગોંડલ
:રાજકોટથી 30 કિમીના અંતરે આવેલું ગોંડલ
ભુવનેશ્વરી દેવી તથા સ્વામીનારાયણ સંપ્રદાયના
મંદિરોને લીધે જાણીતું છે. ગોંડલગોંડલી
નદીના કિનારે વસેલું છે.

Saturday, 8 May 2021

gujarati status


"એક ડુબકી મારી તો જો,
આ આંખોમાં બધું જ છે જેની તને શોધ છે.
કોરી દેખાતી આ આંખોની
ભીતર ઝરણાંને ય હંફાવે એવા ધોધ છે."

 

Wednesday, 5 May 2021

સંબંધ



''ક્યારેક વાંક બંને માંથી કોઈનો નથી હોતો,
બસ કહેવા અને સમજવાનો ફરક
સંબંધ ખતમ કરી નાખે છે."



Tuesday, 4 May 2021

હૃદયની વાતો

"ગૂંગળામણનું કારણ ફક્ત ઓક્સિજનની ઉણપ નહિ,
પણ હૃદયમાં દબાવેલી વાતોનો સંગ્રહ પણ હોઈ શકે."

Live : Gujarati Jalso 2018 | Ahmedabad | Gujarat | #GujaratiJalso



Live : Gujarati Jalso 2018 | Ahmedabad | Gujarat | #GujaratiJalso

Streamed live on Aug 14, 2018

Watch the brilliant performances of various artists of Gujarat and celebrate their vibrant culture along with them.

Gujarati Jalso 2018 Live | Ahmedabad #GujaratiJalso

Come and be a part of the biggest celebration of Gujarati culture.

Gujarati Jalso is a celebration of different Gujarati arts and culture of artisans like folk, traditional Garba - Ras, Sugam-Sangeet, literature, theatre & food under one roof.

                        The much-awaited Gujarati Jalso, a grand extravaganza that portrays Gujarati culture through fantastic performances, is now coming to Ahmedabad and the event will be held on August 14 from 8.30 pm onwards. As expected, the list of artists is an impressive one and it includes, among others, Parthiv Gohil, Sairam Dave, Manasi Parekh Gohil, Bhoomi Trivedi, Kinjal Dave, Manan Desai and many other popular names. In the recent past, Gujarati Jalso, a cultural festival that represents different shades of Gujarati culture, has become immensely popular. The previous seasons of this festival, which showcases Gujarat’s folk literature, music, drama, and poetry, have been held in Mumbai and it was also organized in nine states of the USA last year.

list of artist
Bhoomi Trivedi ,Manasi Parekh ,Sairam dave, Kinjal Dave, Dhvanit Utkarsh Mazumdar, Chirag Vohra, Parthiv Gohil, Archan Trivedi, Jahnvi Shrimankar ,Pranav Pandya, Hiten Anandpara, Himali Vyas Naik ,Manan Desai,kirtidan gadhvi


http://www.gujaratijalso.com

Live Streaming Service #Webstreamlive


Facebook: https://www.facebook.com/Guj.jalso/

Twitter: https://twitter.com/GujaratiJalso

Instagram :https://www.instagram.com/guj.jalso/

#gujarat #cultural #festival #ahmedabad
#GujaratiJalso #jalso #celebration #gujarati #tradition

Bhagavan Swaminarayan || Full Gujarati Movies || Gujarati Devotional Film




Bhagavan Swaminarayan || Full Gujarati Movies || Gujarati Devotional Movies Director: Shreedatt vyas Music: appu Singer: Sachin Limye Artist: Kashyap Pathak,Shrikant Soni,Mitresh Varma,Saurabh Rajyaguru, Chetan Doshi, Navin Vyas,Sanjay Kamdar. Film Produce By Farenidham-Fareni "Mahamantra pragatya Darshanam" directed by Shreedatt Vyas, based on Swaminaran bhagwan's Life and including events from his life like " The first Diksha" when God swaminarayn gave his first ever mahamantra publicly and gave diksha to Shitaldas and also has events like "Akshar darshan" and so on..God swaminarayan bestowed Shitaldas with darshan of several gods and saints all at the same time by creating his more than one avatar's. so he shitaldas can pray to all of them at once..

Back Bencher full movie gujarati


Click here to Download Full Movie "Back Bencher"


Back Bancher
full Gujarati movie free
Download free full movie
Watch Online Full movie

Ventilator | વેન્ટિલેટર | Free Download full movie


Free Download full Movie

Ventilator
વેન્ટિલેટર

Watch Online Movie free
Download full Movie free

Saheb | સાહેબ | Free Gujarati Movie Download


Free Download full Movie

"SAHEB" Gujarati movie

Watch Online Gujarati Movie
Download free Gujarati Movie

Dhaad FUll Gujarati Movie ( Watch or Download Full Gujarati Movie Free )


                                                                    DOWNLOAD MOVIE
Director: Paresh Naik Writer: Vinesh Antani (screenplay) Stars: Kay Kay Menon, Nandita Das, Sandeep Kulkarni, Sameera Awasthi, Raghubir Yadav

Chal Man Jeetva Jaiye Full Movie 2017 | 1080p | Rajiv Mehta, Dharmendra Gohil, Harsh Khurana

Chal Man Jeetva Jaiye Full Movie 2017 | 1080p | Download Free | Rajiv Mehta, Dharmendra Gohil, Harsh Khurana


Gujarati Movie Free Download

Chal Man Jeetva Jaiye recounts the riveting saga of a business family which finds itself at the crossroads, where one wrong decision could end up costing them everything. Starring: Rajiv Mehta as Suryakant Dharmendra Gohil as Vasant Harsh Khurana as Niranjan Anupama S. Masand as Guni bhabhi Anahita Jahanbaksh as Deepika Ruddrrakshii Gupta as Raseela Ketkie Jayashree Parekh as Ananya Sheetal Pandya as Pallavi Karan Bhanushali as Abhishek Hemen Chauhan as Viren Krishna Bharadwaj as Dev Writer - Producer - Director: Dipesh Shah Production: Music: Uttank Vora Lyrics: Aatish Kapadia Singers Chetan Gadhavi, Uttank Vora, Rajiv Mehta, Uroovak Vora




Aa Kokila Nu Kaieenk Karo | Superhit Comedy Gujarati Natak | Vipul Mehta, Sanjay Goradia



#ComedyNatak #GujaratiNatak #SanjayGoradia Bhalabhai’s family is going through numerous tribulations. The eldest son Praful (Sanjay Goradia) is a real miser whose wife is yearning for a child. The youngest son Jignesh is always on the lookout for an NRI girl who can get him American visa. 28 years old Kokila is a tomboy who has been rejected by 22 guys. Entire family is desperate to get her married. They find prospective groom in neighbour Tejas who has just returned from America but face rejection. Luckily, a savior named Vishwas comes in their life and all their issues get resolved. He transforms Kokila from a tomboy into a damsel. Tejas who had declined marriage proposal earlier is now keen to marry Kokila who in turn has already fallen for Vishwas. But Vishwas wants her to wed Tejas. Who will Kokila marry? Must-watch drama for comedy-lovers. આ કોકિલાનું કંઇક કરો ભલાભાઈના પરિવારની જાણે સાડાસતી ચાલી રહી છે. મોટો પુત્ર પ્રફુલ (સંજય ગોરડિયા) ખૂબ જ કંજૂસ છે. તેની પત્ની એક બાળક ઝંખે છે. નાનો પુત્ર જિજ્ઞેશ અમેરિકન વિઝા અપાવે તેવી છોકરી શોધી રહ્યો છે. છોકરા જેવી રહેણીકરણીને કારણે ૨૮ વર્ષની પુત્રી કોકિલાને ૨૨ મુરતિયાઓએ નાપસંદ કરી છે. સમગ્ર પરિવાર તેના લગ્ન માટે ચિંતિત છે. સદભાગ્યે, વિશ્વાસ નામનો તારણહાર તેમના જીવનમાં આવે છે અને તેમના તમામ પ્રશ્નો ઉકેલે છે. તે કોકિલાનો પહેરવેશ અને બોલચાલમાં પરિવર્તન લાવે છે. સુંદર કોકિલા વિશ્વાસના પ્રેમમાં પડે છે, પરંતુ વિશ્વાસ તેના લગ્ન તેજસ સાથે કરાવવા માગે છે. કોકિલાનું શું થશે? મસ્ત મજાનું રમૂજી નાટક. Producer: Kaustubh Trivedi Director: Vipul Mehta Writer: Ankit Trivedi Cast: Hemant Jha, Leena Pagare, Dipali Bhuta, Swapnil Azagaonkar, Yatin Parmar, Jagesh Mukati & Sanjay Goradia

Parnela Cho To Himmat Rakho by Tarak Mehta - Gujarati Natak Comedy Full 2015

Parnela chho to himmat rakhjo | Gujarati Comedy Natak | Free Download


Gujarati Natak Free Download

Presenting Superhit Gujarati Comedy Full Natak 2015 "પરણેલાં છો તો હિમ્મત રાખો (Parnela Chho To Himmat Rakho)" by one & only Tarak Mehta. Credits: Cast: Sajay Goradia, Deepall Bhuta, Snehal Trivedi, Rohinton Chesum Writer : Tarak Mehta. Director : Harin Thakar Synopsis: One man dies on the spot, as he claimed "I know the secrets of a successful marriage life". On meeting God "Why me, so early?" God said: "We need the formula, which you know of a successful marriage life." In short even God doesn't know the key to a successful marriage life. Have you ever seen a couple, which has never fought? Have you ever seen a wife who has not doubted her husband ? A story of hilarious miscommunications - of a wife doubting a husband just like any other, of a husband so stupid like any other, of a couple going through the roller-coaster ride of a wedded life like any other.

પહેલી વાર જોયો છે

પ્રકૃતિની સાથે ખેલ કરતા 
નિર્દયી માણસને જોયો હતો,
ને પછી એ જ માણસને 
આજે  ઓક્સિજન માટે  
ઠેર ઠેર ભટકતાં જોયો છે.

સૂકાં લાકડાં નથી કંઈ કામનાં, 
એવું કહેતા માણસને આજે 
લીલાં લાકડે બળતાં જોયો છે.

કોઈના બાપથી નથી બીતો 
એવું બોલતા માણસને આજે 
ઘર બહાર નીકળતાં પણ 
બીતાં જોયો છે.

રસ્તા સુમસામ 
ને સ્મશાને ટ્રાફિક જામ છે.
ઘરમાં ચાર પાંચ ગાડીવાળાને પણ 
એમ્બ્યુલન્સની રાહ જોતાં જોયો છે.

જન્મની વધામણીના પૈસા લેતા 
માણસને તો ઘણી વાર જોયો હતો,
 પણ અંતિમવિધિ માટે પણ 
પૈસા લેતા માણસને 
આજે પહેલી વાર જોયો છે.  

દર મહિને બોડી ચેકઅપ 
કરાવતા માણસને આજે 
શેરીમાં રિપોર્ટ કરાવતાં જોયો છે.
પૈસા પાછળ દોડતા માણસને 
પૈસા હોવા છતાં પણ   
હોસ્પિટલની બહાર 
બાટલા ચડાવતાં જોયો છે.

માણસને તો માણસાઈ ભૂલતાં 
ઘણી વાર જોયો હતો,  
પણ ઇશ્વરને ઈશ્વરપણું ભૂલતાં
આજે પહેલી વાર જોયો છે.

માનું કે ભગવાન...!!!
ભૂલ હશે જ અમારી,
પણ હવે તો તું મદદે 
આવ અમારી!!!

માનવજાત પર આટલો 
રૂઠેલો ભગવાન
પહેલી વાર જોયો છે...!!

Monday, 3 May 2021

બાળક ( Behavior with children )


બાળકો જ્યારે  .. આશોભનીય વર્તન કે વ્યવ્હાર કરે ..

ત્યારે  તમારા ..32 દાંત બતાવી હસવાનું ન રાખો.

તમારા 32 દાંત જોઈ બાળક વધારે પ્રોત્સાહિત થાય છે..

50 થી 60 વર્ષ પહેલાં ઘરમાં એક પ્રકારની મમ્મીની કે પપ્પાની ધાક હતી...સ્કૂલ મા શિક્ષકો ની ધાક હતી..

ઘરમાં માઁ બાપનો હાથ અને સ્કૂલમાં ટીચરની લાકડી ઉપડતી જ્યારથી બંધ  થઈ ત્યાર થી પોલીસ ની લાકડીઓનો માર વધી ગયો...ભાષા ઉપર નું નિયંત્રણ જતું રહ્યું...

એવું ન વિચારતા એ સમયે વડીલોને બાળકો ઉપર પ્રેમ ન હતો. અરે પ્રેમ તો એટલો હતો કે એ સમયે ઘરડાઘર નું પ્રમાણ નહીવત જેવું હતું હવે દરેક ચાર રસ્તે ઘરડાઘર ખુલવા લાગ્યા છે...

કુમાળા મગજ માં બાવળ વાવી કેરી ની અપેક્ષા કેવી રીતે રખાય...?

ડિસિપ્લિન ઘરથી અને ઘડતર સ્કૂલ થી ચાલુ થાય છે. જેનો સ્પષ્ટ અભાવ સમાજવ્યવસ્થા ઉપર આજે દેખાઇ રહ્યો છે....

સમય પ્રમાણે ઘરમા આવી જવું. વડીલો સાથે સભ્યતાથી વર્તન વ્યવહાર કરવો.. ઘર ની બહાર નીકળીયે ત્યારે આંખ ના ઈશારાથી કંટ્રોલ કરવાની રીત માઁબાપ ની અનોખી હતી. બહાર તોફાન કરતા બાળકો પણ આંખની ભાષા ઉપર સમજી  લેતા. ઘરે પહોંચ્યા પછી..માર પડવા નો...

આજે બાળકોને બોલવાનું કોઈ ભાન નથી હોતું.  નાના મોટા નું કોઈ જ્ઞાન નથી..

કોઈ ના ઘરે સોફા, ફર્નિચર ઉપર કુદતા અથવા ઘરમાં કોઈ પણ જાત નું નુકશાન કરતા બાળકોને તેના માઁ બાપ રોકતા નથી..અથવા નજર અંદાજ કરતા હોય છે....

માઁ બાપના આવા વિચિત્ર વર્તન થી ઘણી વખત સામેની વ્યક્તિ દુઃખી થાય છે. અથવા તેમના બાળકોને ઠપકો તેમના માઁ બાપ ને બદલે પોતે આપવો પડે છે...

બાળકોના ખરાબ વર્તન વ્યવહાર ઉપર હસી તાળીઓ પાડી તેને પ્રોતસહિત કરતા માઁ બાપ એજ બાળકો પાસે ઘડપણમાં સારા વર્તન વ્યવહાર ની અપેક્ષા રાખતા હોય છે...

મહેમાન આવ્યા હોય ત્યારે તેની સામે સેક્સી ડાન્સ કરાવી પોતાની જાત ને ફોરવર્ડ સમજતા માઁ બાપ પોતાના બાળકો ને ગાયત્રી મંત્ર..કે હનુમાન ચાલીસા બોલતાં પણ શીખવાડતાં નથી..

આધુનિકતાની દોડ પોતાના બાળકોને સર્વ શ્રેષ્ઠ બનાવવાની હરીફાઈમાં સંસ્કૃતિ ને લાજે તેવું વર્તન માઁ બાપ કરવા લાગ્યા છે...

સમય સાથે આધુનિકતા સ્વીકારવી જોઈયે પણ આધુનિકતાના નામે બાળકો ને સ્વચ્છંદી બનાવી આપણે આપણા પગ ઉપર કુહાડો નથી મારતા ને ?

અમારા ઘરે...આવેલ એક બાળક આખા ઘર માં ફરીને બોલ્યો.

અંકલ તમારી પાસે LCD TV નથી..અમારા જેવું..મોટું ફ્રીજ નથી ફોન નથી, કાર છે? 

મેં કીધું નથી...

એટલે  એ બાળક બોલ્યો, અંકલ

તો પછી તમે ગરીબ છો...

બેશરમ તેમના માઁ બાપ તેને વાળવાને બદલે હસવા લાગ્યા...

મેં કીધું....બેટા... તારા ઘર મા પૂજા નો રૂમ છે.?

એ બાળક એ તેના મમ્મી પપ્પા સામે જોઈ બોલ્યો.... પૂજા રૂમ ?...એ કેવો હોય...

મેં કીધું આવ બેટા ..તને બતાવું....

પૂજા નો રૂમ જોઈને એ બોલ્યો... ના આવો કોઈ રૂમ અમારે ત્યાં નથી...

બેટા, જેના ઘર માં ભગવાનનું સ્થાન નથી, એ દુનિયાની સૌથી વધુ ગરીબ વ્યક્તિ કહેવાય. પૂછી લે તારા મમ્મી પપ્પા..ને...

બાળક અને તેના મમ્મી પપ્પા નીચી મૂડી કરી સાંભળી રહ્યા....


મિત્રો..

પોપટ બોલે ઘર ની વાણી.. તમે જેવું..બોલો..તેવું તમારા બાળકો બોલે.....કુમળો છોડ હોય ત્યારે જેમ વાળો તેમ વળે..એ યાદ રાખવું...એક વખત જીભ અને હાથ છૂટો થયો પછી તેને રોકવો..મુશ્કેલ છે..


#Behavior

Love Shayri, status

મન ગમતી વ્યક્તિ સાથે કંઈક એવુ સગપણ હોય છે 

તેમની યાદો સાથે નુ એકાંત પણ અવસર જેવુ હોય છે💞

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

હું હતો સમય ને એ હતી કહાની,

હું પસાર થઈ ગયો ને એ લખાઈ ગઈ...!!!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

અમુક ઝખમ એવા પણ હોય છે

કે જે નાં તો દવા થી મટે છે

કે નાં તો દુવા થી મટે છે

એતો બસ માત્ર"અવ્યક્તા"

કોઈક નાં દેખાવાથી મટે છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મહેલો ની જરૂર હોય છે

માત્ર રહેવા માટે,

બાકી વસી જવા માટે કોઇના

ખોબા જેવડા દિલ નો એકાદ ખુણો જ કાફી છૅ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

જિંદગી માં ગમે તેવી ખુશી

આવે પણ, 

 અમુક માણસ વગર ની બધી ખુશી

બેકાર છે......💎

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

કોઈ લખે પ્રણયમાં તો કોઈ લખે વિયોગમાં, 

કોઈ બની ગયા પ્રખર કોઈ બની ગયા કબર,

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

''અજીબ લડાઈ ચાલી રહી છે આ રાતમાં ''  "આંખ કહે છે સુવા દે..અનૈ દીલ કહે છે રેવા દે..😞🤦‍♂️

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મળે છે તું ક્યાં મને,

છતાં બંધ આંખે તને

જોવાની આદત છે મારી !!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

તારી તમામ પિડા ઓ સામે ઢાલ ધરું, આવ.....તને હું વ્હાલ કરું

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

🤞કિરદાર ચાહે કોઈ ભી હો ♥️ કાહની હસીન હોની ચાહિયે 💖💫

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

લોક નજરથી તને બચાવું કેમ,

તું ચાંદ છે આસમાનનો તને છૂપાવું કેમ.❣️

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


Sunday, 2 May 2021

Corona time


Corona time

ફરી છાસ વલોવી ને માખણ માંથી ઘી બન્યું,

અને બઝાર નું બટર ને ચીઝ બંધ થયું.


ફરી દાળ પલાળી ઢોસા નું ખીરું બન્યું,

ને બઝાર નું વાસી ખીરું બંધ થયું.


ફરી ઘઉં ને બાજરા ના રોટલા બન્યા,

ને બઝાર ના પાંઉ ને પીઝા બંધ થયા.


કોણ કહે છે કે આ "રોગ" છે,

અરે આ તો "નીરોગી રહેવાનો સંજોગ છે."

રહો મસ્ત રહો💐

Saturday, 1 May 2021

કોરોના અને લગ્ન (Corona and Marrige)


"કોરોના"  અને  "લગ્ન"

બન્ને સરખા લાગે છે..

જેમકે.😂


1 કોરોના હાથ મિલાવવાથી થાય અને લગ્ન હસ્ત મેળાપથી  થાય છે.😂

2. બંનેમાં જાન જાય છૅ.😂

3. બન્નેની દવા હજી શોધાણી નથી.😂

4. લગ્નના ચાર ફેરા અનૅ લોક ડાઉનના ચાર ચરણ.😂

5. બન્ને  માણસોના મેળાવડાથી થાય છે.

6 .બન્નેમાં જેમ સમય પસાર થાય તેમ તેમ અસર વધે.😂

7.બન્નેમાં હૉમ કૉરૉન્ટાઈન થવુ પડે છે. કોરોનામા 14 દિવસ પછી છુટકારો અને લગ્નમાં સાત જન્મ પછી છુટકારો.😂

8. લગ્નમા કન્યા પધરાવો સાવધાન બોલવામા આવે છે,કોરોનામાં પણ સાવધાન  કરવામા આવે છે.😂

9.લગ્નમા ચોથા ફેરા પછી અને કોરોનામા ચોથા ચરણ પછી હરવા  ફરવાની છૂટ મળે છે.😂

10. કોરોના રોગમાં નાકમાથી  પાણી વહે જ્યારે લગ્ન માં આંખમાથી પાણી નીકળે.

11. કોરોના વાઇરસ  ચીનથી આવ્યો છે   બીજો સાસરેથી  આવ્યો છૅ, બન્ને જ્યાથી આવ્યા છે ત્યા બધા સૂરક્ષિત છે.😂

12.બન્ને રોગમાં અસર તો 

હૃદયની આસપાસ જ થાય છે.😂

13.એક મા "દેશી ઉકાળો"

અને 

બીજા માં "લોહી ઉકાળો"

14.લોકડાઉન થયા પછી બહાર જઇયે તો મોર બોલે 

અને લગન પછી ઘરે મોરની જેમ બોલે😜😜


😂😂🥰😂😂  કવિ ના આ લખાણ પછી કોઈ પણ જાતનો નવુ લખવાની ઈચ્છા રહી નથી આમાં કવી કોણ તે પણ જાતે નક્કી કરવાનું છે...

સમય


 વીતી જશે આ સમય પણ બસ ધીરજ રાખવની વાત છે,

સુખ ના ટકી શક્યું જિંદગીભર તો દુઃખની તો શુ ઔકાત છે..!

સંબંધો








સબંધોના બીજ ઉગી નીકળે તોજ વાવ્યા કહેવાય...

નહીતર ડાટયા કહેવાય !


 

Wednesday, 28 April 2021

આંખો ની ભાષા - Eyes language

 

આંખ તો એક જ ભાષા સમજે છે, 

લાગણી ની...

મળે તો છલકે અને ન મળે તો પણ છલકે.

Wednesday, 9 December 2020

સંબંધ Relation

 કદમ અટકી ગયા જયારે અમે પહોચ્યા બજારમાં,

વેચાઈ રહ્યા હતા સંબંધ, ખુલ્લે આમ વ્યાપારમાં.

ધ્રુજતા હોઠો એ અમે પૂછ્યું:

                                "શું કીમત છે સંબંધની?"


દુકાનદારે કહ્યું : કયો લેશો?

   "બેટાનો" આપું, કે "પિતાનો?" 

               "બહેનનો", કે "ભાઈનો?" કયો લેશો?


"માણસાઈનો" આપું કે "પ્રેમનો" આપું?

       "માં" નો આપું કે "વિશ્વાસનો?" કયો આપું? 

બોલો તો ખરા, ચુપચાપ ઉભા છો, 

                                      કંઈક બોલો તો ખરા!


"મેં ડરીને" પૂછ્યું : "દોસ્તનો સંબંધ?"

દુકાનદાર "ભીની આંખોથી" બોલ્યો:

"સંસાર" આ "સંબંધ" પર જ તો "ટકેલો" છે,

         "માફ કરજો! આ "સંબંધ" બિલકુલ નથી,


આનું કોઈ "મુલ્ય" લગાવી નથી શક્યુ,

                          પણ 

જે દિવસે આ વેચાઈ જશે, 

           એ દિવસે આ સંસાર ઉજ્જડ થઈ જશે.

આ રચના મારા સૌ "સ્નેહી-મિત્રોને અર્પણ" છે.

 સારૂ છે, "પાંપણનું કફન" છે,

 

       નહીંતર આ "આંખમાં" ઘણું બધું "દફન" છે!

છુ ગુજરાતી - Gujarati

 છું ગુજરાતી, ગુજરાતી સાથે લગાવ હોવો જોઈએ, 

સાથે છું હિન્દુસ્તાની, બધા સાથે ભાવ હોવો જોઈએ. 


તારું ને મારુ એથી આગળ વધો તો બને સહિયારું છે, 

દિલમાં "પ્રકાશ", એવો એકતાનો વહાવ હોવો જોઈએ.


એને દરદ કહો, કે પેઈન કહો કે કહો મર્જ ભલે "પ્રકાશ", 

શબ્દો છોને ભાત ભાતનાં, દિલનો લગાવ હોવો જોઈએ. 


ઉર્દુ હિંદી ગુજરાતી અંગ્રેજી ભાષાઓ છે ભાત ભાતની,

ભાત ભાતનાં છે મનેખ, બસ પ્રેમ પ્રભાવ હોવો જોઈએ. 


કોઈ ઈશ્વર, અલ્લાહ કોઈ જીસસ કોઈ કહે છે વાહેગુરૂ, 

નામ છો ને ભિન્ન ભિન્ન, બસ શ્રદ્ધાનો ઠરાવ હોવો જોઈએ. 


આપણે તો માણસની જાત, જાતને પુરવાર કરી શકીએ, 

"પ્રકાશ" જીંદગીમાં એવો એકાદ તો બનાવ હોવો જોઈએ. 



"પ્રકાશ-ઘાયલ"

Tuesday, 21 July 2020

❛ત્યારે પ્રોબ્લેમ થાય છે❜


 
પાણી વગર હોડી ના ચાલી શકે એ હકીકત છે
પણ હોડીમાં પાણી આવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે
 
પૈસા વગર સારી રીતે ના જીવાય એ હકીકત છે,
પણ પૈસો માણસને નમાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે
 
કદરૂપતા માણસને નથી ગમતી એ હકીકત છે,
પણ રૂપ માનવીને ફસાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે
 
સંબંધ વિના માનવી અધુરો છે એ હકીકત છે,
પણ પોતાનું માણસ રડાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે
 
વિશ્વાસ રાખ્યા વગર ચાલતું નથી એ હકીકત છે,
પણ કોઈ ખોટો લાભ ઉઠાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે
 
કોઈ માણસ પોતે સર્વજ્ઞાની નથી એ હકીકત છે,
પણ કોઈ અધુરો  બહુ છલકાઈ જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે.

Friday, 17 July 2020

ગમતું નથી (વિદ્યાર્થીઓની વેદના)


          
    🙎‍♂️ વિદ્યાર્થીઓની વેદના 🙎‍♂️
                   
શાળાએ અમને બોલાવો સાહેબ...!
આ ઓનલાઇન ભણવું ,હવે ગમતું નથી. 

નથી અમારા ઘેર, ટી.વી. કે મોબાઈલ,
રોજ પડોશમાં જાવું ,હવે ગમતું નથી. 

ન પ્રાર્થના,ન ભજન ,ન રિસેશ, ન રમત,
ખાલી,પુસ્તક પચાવવું ,હવે ગમતું નથી. 

ગણિતમાં અમે,ઘણા ગોટાળે ચડીએ,
અધ વચ્ચે ફસાવું ,હવે ગમતું નથી. 

તમારા મુખેથી,સાંભળવી છે કવિતા,
રોજ બીજાનું ગાવું ,હવે ગમતું નથી. 
 
નકશામાં જોયું ન કશામાં જોયું તોય,
આ જંગલ,આ ટાપુ ,હવે ગમતું નથી. 

આ ઈંગ્લીશનું ગ્રામર,આ વિજ્ઞાનનો પ્રયોગ,
આ સંસ્કૃત ગોખાવવું, હવે ઘરે ગમતું નથી.

શાળાએ અમને બોલાવો સાહેબ...!
આ સોટી વિના ભણવું ,હવે  ગમતું નથી.

સાહેબ ગમતું નથી, સાહેબ ગમતું નથી,સાહેબ ગમતું નથી.👏👏👏

Sunday, 29 March 2020

Padkar The Challenge | Full Gujarati Movie (HD)



Padkar The Challenge | Full Gujarati Movie (HD) | Hiten Kumar | Rakesh Barot | Action Movie




Padkar The Challenge | Full Gujarati Movie (HD) 

Gujarati Movie free Download
Watch Online Gujarati movie


Sunday, 19 January 2020

ચાંદની સમજી અમે ...

ચાંદની સમજી અમે મુઠ્ઠી ભરી,
મૂઠ ખોલી ત્યાં જ તડકો નીકળ્યો...

Saturday, 18 January 2020

એવા માણસની કરો શોધ...

એવા માણસની કરો શોધ, 
       તો સદીઓ નીકળે,
જેને તમે ખાબોચિયું માનો છો,
       એ દરિયો નીકળે...

Thursday, 16 January 2020

સમય પણ ગજબનો ઇતિહાસ ધરાવે છે....

સમય પણ ગજબનો ઇતિહાસ ધરાવે છે....

કોઇનો પસાર થતો નથી...
તો, કોઇ પાસે હોતો નથી...

Saturday, 11 January 2020

Online Love

Online પ્રેમ...

તારી "Typing..."
પર, હરખથી કાંપતી
મારી આંગળીઓ..
પ્રેમ છે.

તારી 
"New Profile Pic"
ને.. કલાકો સુધી..
એકીટશે જોતી પાંપણો 
ની પાંખડીઓ..
પ્રેમ છે.

વાતચીત કરવાની
અગણિત ઇચ્છાઓ
ની વચ્ચે,
"Online" હોવા છતાં 
ચીસો પાડતી નીરવતા.. 
પ્રેમ છે..

જરાક  અમથા
"Notfication" ની
ટન ટન થતી ઘંટડીઓ 
પર ફોન પકડીને 
બેસી રહેવુ
પ્રેમ છે. 

કેમ છે? પુછવા પર..
"I am fine" લખવું, 
લખી ને ભુસવુ,
ભૂંસી ને પાછુ લખવું. 
એ "Draft" મા પડેલી 
ન કહેવાયેલી અરજીઓ..
પ્રેમ છે. 

તારું નામ સાંભળીને 
ધડકનોનું વધી જવું..
અને.. તારું નામ સંભળાવી 
ને મિત્રો ની કરેલી મનમાની..
પ્રેમ છે. 

અનંત સુધી ચાલનારી 
"Chat" માં..
"Hmm" અને  "K" નૉ
અવિરત પ્રવાહ ..
પ્રેમ છે. 

"Call" આવવા પર
પાગલ થઈ જવું, 
આલતુ.. ફાલતુ..
બકવાસ કરી..
મનમાં ને મનમાં 
નાના બાળકની જેમ 
ખુશ થવુ ,
પ્રેમ છે. 

મનની વાત વાત
તરત જ કરવા માટે 
"Last Seen" જોઇને 
થતી બેચેની..
પ્રેમ છે. 

સવારે સૌથી પહેલાં 
જાગીને
"Call Log" માં તારો
"Call" જોવો..
પ્રેમ છે. 

વહેલી સવારનું 
"Good Morning"
અને મોડી રાતનું 
"Good Night"
પ્રેમ છે. 

બસ બેહદ પ્રેમ છે. 

પ્રેમ છે....!!

Tuesday, 7 January 2020

નામ પર તારા શિલાઓ પણ તરે...

નામ  પર  તારા  શિલાઓ  પણ  તરે,
તું   ખુદા   છે   સાવ  ઘાર્યું  ૫ણ  કરે.

કોઇ   તારો   ત્યાં   ભરોષો   શું  કરે?
જ્યાં  અમી  ઓથે  ઝહરથી સૌ મરે.

રોજ  હડસેલું  સ્મરણ   તારાં   બઘાં,
રોજ    રાતે    સ્વપ્નમાં  પાછાં  ફરે.

શ્વાસ  ચાલે   છે   વિરહના  જોશથી,
આગ  દિલની  આમ, કંઈ  રીતે  ઠરે.

ક્યારનો  ઉભો  મલમ  લઇ  હાથમાં,
આવજે   જ્યારે  જખમ  સૌ  પાંગરે.

ડર   નથી   શૈતાનનો   અમને  હવે,
ડર  હવે  છે   માણસોથી   બસ  અરે.

છે   જવાની   મંઝિલો   પર  ઝંખના,
માર્ગ  આજે  રો-કકળ   સઘળા  કરે.

© જયેશકુમાર 'જયલા'

Sunday, 5 January 2020

હાલો ચા પીવા ...

હાલો ચા પીવા........

દુ:ખની દાહક  છે  ચા,
મિત્રોની ચાહત છેે ચા.

કોણે કીધું લાગે ભૂખ,
અપ્પામા રાહત છે ચા.

નથી ગમતું એના વગર,
મધમધતુ જામ છે  ચા.

એવોર્ડ કરતાં ય અધિક,
ઓળખની ખાણ છે  ચા.

રોજ બને  છે  ઘેર  ઘેર ,
કુટુંબનો મીઠો પ્રેમ છે ચા.

      -"મોજીલો" માસ્તર

Wednesday, 1 January 2020

તારા હાથમાં મનના વિચાર...

કલમ એક જ છે તારા હાથમાં
બસ પન્ના ફેરવ્યાકર તારા મનના વિચારનાં...

Monday, 30 December 2019

ડર અને સંસ્કાર


દર વખતે ડર જ નથી હોતો,,
કયારેક સંસ્કાર પણ રોકી લેતા હોય છે.!

Sunday, 29 December 2019

કંઇક શીખવા માટે...

કંઇક શીખવા માટે ભૂતકાળ માં આટો મારવો ખૂબ સરસ છે....
પણ ત્યાં જ રહેવુ એ યોગ્ય  નથી.....
. . .

Tuesday, 24 December 2019

સફળતા તમારા હાથમાં

હારવાના ભય કરતા જીતવાની મહત્વાકાંક્ષા વધારે હશે ને તો સફળતા તમારા હાથમાં હશે

Sunday, 22 December 2019

જવાબદારી

જવાબદારી એ ઘરમાં રાખેલ કુંડા ના છોડ સમાન છે..

છોડ ને મોટા થવાનો અધિકાર નથી..
પણ કાયમ લિલાછમ રહેવું પડે છે..!!

આજનો માણસ.....



મંદિર ન જાતો માનવી આજ પ્રભુને પૂજતો થઈ ગયો;
ભૂકંપ આવતા એ ગાયને રોટલી ખવરાવતો થઈ ગયો.

કપટ, લૂંટ-ફાટ અને પ્રપંચ કરી એ લાખો રુપિયા કમાયો;
પાપોને ધોવા આજ  એ  ગંગામાં   તનડુ ધોતો થઈ ગયો.

બહારથી લાગતો એ બગલો ને વાણી એની કોયલ જેવી;
સમય આવ્યે એ  પીઠ  પાછળ  ખંજર ભોંકતો થઈ ગયો. 

નથી જોઈ કે  જીરવી શકતો એ  બીજાના સુખ સગવડો;
સગો ભાઈ જ આજ ભાઈ ને પગતળે કચડતો થઈ ગયો.

બાંધી દિધા ખુદાને આજ મંદિર-મસ્જિદ-ગિરજાઘરમા;
ભગવાનના નામે આજ  પોતાનો રોટલો રળતો થઈ ગયો.

 - જાલમસિંહ વાઘેલા "મોજીલો" માસ્તર...

True


આ દુનિયા ની સૌથી મોટી તકલીફ એ છે

કે લોકો સાચું મનમાં બોલે છે, અને…

ખોટું બુમો પાડી ને બોલે છે…✨

Friday, 20 December 2019

Trust



ભરોસો બધાનો કરવો પણ સાવચેતી રાખવી સાહેબ
ક્યારેક પોતાના દાંત પણ  જીભ કાપી નાખે છે...

Thursday, 19 December 2019

અલમસ્ત

પોતાની મસ્તીમાં જીવતી વ્યક્તિને 
કોઈની પણ વાહ વાહ ની જરૂર પડતી નથી.

Tuesday, 17 December 2019

World's rule

અજીબ છે આ દુનિયા નો નિયમ સાહેબ...

જે કદર નથી કરતા તેના માટે લોકો રડે છે અને જે કદર કરે તેને લોકો રડાવે છે...

Monday, 16 December 2019

Sunday, 15 December 2019

Relationship

વ્યક્તિને સમજવાની કોશિશ કરજો સાહેબ, 
બાકી ઝઘડા તો દરેક સંબંધમાં થાય જ છે !! 

Saturday, 14 December 2019

Quat

શક્ય હોય ત્યાં સુધી કોઈની ભૂલો ના કાઢવી, 
અને છતાં ઈચ્છા થાય તો 
એક મુલાકાત અરીસાની કરી લેવી !!

સાથમાં તારી...



નિત રહેવું ગમે સાથમાં તારી,
નિત બોલવું ગમે વાતમાં તારી.

ચહેરાનો એ અજવાસ મને તારો,
નિત લાગે પૂનમનો મને ચાંદો.

નિત ચાલવું ગમે સંગમાં તારી,
નિત હસવું ગમે હસીમાં તારી.

પાલવનો એ સ્પર્શ મને તારો,
નિત લાગે વહાલનો મને દરિયો.

નિત વહાવું મૌલિક લાગણીઓ મારી,
નિત ઝંખું વહાલની સોગાદ તારી.

@મૌલિક પટેલ
જામનગર

Wednesday, 11 December 2019

પહેલી હરોળમાં | First

મારું કદી ના પહોંચવું પહેલી હરોળમાં
ને એમનું મોટા થવું પહેલી હરોળમાં 

સૌની કલા માણી નહી માપી રહ્યા છે એ
બેઠા છે લઈને ત્રાજવું પહેલી હરોળમાં

હું મંચ પર ભજવી રહ્યો છું જિંદગી અને
 મૃત્યુનું તાળી પાડવું પહેલી હરોળમાં

આ યોજના સાથે ઘણાં ભટકે છે આમ તેમ
કેવી રીતે ઘૂસી જવું પહેલી હરોળમાં

પાછળ જઈને બેસ પીડા, શોભતું હશે!
ઊભા થઈને નાચવું પહેલી હરોળમાં 

ધીરેથી આખા હોલમાં વ્યાપી ના જાય ક્યાંક
આ સ્તબ્ધતાનું ઊગવું પહેલી હરોળમાં 

જોયા કરે પણ દાદ ના આપે સ્વભાવગત
એણે કદી ના બેસવું પહેલી હરોળમાં 

ભાવિન ગોપાણી

Whatsapp Status

તમે ફક્ત કાંટાઓને જ કાંટા કહો છો
લાગે છે તમોને હજુ -
ફૂલોએ ડંખ દીધા નથી !

~ જગદીપ ઉપાધ્યાય

Tuesday, 10 December 2019

Coming #આવજે

❛કોઈ કારણ ના જડે તો શું થયું;
તું અનાયાસે જ દ્વારે આવજે

મારી ફરતે આવરણ છે મૌનનું
હું ન બોલું કૈં, ઈશારે આવજે!❜

~દિનેશ કાનાણી

Monday, 9 December 2019

Gujarati Status


ફરિયાદોની પણ કિંમત છે,
બધાને નથી કરાતી...😑

Saturday, 30 November 2019

Merry Christmas Wishes and Messages

Christmas is about spending time with family and friends. It’s about creating happy memories that will last a lifetime. Merry Christmas to you and your family!

=================================================
May this festive season sparkle and shine, may all of your wishes and dreams come true, and may you feel this happiness all year round. Merry Christmas!

=================================================

A lovely thing about Christmas is that it’s compulsory, like a thunderstorm and we all go through it together. Let’s buckle up and enjoy the ride.

=================================================

Wishing you a magical and blissful holiday!
Have a merry Christmas and prosperous New Year!


=========================================

May this Christmas season
Brings you nothing but fond memories,
Happiness and laughter.


=================================

Let us forget the past and start anew,
wishing to see you this Christmas!


===============================

I wish this holiday season you would receive
Love, peace and joy for the whole year,
Merry Christmas!


===================================

May you receive the greatest gift of all this Christmas,
someone to share your life with,
Merry Christmas!


===========================================

If I could tell Santa what to give you,
It would be happiness and peace
Not just this Christmas,
but for the entire year


===========================

May your home be filled with joy and love
This Christmas season.
Wishing you a wonderful holiday!


====================================

May the blessings and happiness
Of Christmas season be yours
May the next year be better and happier
Happy Holidays!


======================================

Open the gift of happiness and love this Christmas
And share them with the others.
Have a blissful and happy Christmas!


========================================

To a joyful present and a well-remembered past. Best wishes for Happy Holidays and a magnificent New Year.

=================================================

Christmas is the festival of love and spirit
So let us drink the spirit to feel love
Merry Christmas to You


=================================

The rain may wet us when we want to be dry, the pain may occupy us when we want to live life, but thing that will not change is that we will always love Santa Clause!!

========================================================

 I am so very thankful to you, Mom and Dad, you made our childhood filled with wonderful memories that we can rejoice today!! Merry Christmas to you both!!

========================================================
Today on this beautiful day I want to wish my brother for all the love he had bestowed upon!! We may fight a lot, we may get upset with each other the most but at the end of the day it feels great to have a friend who will never go away!! Merry Christmas!!

========================================================

This is my thanks to my beautiful and intelligent sister, who has with her small acts taught m4e the greatest lessons of life. Wishing her the most exciting life on this Christmas!!

========================================================

I feel so lucky to have a mom like you who gives most of her time in teaching me the great sense of life. I wish you for the most amazing merry Christmas!!

========================================================

Guess why this Christmas is more special for me? It's because I would be celebrating this day with a cute friend like you!! Merry Christmas my dear friend!!

========================================================

Today on this special day of Christmas I want to wish you with a great life ahead as you are the one who had filled my life with lots of love and life!! Wishing you a great merry Christmas!!

========================================================

Hey dear friend Santa brought you into my life because he knew what could make me feel happy!! Wishing Merry Christmas to my best friend and the best p-person in my life!!

========================================================

 You are the one and only one person apart from my family members who knows everything about me and still be with me in all the thick and thin!! Merry Christmas my best friend!!

========================================================

Friends like you are like angel who will always guard you in every situation!! I want to be in my life always!! Merry Christmas to the best person in the world and my best person!!

========================================================

No matter you like my choice or not but this is the wish from my side!! It's the thought that matters and I have put in all my thoughts and mind into it!! Merry Christmas!!

========================================================

 I feel so lucky to have a mom like you who gives most of her time in teaching me the great sense of life. I wish you for the most amazing merry Christmas!!

========================================================

Two thousand years ago, "Joy to the World, the Lord has come!" was said. May those words give you meaning and joy this Christmas season.



Motivational Wishes For Success

Success is like tip of the tail !!! If cat runs to catch the tail. It has to keep running forever. But if it walks in it’s own style. Tail follows!! Live life with your own rules….

Wednesday, 27 November 2019

એક છોકરી (A Girl)

💙"મને એક છોકરી ખુબ ગમે છે,
મારી આંખોમાં આવી ખુબ રમે છે.

હું તો છુ અલ્લડ અશાઢી વાયરો,ને
છોકરીને પણ વરસાદ ખુબ ગમે છે.

ગમવાનું કારણ કયાં જઇને શોધવું ?
શોધુ ત્યારે એની પાંપણ નમે છે.

વિસ્તરતો હોઉ હું એના વિચારમાં,
લાગે ત્યારે આખુ આભ ભમે છે.

મારા ઘરમાં આમ તો હું એક્લો,
તોયે,સાથે બેસી એ રોજ જમે છે.

પછી.છોકરીએ છોકરાને ધીમે કહયુ
તારી જેમ, તુંય મને ખુબ ગમે છે."💙

Tuesday, 26 November 2019

Prediction | આગમવાણી

આગમવાણી

બેટી કમાશે બાપ ખાશે, ભૂંડો આવશે કાળ,
માવતર જણ્યા મેલશે, ભૂપ લેશે ના ભાળ;
ભૂપ લેશે ના ભાળ, માણસ માણસ ને ખાશે,
સત્ય છુપાશે સુતલ, જૂઠ્ઠા જગ વખણાશે;
જીવતા જોશે લાખણા, પાપીનાં ચડશે પાળ,
બેટી કમાશે બાપ ખાશે, ભૂંડો આવશે કાળ !

ભેળો સાળો ભુવનમાં, રહેશે દિવસ ને રાત,
કજિયાખોર કામિની, ઘણી જ ઓરશે ઘાત,
ઘણીજ ઓરશે ઘાત, બોલાવી બમણી બોલે,
એક કહો તાં તેર, સુણાવશે હોલે હોલે;
જીવતાં જોશે લાખણા, નહીં હોય નાત જાત,
ભેળો સાળો ભુવનમાં, રહેશે દિવસ ને રાત !

વિધવા શણગાર સજસે, સુહાગણ વિધવા વેશ,
સુંદરી મુંડન કરાવશે, હશે નર ને લાંબા કેશ;
નર ને લાંબા કેશવળી, ચાલશે છટકા કરતો,
બેઠી હશે બાઇ બાકડે, પુરુષ પાણી ભરતો;
જીવતા જોશે લાખણા, આ દેશ થશે પરદેશ,
વિધવા શણગાર સજસે, સુહાગણ વિધવા વેશ !

વાદળિયું વહેતી થશે, પવને કરી પલાણ,
ધરતી રહેશે તરસતી, નદિયુ સુકાશે નવાણ;
નદિયુ સુકાશે નવાણ, ખોરા સૌ ધાન જ ખાશે
મહેલો થાશે મસાણ, ત્યાં રમશે ચુડેલુ રાસે;
જીવતા જોશે લાખણા, ભુખરા ઉગશે ભાણ,
વાદળિયું વહેતી થશે, પવને કરી પલાણ !

દરિયો ડુંગર ચડશે, ડુંગર થય જાશે ધાર,
જંગલ જંગલ નહીં રહે, વસ્તિનો થશે વિસ્તાર;
વસ્તિનો થશે વિસ્તાર, વનચર નગર વસશે,
તસુ ધરા ને કાજ, બેટા બાપ ને મારવા ધસશે;
જીવતા જોશે લાખણા, ભાઈ ભાઈ નો ખાર,
દરિયો ડુંગર ચડશે, ડુંગર થય જાશે ધાર !!

આપણી આસપાસ ના સગા-વહાલાઓ અને ઓળખીતાઓ પર એક નજર નાખજો, આમાથી ઘણી વાત સાચી પડતી જાય છે.

Monday, 25 November 2019

Brother Sister Love ( Bhai Bahen no prem )














અતિ મોહક અતિ સુંદર,
અતિ ચાલાક, ચબરાક,
મમ્મી પપ્પાની ચમચી,
ભારે છટકબાઝ .!

મગજનો દુઃખાવો,
ભારે કલબલાટ,
મારી સાંભળે નઈ,
પતે નહીં ક્યારેય વાત .!

બધી વાતોનું આ ધ્યાન રાખે,
ખતરનાક આ જાસુસ,
ફોન આખો ફેંદી નાખે,
ભારે છે આ ચાપલૂસ .!

ઝઘડાખોર ભલે રહી,
છે અતિ પ્રેમાળ,
સુખદુઃખ ની ભાગીદાર,
બેનડી છે મારી રખેવાળ .!

LifeTime ... Life

જીવનભર એકલતા જ સહેવાની છે,
હંમેશા સૌની નફરત જ સહેવાની છે.

સૌની સાથે  માથાકૂટ જ  કરવાની છે,
ગમે કે ન ગમે આપદા જ સહેવાની છે.

સંધ્યા તો સપ્તરંગો ખીલવવાની જ છે,
સંધ્યાની ચટ્ટક કિરણો જ સહેવાની છે.

ચૂંથેલી ફિલોસોફી જ સાંભળવાની છે,
ફિલોસોફરની ભડાશ  જ સહેવાની છે.

પ્રણયમાં વફાદારીમાં  જ રાખવાની છે,
"અનુ" ને પ્રેમની વેદના સહેવાની જ છે.

અનિલ દવે. ("અનુ")

Thursday, 29 August 2019

Life is now...

એક ગુજલીસ રચના....✍✍✍

પ્રેમ કર્યો  મારી સાથે ને  બીજા જોડે એ Talk કરે છે,
લાગણીઓ મારી હડસેલી હવે મને એ block કરે છે.

કંઈ મારી વાતનું એને વસમું લાગ્યું ક્યાં મને જણાવે છે;
પૂછવા જાવું સમાચાર એના તો મોઢું એનુ lock કરે છે.

કામ ઘરના આયા કરે ને ફળિયા જેવી મોટી મોટી ફાંદો,
શરીર ઉતારવા વહેલાં વહેલા જોગીંગ ને walk કરે છે.

કામ  કરવું  નથીને  હરાયા  ઢોરની માફક  રખડવું   છે,
ભીખ માગવા ઘરનાં બારણે બારણે એ knock કરે છે.

પોતે જ મોટો છે  આ કામ પોત જ કરી શકે માને એવુ,
ઉડાવી ગરીબ-અપંગોની ઠેકડી એમની એ jock કરેછે.

              -"મોજીલો "માસ્તર .......

Wednesday, 28 August 2019

Miss you



ધીમે પગલે આવી સતાવે જે મુજને,

એ યાદોની ગતિ ખૂબ તેજ છે.

એટલે તો મારી આંખમાં આજ,

આંજણની બદલે સહેજ ભેજ છે.

ગુજરાતી રસધાર 💐

Rain of Love | પ્રેમ નો વરસાદ

ભર ચોમાસે આવી આજ મને કોઈ  તરસાવી ગયું,
દિલમા મારા   પ્રેમનો  વરસાદ  કોઈ  વરસાવી ગયું.

વહી ગયાં મૂશળધાર ઝરણાં મારી આંખોમાથી યારો,
પથ્થર  દિલના મારા હૈયાને આજ  કોઈ રડાવી  ગયું.

ભીતરની જમીન હતી  મારી કોરી ધાકોર  જેવી યારો,
નાની સરીખડી યાદની  લ્હેરખુ  ભીતરે  ભીંજવી ગયું.

કેટલી ચાહી હતી મે દિલો જાનથી પણ  વધારે યાર,
આપી વિરહની વિદાય મને છેક ઝાંપે કોઈ વળાવી ગયું

કેમેય કરી હમજાવવી આ મનમોજી જાતને  મોજીલા,
વગર નશાએ આજ મને કોઈ ગજબનું લથડાવી ગયું.

- જાલમસિંહ વાઘેલા "મોજીલો" માસ્તર.......

Love (પ્રેમ)

પ્રેમ માં તો હમણાં પડી જાવ
પણ વાગી જાય તો મમ્મી ખીજાય...

Wednesday, 29 May 2019

વ્યસ્ત (Busy)



સૌ વ્યસ્ત છે અહીંયાં ગરદન ઝુકાવવામાં
મેદાન મોકળું છે મસ્તક ઉઠાવવામાં

જો રહી જશે ઉણપ, તો ના માફ કોઈ કરશે
ના કર કદી ઉતાવળ મૂર્તિ બનાવવામાં

પાછો ફરું છું કાયમ એને મળ્યા વગર હું
મશગૂલ હોય છે એ રંગો ઉડાડવામાં

છતની મિલીભગતથી ઘરમાં ઘૂસી ગયા'તા
વરસો વીતી ગયાં એ ધબ્બા હટાવવામાં

બદલાઈ જાય કોઈ સાથે જો હસ્તરેખા
ઉત્સુક છું હાથ સૌની સાથે મિલાવવામાં

Wednesday, 31 October 2018

Gujarati Status



"સપનામાં આવી જાય છે રોજ મારી રાજા લીધા વગર,
અને પાછી જતી પણ રહે છે મને કીધા વગર."

Gujarati Status


"કોઈ પ્રેમ કરનારને પૂછી તો જુવો,
કોઈની એક ઝલક જોવા માટે કેટલી રાહ જોવી પડે છે."